________________
૧૯/-/૧૫ થી ૧૨
૧૩૯
છોડીને બાકીનાને પંદર ભાગે ભાગદેતાં ચાર ભાગો પ્રાપ્ત થાય છે, તે દૂર-શબ્દથી કહેવાય છે - x - આ વ્યાખ્યા જીવાભિગમની ચૂર્ણિ આદિના દર્શનથી કરેલ છે, સ્વમતિથી નહીં.
આ જ ગાથાના વ્યાખ્યાનમાં જીવાભિગમ ચૂર્ણિમાં કહ્યું છે - ચંદ્રવિમાનને ૬૨ભાગકરાય છે. પછી પંદર વડે ભાગદેતાં, તેમાં ચાર ભાગો /૧૫ ભાગથી આવે અને શેષ બે ભાગ રહે. આટલાં દિવસે ને દિવસે શુક્લ પક્ષમાં ચંદ્ર રાહુ વડે મૂકાય છે.
સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે - શુક્લપક્ષના દિવસે-દિવસે ચંદ્ર બાસઠ ભાગથી વધે છે.
સંપ્રદાયના વશથી જ સૂની વ્યાખ્યા કરવી, પોતાની બુદ્ધિ વડે ન કરવી, સંપ્રદાય યચોક્ત સ્વરૂપ છે.
તેમાં શુક્લપક્ષના દિવસમાં જેકારણથી ચંદ્ર ૬૬૨ ભાગોને અથ૬૨ ભાગોના ચાર-ચાર ભાગ યાવત વધે છે.
જ્યારે કૃષ્ણપક્ષમાં દિવસે-દિવસે તે જ ૬૨ ભાગના હોતાં ચાર-ચાર ભાગોને ઘટાડે છે.
આ જ વાત કહે છે - કૃષ્ણ પક્ષમાં પ્રતિદિન સહવિમાન સ્વકીય પંદર ભાગથી ચંદ્રવિમાનને પંદર ભાગો વડે ઢાંકે છે. શુક્લ પક્ષમાં, ફરી તે જ પ્રતિદિને પંદર ભાગને સ્વકીય પંદર ભાગ વડે છોડે છે, ચંદ્રને મુક્ત કરે છે.
અહીં શું કહેવા માંગે છે ? કૃષ્ણપક્ષમાં એકમથી શરૂ કરીને પોતાના ૧૫ભાગથી પ્રતિદિવસ કૈક પંદર ભાગ ઉપરના ભાગથી આરંભીને આચ્છાદિત કરે છે. શુક્લપક્ષમાં એકમથી શરૂ કરીને તે જ ક્રમથી પ્રતિદિન એકૈક પંદરમાં ભાગને પ્રગટ કરે છે. તેનાથી જગતમાં ચંદ્રમંડલની વૃદ્ધિ-હાનિ લાગે છે. સ્વરૂપચી વળી ચંદ્રમંડલ અવસ્થિત જ છે, તેમ જાણવું.
તથા કહે છે - સહવિમાન વડે પ્રતિદિન ક્રમથી અનાવરણ કરણથી ચંદ્ર વધતો દેખાય છે. સહવિમાન વડે પ્રતિદિવસ ક્રમથી આવરણ કરણથી પ્રતિહાતિ પ્રતિભાસ ચંદ્રના વિષયમાં છે આ જ અનુભાવથી - કારણથી એક પક્ષ કૃષ્ણ હોય છે. જેમાં ચંદ્રની પરિહાનિ પ્રતિભાસે છે. શુક્લમાં ચંદ્રની વૃદ્ધિ થાય છે.
મનુષ્યોત્રની અંદર પાંચ પ્રકારે જ્યોતિકો હોય છે. તે આ પ્રમાણે- ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ શબ્દથી નક્ષત્ર અને તારા થાય છે.
વારીપ - ચાર યુક્ત.
મનુષ્ય ક્ષેત્રથી આગળ જે શેષ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારો, નાનો છે અર્થાતુ તેના વિમાનો છે, તેમને ગતિ નથી. સ્વસ્થાનથી ચલન નથી. વાર - મંડલગતિથી પરિભ્રમણ નથી, તેથી તેમને અવસ્થિત છે તેમજ જાણવા.
- એ પ્રમાણે હોવાથી એકૈક ચંદ્ર-સૂર્ય જંબૂદ્વીપમાં બે ગણાં થાય છે અર્થાત્ બે ચંદ્ર અને બે સૂર્ય જંબૂદ્વીપમાં. લવણ સમુદ્રમાં તે એક સૂર્ય-ચંદ્ર ચારગુણા થાય છે.
૧૮૦
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ અર્થાત્ ચાર ચંદ્રો અને ચાર સૂર્યો લવણ સમુદ્રમાં હોય છે, તેમ કહે છે.
લવણસમુદ્રમાં રહેલ ચંદ્ર અને સૂર્યથી ત્રણ ગુણા ધાતકી ખંડમાં હોય છે. અર્થાત્ બાર ચંદ્ર અને બાર સૂર્યો.
ધાતકીખંડ જેની આદિમાં છે, તે ધાતકીખંડ વગેરે દ્વીપમાં અને સમદ્રમાં ઉદ્દિષ્ટ ચંદ્ર બાર આદિ છે, ઉપલક્ષણથી આ સૂર્ય-ચંદ્ર ત્રણગણાં કરીને ઉદ્દિષ્ટ ચંદ્રયુક્ત દ્વીપ કે સમુદ્રથી પહેલાં જંબૂદ્વીપને આદિ કરીને જે પૂર્વના ચંદ્ર, તે આદિ ચંદ્ર, તેના વડે સૂર્ય સહિત જેટલાં ચાય, આટલું પ્રમાણ કાલોદાદિમાં થાય છે.
તેમાં ધાતકીખંડદ્વીપમાં ઉદ્દિષ્ટ ચંદ્ર ૧૨ છે, તેને ત્રણગણાં કરવાથી થાય-૩૬, એ પૂર્વેના ચંદ્રો-૬, તે આ રીતે- બે ચંદ્ર જંબુદ્વીપના અને ચાર ચંદ્રો લવણસમુદ્રના, એ રીતે બધાં મળીને ૪૨-ચંદ્રો થાય. કાલોદ સમુદ્રમાં આટલા ચંદ્રો છે. આ જ કરણવિધિ સૂર્યોની પણ છે. તેથી સૂર્ય પણ-૪ર-જાણવા.
તથા કાલોદ સમુદ્રમાં-૪ર ચંદ્રો ઉદ્દિષ્ટ છે, તેને ત્રણગુણા કરીએ. આવશે-૧૨૬. પૂર્વેના ચંદ્રો છે-૧૮, તે આ રીતે જંબૂડીપમા-૨, લવણસમુદ્રમાં-ચાર, ઘાતકીખંડમાં બાર આ આદિમ ચંદ્ર સહિત ૧૨૬. બધાં મળીને ૧૪૪ થશે. પુકવરદ્વીપમાં આટલાં ચંદ્રો અને આટલાં જ સૂર્યો જાણવા.
એ પ્રમાણે બધાં દ્વીપસમુદ્રોમાં આ કરણ અનુસાર ચંદ્રોની સંખ્યા જાણવી જોઈએ.
હવે પ્રતિદ્વીપ-પ્રતિસમુદ્ર ગ્રહ-નક્ષત્ર-તારાપરિમાણ જાણવાનો ઉપાય કહે છે - વિમલુનાઇતારા અહીં છેલ્લે અગ્ર શબ્દ છે, તે પરિણામવાચી છે.
જે દ્વીપમાં કે સમુદ્રમાં નગપરિમાણ, ગ્રહસ્પરિમાણ, તારપરિમાણને જાણવાને ઈચ્છે છે, તે દ્વીપ કે સમુદ્રના સંબંધી ચંદ્ર વડે એક ચંદ્રના પરિવારભૂત નક્ષત્ર પરિમાણ, ગ્રહ પરિમાણ અને તારાના પરિમાણને ગુણતાં જે થાય છે. તેટલું પ્રમાણ તે દ્વીપમાં કે સમુદ્રમાં નક્ષત્રાદિ ત્રણેના પરિમાણ આવશે.
જેમ લવણ સમુદ્રમાં નાગાદિ પરિમાણ જાણવા ઈચ્છા છે. લવણસમુદ્રમાં ચાર ચંદ્રો એક ચંદ્રના પરિવારભૂત જે ૨૮-નક્ષત્રો છે, તેને ચાર વડે ગુણીએ તેથી આવશે૧૧૨. લવણસમુદ્રમાં આટલા નો છે તેમ જાણવું.
એક ચંદ્રના પરિવારભૂત-૮૮ ગ્રહો છે. તેને ચાર વડે ગુણીએ. તેનાથી આવશે૩૫૨. આટલા લવણસમુદ્રમાં ગ્રહો છે.
તથા એક ચંદ્રના પરિવારભૂત તારાગણ કોડાકોડી-૬૬,૯૭૫ છે. તેને ચાર વડે ગુણીએ, તો આવશે-૨,૬૭,00 કોડાકોડી. આટલાં લવણસમુદ્રનો તારાગણ છે.
એ પ્રમાણે નક્ષત્રાદિની સંખ્યા પૂર્વે કહી જ છે. એ પ્રમાણે બધાં દ્વીપ-સમુદ્રોમાં નક્ષત્રાદિ સંખ્યા પરિમાણ કહેવું.
માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર-સૂર્યોના તેજ અવસ્થિત હોય છે. અર્થાત્ સૂર્યો સદૈવ ઉષ્ણ તેજ રહિત હોય, મનુષ્યલોકના ગ્રીખકાળ માફક અતિ ઉષ્ણ તેજ વાળો કદિ ન હોય.