________________
૧૦/૫/૪
૧૪૯
સૂર્યપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાભૃત-૬ છે
છે પ્રાકૃત-૧૦, પ્રાભૃતપ્રાકૃત-પ છે
એ પ્રમાણે દશમાં પ્રાભૃતનું ચોથું પ્રાભૃતપાબૃત કહ્યું. હવે પાંચમું આરંભે છે. તેનો આ અધિકાર છે – “કુલની વક્તવ્યતા.” –
• સૂઝ-૪૩ -
કઈ રીતે તે કુલો કહેલા કહેવા ? તેમાં આ બાર કુલો, બાર ઉપકુલો, ચાર કુલોપકુલો કહેલા છે. બાર ફુલો આ રીતે – ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અશ્વિની, કૃતિકા, સંહાણા, પુષ્ય, મઘા, ઉત્તરાફાલ્ગની, ાિ , વિશાખા, મૂળ, ઉત્તરાષાઢા. બાર ઉપકુલો છે – શ્રવણ, પૂafપૌષ્ઠપદા, રેવતી, ભરણી, પુનર્વસુ, આશ્લેષા, પૂવ ફાગુની, હસ્ત, સ્વાતિ, જયેષ્ઠા, પૂવષાઢા, ચાર કુલોપકુલ કહ્યા છે - અભિજીત, શતભિષા, આદ્રા અને અનુરાધા.
• વિવેચન-૪૭ :
ભગવદ્ ! કયા પ્રકારે આપે કુલો કહેલા છે ? એમ કહેતા ભગવંતે કહ્યું - 'તથ' ઈત્યાદિ, અહીં ભગવંતે માત્ર કુલો કહ્યા નથી, પણ ઉપકૂલ, કુલોપકુલ પણ કહ્યા છે. પછી નિર્ધારણાર્થે પ્રતિપત્તિ માટે છે. ભગવંતે કહ્યું - તે કુલો મધ્યે નિશે આ બાર કુલો છે. - x - આ વક્ષ્યમાણ સ્વરૂપ બાર ઉપકુલો છે અને વચમાણ સ્વરૂપવાળા આ ચાર ઉપકુલો કહ્યા છે.
કુલાદિના લક્ષણ શું છે ? અહીં જે નક્ષત્રો વડે પ્રાયઃ હંમેશાં મહીનાની પરિસમાપ્તિ કરે છે અને મહિના જેવા નામો જેના છે, તે નક્ષત્રો “કુલ” સંજ્ઞાથી પ્રસિદ્ધ છે. તે આ - શ્રાવિષ્ઠ માસ પ્રાયઃ શ્રવિઠા વડે, ધનિષ્ઠા પરપયયિથી પરિસમાપ્તિ પામે છે. ભાદ્રપદ ઉત્તરભાદ્રપદા વડે, અશ્વયુજ અશ્વિની વડે, ધનિષ્ઠાદિ પ્રાયઃ માસ પરિસમાપક, માસ સદેશ નામના કુલો છે.
જે કુલોના ઉપકુલો છે, અને અધતન છે, તે કુલોપકુળ અભિજિતાદિ ચાર નક્ષત્રો છે. કહ્યું છે - માસોના પરિણામ કુલોપકુલ હોય છે જે અભિજિત, શતભિષા, આદ્રા, અનુરાધા છે. અહીં માસોના પરિણામ તે પ્રાયઃ માસોના પરિસમાપક છે, ક્યાંક માસોના સદેશ નામો" એવો પાઠ છે. તેમાં માસોના સદેશ નામોની વ્યાખ્યા કરવી. - હવે બાર કુલો, બાર ઉપકુલો અને ચાર કુલોપકુલને ક્રમથી કહે છે, તે
એ પ્રમાણે ૧૦માં પ્રાભૃતનું પ્રાભૃતપ્રાભૃત-પ-કહ્યું. હવે છઠું આરંભે છે. તેનો આ અધિકાર છે – “પૂર્ણિમા અને અમાસ”ની વક્તવ્યતા, તેથી તવિષયક પ્રશ્નસૂત્ર કહે છે –
• સૂત્ર-૪૮ -
કઈ રીતે આપે પૂર્ણિમા કહેલી છે તેમ કહેવું? તેમાં નિશે બાર પૂર્ણિમા અને બાર અમાસ કહેલી છે. તે આ રીતે – શ્રાવિષ્ઠી, પૌષ્ઠપદી, આસોજા, કૃતિકા, મૃગશિર્ષ, પોષી, મારી, ફાલ્ગની, ચૈત્ર, વૈશાખી, જ્યેષ્ઠામૂલી, આષાઢી.
તે વિસ્કી પૂર્ણિમા કેટલા નક્ષત્રનો યોગ રે છે ? ત્રણ નોનો. તે આ - અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા. પૌષ્ઠપદી પૂર્ણિમા કેટલા નક્ષત્રોને જોડે છે ? તે ત્રણ નામને જોડે છે - શતભિષા, પૂર્વાષાઢા, ઉત્તરા પૌષ્ઠપદા. તે આસોની પૂર્ણિમા કેટલા નામનો યોગ કરે છે ? બે નગોનો - રેવતી અને અશ્વિની. કાર્તિકી પૂર્ણિમા કેટલા નક્ષત્રનો યોગ કરે છે? બે નpોનો - ભરણી અને કૃતિકા. મામશિર્ષ પૂનમ કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? બે નામોનો - રોહિણી અને મૃગશિર્ષ. પોષી પૂર્ણિમા કેટલા નત્રનો યોગ કરે છે ? ત્રણ નમોનો - અદ્ધિાં, પુનર્વસુ, પુષ્ય. મારી પૂર્ણિમા કેટલા નામનો યોગ કરે છે ? બે નામોનો - આશ્લેષા અને મઘા, ફાગુની પૂર્ણિમા કેટલા નક્ષત્રોનો યોગ કરે છે ? બે નમોનો - પૂવફાળુની, ઉત્તરા ફાગુની. ચૈત્રી પૂર્ણિમા કેટલાં નામનો યોગ કરે છે ? બે નામોનો - હસ્ત અને ચિત્રા. વૈશાખી પૂર્ણિમા કેટલા નામોનો યોગ કરે છે? બે નક્ષત્રનો - સ્વાતિ, વિશાખા.
જ્યેષ્ઠામૂલી પૂર્ણિમા કેટલાં નમોનો યોગ કરે છે? બે નામોનો - પૂવષાઢા ઉત્તરાષાઢા.
• વિવેચન-૪૮ :
કયા પ્રકારે કર્યું નબ પરિસમાપ્ત થાય છે ? પૂર્ણિમા કહી છે. અહીં પૂર્ણિમાના ગ્રહણથી અમાસ પણ ઉપલક્ષણથી છે. તેના વડે અમાસ પણ કેમ કહી તે કહે છે - ત્યારે ભગવંતે કહ્યું - તે પૂર્ણિમા અને અમાસ મથે જાતિભેદને આશ્રીને આ બાર પૂર્ણિમા અને અમાસ કહેલ છે. તે આ રીતે – શ્રાવિઠી, પૌષ્ઠપદી આદિ. તેમાં શ્રવિઠા એટલે ધનિષ્ઠા, તેમાં થનારી તે શ્રાવિઠી - શ્રાવણ માસ ભાવિની. પૃષ્ઠપદા - ઉત્તરાભાદ્રપદા, તેમાં થનારી તે પૃષ્ઠપદી - ભાદરવા માસમાં થનારી, અશ્વયુમાં થનારી તે આશ્વયુજી - આસો માસમાં થનારી ઈત્યાદિ.
હવે જે નક્ષત્ર વડે એક-એક પૂર્ણિમાની પરિસમાપ્તિ થાય છે, તેની પૃચ્છા કરે છે. શ્રાવિષ્ઠી પૂર્ણિમા કેટલા નમોને જોડે છે ? કેટલા નબો ચંદ્રની સાથે સંયોજીને સમાપ્ત કરે છે ? ભગવંતે કહ્યું – ત્રણ નક્ષત્રો ચંદ્રની સાથે યથા યોગ સંયોજીને
સુગમ છે.
૦ પ્રાભૃતપામૃત-૫ ટીકા સહિત અનુવાદ પૂર્ણ ૦
- X
- X
- X
- X
- X
–