________________
૪/૧૭૪ થી ૧૭૭
[૧૭૬] રાજધાનીઓ આ પ્રમાણે – સુશીમા, કુંડલા, અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પાવતી, શુભા, રત્નસંચયા.
[૧૭૭] વત્સવિજયના દક્ષિણમાં નિષધ, ઉત્તરમાં સીતા, પૂર્વમાં દક્ષિણી સીતામુખવન, પશ્ચિમમાં ત્રિકૂટ પર્વત છે, સુશીમા રાજધાની છે, પ્રમાણ પૂર્વવત્. વત્સવિજય પછી ત્રિકૂટ, પછી સુવત્સ વિજય, એ ક્રમથી તપ્તજલા નદી, મહાવત્સવિજય, વૈશ્રમણકૂટ, વક્ષસ્કાર પર્વત, વસાવતી વિજય, મતજલા નદી, ર વિજય, અંજન વક્ષસ્કાર પર્વત. સમ્યક્ વિજય, ઉન્મત્તજલા નદી, રમણીય વિજય, માતંજલ વક્ષસ્કાર પર્વત અને મંગલાવતી વિજય છે.
• વિવેચન-૧૭૪ થી ૧૭૭ :
૧૮૧
ભદંત ! જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં સીતા મહાનદીના દક્ષિણી સીતામુખવન અર્થાત્ સીતા-નિષધ મધ્યવર્તી. અતિદેશ સૂત્ર વડે ઉત્તરસૂઝ સ્વયં કહેવું. - X - હવે
બીજા મહાવિદેહ વિભાગમાં વિજયાદિ વ્યવસ્થા કહે છે
નિષધ પર્વતની ઉત્તરે, સીતા નદીની દક્ષિણે, દક્ષિણી સીતામુખવનની પશ્ચિમે, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વે, અહીં વત્સ વિજય છે. સુશીમા રાજધાની, વિજય વિભાજક ત્રિકૂટ વક્ષસ્કાર પર્વત છે. [શેષ વૃત્તિ સૂત્રાર્થ મુજબ જ છે.]
આ વિજયની રાજધાનીઓ – સીતા દક્ષિણ દિશામાં રહેલ રાજધાનીપણાથી, વિજયના ઉત્તરાર્ધ મધ્ય ખંડોમાં જાણવી. હવે વિજયાદિનો વ્યાસાદિ દર્શાવવા છતાં કોઈ પ્રકારે પાર્શોમાં પરસ્પર ભેદ ન થાય, તે આશંકા નિવૃત્તિ માટે કહે છે – પૂર્વોક્ત પ્રકારે સીતા મહાનદીના ઉત્તર પાર્શ્વ માફક દક્ષિણી પાર્શ્વ કહેવું.
આ પાર્શ્વ કઈ રીતે વિશિષ્ટ છે ? દક્ષિણ બાજુના સીતામુખવનાદિ, આના વડે જેમ પહેલા વિભાગના કચ્છ વિજય આદિ કહ્યા, તેમ બીજા વિભાગના દક્ષિણ બાજુના સીતામુખવનાદિ કહ્યા છે. આ કહેવાનાર વક્ષસ્કારકૂટો છે. કૂટ શબ્દથી અહીં પર્વત લેવા. તે આ રીતે – ત્રિકૂટ ઈત્યાદિ. વિજયાદિ રાજધાનીના સંગ્રહ માટે એકૈક પધ છે. તે સરળ છે. - x - પૂર્વસૂત્રથી પ્રાપ્ત છતાં વત્સ વિજય દિગ્નિયમમાં વિચિત્રત્વથી સૂત્ર પ્રવૃત્તિ બીજી રીતે કહે છે -
વત્સવિજયના નિષધની દક્ષિણે, તેની જ સીતાનદીની ઉત્તરે આદિ સ્પષ્ટ છે. - ૪ - હવે પ્રકરણ બળથી વત્સ જ લક્ષ્ય કરાય છે. સુશીમા રાજધાની, પ્રમાણ અયોધ્યા સંબંધી જ, - x - હવે આ વિજયાદિનો સ્થાન ક્રમ દર્શાવ્યો, તે સુગમ છે. વિશેષ એ કે - વત્સ પછી ત્રિકૂટ એમ જાણવું. - x - હવે સૌમનસ્ય ગુજદંત ગિરિ –
—
• સૂત્ર-૧૭૮ થી ૧૮૨ :
[૧૭૮] ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સોમનસ નામે વક્ષસ્કાર પર્વત કયાં કહેલ છે ? ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે, મેરુપર્વતની અગ્નિ દિશામાં, મંગલાવતી વિજયની પશ્ચિમે, દેવકુની પૂર્વે, અહીં જંબુદ્વીપ
દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં સોમના નામે વક્ષસ્કાર પર્વત કહેલ છે. ઉત્તર-દક્ષિણ લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો, માહ્યવંત વક્ષસ્કાર પર્વત સમાન છે. વિશેષ એ કે
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
–
સર્જરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. નિષધ વર્ષધર પર્વતની પાસે ૪૦૦ યોજન ઉર્ધ્વ ઉંચો, ૪૦૦ ગાઉ ભૂમિગત, બાકી પૂર્વવત્ કહેવું. વિશેષ એ કે – અર્થ - ગૌતમ ! સોમના વક્ષસ્કાર પર્વત ઘણાં દેવો-દેવીઓ જે સૌમ્ય, સુમનસ્ક છે તે અહીં બેસે છે ઈત્યાદિ. સૌમનસ નામે અહીં મહર્જિક દેવ યાવત્ વસે છે. તે કારણે હૈ ગૌતમ ! યાવત્ નિત્ય છે.
સૌમના વક્ષસ્કાર પર્વતે કેટલાં ફૂટો કહ્યા છે ? ગૌતમ ! સાત ફૂટો કહેલા છે, તે આ પ્રમાણે
૧૮૨
-
-
[૧૭૯] સિદ્ધ, સોમનસ, મંગલાવતી, દેવકુરુ, વિમલ, કંચન, વશિષ્ટ નામક સાત ફૂટો જાણવા.
[૧૮૦] આ બધાં ફૂટો ૫૦૦ યોજન ઉંચા છે. આ ફૂટોની પૃચ્છા દિશાવિદિશામાં ગંધમાદન સશ કહેવી. ફર્ક એ કે – વિમલકૂટ તથા કાનકૂટ ઉપર સુવા અને વત્સમિત્રા દેવીઓ રહે છે. બાકીના ફૂટોમાં સશ નામક દેવો છે. મેરુની દક્ષિણે તેની રાજધાનીઓ છે.
ભગવન્ ! મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુટુ નામે કુટુ ક્યાં કહેલ છે ? ગૌતમ ! મેરુ પર્વતની દક્ષિણે, નિષધ વર્ષધર પર્વતની ઉતરે, વિદ્યુત્પ્રભ વક્ષસ્કાર પર્વતની પૂર્વે સોમના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમે – અહીં મહાવિદેહ ક્ષેત્રમાં દેવકુટુ નામે ગુરુ કહેલ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, ૧૧૮૪૨ યોજન, ૨કળા પહોળો છે ઉત્તરકુરની વક્તવ્યતા સમાન યાવત્ પદ્મગંધ, મૃગગંધ, અમમ, સહ, તેતલી, શનૈશ્ચારી મનુષ્યો સુધી કહેવું.
[૧૮] ભગવન્ ! દેવકુમાં ચિત્રકૂટ-વિચિત્રકૂટ નામે બે પર્વતો ક્યાં કહેલ છે ? ગૌતમ ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તરીય-ચરમાંતથી ૮૩૪-/9 યોજનના અંતરે, સીતોદક મહાનદીના પૂર્વ-પશ્ચિમ બંને કિનારે, અહીં ચિત્ર અને વિચિત્રકૂટ નામે બંને પર્વતો કહ્યાં છે, યમક પર્વતો માફક બધું કહેવું. રાજધાની મેરુની દક્ષિણે છે.
[૮૨] દેવકુટુનો નિષધદ્રહ નામે દ્રહ ક્યાં કહેલ છે ? ગૌતમ ! તે ચિત્રકૂટ, વિચિત્રકૂટ પર્વતના ઉત્તરીય ચરમાંતથી ૮૩૪-૪/ યોજનના અંતરે, સીતૌદા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં અહીં નિષધદ્રહ નામે દ્રહ કહેલ છે. એ પ્રમાણે જેમ નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત, માવંત દ્રહોની વક્તવ્યતા છે, તેમજ નિષધ, દેવકુરુ, સૂર, તુલસ, વિધુત્વભની જાણવી. રાજધાનીઓ મેરુની દક્ષિણમાં છે.
• વિવેચન-૧૩૭ થી ૧૮૨ :
પ્રશ્ન સુલભ છે. ઉત્તર નિષધ વર્ષધર પર્વતની ઉત્તરે ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું. જે સપ્રપંચ પહેલા વ્યાખ્યાનમાં ગંધ માદનનો અતિદેશ કર્યો, માહ્યવંતનું અતિદેશન તેની નીકટવર્તીપણાથી છે, તે સૂત્રકારની શૈલીના વૈચિત્ર્યને જણાવે છે. ફર્ક એ - આ સંપૂર્ણ રજતમય છે, માલ્ટવંત નીલમણિમય છે. આ નિષધ પર્વતને અંતે છે, માલ્યવંત નીલવંત પર્વતની સમીપે છે. અર્થમાં વિશેષતા – સૌમના વક્ષસ્કાર
–