________________
૧૨-/૧૦૨,૧૦૩
પ્રશનના અવકાશની આશંકાથી તેને જાણવાને માટે પૂર્વાચાર્યો વડે આ કરણ કહેલ છે -
વૃત્તિકાર નિર્દિષ્ટ ગાવાની વ્યાખ્યા તેઓ પોતે કહે છે – જે ઋતુમાં જાણવાની ઈચ્છા છે, તે ઈચ્છાઋતુ, તે ઋતુ લેવી એવો અર્થ છે, પછી તેને બમણી કરીએ. અથતુ બે વડે ગુણીએ. બમણી કરીને તેનો ઘટાડો કરીએ. પછી કરી પણ તે બે વડે ગુણીએ, ગુણીને પ્રતિરાશિ કરીએ. બે વડે ગુણવાથી જે થાય છે, તેટલાં પર્વો જાણવા. તેને બમણાં કરીને પ્રતિશિના અડધાં કરીએ, તેનું અડધું જે થાય છે, તેટલી તિથિઓ જાણવી. જેમાં યુગભાવિની ૩૦ ઋતુઓ સમાપ્ત થાય છે. આ પ્રમાણે ઋતુની સમાપ્તિનો કરણ ગાથા અક્ષરાર્થ કહ્યો.
ધે ભાવના કરાય છે - જો પહેલી ઋતુ જાણવાને ઈચ્છો, જેમકે યુગમાં કઈ તિથિમાં પહેલી પ્રાકૃષિ ઋતુ સમાપ્તિને પામે છે ? તેમાં એક લેવા, તેને બે વડે ગુણવા. થયાં છે. તે બેનો ઘટાડો કરીએ. તેથી એક આવે તે ફરી પણ બે વડે ગુણીએ. તેથી બે આવશે. તે આ પ્રતિરાશિ. તેના અડધાં કરાતાં થશે એક. તેથી આવેલ-યુગાદિમાં બે પર્વો અતિક્રમીને પહેલી તિથિ એકમમાં પહેલી ટકતુ-પ્રાવ નામની છે, તે સમાપ્તિ પામે છે.
તથા બીજી ઋતુ જાણવાની ઈચ્છા છે, તો બે સ્થાપવા, તેને બે વડે ગુણવાથી થાય ચાર, તેનો ઘટાડો કરીએ, તેથી આવશે ત્રણ, ફરી બે વડે ગુણીએ, તેથી આવશે છે, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં કરીયો, તેથી આવસે ગણ. આવેલયુગાદિથી છ પર્વો અતિક્રમીને ત્રીજી તિથિમાં બીજી ઋતુ સમાપ્તિ પામે.
તથા બીજી ઋતુ જાણવાને ઈચ્છે તો ત્રણ સંખ્યા લેવી. તેને બે વડે ગુણતાં, થાય છે - છે. તે ઘટાડો કરીએ. તેથી આવે છે . પાંચ, તે ફરી બે વડે ગુણતાં, આવે છે દશ, તે પ્રતિરાશિને પ્રતિરાશિ વડે અડધાં પ્રાપ્ત થતાં આવે પાંચ. આવેલ યુગાદિથી આરંભીને દશ પર્વોને અતિક્રમતાં પાંચમી તિથિમાં ત્રીજી ઋતુ સમાપ્તિને પામે છે.
તથા છઠ્ઠી હતુ જાણવાને ઈચ્છતા છ સ્થાપીએ, તેને બે વડે ગુમતાં, થાય છે . બાર. તેટલાનો ઘટાડો કરીએ. તો આવશે-૧૧, તેને બે વડે ગુણીએ, તેથી આવશે-૨૨, તે પ્રતિરાશિને પ્રતિરાશિતા વડે અડધાં કરાતા થો-૧૧. આવેલ-યુગાદિથી આરંભીને બાવીશ પર્વોને અતિક્રમતા એકાદશીમાં છઠ્ઠી ઋતુ સમાપ્તિને લઈ જાય છે.
તથા યુગમાં નવમી ઋતુમાં જાણવાને ઈચ્છે છે, તો નવની સ્થાપના કરવી. તેને બે વડે ગણીએ, તેથી ૧૮-થશે. તેટલો ઘટાડો કરતાં થશે-૧૭, તે ફરી બે વડે ગુણીએ, તેથી ૩૪ આવે. તે પ્રતિરાશિથી પ્રતિરાશિ કરીને તેના અડધાં કરાતા આવશે-૧૩, આવેલ-યુગાદિથી ૩૪ પર્વો અતિક્રમીને બીજા સંવત્સરમાં પૌષમાસમાં શુકલપક્ષમાં બીજી તિથિમાં નવમી ઋતુ પરિસમાપ્તિને પામે છે.
તથા ૩૦મી ઋતુમાં જિજ્ઞાસા થાય, તો ૩૦ સંખ્યા લેવી. તેને બમણી કરીએ. આવશે-૬૦. તે રૂપ ઘટાડતાં આવશે ૫૯. તે ફરી બે વડે ગુણીએ, આવશે ૧૧૮. તે પ્રતિરાશિથી પ્રતિસશિ કરતાં અને તેનું અડધું કરાતા આવશે-પ૯. આવેલ યુગાદિથી
૮૮
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૧૮માં પર્વને અતિક્રમીને પ૯મી તિથિમાં, અર્થાત પાંચમાં સંવત્સરમાં પહેલાં અષાઢ માસમાં શુક્લપક્ષમાં-ચૌદમી તિથિમાં ૩૦-મી ઋતુની સમાપ્તિ થાય છે. વ્યવહારથી પહેલાં અષાઢને અંતે, એમ અર્થ જાણવો.
આ જ અર્થને સુખેથી જાણવા આ પૂવચાર્યે દશવિલ ગાથા વૃત્તિકારે નોંધી, તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – આ સૂર્ય ઋતુની વિચારણામાં અષાઢાદિ માણો જાણવા. કેમકે અષાઢમાસથી આરંભીને ઋતુ પહેલાંથી પ્રવર્તે છે. તિથિઓ બધી જ ભાદ્રપદાદિ છે. ભાદ્રપદાદિ મહિનામાં પ્રથમાદિ ઋતુની પરિસમાપ્ત થવાથી આમ કહ્યું. તેમાં જે માસમાં, જે તિથિઓમાં સૂર્યની પ્રાવણ આદિ ઋતુઓ પરિ સમાપ્તિ પામે છે, તે આષાઢાદિ માસ અને તે ભાદ્રપદાદિ માસાનુગત તિથિઓ જાણવી. બધી એકાંતરિત કહેવી.
તેથી કહે છે - પહેલી ઋતુ ભાદ્રપદ માસમાં પૂર્ણ થાય છે, પછી એક માસ આસોને અપાંતરાલમાં મૂકીને કારતક માસમાં બીજી ઋતુ પરિસમાપ્તિને પામે છે. એ પ્રમાણે ત્રીજી પૌષ માસમાં, ચોથી ફાલ્ગન માસમાં, પાંચમી વૈશાખ માસમાં, છઠી અષાઢમાં, એ પ્રમાણે બાકીની પણ ઋતુઓ આ જ માસમાં એકાંતરિતમાં વ્યવહારથી પરિસમાપ્તિને પામે છે, પણ બીજા મહિનાઓમાં નહીં.
તથા પહેલી ઋતુ એકમે સમાપ્તિ પામે, બીજી ઋતુ બીજે, ત્રીજી ઋતે પાંચમે, ચોથી વડતુ સાતમે પાંચમી નોમ, છઠ્ઠી હતુ અગિયારસે, સાતમી ઋતુ તેરશે, આઠમી પંદરમે. આ બધી જ ઋતુઓ કૃષ્ણ પક્ષમાં છે. તેથી નવમી તુ શુલપણાની બીજે, દશમી ચોથે, અગિયારમી છò, બારમી આઠમે, તેરમી દશમે, ચૌદમી બારસે, પંદરમી ચૌદશે. આ સાતે ઋતુઓ શુક્લ પક્ષમાં છે.
આ કૃણ-શુક્લ પક્ષાભાવી પંદરે ઋતુઓ યુગના અદ્ધમાં થાય છે. તેથી ઉકત ક્રમે જ બાકીની પણ પંદર ઋતુઓ યુગના અદ્ધમાં થાય છે, તે આ પ્રમાણે - સોળમી ઋતુ કૃષ્ણ પક્ષમાં એકમે, ૧૩-મી ત્રીજે, અઢારમી પાંચમે, ૧૯મી સાતમે, વીસમી-નોમે, ૨૧-મી અગિયારસે, ૨૨-મી એસે, ૨૩-મી અમાસે. આ સોળથી તેવીશ સુધી આઠે ઋતુ કૃષ્ણ પક્ષમાં છે.
ત્યારપછી શુક્લપક્ષની બીજે ચોવીસમી, પછી ૨૫મી ઋતુ ચોથે, ૨૬મી ઋતુ છઠે, ૨૩-મી આઠમે, ૨૮-મી દશમે, ૨૯-મી બારસે, ૩૦-મી ચૌદશે. એ પ્રમાણે આ બધી ઋતુઓ યુગમાં એકાંતર માસની, એકાંતર તિથિમાં થાય છે.
આ ઋતુઓના ચંદ્ર અને સૂર્ય નક્ષત્ર યોગને જાણવને માટે પૂર્વાચાર્યો વડે કરણ કહેલ છે. તેથી તેને પણ શિષ્યજનના અનુગ્રહને માટે બતાવે છે –
અહીં વૃત્તિકારશ્રી ત્રણ ગાથા દર્શાવીને પછી વ્યાખ્યા રજૂ કરતાં કહે છે - ૩૦૫ અંશ-વિભાગ, કેટલી સંખ્યાથી છેદ કરેલ, તે કહે છે - છેદ ૧૩૪ અર્થાત્ ૧૩૪ છેદ વડે છેદતાં જે અહોરાત્ર, તેના હોતા-૩૦૫ અંશો. આ યુવાશિ જાણવી. આ યુવાશિ-ઈચ્છિત ઋતુ વડે એકાદિથી ૩૦-પર્યાથી બે ઉત્તર વડે એકથી આરંભીને