________________
૩/૫૬ થી ૬૦
મસ્તકે અંજલિ-મુકલિત કમલાકાર બે હાથરૂપ કરીને ચકરનને પ્રણામ કરે છે. કરીને આયધશાળાથી નીકળે છે. નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા - સભામંડપ છે, જ્યાં ભરત રાા છે ત્યાં આવે છે. આવીને પૂર્વવતુ જય અને વિજય વડે - X • x • વધાવે છે. અર્થાત્ તેવી આશિ આપે છે અને કહે છે - આ જે મેં કહ્યું છે, તે વિપર્યય આદિથી અન્યથા ન થાઓ.” આપની આયુધશાળામાં દિવ્ય ચકરાને ઉત્પન્ન થયેલ છે” • x • તે આપને પ્રિયતા અર્થે ઈષ્ટ નિવેદન કરું છું. આ નિવેદન આપને પ્રિય થાઓ.
પછી ભરતે શું કર્યું ? તે કહે છે - ત્યારપછી ભરત રાજા તે આયુઘગૃહિક પાસે આ અર્ચને સાંભળીને, વધારીને હૃદયથી તુષ્ટ યાવત્ સૌમનશ્ચિત થયો. પ્રમોદના અતિરેકથી જે ભાવો ભરતને ચયા, તેને વિશેષણ દ્વાચી કહે છે - વિકસિત કમળ જેવા નયન અને વદનવાળો, ચંક્રરાનની ઉત્પત્તિના શ્રવણ જનિત સંભમના અતિરેકથી ડંપિત પ્રધાન વલયવાળો, બાહુરક્ષક, કેયુર, મુગટ, કુંડલવાળો થયો - x - હાર વડે વિરાજિત અને રતિદ વક્ષઃવાળો થયો. લટકમાં, સંભમથી જ ઝુંબનકવાળો, આંદોલિત થતાં આભૂષણને ધરે છે. • x -
એવો આદર સહિત, મનની ઉત્સુકતા વાળો, કાયાની ચપળતાવાળો જે રીતે થાય, તેમ તે નરેન્દ્ર સિંહાસનથી ઉભો થયો, થઈને પાદપીઠથી નીચે ઉતરે છે, ઉતરીને પાદુકાને ભક્તિના અતિશયથી મૂકે છે. મુકીને અખંડ ભાટક એવું ઉત્તરાસંગહૃદયથી તી વિસ્તારિત વરા-વિશેષને કરે છે. કરીને પછી અંજલિ કરીને ચકરત અભિમુખ સાત-આઠ પદો નીકટ થાય છે. • x-x-x - જઈને ડાબો ઢીંચણ ઉભો કરે છે. જમણો ઢીંચણ ધરણીતલે રાખીને, પૂર્વવતુ અંજલિ જોડીને ચકરનને પ્રણામ કરે છે. કરીને તે આયુધગૃહિકને પચાપરિહિત - X - X - X • દાન આપે છે. - x • x• મુગટ સિવાયના બધાં આભરણો આપી દે છે. કેમકે રાજયિલ અલંકારપણાથી અદેય છે. પણ કૃપણતાથી નથી આપતા તેમ નહીં. - X - X - X • આપીને બીજું શું કરે છે?
વિપુલ આજીવિકા યોગ્ય પ્રીતિદાન આપે છે, વસ્ત્રાદિ વડે સત્કાર કરે છે, વચનબહુમાનથી સન્માન કરે છે. પછી પ્રતિવિસર્જન કરે છે - સ્વસ્થાન ગમન માટે જણાવે છે. તેને પ્રતિવિસર્જિત કરી શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો.
ભરતે જે કર્યું, તે કહે છે - તે સ્પષ્ટ છે. પછી તે કહે છે - ઓ દેવાનુપિયો ! જલ્દીથી વિનીતા રાજધાનીને નગના મધ્યભાગ અને નગરનો બહિર્ભાગ જેમાં છે તેને, ગંધોદકને છાંટવા વડે કંઈક સિંચિત્ કરો, કચરો સાફ કરવા વડે સંમાજિત કરો, સિક્ત જળથી જ શુચિકા છે, વિષમ ભૂમિના ભંગથી રાજમાર્ગ અને અવાંતર માર્ગોને સંગૃષ્ટ કરો.
આ વિશેષણ યોજનાના વિચિત્રપણાથી સંસૃષ્ટ-સંમાજિંત-સિક્ત-આસિતશુચિકર ઈત્યાદિ જાણવું - x • મંચ-માળ, પ્રેક્ષણક જોવા આવેલ લોકોને બેસવા નિમિતે, અતિમંચ-તેની ઉપર, જે છે તેના વડે યુક્ત, વિવિધ રાગ-રંગવું તે કૌટુંભ
૨૮
જંબૂદ્વીપપ્રાપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૨ મંજિટાદિરૂપ, વતન-વસ્ત્રો છે તેવી ઉંચી કરેલ ધ્વજા-સિંહ, ગરુડાદિ રૂપક સહિત મોટા પટ્ટરૂ૫, પતાકા-સિવાયના રૂપે, અતિપતાકા - તેની ઉપર રહેલ, તેના વડે મંડિત, શેષ વર્ણન પૂર્વે વ્યાખ્યાયિત છે.
આવા વિશેષણ વિશિષ્ટ સ્વયં કરો, બીજા પાસે કરાવો અને મારી આ આજ્ઞા મને પાછી આપો.
ત્યારે તેઓ શું કરે છે ? ભરતની આજ્ઞા પછી કૌટુંબિકા-અધિકારી પુરષો, ભરત રાજાએ આમ કહેતા હર્ષિત થઈ, બે હાથ જોડી આદિ પૂર્વવતુ, એ પ્રમાણે સ્વામી ! જેમ આપે આદેશ કર્યો તેમ, એવા પ્રતિવચન વડે, આજ્ઞાનો - સ્વામી શાસનના ઉક્ત લક્ષણથી નિયમચી, વચનને અંગીકાર કરે છે. - ત્યારપછી તેઓ શું કરે છે?
સાંભળીને ત્યાંથી નીકળે છે. નીકળીને વિનીતા રાજધાનીને અનંતરોક્ત સર્વે વિશેષણ વિશિષ્ટ કરી-કરાવીને તે આજ્ઞા પાછી સોંપે છે.
હવે ભરત શું કરે છે ? ત્યારપછી ભરત સજા સ્નાનગૃહમાં જાય છે. જઈને તેમાં પ્રવેશે છે, પ્રવેશીને મોતીની જાળ-ગવાક્ષ વડે વ્યાપ્ત અને અભિરામ એવા, વિચિત્ર મણિરત્નમય તળીયાવાળા - બદ્ધભૂમિકાવાળા, તેથી જ સમભૂમિકપણાથી મણીય સ્તાનમંડપમાં, વિવિધ પ્રકારના મણી અને રનોના ઔચિત્યાનુસાર સ્ત્રના વડે આશ્ચર્યકારી સ્નાનયોગ્ય આસને સુખપૂર્વક બેસીને તીર્થોદક કે સુખોદક અર્થાત્ બહુ ઉણ કે બહુશીત નહીં તેવા, ચંદનાદિરસ મિશ્રગંધોદકથી, પુખોદકથી, અન્ય જળાશયના સ્વાભાવિક જળ વડે સ્નાન કરે છે. • x - આના દ્વારા કાંતિજનક અને શ્રમણ હનનાદિ ગુણાર્થે સ્નાન કહ્યું.
હવે અરિષ્ઠ વિઘાતાર્થે કહે છે - ફરી કલ્યાણકારી પ્રવર સ્નાન-વિરુદ્ધગ્રહપીડા નિવૃત્તિ અર્થક વિતિ ઔષધિ આદિ સ્નાન વિધિથી - શુદ્ધયર્થકવથી સ્નાનાર્થકપણાથી મસ્જિત-અંત:પુર વૃદ્ધા વડે સ્નાન કરાવાયું. કઈ રીતે સ્નાન કર્યું ? સ્નાનાવસરે કૌતુક-સેંકડો રક્ષા આદિ અથવા કૌતૂહલિક લોકો વડે સ્વસેવા સમ્યક્ પ્રયોગાર્યે દર્શાવતા ભાંડુ ચેષ્ટાદિ અનેક પ્રકારના કુતુહલ વડે.
હવે જ્ઞાનોતર વિધિ કહે છે – કલ્યાણક, પ્રવર સ્નાન પછી રૂંછડાવાળા, તેથી જ કમાલ ગંધાધાન કષાય - પીતપ્ત વર્ણાશ્રય રંગવાની વસ્તુ વડે રંગેલ કાષાયિકી અર્થાત્ કષાયરંગી શાટિકા વડે, રૂક્ષિત-નિર્લેપતાને પ્રાપ્ત અંગ જેનું છે તે. સરસ સુરભિ ગોશીષચંદન વડે અલિપ્ત શરીરવાળા, મળ કે મૂષિકાદિ વડે અનુપડુતઅહd, બહુ મૂલ્યવાન જે વસ્ત્રરત્ન-પ્રધાનવર, તેને સારી રીતે પહેરેલો, આના દ્વારા વર-અલંકાર કહા. અહીં વસૂત્ર પહેલાં યોજવું, ચંદનસૂત્ર પછી લેવું, કેમકે વ્યાખ્યાન ક્રમની પ્રાધાન્યતા છે, પણ ન્હાઈને જ ચંદન વડે શરીરના વિલેપનનો વિધિકમ નથી. તિયા
પવિત્ર માળા, કુલોની માળાથી મંડનકારી કુંકમાદિ વિલેપન જેને છે તે. આના વડે પુપાલંકાર કહ્યા. નીચેના સૂત્રમાં શરીરની સુગંધ માટે વિલેપન કહ્યું છે, અહીં