________________
3/-/૨/૨૯૭
૧૬૫
તેનાથી સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રી સંખ્યાતગણી છે, કેમકે તે ત્રણ ગણી છે. ૩૬તેનાથી જલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિક પુરુષો સંખ્યાતગણાં છે - x - x - 39તેનાતી જલચર પંચેન્દ્રિય તિર્યંચસ્ત્રીઓ સંખ્યાતગણી છે, કેમકે તે ત્રણગણી છે. ૩૮તેનાથી વ્યંતર દેવો સંખ્યાતગણાં છે - x - X + X * ૩૯-તેનાથી વ્યંતરીઓ બત્રીશગણી હોવાથી સંખ્યાતગણી કહી છે. ૪૦-તેનાથી જ્યતિષ્ક દેવો સંખ્યાતગણાં છે - x + X -
૪૧-તેનાથી જ્યોતિષ્ક દૈવી સંખ્યાતગણી છે, કેમકે બત્રીશગણી છે. ૪૨તેનાથી ખેચર પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો સંખ્યાતગણાં છે, ક્યાંક “અસંખ્યાતગણા’ પાઠ છે, પણ તે યોગ્ય નથી. કેમકે આગળ પર્યાપ્તા ચઉરિન્દ્રિયો કહેવાશે, તે પણ જ્યોતિક દેવોથી સંખ્યાતગણાં જ ઘટી શકે, તે નહીં ઘટે. - x - x - X - X - ૪૩-તેનાથી સ્થલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગણાં છે. ૪૪-તેનાથી જલચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગણાં છે. ૪૫-તેનાથી પર્યાપ્તા ચરિન્દ્રિયો સંખ્યાતગણાં છે. ૪૬-તેનાથી પર્યાપ્તા સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિયો વિશેષાધિક છે. ૪૭-તેનાથી પર્યાપ્તા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. ૪૮-તેનાથી પર્યાપ્તા તેઈન્દ્રિયો વિશેષાધિક છે
- ૪ - ૪ -. બીજે સ્થળે પણ આ પ્રમાણે અબહુત્વ કહ્યું છે –
તેથી નપુંસક ખેચર, નપુંસક સ્થલચર, નપુંસક જલચર, પર્યાપ્તા ઉરિન્દ્રિય સંખ્યાતગણાં છે, તેનાથી પર્યાપ્તા પંચેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય કંઈક અધિક છે. ૪૯-તેનાથી અપર્યાપ્ત પંચેન્દ્રિયો અસંખ્યાતગમાં છે. - ૪ - ૪ - ૫૦-તેનાથી અપર્યાપ્તા ચઉરિન્દ્રિયો વિશેષાધિક છે.
૫૧-તેનાથી અપર્યાપ્તા તેઈન્દ્રિય વિશેષાધિક છે. પર-તેનાથી અપર્યાપ્તા બેઈન્દ્રિયો વિશેષાધિક છે. - ૪ - ૪ - ૫૩-તેનાથી પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. - ૪ - ૪ - ૪ - ૫૪-તેનાથી પર્યાપ્ત અનંતકાયિક જીવના શરીરરૂપ બાદર નિગોદો અસંખ્યાતગણાં છે. ૫૫-તેનાથી બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તા અસંખ્યાતગણાં છે. ૫૬-તેનાથી પર્યાપ્તા બાદર અકાયિકો અસંખ્યાતગણાં છે - x - ૪ - અંગુલના અસંખ્યાત ભાગના અસંખ્યાત ભેદો હોવાથી અહીં અસંખ્યાતગણાં કહેવામાં કોઈ દોષ નથી. ૫૭-તેનાથી પર્યાપ્તા બાદર વાયુકાયિકો અસંખ્યાતગણાં છે
- ૪ - ૪ - ૫૮-તેનાથી બાદર તેઉકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. કેમકે તેઓ અસંખ્યાત લોકના આકાશપ્રદેશના રાશિ પ્રમાણ છે. ૫૯-તેનાથી પ્રત્યેકશરીર બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. ૬૦-તેનાથી અપર્યાપ્તા બાદર નિગોદ અસં છે.
૬૧-તેનાથી બાદર પૃવીકાયિક અપર્યાપ્તા અસંખ્યાતગણાં છે. ૬૨-તેનાથી બાદર અપ્॰ અપર્યાપ્તા અસં૰ છે. ૬૩-તેનાથી બાદર વાયુ અપર્યાપ્તા અસં૰ છે. ૬૪-તેનાથી સૂક્ષ્મ તેઉ અપર્યાપ્તા અાં૰ છે. ૬૫-તેનાથી સૂક્ષ્મ પૃથ્વી અપર્યાપ્તા વિશેષાધિક છે. ૬૬-તેનાથી સૂક્ષ્મ અધ્ અપર્યાપ્તા વિશે છે. ૬૭-તેનાથી સૂક્ષ્મ
૧૬૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ વાયુ અપર્યાપ્તા વિશે છે. ૬૮-તેનાથી સૂક્ષ્મ તેઉ પર્યાપ્તા સંખ્યાતગણાં છે, કેમકે અપર્યાપ્તા સૂક્ષ્મોથી પર્યાપ્તા સૂક્ષ્મો સ્વભાવથી જ ઘણાં છે. - ૪ - ૪ - ૬-તેનાથી સૂક્ષ્મ પૃથ્વી પર્યાપ્તા વિશે છે. ૭૦-તેનાથી સૂક્ષ્મ અર્॰ પર્યાપ્તા વિશે છે.
૭૧-તેનાથી સૂક્ષ્મ વાયુ પર્યાપ્તા વિશે છે. ૭૨-તેનાથી સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસં છે. ૭૩-તેનાથી પશ્તિા સૂક્ષ્મ નિગોદો અસં૰ છે - ૪ - ૪ - ૪ - ૭૪-તેનાથી અભવસિદ્ધિકો અનંતગણાં છે કેમકે તે જઘન્યયુક્ત અનંત પ્રમાણ છે. ૭૫-તેનાથી સમ્યક્દર્શન પતિત અનંતગણાં છે. ૭૬-તેનાથી સિદ્ધો અનંતગણા છે. ૭૭-તેનાથી બાદર વન પર્યાપ્તા અનંતગણાં છે. ૭૮-તેનાથી સામાન્ય બાદર પર્યાપ્તા વિશે છે. કેમકે તેમાં બાદર પૃથ્વીનો પણ સમાવેશ થાય છે. ૭૯-તેનાથી બાદર અપર્યાપ્ત વન અસંખ્યાતા છે. કેમકે એકૈક પર્યાપ્તા બાદર નિગોદમાં અસંખ્યાતગણાં બાદર અપર્યાપ્ત
નિગોદો ઉપજે છે. ૮૦-તેનાથી સામાન્ય બાદર અપચપ્તિા વિશે છે. કેમકે તેમાં બાદર અપર્યાપ્ત પૃથ્વીનો સમાવેશ છે.
૮૧-તેનાથી સામાન્ય બાદરો વિશે છે, કેમકે તેમાં પર્યાપ્તા-અપર્યાપ્તા બંનેનો સમાવેશ થાય છે. ૮૨-તેનાથી સૂક્ષ્મ વન અપર્યાપ્તા અસં છે. ૮૩-તેનાથી સામાન્ય સૂક્ષ્મ અપર્યાપ્તા વિશે છે. - ૪ - ૮૪-તેનાથી સૂક્ષ્મ વન પર્યાપ્તા સંખ્યાતગણાં છે, કેમકે સૂક્ષ્મ અપર્યાપ્તાથી સૂક્ષ્મ પર્યાપ્તા સ્વભાવથી જ સંખ્યાતગણાં છે. ૮૫-તેનાથી સામાન્ય સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. કેમકે પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયાદિનો તેમાં સમાવેશ છે. ૮૬-તેનાથી પર્યાપ્તા અપર્યાપ્તા વિશેષણ રહિત સૂક્ષ્મો વિશે છે. કેમકે તેમાં અપર્યાપ્તા સૂક્ષ્મ સર્વેનો સમાવેશ છે. ૮૭-તેનાથી ભવસિદ્ધિક - ભવ્ય જીવો વિશે છે. કેમકે જઘન્ય યુક્ત અનંત અભવ્ય સિવાય બધાં ભવ્ય છે. ૮૮-તેનાથી સામાન્ય નિગોદ વિશે છે કેમકે ભવ્ય, અભવ્ય, સૂક્ષ્મ-બાદર નિગોદ જીવરાશિમાં
જ પ્રાપ્ત થાય છે. - ૪ - ૪ - ૮૯-તેનાથી સામાન્ય વનસ્પતિ જીવો વિશેષાધિક છે, કારણ કે પ્રત્યેક શરીરવાળા વનસ્પતિ જીવોનો તેમાં સમાવેશ થાય છે. ૯૦-તેનાથી સામાન્ય એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે. કેમકે બાદર અને સૂક્ષ્મ પૃથ્વીકાયિકાદિનો
પણ તેમાં સમાવેશ થાય છે.
૯૧-તેનાથી સામાન્ય તિર્યંચો વિશેષાધિક છે. કેમકે પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોનો તેમાં સમાવેશ થાય છે. ૯૨-તેનાથી ચારે ગતિમાં રહેલા મિથ્યાર્દષ્ટિ જીવો વિશેષાધિક છે. કારણ કે અહીં કેટલાક અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ સંજ્ઞી જીવો સિવાય બાકીના બધાય તિર્યંચો મિથ્યાદૃષ્ટિ છે અને ચારે ગતિના મિથ્યાદૃષ્ટિના વિચારમાં અસંખ્યાતા
નારકાદિનો પ્રક્ષેપ કરવો. તેથી તિર્યંચ જીવરાશિની અપેક્ષા વિચાર કરતાં ચાર ગતિના મિથ્યાર્દષ્ટિ જીવો વિશેષાધિક છે. ૯૩-તેનાથી વિરતિરહિત જીવો વિશેષાધિક
છે, કારણ કે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોનો પણ તેમાં સમાવેશ થાય છે. ૯૪
તેનાથી સકષાયી જીવો વિશેષાધિક છે. કેમકે દેશવિરતાદિ સકષાયી હોવાથી