________________
૨/૪૬
૧૮૫
જેમ આજ્ઞા કરણ સૂત્રમાં ચાવત્ કરણથી સૂત્રકારે લાઘવતા સૂચવી, તે પ્રમાણે પૂર્વસૂત્રમાં પણ કેમ લાઘવ વિચારણા ન કરી ?
સૂત્રથી પ્રવૃત્તિ વિચિત્ર હોય છે, માટે તેમ કર્યું.
ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો સ્તૂપ ઉપર-પાસે યથોચિત તીર્થંકરનો
પરિનિર્વાણ મહોત્સવ કરે છે. કરીને જ્યાં આકાશખંડમાં નંદીશ્વરદ્વીપ છે, ત્યાં આવે છે.
ત્યારપછી તે શક્ર પૂર્વના અંજનગિરિ પર્વત અષ્ટાલિકા-આઠ દિવસીય સમારોહ જે મહોત્સવમાં હોય છે, તે અષ્ટાહિકા, તેમાં મહામહોત્સવ કરે છે.
ત્યારપછી શક્રના ચારે લોકપાલો સોમ-ચમ-વરુણ અને વૈશ્રમણ, તેની નીકટના ચાર દધિમુખ પર્વત ઉપર અષ્ટાહિકા મહોત્સવ કરે છે. અહીં નંદીશ્વરાદિ શબ્દોનો શો અર્થ છે ?
નન્ધા-પર્વત પુષ્કરિણી આદિ પદાર્થ સાથે સમુદ્ભૂત એવી અતિ સમૃદ્ધિથી ઈશ્વર-ફાતિમાન તે નંદીશ્વર, તે જ મનુષ્યદ્વીપોની અપેક્ષાથી ઘણાં સિદ્ધાયતનાદિના સદ્ભાવથી શ્રેષ્ઠ છે, માટે નંદીશ્વરવર, તથા અંજનıમયપણાથી અંજન અથવા કૃષ્ણ વર્ણપણાથી અંજન તુલ્ય હોવાથી જનક. દહીં સમાન ઉજ્વલ વર્ણ મુખ
શિખર, જતમયપણાથી જેમાં છે તે.
હવે ઈશાનેન્દ્રના નંદીશ્વરે આગમનની વક્તવ્યતા કહે છે – ઈશાન દેવેન્દ્ર ઉત્તરના અંજનકે અષ્ટાક્ષિકા કરે છે, તેમના લોકપાલો ઉત્તરીય જનકના પરિવારરૂપ ચાર દધિમુખે અઘ્યાણિકા કરે છે.
રામર દક્ષિણના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર કરે. બલીન્દ્ર પશ્ચિમના અંજનકે અને તેના લોકપાલો દધિમુખ પર્વત ઉપર અષ્ટાક્ષિકા
કરે છે.
ત્યારપછી તે ઘણાં ભવનપતિ આદિ દેવો અષ્ટાહિકા મહામહોત્સવરૂપ કરે છે. આ અષ્ટાક્ષિકા સૌધર્મેન્દ્ર આદિ વડે અલગ-અલગ કરાય છે. અષ્ટાહ્નિકા મહામહોત્સવ કરીને જે લોકદેશમાં પોત-પોતાના સંબંધી વિમાનો હોય, જ્યાં-જ્યાં પોત-પોતાના
ભવનો-નિવાસપ્રાસાદ હોય, તેમાં જ્યાં-જ્યાં સુધર્મસભા હોય, જ્યાં-જ્યાં પોતપોતાના સંબંધી માણવક નામે ચૈત્ય સ્તંભ હોય, ત્યાં આવે છે. આવીને ત્યાં વજ્રમય ગોલક સમુદ્ગક - ગોળ ડાબલામાં જિનસકિયને મૂકે છે. સકિય પદના ઉપલક્ષણથી દાંત વગેરે પણ યથાયોગ્ય મૂકે છે.
અહીં જ્ઞાતાધર્મકથાંગમાં કહેલ મલ્લિનાથ નિર્વાણ મહિમા અધિકારમાં કહેલ
સૂત્રગત વૃત્તિ અનુસારે માણવક, તેમાંથી ગોળ ડાબલો કાઢીને સિંહાસને મૂકે છે. તેમાં રહેલા જિનસકિય પૂજે છે. તેમાં ઋષભજિનના સકિય-દાઢાદિ પણ મૂકે છે, તેમ જાણવું.
મૂકીને પછી તેને શ્રેષ્ઠ માળા વડે અને ગંધ વડે અર્ચના કરે છે, અર્ચન કરીને
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ વિપુલ-ભોગોચિત, ભોગોને ભોગવતાં વિચરે છે - રહે છે. અહીં બીજા કહે છે કે - ચાસ્ત્રિાદિગુણ રહિત ભગવંતના શરીરના પૂજનાદિ પૂર્વે પણ મને અંદરના ઘાની જેમ નડતા હતા, ત્યારે પછી આ જિનસકિય આદિનું પૂજન ઘામાં ક્ષારની જેમ વધારે પીડે છે. (તેનું શું ?)
આવું ન બોલવું. નામ, સ્થાપના, દ્રવ્ય જિન પણ ભાવજિન માફક જ વંદનીયપણે છે. ત્યારે ભગવંતના શરીરના દ્રવ્યજિન રૂપત્વથી અને સક્રિય આદિ તેમનાં જ અવયવ હોવાથી ભાવજિનના ભેદથી વંદનીયપણે જ છે. અન્યથા ગર્ભપણે ઉત્પન્ન માત્ર ભગવંતને “શ્રમણ ભગવંત મહાવીર" ઈત્યાદિ આલાપ વડે સૂત્રકારે સૂત્ર રચનામાં શક્રસ્તવ આદિ પ્રયોગ કર્યો ન હોત. તેથી જ જિનસથિ આદિના
આશાતનાભીરુ જ દેવો ત્યાં કામ સેવનાદિમાં પણ પ્રવર્તતા નથી.
૧૮૬
એ રીતે ત્રીજો આરો ગયો. હવે ચોથા આરાનું સ્વરૂપ કહે છે – • સૂત્ર-૪૭ થી ૪૯ :
(૪૭) ત્રીજા આરાનો બે કોડાકોડી સાગરોપમ કાળ વીત્યા પછી અનંત વર્ણ પર્યાયોથી યાવત્ અનંત ઉત્થાન કર્મ યાવત્ હ્રાસ થતાં થતાં આ દુષમસુષમા નામક આરાનો હે આયુષ્યમાન શ્રમણ ! આરંભ થયો.
ભગવન્ ! તે સમયમાં ભરતક્ષેત્રના કેવા પ્રકારના આકારભાવ પ્રત્યાવતાર કહેલા છે ? ગૌતમ ! બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ મણી વડે ઉપશોભિત હોય, તે આ પ્રમાણે કૃત્રિમ અને અકૃત્રિમ.
ભગવન્ ! તે આરામાં ભરતક્ષેત્રના મનુષ્યોના કેવા આકારભાવ પ્રત્યાવતાર કહેલા છે? ગૌતમ ! તે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણાં ધનુષુ ઉર્ધ્વ ઉંચાઈથી, જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડીનું આયુ પાલન કરે છે. પાળીને કેટલાંક નકગામી, યાવત્ દેવગામી થાય છે, કેટલાંક સિદ્ધ, બુદ્ધ થાવત્ સર્વ દુઃખોનો અંત કરનારા થાય છે.
તે ચોથા આરામાં ત્રણ વંશો ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે – અરહંતવંશ, ચક્રવર્તીવંશ, દશાહવંશ.
તે સમયમાં ૨૩ તીર્થંકરો ૧૧-ચક્રવર્તીઓ, ૯-બલદેવ અને ૯-વાસુદેવ ઉત્પન્ન થયા.
(૪૮) તે ચોથા આરામાં ૪૨,૦૦૦ વર્ષ જૂન એક સાગરોપમ કોડાકોડી કાળ વ્યતીત થયા પછી અનંત પર્યવોથી આદિ પૂર્વવત્ યાવત્ પરિહાનીથી હ્રાસ થતા-થતાં આ દૂષમા નામે પાંચમો આરાનો આરંભ હે આયુષ્યમાન્ શ્રમણો ! થશે.
ભગવન્ ! તે આરામાં ભરતક્ષેત્રના કેવા આકાર-ભાવપત્યાવતાર થશે ? ગૌતમ ! બહુરામ રમણીય ભૂમિભાગ થશે, જેમ કોઈ આલિંગપુષ્કર કે મૃદંગપુષ્કર યાવત્ વિવિધ પંચવર્ણીમણી કે જે કૃત્રિમ અથવા અકૃત્રિમ હોય તેના વડે [તે