________________
૪/૧૫૧ થી ૧૬૨
૧૬૫
પરિવેષ્ટિકા છે, તે પૂર્વે કહેલ છે. હવે તેનો પહેલો પરિક્ષેપ કહે છે – મૂલ જંબૂ બીજા ૧૦૮ જંબૂવૃક્ષોથી, મૂલ જંબૂના અર્ધ ઉચ્ચત્વ પ્રમાણવાળા જંબૂથી ચોતરફથી પરિવેટિવ છે. ઉપલક્ષણથી તેનો ઉદ્વેધ, લંબાઈ, વિસ્તાર પણ અર્ધપ્રમાણમાં જાણવો. તેથી કહે છે - તે ૧૦૮ જંબૂ, પ્રત્યેક ચાર યોજન ઉંચા, એક ક્રોશ અવગાહથી એક યોજના ઉચ્ચ સ્કંધ, ત્રણ યોજન વિડિમા, સર્વાગ્રણી ઉચ્ચવ સાતિરેક ચાર યોજન છે. તેની એકૈક શાખા અર્ધક્રોશહીન બે યોજન દીર્ધ ક્રોશપૃયુત્વ સ્કંધ થાય છે. - X - અહીં અનાદંત દેવના આભરણાદિ રહે છે. તેનું વર્ણન જણાવવા કહે છે - તેનું વર્ણન મૂલજંબૂ સમાન જ છે.
હવે આની જેટલી પાવરવેદિકા છે, તે કહે છે – પૂર્વવત, પણ વિશેષ આ • પ્રતિ જંબૂવૃક્ષમાં છ-છ પાવર વેદિકા છે. આ ૧૦૮ જંબૂમાં આ સૂત્રમાં તથા જીવાભિગમ આદિમાં પણ જિનભવન, ભવન-પ્રાસાદ વિચારણા કોઈએ કરી નથી. ઘણાં બહુશ્રુતો, શ્રાદ્ધ પ્રતિક્રમણ ચૂર્ણિકાર આદિ મૂળ જંબૂવૃક્ષાના તે પહેલાં ભવના ખંડના આઠ કૂટો જિનભવન સાથે ૧૧૭ જિનભવનો માનતા, અહીં પણ એકૈક સિદ્ધાયતના પૂર્વોક્ત માનવી માને છે. અહીં સત્ય શું ? તે કેવલી જાણે.
ધે બાકીના પરિક્ષેપને કહેવા ચાર સૂત્રો કહે છે – જંબૂ સુદર્શનાની ઈશાનમાં, ઉત્તરમાં અને વાયવ્યમાં અહીં ત્રણે દિશામાં. જંબૂઢીપાધિપતિ દેવના ૪ooo સામાનિકોના ૪૦૦૦ જંબુ કહેલાં છે. ગાયાબંધથી પર્ષદાના દેવતા જંબુ કહે છે. અગ્નિ-દક્ષિણનૈઋત્ય દિશામાં અનુક્રમે આઠ-દશ-બાર જંબૂઓ કહ્યા છે. તેનાથી અધિક કેન્યૂન નહીં.
અનિકાધિપતિના જંબૂ અને બીજા પરિક્ષેપના જંબૂ ગાથા વડે કહે છે - ગજાદિ સૈન્યના સાત અધિપતિના સાત જંબૂ પશ્ચિમમાં હોય છે બીજો પરિક્ષેપ પૂર્ણ થયો, હવે ત્રીજો કહે છે - આત્મરક્ષક દેવો, સામાનિકથી ચાર ગણાં, ૧૬,ooo જંબૂ છે. એકૈક દિશામાં ચાર-ચાર હજાર. - x - જોકે આ પરિક્ષેપ જંબૂનું ઉચ્ચત્વાદિ પ્રમાણ પૂર્વાચાર્યોએ વિચારેલ નથી, તો પણ પાદ્રહ પડાપરિક્ષેપ મુજબ પૂર્વ-પૂર્વ પરિક્ષેપના જંબુ, ઉત્તર-ઉત્તર પરિક્ષેપના જંબુથી અર્ધ પ્રમાણમાં જાણવા. • X -
- હવે આના જ ત્રણ વનનો પરિક્ષેપ કહે છે - તે આના પરિવારમાં જાણવા. 300 યોજન પ્રમાણથી વનખંડ વડે ચોતરફ સંપરિવૃત્ત છે. તે આ રીતે - અત્યંતર, મધ્યમ, બાહ્યથી. હવે અહીં જે છે, તે કહે છે – જંબૂના સપરિવારના પૂર્વથી પnયોજન પહેલાં વનખંડમાં જઈને અહીં ભવન કહેલ છે. તે એક ક્રોશ લાંબુ છે. ઉચ્ચવ આદિના કથન માટે અતિદેશ કહે છે - તે જ મૂલ જંબૂની પૂર્વ શાખાના ભવન સંબંધી વર્ણન જાણવું. અનાદંત યોગ્ય શયનીય કહેવું. એમ દક્ષિણાદિ દિશામાં પોત-પોતાની દિશામાં ૫o-યોજના ગયા પછી વનમાં ભવન કહેવું. હવે વનમાં વાપીનું સ્વરૂપ –
જંબની ઈશાનદિશામાં પહેલું વનખંડ ૫o-ચોજન ગયા પછી ચાર પુકારણી કહી છે. એ સૂચિશ્રેણીથી રહેલ નથી, પણ પોતાની વિદિશાના પ્રાસાદને વીંટાઈને રહી છે. તેથી પ્રદક્ષિણાકારે તેના નામો આ રીતે છે - પૂર્વમાં પદા, દક્ષિણમાં-પાપભા ઈત્યાદિ. એ રીતે વિદિશાની પણ કહેવી. તે એક કોશ લાંબી, અર્ધકોશ પહોળી,
૧૬૬
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર ૫૦૦ ધનુષ ઉઠેધથી છે.
હવે વાપી મોના પ્રાસાદના સ્વરૂપને કહે છે - તે ચારે વાપી મધ્ય પ્રાસાદાવતંસક કહેલ છે - x - ચારે વાવમાં કેક પ્રાસાદ છે, તેથી ચાર પ્રાસાદો છે. તે એક કોશ લાંબા, અર્ધકોશ પહોળા, દેશોનકોશ ઉંચા છે. વર્ણન મૂલ જંબૂની દક્ષિણશાખાના પ્રાસાદવતુ જાણવું. આમાં અનાદૃતદેવની ક્રીડાર્સે સપસ્વિાર સિંહાસન કહેવું. જીવાભિગમમાં અપરિવાર કહેલ છે. એ રીતે અગ્નિ આદિ વિદિશામાં વાપી અને પ્રાસાદો કહેવા.
આ વાપીઓના નામો જણાવવા બે ગાથા કહી છે - પાદિ, આ બધી પણ ગિસોપાન, ચાર દ્વારો, વેદિકા, વનખંડ યુક્ત જાણવા. હવે અગ્નિ દિશામાં ઉત્પલ ગુભ, પૂર્વમાં નલિના ઈત્યાદિ જાણવું. હવે આ વનના મધ્યવર્તી કૂટોને સ્વરૂપથી કહે છે - જંબના આ જ પહેલા વનખંડમાં પર્વ ભવનની ઉત્તરમાં, ઈશાન ખૂણામાં પ્રાસાદાવતુંસકની દક્ષિણમાં અહીં કૂટ કહેલ છે. આઠ યોજન ઉદર્વ-ઉંચા, બે યોજના ઉદ્વેધથી, વૃતત્વથી જે લંબાઈ છે, તે જ પહોળાઈ છે. મૂળમાં આઠ યોજન લાંબાપહોળા, બહુ મધ્યદેશ ભાગમાં - ભૂમિથી ચાર યોજન જતાં, છ યોજન લાંબાપહોળા, શિખરના ભાગે ચાર યોજન લાંબા-પહોળા છે.
હવે તેની પરિધિના કથન માટે પધ કહે છે - અડધભકૂટના આલાવા મુજબ કહેવું. વિશેષ એ કે – સાધિક ૫-યોજન મૂલમાં પરિધિ આદિ અનુક્રમે યોજવું. • x - આ ગાળામાં બાષભકૂટ સમત્વથી કહેલ હોવાથી ૧૨-યોજનો, આઠ મધ્યે કહેલ છે. તવ બહુશ્રુત જાણે. આમાં પ્રત્યેકમાં જિનગૃહ એકૈક વિડિમાવત જિનગૃહ તુલ્ય છે. હવે શેષકૂટ વક્તવ્યતા -
ઉક્ત રીતિથી વર્ણપ્રમાણ, પરિધિ આદિની અપેક્ષાથી બાકીના પણ સાતે કુટો જાણવા. સ્થાનવિભાગ આ છે - પૂર્વ દિશાભાવિ ભવનની દક્ષિણે, અગ્નિ દિશાના પ્રાસાદાવતુંસકની ઉત્તરે બીજો કૂટ, દક્ષિણ દિશાના ભવનની પૂર્વથી
અગ્નિદિશાના પ્રાસાદાવતંતકની પશ્ચિમમાં તૃતીય ઈત્યાદિ - X - X •x - વૃત્તિમાં કહ્યા મુજબ સમજી લેવું.
હવે જંબૂના નામોને જણાવે છે – જંબૂ સુદર્શનાના બાર નામો કહેલા છે - શોભન ચા અને મનને આનંદકત્વથી દર્શન જેનું છે તે સુદર્શન, અમોઘ-સફલ - * * * * અતિશયથી પ્રબુદ્ધ-ઉર્દૂલ, સકલ ભુવનમાં વ્યાપક યશને ધારણ કરે છે, તે યશોધર, * * * વિદેહમાં જંબૂને વિદેહજંબૂ કેમકે વિદેહ અંતર્ગતુ ઉત્તરકુરમાં નિવાસ છે. સૌમનસ્યના હેતુથી સૌમનસ્ય, સુભદ્રા-શોભન કલ્યાણભાજી • x • વિશાલ-વિસ્તીર્ણ સુજાતા-શોભન જન્મ જેના છે તે-અર્થાત જન્મદોષરહિતા, જેના હોવાથી મન શોભન થાય છે તે સુમના. - ૪ -
જંબૂ ઉપર આઠ - આઠ મંગલો છે, ઉપલક્ષણથી વજ, છત્ર દિ સૂત્રો કહેવા. હવે સુદર્શના શબ્દ પ્રવૃત્તિ નિમિત પૂછે છે - પ્રસૂત્ર સ્પષ્ટ છે. ઉત્તરસૂત્રમાં- જંબૂ સુદનામાં અનાદત નામે જંબૂઢીપાધિપતિ - ન આદૈતા-આદર વિષયી કરાયેલ, બાકીના જંબૂદ્વીપના દેવો અપેક્ષાથી અનાદૈત નામે મહદ્ધિક આદિ દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકો યાવત્ આત્મરક્ષક ઇત્યાદિનું આધિપત્યાદિ કરતાં ચાવત્ વિવારે