________________
૨૦/-/૧૯૫
૧૯૩
તે બે પરતીર્થિકોમાં જ એમ કહે છે કે – સહદેવ નથી કે જે ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે. તેઓ એવું કહેવા માંગે છે કે – ત્યાં જગતમાં આ વક્ષ્યમાણ સ્વરૂપે પંદર ભેદે કૃષ્ણ પુદ્ગલો કહેલાં છે, તેને જ દશવિ છે સંપ્રદાય અનુસાર વૈવિકલ્યથી, સ્વીકારવું. તેથી આ અનંતરોક ૧૫-ભેદે કૃષ્ણ પુદ્ગલો સમસ્ત સદા ચંદ્ર કે સૂર્યને લેશ્યાનુંબંધચારી - ચંદ્ર સૂર્ય બિંબગત પ્રભાતુચારી હોય છે. ત્યારે મનુષ્યો એમ કહે છે કે – એ પ્રમાણે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે.
જ્યારે આ પંદર કૃષ્ણ પગલો સમસ્ત, સાતત્યથી નહીં તેમ ચંદ્ર કે સૂર્યના લેસ્યાનુબંધચારી થાય, ત્યારે મનુષ્યો એમ કહે છે કે – એ રીતે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહે છે.
એમ ઉક્ત પ્રકારે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રહણ કરે છે, તે લૌકિક વાક્ય જાણવું. * * *
- ભગવંત કહે છે કે – આ પરતીર્થિકો એમ કહે છે, પણ અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાનથી કેવલ પામીને એમ કહીએ છીએ કે રાહુ માત્ર દેવ કે પરિકર્ષિત પુગલ માત્ર નથી. ' તે રાહુદેવ મહદ્ધિક, મહાધુતિક, મહાબલી, મહાયશા, મહાસૌખ્ય, મહાનુભાવ છે, આ પદાર્થોની વ્યાખ્યા પૂર્વવતુ ભાવવી. શ્રેષ્ઠ વાધર, શ્રેષ્ઠ માચઘર, શ્રેષ્ઠ આભરણધર છે.
તે રાહુ દેવના નવ નામો કહેલા છે - તે આ પ્રમાણે શૃંગાટક ઈત્યાદિ, તે સુગમ છે.
સહદેવના વિમાનો પાંચ વર્ણોના કહેલા છે. અહીં શું કહેવા માંગે છે ? પાંચ વિમાનો પૃથક્ પૃથક્ કૈક વર્ણયુક્ત કહેલ છે. તે આ પ્રમાણે - કૃષ્ણ આદિ સુગમ છે.
વિશેષ એ કે- રઈનન એટલે દીવાની વાટનો મળ અને લાઉય વર્ણાભ એટલે ભીના તુંબડાનાં જેવો વર્ણ.
તેમાં જ્યારે રાહુદેવ કોઈ સ્થાનેથી આવતો હોય કે કોઈ સ્થાને જતો હોય ત્યારે વિકુણા કરતા - સ્વેચ્છાથી તેવી-તેવી વિક્રિયા કરતો કે પરિચરણ બુદ્ધિથી અહીં-તહીં જતો ચંદ્રની કે સૂર્યની વેશ્યા-વિમાનમાં રહેલ શ્વેતપણું પૂર્વબાજુથી, આવરીને આગળનો ભાગ આવરીને પાછળના ભાગથી નીકળી જાય ત્યારે પૂર્વભાગથી ચંદ્ર કે સૂર્ય પોતાને દસવે છે અને પશ્ચિમ ભાગે રાહુ પોતાને દર્શાવે છે. અર્થાત્ ત્યારે મોક્ષ કાળે ચંદ્ર કે સૂર્ય પૂર્વના દિશાભાગે પ્રગટ દેખાય છે અને નીચે પશ્ચિમ ભાગે સહુ.
એ પ્રમાણે દક્ષિણોત્તર વિષયક સૂત્ર કહેવું.
આ અનંતરોક્ત આલાવા વડે “પશ્ચિમે આવરીને પૂર્વથી નીકળી જાય, ઉત્તરેથી આવરીને દક્ષિણે નીકળી જાય” આ વિષયક બે સૂત્રો પણ કહેવા. તે આ પ્રમાણે[24/13
૧૯૪
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ જ્યારે રાહુદેવ આવતા વિકdણા કરતા ચંદ્ર કે સૂર્યની વૈશ્યાને પશ્ચિમેથી આવરીને પૂર્વમાં છોડે, ત્યારે પશ્ચિમમાં ચંદ્ર કે સૂર્ય દેખાય છે અને પૂર્વમાં રાહુ.
એ પ્રમાણે બીજા સૂત્રમાં પણ કહેવું.
એ પ્રમાણે (૧) દક્ષિણ-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ, (૨) દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, (૩) ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ, (૪) ઉત્તર-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ વિષયક ચાર સૂત્રો પણ કહેવા.
તા નથી જે ઈત્યાદિ સુગમ છે. વિશેષ આ ભાવાર્થ કહેવો - જ્યારે ચંદ્ર કે સૂર્યની વેશ્યાને આવરીને સહુ રહેલો હોય ત્યારે લોકમાં એવું કહેવાય કે જેમ રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું ગ્રહણ થયેલું છે. જ્યારે રાહુ ગ્લેશ્યાને આવરીને પડખેથી મૂકે ત્યારે મનુષ્યોમાં એવું કહેવાય કે – જેમ ચંદ્ર કે સૂર્ય વડે રાહુની કુક્ષિ ભૂદાઈ. રાહુની કુક્ષિ ભેદીને ચંદ્ર કે સૂર્ય નીકળી ગયો.
જ્યારે રાહુ ચંદ્રની કે સૂર્યની વેશ્યાની આવરીને પાછો સરકે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો બોલે છે કે - રાહુ વડે ચંદ્ર કે સૂર્યનું વમન થયું.
જ્યારે રાહુ ચંદ્ર કે સૂર્યના મધ્યભાગથી લેશ્યાને આવરીને જાય છે, ત્યારે મનુષ્યલોકમાં એવો પ્રવાદ છે કે – ચંદ્ર કે સૂર્ય સહુ વડે વ્યતિચરિત થયો. અર્થાત્ મધ્યભાગથી વિભિન્ન થયો.
જયારે રાહુ ચંદ્રના કે સૂર્યના સપક્ષ-સર્વે પડખામાં પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરમાં. પ્રતિદિક્ષા સંહિતા એટલે કે બધી વિદિશામાં, લેગ્યાને આવરીને નીચે રહે છે. ત્યારે મનુષ્યમાં લોકોકિત છે કે - રાહુ વડે ચંદ્ર કે સૂર્ય સર્વપણે ગ્રહણ થયો.
કહે છે - ચંદ્રવિમાનના /૬૧ ભાગ ન્યૂન યોજન પ્રમાણથી સહુ વિમાનના ગ્રહવિમાનપણાથી અધયોજના પ્રમાણત્વથી કઈ રીતે સહવિમાનનો સર્વથા ચંદ્રવિમાનના આવરણનો સંભવ છે ?
તે કહે છે, જો આ ગ્રહવિમાનોનું અર્ધયોજન પ્રમાણ છે, તે પ્રાયઃ જાણવું. તેથી રાહુગ્રહનું ઉક્ત અધિક પ્રમાણ પણ વિમાન સંભવે છે, તેથી અનુપપત્તિ નથી, તેમ નહીં.
બીજા વળી એમ કહે છે – રાહુ વિમાનને મહાન બહોળો અંધકાર રશ્મિ સમૂહ છે. તેથી રાહુ વિમાન નાનું હોય તો પણ મહા બહલથી તમિશ્ર રશ્મિ જાળ વડે પ્રસાર થતાં બધાં પણ ચંદ્રમંડલને આવરે છે, તેથી તેમાં કોઈ દોષ નથી.
હવે રાહુના ભેદ વિશે જિજ્ઞાસુ પ્રશ્ન કરે છે - તે સુગમ છે. ભગવંત કહે છે - રાહુ બે ભેદે કહ્યો છે. તે આ પ્રમાણે – ધ્રુવરાહુ અને પર્વરાહુ. તેમાં જે સદા ચંદ્રવિમાનની નીચેથી સંચરે છે, તે ઘુવરાહુ અને જે પર્વમાં - પૂર્ણિમા કે અમાસમાં યથાક્રમે ચંદ્ર કે સૂર્યનો ઉપરાશ કરે છે, તે પર્વરાહુ છે.
તેમાં જે યુવરાહુ છે, તે કૃણપક્ષની એકમથી આરંભીને પ્રત્યેક તિથિમાં