________________
૪/૧૩૮
૧૪૬
૧૪.
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/ર
અહીં એક મોટો તિબિંછિ-પુપની જીથી પ્રધાન દ્રહ કહેલ છે. પ્રાકૃતમાં પુપરજ શબ્દનું ‘તિબિંછિ' એમ નિપાત છે. બાકી બધું પૂર્વવતું. હવે અતિદેશ સુગથી સોપાનાદિ વર્ણન –
તે તિબિંછિ દ્રહની ચારે દિશામાં ચાર મિસોપાન પ્રતિરૂપક છે. એ રીતે બ્રહ વર્ણન કરતાં • x • ચાવતુ પરિપૂણ જે મહાપડાદ્રહની વક્તવ્યતા લંબાઈ-પહોળાઈ સિવાય છે, તે તિબિંછિ દ્રહની વકતવ્યતા છે. તેને જ વ્યકતરૂપે કહે છે - મહાપદાદ્રહમાં રહેલ પદ્મ-ધૃતિ દેવી કમળોનું પ્રમાણ ૧,૨૦,૫૦,૧૨૦ છે. અન્યથા અહીં પધોની લંબાઈ-પહોળાઈરૂપ પ્રમાણના મહાપાદ્રહના પોથી બમણાંપણામાં વિરોધ આવે. દ્રહનું પ્રમાણ ઉદ્વેધરૂપ જાણવું. અર્થ સિંગિંછિ દ્રહનો કહેવો. - x • હવે આમાંથી દક્ષિણે જે નદી વહે છે, તે કહે છે –
• સત્ર-૧૩૯ :
તે તિબિંછિદ્રહના દક્ષિણ દ્વારેથી “હરિ” નદી વહેતી 9૪ર૧ યોજન-૧ કા દક્ષિણાભિમુખી પર્વત થઈને મોટા ઘટમુખથી નીકળીને યાવતું સાતિરેક woo યોજનના પ્રપાતળી પડે છે. એ રીતે જે હરિકાંતાની વકતવ્યતા છે, તે જ
હરી”ની જાણવી. જિલ્લિકા, કુંડ, દ્વીપ, ભવનનું તે જ પ્રમાણ છે. અર્થ પણ કહેવો ચાવ4 જગતીની નીચે ચીરીને ૫૬,ooo નદીઓ વડે પૂરિત થઈ લવણસમુદ્રમાં પ્રવેશે છે. પૂર્વવત્ જ પ્રવાહ અને સમુદ્રમુખે પ્રમાણ, ઉદ્વેધ, જે હરિકાંતાનો છે તે ચાવતુ વનખંડથી પરિવરિત છે.
તે તિબિંછિદ્રહના ઉત્તરના દ્વારેથી સીતોદા મહાનદી વહેતી એવી 9૪૨૧ યોજન, ૧-કલા ઉત્તરાભિમુખી પર્વતમાં જઈને મહાઇટમુખથી નીકળી ચાવતુ સાતિરેક ૪ao યોજનના પ્રપાતળી પડે છે. સીતોદા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટી જિલ્લિકા કહી છે. તે ૪૦૦ યોજન લાંબી, ૫oોજન પહોળી, એક યોજન જડી, વિવૃત્ત મગર મુખના આકારે રહેલ, સર્વ જમણી, સ્વચ્છ છે.
સીતોદા મહાનદી જ્યાં પડે છે, ત્યાં એક મોટો સીતોદાપપાતકુંડ નામે કુંડ કહેલ છે. તે ૪૮૦ યોજન લાંબો-પહોળો છે. તેની પરિધિ કંઈક ન્યૂન ૧૫૧૮ યોજન છે. સ્વચ્છ છે, એ પ્રમાણે કુંડની વકતવ્યતા તોરણ સુધી જાણવી.
તે સીતોદા પ્રપાતકુંડના બહુ મધ્યદેશ ભાગમાં એક મોટા સીતોદા દ્વીપ નામે હીપ કહેલ છે. તે ૬૪ યોજન લાંબો-પહોળો, ર૦ર૦ યોજન પરિધિથી, જatતથી બે કોશ ઉંચો, સર્વ જમય સ્વચ્છ છે. બાકી પૂર્વવતુ, વેદિકા-વનખંડભૂમિભાગ-ભવન-શયનીય અને અર્થ પૂર્વવત્ કહેવો.
તે સીસોદા પ્રપાકુંડના ઉત્તરના દ્વારેથી સીતોદામહાનદી વહેતી એવી દેવકમાં વહેતી-વહેતી ચિત્ર-વિચિત્રકૂટો, પર્વતો, નિષધ-દેવકુર-સૂર-સુલસવિધdwભદ્રહને બે ભાગમાં વિભક્ત કરતી ૮૪,ooo નદીઓથી આપૂરિત થd, ભદ્રશાલ વનમાં વહેતી વહેતી મેરુ પર્વતથી બે યોજન દૂરથી પશ્ચિમાભિમુખ વળીને વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતને નીચેથી ચીરીને મેરુ પર્વતની પશ્ચિમે પશ્ચિમે વિદેહ કૅઅને બે ભાગમાં વિભાજીત કરતી-કરતી એકૈક ચક્રવર્તી વિજયમાં
૨૮,ooo નદીઓથી આપૂરિત થઈ, કુલ ૫,૩૨,ooo નદીથી આપૂરિત થઈ જયંત દ્વારની નીચેથી જગતને ચીરીને પશ્ચિમી લવણસમદ્રમાં પ્રવેશે છે.
સીતોદા મહાનદી પ્રવાહમાં પ0 યોજન વિસ્તારથી, એક યોજન ઉંડી, ત્યારપછી માત્રાથી વધતી-વધતી સમુદ્રના મુખે ૫oo યોજના વિસ્તારથી, ૧૦ યોજન ઉંડાઈથી, બંને બાજુ બે છાવરવેદિકા અને બે વનખંડશી સંપરિવરેધ છે.
ભગવન નિષધ વધર પર્વતના કેટલા કૂટો કહેલા છે ? ગૌતમ ! નવ કૂટો કહ્યા છે, તે આ પ્રમાણે - સિદ્ધાયતન, નિષધ, હરિવર્ષ, પૂર્વ વિદેહ, હરિ, ધૃતિ, સીસોદા, પશ્ચિમ વિદેહ અને સુચકફૂટ. જે કંઈ લઘુહિમવંત ફૂટની ઉંચાઈ, વિસ્તાર, પરિધિ પૂર્વ વર્ણિત છે અને રાજધાની, તે બધું જ અહીં જાણવું.
ભગવન! તેને નિષધ વર્ષધર પર્વત કેમ કહે છે ? ગૌતમ! નિષધ વર્ષધર પર્વતમાં ઘણાં ફૂટો નિષધ સંસ્થાને અને વૃષભસંસ્થાને રહેલ છે, નિષધ અહીં મહહિક ચાવતું પત્રોમ સ્થિતિક દેવ ત્યાં વસે છે. તે કારણે હે ગૌતમ!. તેને નિષધ વર્ષધર પર્વત કહે છે.
- વિવેચન-૧૩૯ :
તે તિબિંછિદ્રહના દક્ષિણી તોરણથી ‘હરિ’ નામે, જેનું બીજું નામ હરિસલિલા છે, તે મહાનદી વહેતી એવી ૩૪૨૧-૧૧ યોજન દક્ષિણાભિમુખી પર્વતથી જઈને ઈત્યાદિ પૂર્વવત્ - X - X •
હવે અતિદેશ સૂત્ર કહે છે - ઉકત પ્રકારે જે હરિકાંતાની વક્તવ્યતા છે, તે જ “હરિ" મહાનદીની જાણવી. જિહિકા, હરિકુંડ, હરિદ્વીપ, ભવનનું તે જ પ્રમાણ હરિકાંતાના પ્રકરણથી જાણતું. અર્થ પણ હરિદ્વીપ નામનો કહેવો. બધું જ હરિકાંતા પ્રકરણ સમાન જાણવું.
અહીંથી જે ઉત્તરથી નદી વહે છે, તે કહે છે – તે સ્પષ્ટ છે. પર્વતમાં જવું આદિ હરિત્ નદી વત્ જાણવું. હવે જિહિકાનું સ્વરૂપ કહે છે – “સીતોદા' આદિ પૂર્વવતુ. વિશેષ એ – લંબાઈ ચાર યોજન છે. કેમકે હરિત્ નદીથી બમણી જિલ્લિકા છે. ૫. યોજન વિસ્તારથી. હરિ નદીના પ્રવાહથી બમણો સીતોદા પ્રવાહ છે. એ રીતે જાડાઈ પણ બમણી જાણવી. - - હવે કુંડનું સ્વરૂપ •x - અહીં કુંડની યોજના સંખ્યા હરિકુંડથી બમણી કહેવી.
હવે સીસોદા દ્વીપનું સ્વરૂપ કહે છે - અહીં સીતોદાદ્વીપ લંબાઈ-પહોળાઈથી ૬૪ યોજન, પૂર્વ નદીદ્વીપથી બમણાપણાંથી છે. ૨૦૨ યોજના પરિધિ છે. અહીં સૂરમાં ન કહેવા છતાં કરણના વેશથી કંઈક સાધિકત્વ જાણવું. જળથી ઉપર બે કોશ, સર્વ વજમય, સ્વચ્છ છે. બાકી બધું ગંગાદ્વીપ પ્રકરણમાં કહેલ જાણવું. તેમાં વેદિકા, વનખંડ, ભૂમિભાગ, શયનીય કહેવા. ગંગાદ્વીપવતુ શીતોદાદ્વીપનો અર્થ કહેવો.
- હવે જે રીતે સમુદ્રમાં જાય છે, તે કહે છે - તે શીતોદા પ્રપાતકુંડના ઉત્તરના દ્વારથી શીતોદા મહાનદી વહેતી દેવકુરમાં જાય છે. ચિત્ર-વિચિત્રકૂટ, પૂર્વ-પશ્ચિમ કુલવર્તી પર્વત, નિષધ આદિ પાંચે દ્રહોને વિભક્ત કરતી, તેની મદયેથી વહે છે. અહીં વિભાગ યોજના આ પ્રમાણે છે - ચિત્ર વિચિત્રકૂટ અને પર્વતની મધ્યેથી વહેવાથી