________________
૩/૮૧ થી ૮૩
સુકુલ પ્રસૂત-અશ્વ શાસ્ત્રોક્ત ક્ષત્રિયઅશ્વપિતૃક, મેધાવી-સ્વામીની સંજ્ઞાદિથી પ્રાપ્તાર્થના ધારક, ભદ્રક-અદુષ્ટ, વિનીત-સ્વામીના ઈષ્ટકારિત્વથી, અણુકતનુક-અતિ સૂક્ષ્મ, સુકુમાલ રોમયુક્ત સ્નિગ્ધશરીરી, - x - દેવ, મન, પવન, ગરુડના વેગથી
અધિવેગથી જય કરનારી ગતિ. તેથી જ ચપળ શીઘ્રગામી-અતિ શીઘ્રગતિક. ક્રોધના અભાવે પણ અસમાગ્રંથી નહીં, તેવી ક્ષાંતિથી જે ક્ષમા. ઋષિ-અનગાવત્, ક્ષમાપ્રધાનત્વથી તેના પગે લતાનો માર કે મુખમાં ચોકડું કે પુંછમાં આઘાત કરવો નથી પડતો. સુશિષ્યની જેમ પ્રત્યક્ષપણે વિનીત - ૪ - x - તટ-નદીનો કિનારો, કટક-પર્વતીય નિતંબ, લંઘન-અતિક્રમણ, પ્રેરણ-આરૂઢ પુરુષના અભિમુખ દર્શનધાવનાદિ વડે સંજ્ઞાકરણપૂર્વક પ્રવર્તવું, નિસ્વારણા-તેના પાર પમાડવો. તેમાં સમર્થ. - ૪ - ૪ - માર્ગાદિના ખેદ અને મેદમાં પણ આંસુ ન પાડનારો, અશ્યામ તાલુવાળો
- ૪ - ૪ - કાલ-અરાજકતામાં રાજાના નિર્ણાયકપણામાં અધિવાસનાદિ સમયે શબ્દ કરનારો કાલહેષિ. આળસને જીતેલ તે જિતનિદ્રા કેમકે કાર્યમાં પ્રમાદી છે. અથવા જિતનિદ્વત્વ-યુદ્ધનો અવસર પ્રાપ્તપણાથી અશ્વરત્નના અલ્પનિદ્રાપણાથી છે.
– ગવેષક-મૂત્ર મળના ઉત્સર્ગાદિમાં ઉચિત અનુચિત સ્થાનનો અન્વેષક, જિતપરીષહ-શીત, આતપાદિમાં પણ ખેદ ન પામતો, જાતિ-માતૃપક્ષમાં પ્રધાન-નિર્દોષ માતૃક, નિર્દોષ પિતૃત્વ, આવા ગુણવાળો જ સમયે સ્વામીનો દ્રોહ કરતો નથી - x - મલ્લિ-વિકસિત કુસુમ જેવો શુભ, અશ્લેષ્મત્વથી પૂતિબંધ રહિત ધાણ-નાસિકાવાળો, પોપટના પીંછા જેવા સુષ્ઠુ વર્ણ જેનો છે તે. કાયાથી કોમળ, મનોભિરામ કમલામેલ
અશ્વ હતો.
94
પછી તેણે શું કર્યુ, તે કહે છે – “કુવલય” ઈત્યાદિ. તે અસિરત્ન નરપતિના હાથથી ગ્રહણ કરીને તે સેનાપતિ જ્યાં આપાત કિરાતો છે, ત્યાં જાય છે. જઈને આપાતકિરાત સાથે યુદ્ધ કરવાને લાગ્યો.
તે અસિરત્ન કેવું હતું? નીલોત્પલના દલ સર્દેશ. રજનિકર મંડલ-ચંદ્રબિંબ, તેની સદંશ, તેને ભમાડતા વર્તુલિત તેજસ્કત્વથી ચંદ્રમંડલાકાર દેખાય છે. અથવા રજનિકરમંડલ સમાન મુખવાળું છે. શત્રુજનનો વિનાશ કરનાર, કનકરત્નમય હાથમાં ગ્રહણ યોગ્ય મુષ્ટિ જેની છે તેવું, નવમાલિકા નામે જે પુષ, તેની જેવું સુરભિગંધવાળું. વિવિદ મણિમયી વલ્લિ આકારના ચિત્રોની વિવિધ રચના વડે આશ્ચર્યકૃત. શાણ ઉપસ્થી ઉતારીને નિષ્કિટ્ટી કરેલ. તેથી જ દીપ્યમાન તીક્ષ્ણ ધારા જેની છે તેવું, દિવ્ય ખડ્ગજાતિપ્રધાન, લોકમાં અનુપમાન કેમકે અનન્ય સર્દેશ છે. વળી તેના ઘણાં ગુણો
છે. કેવા?
વંશ-વેણુ, રુક્ષ-વૃક્ષ, શ્રૃંગ-મહિષાદીના શીંગ, હાથી આદિના દાંત, કાલાયસલોઢું, વિપુલલોહ દંડક વજ્ર હીસ્કજાતિય, તેનો ભેદક. અહીં વજ્રના કથનથી દુર્ભેધનું પણ ભેદકત્વ કહેલ છે. બીજું કેટલું કહીએ ? બધે જ અપ્રતિહત, દુર્ભેદ છતાં અમોઘશક્તિક વસ્તુ. જંગમ-ચર પશુ-મનુષ્યાદિના દેહ, તેનો ભેદ કરવામાં સમર્થ. અહીં યાવત્ શબ્દ સંગ્રાહક નથી પણ ભેદકશક્તિ પ્રકર્ષક અધિવચન છે.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
હવે તેનું પ્રમાણ કહે છે – ૫૦ અંગુલ લાંબુ, ૧૬-અંગુલ પહોળું, અર્ધ અંગુલ પ્રમામ જાડાઈવાળું એ તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે, એવું તે અસિરત્ન કહેલ છે. જે ૩૨અંગુલ પ્રમાણ સંભળાય છે, તે મધ્યમ પ્રમઆમ છે - ૪ - ૪ - સેનાપતિએ યુદ્ધ કર્યા પછી શું થયું ? તે કહે છે – સુષેણ સેનાપતિએ આપાતકિરાતોને હત-મયિતાદિ કરી
દીધા ઈત્યાદિ.
૩૬
• સૂત્ર-૮૪ :
ત્યારે તે આપાતકિરાતો સુષેણ સેનાપતિ વડે હથ-મથિત થયા યાવત્ ભાગી ગયેલા. તેઓ ડર્યા, ત્રસ્ત-વ્યથિત-ઉદ્વિગ્ન થયા, ભય પામી ગયા, અસ્થામ-બળ-વીર્ય-પુરુષકાર પરાક્રમ રહિત થઈ ગયા. ટકી શકવાને અસમર્થ થઈ અનેક યોજન દૂર ચાલ્યા જઈ, એકાંતમાં મળ્યા, મળીને જ્યાં સિંધુ મહાનદી હતી ત્યાં આવ્યા, આવીને વાલુકા સંથારામાં સંથર્યો, સંઘરીને વાલુકા સંચારે બેઠાં, બેસીને અક્રમ ભકત ગ્રહણ કર્યો, ગ્રહણ કરીને વાલુકાસંથારોગત થઈ, મુખ ઉંચુ કરી, વસ્ત્રરહિત થઈ, અઠ્ઠમ ભક્તિકપણે તેમના કુળ દેવતા મેઘમુખનાગકુમાર દેવોને મનમાં ધ્યાન કરતા રહ્યા.
ત્યારે તે આપાતકિરાતોનો અક્રમભકત પરિપૂર્ણ થતાં મેઘમુખ નાગકુમાર દેવોના આસનો ચલિત થયા. ત્યારે તે મેઘમુખ નાગકુમાર દેવોએ આસનોને ચલિત થયા જોયા, જોઈને અવધિ પ્રયોજ્યું. પ્રયોજીને આપાતકિરાતોને અવધિજ્ઞાનથી જોયા. જોઈને એકબીજાને બોલાવીને આમ કહ્યું – નિશ્ચે હે દેવાનુપ્રિયો ! જંબુદ્વીપ દ્વીપના ઉત્તર ભરતાઈ ક્ષેત્રમાં આપાતકિરાતો સિંધુ મહાનદીમાં વાલુકાના સંચારે જઈને, મુખ ઉંચુ રાખી, વસ્ત્રરહિત થઈ, અક્રમ ભક્તિકપણે આપણને-કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવને મનમાં ધ્યાયીને રહ્યા છે. તો હે દેવાનુપિયો ! તો આપણે માટે શ્રેયસ્કર છે કે આપણે આપાત કિરાતોની પાસે પ્રગટ થવું જોઈએ.
એમ કહી એકબીજાની પાસે આ કથન સ્વીકારીને તેવી ઉત્કૃષ્ટિ, ત્વરીત ગતિથી યાવત્ ચાલતા-ચાલતા જ્યાં જંબુદ્વીપદ્વીપનું ઉત્તરાઈ ભરત ક્ષેત્ર છે, જ્યાં સિંધુ મહાનદી છે, જ્યાં આપાત-કિરાતો છે, ત્યાં આવે છે. આવીને આકાશમાં અદ્ધર રહી. ઘંટડીયુક્ત પંચવર્ષી પ્રવર વસ્ત્રો ધારણ કરી તે આપાતકિરાતોને આમ કહ્યું
ઓ આપાતકિરાતો ! તમે બધાં જેને માટે ઉર્ધ્વમુખ થઈ, વારહિતપણે અક્રમભક્તિક થઈ અમને-કુલદેવતા મેઘમુખ નાગકુમાર દેવને મનમાં ધ્યાયીને રહ્યા છો, તે અમે-મેઘમુખ નાગકુમાર દેવો, તમારા કુલદેવતા તમારી પાસે પ્રગટ થયા છીએ. તો હે દેવાનુપિયો ! કહો, અમે શું કરીએ ? તમે શું ઈચ્છો છો ?
ત્યારે તે આપાતકિરાતો મેઘમુખ નાગકુમાર દેવો પાસે આ કથન સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ-આનંદિત ચિત્ત થઈ આવત્ પ્રસન્ન હૃદયે ઉત્થાનથી ઉઠે છે. ઉઠીને જ્યાં મેઘકુમાર દેવો છે, ત્યાં જાય છે, જઈને બે હાથ જોડી યાવત્