________________
૧૮/-/૧૨૫ થી ૧૨૮
૧૬૧
દેવીઓની ત્રુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિહરવાને શા માટે સમર્થ નથી ?
તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષાજ ચંદ્રના ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં માણવક ચૈત્ય સ્તંભોમાં વજ્રમય ગોલવૃત્ત સમસુદ્ગતમાં ઘણાં જિનસકિય સંનિક્ષિપ્ત રહે છે.
તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર અને બીજા ઘણાં જ્યોતિષ્ક દેવો અને દેવીઓને અનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલદૈવત-ચૈત્યરૂપ અને પપાસનીય છે. એવા કારણથી જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્મા સભામાં દેવીબુટિક સાથે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ થઈ શકતો નથી.
[પરંતુ] તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર ચંદ્રાવતંક વિમાનમાં સુધર્માંસભામાં ચંદ્ર સીંહાસનમાં બેસીને ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્મદા, સાત અનિક, સાત નિકાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા
પણ ઘણાં જ્યોતિક દેવો અને દેવીઓ સાથે સંપતિરીને મોટી આહત-નૃત્યગીત-વાજિંત્ર-તંત્ર-તલ-તાલ-ત્રુટિત-ધન મૃદંગના કરાતા મધુર સ્વર વડે દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરવાને સમર્થ છે, માત્ર પરિવાઋદ્ધિ વડે વિચારી શકે, પણ મૈથુન નિમિત્તે સમર્થ નથી.
તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ સૂર્યની કેટલી અગ્રમહિષીઓ કહેલી છે ? તેની ચાર અગ્રમહિષીઓ કહેલી છે, તે આ પ્રમાણે - સૂર્યપ્રભા, આતપા, અર્ચિમાલા, પ્રભંકરા. બાકી બધું ચંદ્રની માફક જાણવું. વિશેષ એ કે – સૂવિતંસક વિમાન ચાવત્ મૈથુન નિમિત્તરૂપ ભોગ ભોગવવાને સમર્થ નથી.
[૧૨૭] જ્યોતિક દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને એક લાખ વર્ષ આધિક જાણવી.
તે જ્યોતિક દેવીની કેટલી કાળ સ્થિતિ કહેલી છે ? તે જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધપોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક જાણવી.
ચંદ્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને લાખ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી.
ચંદ્રતિમાનમાં દેવીની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી સતુભગિ પોપમ, ઉત્કૃષ્ટથી અર્ધપોપમ અને ૫૦,૦૦૦ વર્ષ અધિક કહી છે, તેમ જાણવી. સૂર્ય વિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ અને ૧૦૦૦ વર્ષ અધિક જાણવી.
સૂર્યવિમાનમાં દેવીની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી.
ગ્રહવિમાનમાં દેવોની કેટલા કાળની સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાિગ
24/11
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ અને ૫૦૦ વર્ષ અધિક જાણવી. ગ્રહવિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી સતુભગિ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ.
ગ્રહ વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી અર્ધ પલ્યોપમ.
નક્ષત્ર વિમાનમાં દેવોની કેટલો કાળ સ્થિતિ કહેલી છે ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી આઈપલ્યોપમ.
નક્ષત્ર વિમાનમાં દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે ? જઘન્યથી અષ્ટભાગ
પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી ચતુર્ભાગ પલ્યોપમ.
તારાવિમાનમાં દેવોની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચતુગિ પલ્યોપમ.
૧૬૨
તારા વિમાનમાં દેવીની પૃચ્છા. જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ.
[૨૮] તે આ ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારારૂપમાં કોણ-કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
તે ચંદ્ર અને સૂર્ય આ બંને તુલ્ય છે અને સૌથી થોડાં છે, નક્ષત્રો તેનાથી સંખ્યાતગણાં છે, ગ્રહો તેનાથી સંખ્યાતગણાં છે અને તારા તેનાથી સંખ્યાતગણાં છે. • વિવેચન-૧૨૫ થી ૧૨૮ :
તારા વિમાન અંતર વિષય પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે, અંતર બે પ્રકારે કહેલ છે – તે આ પ્રમાણે – વ્યાઘાતિમ અને નિર્વ્યાઘાતિમ. તેમાં વ્યાહનન તે વ્યાઘાતપર્વતાદિ સ્ખલન, તેના વડે નિવૃત્ત તે વ્યાઘાતિમ. નિર્વ્યાઘાત-વ્યાઘાતિમથી નિર્ગત એટલે કે સ્વાભાવિક. [એમ જાણવું.]
તેમાં જે વ્યાઘાતિમ છે, તે જઘન્યથી ૨૬૬ યોજન, આ નિષધકૂટાદિની અપેક્ષાથી જાણવું. તે આ રીતે –
નિષધ પર્વત સ્વભાવથી જ ઉંચો ૪૦૦ યોજન, તેના ઉપરી ૫૦૦ યોજન ઉંચો કૂટ. તે મૂલમાં ૫૦૦ યોજન આયામ-વિખંભથી, મધ્યમાં ૩૭૫ યોજન અને ઉપ-૨૫૨ યોજન.
તેમાં ઉપરના ભાગે સમશ્રેણિ પ્રદેશમાં તથા જગત્સ્વાભાવ્ય થકી આઠ યોજન બંને બાજુએ અબાધા કરીને તારા વિમાનો પરિભ્રમણ કરે છે, તેથી જઘન્યથી વ્યાઘાતિમ અંતર ૨૬૬ યોજન થાય છે અને ઉત્કૃષ્ટથી ૧૨,૨૪૨ યોજન છે.
ઉક્ત અંતર મેરુની અપેક્ષાથી જાણવું. તે આ રીતે - મેરુમાં ૧૦,૦૦૦ યોજન, મેરુની બંને બાજુ અબાધાથી ૧૧૨૧ યોજન છે. તેથી સર્વ સંખ્યાના મીલનથી થાય છે - ૧૨,૨૪૨ યોજન છે.
નિઘિાતિમ અંતર વિષમ સૂત્ર-સુગમ છે.