________________
૧૩૪
સૂપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૧
૯/-/૪૧ પરિચ્છિન્ન જે દેશ-પ્રદેશ, જે પ્રદેશમાં આવતા સૂર્ય એક પૌરુષીને - પુરણ ગ્રહણના ઉપલક્ષણથી બધી જ પ્રકાશ્ય વસ્તુની પ્રમાણભૂત છાયાને નિતિ છે.
અહીં આ ભાવના છે - પહેલા ઉદયમાન સૂર્યમાં જે વેશ્યા નીકળીને પ્રકાશને આશ્રિત છે, તેના વડે પ્રકાશ્ય વસ્તુ દેશમાં ઉર્વ ક્રિયમાણ વડે કંઈક પૂર્વાભિમુખ નમેલા વડે પ્રકાશ્ય વસ્તુ વડે જે સંભાવ્ય પરિછિન્ન આકાશપદેશ છે, ત્યાં આવીને સૂર્ય પ્રકાશ્યવસ્તુ પ્રમાણ છાયાને નિર્વર્તે છે. એ પ્રમાણે આગળ પણ ભાવના કરવી.
તેમાં જે તે વાદીઓ એમ કહે છે - તે દેશ છે. જે દેશમાં આવીને સૂર્ય બે પૌરુષી છાયાને નિવર્તે છે, તે જ સ્વમતો વિફારણને માટે કહે છે -
સૂર્યના સૌથી નીચેથી સૂર્યપ્રતિધિ - સૂર્યનિવેશથી બહાર નીકળતી વૈશ્યા વડે તાદ્યમાન આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમ રમણીય ભૂમિ ભાગથી ઉર્વ ઉચ્ચવથી
વ્યવસ્થિત આ બંને અદ્ધા વડે બે છાયાનુમાન પ્રમાણો વડે પ્રકાશ્ય વસ્તુ પ્રમાણો વડે પરિચ્છિા જે દેશ, તેમાં સમાનત સૂર્ય બે પૌરુષી - પ્રકાશ્ય વસ્તુની બમણી છાયા નિવર્ત છે.
એ પ્રમાણે એક-એક પ્રતિપતિમાં એકૈક છાયાનુમાન પ્રમાણ વૃદ્ધિથી ત્યાં સુધી જાણવું, જ્યાં સુધી ૯૬મી પ્રતિપત્તિ છે. તેમાં રહેલ સૂત્રો સ્વયં વિચારવા કેમકે સુગમ છે. એ પ્રમાણે પરતીર્થિકોની પ્રતિપત્તિ કહી છે.
હવે સ્વમતને દેખાડે છે – અમે વળી એ વક્ષ્યમાણ પ્રકારથી કહીએ છીએ, તે જ પ્રકારો જણાવે છે - તવ આદિ. ઉગવાના અને અસ્ત થવાના સમયે સાતિરેક પ૯ પુરષ પ્રમાણ છાયાને નિર્વત છે. આ જ વાતને કહે છે -
જેમાંથી અદ્ધ ચાલી ગયેલ છે, તે અપદ્ધ અને તે આ પૌરુષી તે અપાદ્ધ પૌરુષી છાયા પુરુષગ્રહણમના ઉપલક્ષણણી બધી વસ્તુના પ્રકાશ્ય અર્ધ પ્રમાણ છાયા, એ પ્રમાણે આગળ પણ લક્ષણ વ્યાખ્યાન જાણવું.
દિવસનો કેટલો ભાગ જતા - કેટલો ભાગ જતા અથવા તે શેષ - કેટલામો ભાગ બાકી રહે છે ?
ભગવંતે કહ્યું – દિવસનો ત્રીજો ભાગ જતાં થાય છે. દિવસનો ત્રીજો ભાગ, બાકી રહેતા, તે પૌરુષી પુરષ પ્રમાણ. પ્રકાશ્ય વસ્તુના સ્વપ્રમાણ, છાયા કેટલી જતાં - કેટલો ભાગ જતા કે કેટલો ભાગ બાકી રહેતા થાય છે ?
ભગવંત કહે છે - ચોથો ભાગ જતાં કે ચોથો ભાગ બાકી રહેતા, પ્રકાશ્ય વસ્તુની સ્વ પ્રમાણભૂત છાયા બીજા ગ્રંથમાં અન્ય સવમ્પિંતર મંડલને આશ્રીને કહેલી છે. •x-x- આ પોરિસિ પ્રમાણને ઉત્તરાયણને અંતે, દક્ષિણાયનની આદિમાં એક દિવસની થાય છે. તેના પછી અર્ધ - ૧૦ ભાગ અંગુલના દક્ષિણાયનમાં વધે છે. ઉત્તરાયણમાં ઘટે છે. એ પ્રમાણે મંડલ-મંડલમાં અન્યા પોરિસિ છે.
આ સર્વ પણ પૌરુષી વિભાગ પ્રમાણ પ્રતિપાદન સવચિંતર મંડલને આશ્રીને જાણવું. સાદ્ધ પુરુષ પ્રમાણે છાયા દિવસના કેટલામાં ભાગમાં હોય છે, કેટલામાં ભાગે બાકી રહે છે ? ભગવંતે કહ્યું - દિવસનો પાંચમો ભાગ જતાં કે પાંચમો ભાગ બાકી
રહેતા થાય છે.
એ પ્રમાણે ઉક્ત પ્રકારથી અદ્ધ પુરુષ પ્રમાણ છાયાને છોડીને - પૃચ્છા. પૃચ્છા સૂણ જણવું જોઈએ. પૂર્વ પૂર્વ સૂત્ર અપેક્ષાથી એક-એક અધિક દિવસ ભાગને છોડીછોડીને ઉત્તર સૂત્ર જાણવું જોઈએ. તે આ પ્રમાણે - બે પોરિસિ છાયા જતાં કે રહેતા ? છ ભાગ જતાં કે રહેતા ? અઢી પોરિસિ છાયા જતાં કે રહેતાં ? સાત ભાગ જતાં કે રહેતાં ? ઈત્યાદિ.
અને આ આટલા ત્યાં સુધી જ્યાં સુધી સાતિરેક પ૯-પૌરુષી છાયા દિવસના પ્રારંભ સમયમાં અને પર્યત્ત સમયમાં છે. પછી કહે છે - કંઈ પણ જતાં કે રહેતા નહીં.
હવે છાયા ભેદોને કહે છે - તેમાં તે છાયામાં વિચારણા કરતાં વિશે આ ૨૫પ્રકારની છાયાઓ કહેલી છે ? તે આ પ્રમાણે - સ્તંભ છાયા ઈત્યાદિ. પ્રાયઃ સુગમ છે, આ પદોનું વિશેષ વ્યાખ્યાન બીજા શાસ્ત્રોથી સંપદ્વાયાનુસાર કહેવું. | ‘ગોલછાયા” એમ કહ્યું, તેથી તે જ ગોલછાયાને ભેદથી કહે છે - તે પચીશ છાયાની મધ્યે નિશે આ ગોલછાયા આઠ ભેદે કહેલી છે, તે આ પ્રમાણે -
ગોલ માગની છાયા તે ગોલછાયા, અપાદ્ધ - અર્ધ માત્ર ગોળની છાયા તે અપાર્લ્ડ ગોલછાયા, ગોલની આવલિ તે ગોલાવલિ, તેની છાયા તે ગોલાવલિછાયા. અપાદ્ધમાત્રાની ગોલાવલિની છાયા તે અપાર્લ્ડ ગોલાવલિ છાયા, ગોળનો પંજ તે ગોળપુંજ, તેની છાયા તે ગોલપુંજ છાયા. અર્ધ માત્ર ગોલપુંજની છાયા, અપાદ્ધગોલપુંજ છાયા.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૯-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ