________________
૩/૧૨૨
૧૬
કહેવાયા, તે બધું અહીં કહેવું. * * * * *
(શંકા અહીં અભિષેક સૂત્ર વિજયદેવના અતિદેશ સૂરથી કહ્યું છે, બીજા આદર્શોમાં ૧૦૮ સુવર્ણ કળશો ઈત્યાદિ કહેલ છે. અહીં વૃત્તિમાં ૧૦૦૮ સુવર્ણ કળશો કહ્યા છે, તો તેમાં વિરોધ કેમ ન આવે? [સમાધાન] જીવાભિગમની વૃત્તિમાં તે જ વિભાગથી બતાવે છે. ૧૦૦૮ સોનાના કળશો, ૧oo૮ રૂપાના કળશો, ૧oo૮ મણિના કળશો ઈત્યાદિ પાઠના આશયથી અહીં લખેલ છે, તેમાં દોષ નથી. જે ૧૦૮ સંખ્યાજ હોત તો બીજા ગ્રંથોમાં પણ ૧૦૦૮ એમ ન કહ્યું હોત. પરંતુ વિદુર્વણા અધિકારમાં ૧oo૮ કળશો અને અભિષેક ક્ષણે ૧૦૮ કળશો એમ પણ વિચારી શકાય.
બાકી પર્ષદાની અભિષેક વક્તવ્યતા - ૩૨,૦૦૦ રાજાએ કરેલ અભિષેક પછી ભરત રાજાને સેનાપતિરd, ગાથાપતિરક્ત, વર્ધકીરદન, પુરોહિત રત્ન, 3૬૦ રસોઈયા, ૧૮-શ્રેણી પ્રશ્રેણિજનો, બીજા પણ ધમાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ રાજાનો અભિષેક કરે છે. તેમાં પણ તેમજ કળશાદિને જાણવા - x • પછી ૧૬,ooo દેવો અભિષેક કરે છે. છેલ્લો અભિષેક અભિયોગિક દેવોનો કરેલો જાણવો - x • x - ઋષભ ચરિત્રાદિમાં દેવકૃત અભિષેક પૂર્વે જાણવો.
- હવે અહીં જે વિશેષ છે, તે કહે છે – આભિયોગિક દેવોની સિવાયના વડે અભિષેક પછી રૂંવાટીવાળા સુકુમાલ ગંધ કાપાયિક વય વડે શરીર લુછે છે, સરસ ગોશીર્ષ ચંદન વડે શરીરને લેપન કરે છે. પછી શ્વાસના વાયુથી પણ ઉડી જાય તેવા ચાર, વર્ણ-સ્પર્શયુક્ત, ઘોડાની લાળ માફક શ્વેત, અંતે સુવર્ણ ખચિત, આકાશ
ફટિક સદેશ પ્રભાવાળા અહત, દિવ્ય દેવદૂષ્યને પહેરાવે છે, હા-અર્ધહા-એકાવલિમુક્તાવલિ રત્નાવલી ઈત્યાદિ - X - X - આભરણો પહેરાવે છે. ' હવે ઉક્ત સાક્ષીસૂની કિંચિત્ વ્યાખ્યા - સુરભિ ગંધ કષાય દ્રવ્ય વડે પરિકર્મિત લઘુ શાટિકા વડે ભરતના શરીરના અવયવોને લુંછે છે. લુંછીને સરસ ગોશીર્ષ ચંદનનું લેપન કરે છે. કરીને દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. તે વસ્ત્ર કેવું છે ? નાકના ઉપવાસથી ઉડી જાય તેવું પાતળું. - x •x • રૂપના અતિશયથી ચાહેર, અથવા ચક્ષરોધક ધનવપણે. અતિશયવાળા વર્ણ અને સ્પર્શથી યુક્ત, ઘોડાના મુખની લાળથી પણ કોમળ • અતિ વિશિષ્ટ મૃદુવ-લઘુ ગુણ યુક્ત, ધવલ, તેની છેડા સુવર્ણથી ભરેલા છે તેવું, અતિ સ્વચ્છ સ્ફટિક વિશેષ સમાન.
તે દેવો ચવર્તીને હાર પહેરાવે છે. એ રીતે અર્ધહાર, એકાવલી, મોતીની મુક્તાવલી, સુવર્ણ-મણિમય કનકાવતી, રનમય રત્નાવલી, સુવર્ણના વિચિત્ર મણિ રનમય શરીપ્રમાણ આભરણ વિશેષ, અંગદ, ગુટિક, કટક, દશે આંગળીમાં વીંટી, કટિ ભરણ, ઉતરાસંગ, શૃંખલક, મુરવી, કંઠ મુરવી, કુંડલ, ચુડામણી, નયુકત મુગટ પહેરાવે છે.
ત્યારપછી દર્દર અને મલય સંબંધી જે સુગંધ-શુભ પરિમલ જેમાં છે, તે તથા કેસર-કપૂર-કસ્તુરી આદિ ગંધવાન્ દ્રવ્યો વડે તે દેવો ભરતને સિંચે છે. અર્થાત
૧૧૨
જંબૂદ્વીપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અનેક સુગંધી દ્રવ્ય મિશ્ર સનો છંટકાવ કરે છે એટલે કે ભારતને વાસિત કરે છે. -x-x• ગંધ-સુરભિચૂર્ણને ભરત ઉપર છાંટે છે. પુષ્પમાળા પહેરાવે છે. બીજું કેટલું કહીએ ? ગુંથીને બનાવેલ તે ગ્રંથિમ, જે સુગાદિ વડે ગુંથાય છે, ગુંથેલ એવીને વીટે તે વેષ્ટિમ, જેમ પુષ્પનો દડો. જે વંશ શલાકાદિમય પાંજરું, તેને પુષ્પ વડે પૂરવામાં આવે તે પૂરિત. સંઘાતિમ - જે પરસ્પર નાળથી બંધાય છે તે. એવા પ્રકારે ચતુર્વિધ માળાથી ભરતને કલાવૃક્ષ સદેશ અલંકૃત અને વિભૂષિત કરાયો. હવે અભિષેક કરીને શું કરે છે ?
ત્યારપછી તે ભરતરાજા મોટા-મોટા અતિશયયુકત રાજ્યાભિષેકથી અભિષિકત થઈ કૌટુંબિક પરપોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - જલ્દીથી તમે શ્રેષ્ઠ હાથી ઉપર બેસી વિનીતા રાજધાનીના શૃંગાટક, મિક, ચતુક, ચવરાદિમાં પૂર્વોક્ત મોટા-મોટા શબદથી બોલતા બોલતા, ઉત્સુક યાવત્ બાર વર્ષોનું કાળ માન જેવું છે, તે બાર વાર્ષિક પ્રમોદના હેતુત્વથી ઉત્સવ, તની ઘોષણા કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો. વ્યાખ્યા પૂર્વવતુ. તે આજ્ઞપ્તો જે રીતે પ્રવૃત્ત થયા તે કહે છે - પછી તે કૌટુંબિક પુરુષોને ભરતરાજાએ આમ કહેતા હર્ષિત-સંતુષ્ટ-ચિત્ત આનંદિત અને હર્ષના વશથી વિકસીત હૃદયા થઈ વિનયથી વચનને સ્વીકારે છે, સ્વીકારીને જલદીથી શ્રેષ્ઠ હાથીના કંઠે બેસી -x- સાવ ઘોષણા કરે છે, કરીને આ આજ્ઞા પાછી સોંપે છે.
હવે ભરતે શું કર્યું, તે કહે છે - પછી ભરત રાજા મોટા-મોટા રાજ્યાભિષેકથી અભિપિત થઈને સિંહાસનેથી ઉભો થાય છે, ઉભો થઈને સ્ત્રીરન, ૩૨,૦૦૦ તું કલ્યાણિકા, ૩૨,000 જનપદ કલ્યાણિકા, ૩૨,000 બમીશબદ્ધ નાટકો સાતે સંપરિવરીને અભિષેક પીઠથી પૂર્વના ગિસોપાન પ્રતિરૂપકથી ઉતરે છે, ઉતરીને અભિષેક મંડપથી નીકળે છે, નીકળીને હસ્તિરન પાસે આવે છે. આવીને અંજનગિરિના કુટ સદેશ ગજપતિ ઉપર નરપતિ બેઠો. તેની પાછળ અનુચરો જે રીતે અનુસર્યા, તે કહે છે - તે સ્પષ્ટ છે. હવે જે યુક્તિથી ચકી વિનીતામાં પ્રવેશ્યો, તે કહે છે –
ત્યારપછી તે ભરતરાજાના હસ્તિન ઉપર બેઠા પચી આ આઠ-આઠ મંગલો આગળ અનુક્રમે ચાલ્યા. હવે અતિદેશ કરતાં કહે છે - જે જતાં - વિનીતામાં પ્રવેશતા પરિપાટી, નીચેના સૂત્રમાં કહેલ ભરતના વિનીતા પ્રવેશ વર્ણન છે, તે જ ક્રમે અહીં પણ સકાર રહિત જાણવું. ભાવ આ છે કે- પૂર્વે પ્રવેશમાં ૧૬,ooo દેવ, ૩૨,૦૦૦ રાજાદિનો સકાર, જે રીતે કહ્યો છે, તે અહીં ન કહેવો. - X - X• હવે ઘેર આવ્યા પછીની વિધિ કહે છે - આ સત્ર સ્વયં સિદ્ધ છે, એ પ્રમાણે રોજ નવો નવો રાજ્યાભિષેક મહોત્સવ કરાવતા, તેમને બાર વર્ષો વીતી ગયા. પછીનું કૃત્ય પૂર્વવતું.
શંકા-સુભૂમ ચક્રવર્તીએ, પરસુરામે હણેલ ક્ષત્રિયોની દાઢા વડે ભરેલા સ્વાલ જ ચકરત્નપણે પરિણમે છે, એમ સાંભળેલ છે, તો ચકરત્નનું અનિયત ઉત્પત્તિ સ્થાનકવ જાણવું, તો આ પ્રકરણમાં તેની ઉત્પત્તિ ક્યાં થાય છે ? તે શંકાથી કહે છે - ચૌદ રત્નાધિપતિ ભરતના જે રત્નો જ્યાં ઉત્પન્ન થયા છે તે રીતે કહે છે -