________________
31-૧/૨૬૦
૧૫
૧૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ રીતે લાંતકાદિ કહેવા.
આનતાદિમાં મનુષ્યો જ ઉત્પન્ન થાય છે. તેથી ત્યાંથી પ્રોકમાં ચારે દિશાએ પ્રાયઃ સરખા ઉત્પન્ન થાય છે.
સિદ્ધો દક્ષિણ-ઉત્તરમાં થોડાં છે, કેમકે મનુષ્યો જ સિદ્ધ થાય છે. • x• તેમાં દક્ષિણમાં પાંચ ભરત, ઉત્તરમાં પાંચ ઐરવત ક્ષેત્રમાં ક્ષેત્રની અપતાથી આ૫ મનુષ્યો સિદ્ધ થાય છે, વળી સુષમ સુષમાદિ કાળમાં તો સિદ્ધિનો અભાવ છે. • x • તેનાથી પૂર્વમાં સંખ્યાલગણાં છે, કેમકે પૂર્વમહાવિદેહ ક્ષેત્ર સંખ્યાતગણું છે. તેથી ત્યાંના મનુષ્યો પણ સંખ્યાલગણાં છે, વળી સર્વ કાળે સિદ્ધ થાય છે. તેનાથી પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં અધોલૌકિક ગ્રામો છે.
છે પદ-3-દ્વાર-૨-ગતિ છે
ધે સાતે નરકમૃથ્વીનું દિશાને આશ્રીને અલાબહd-સાતમી નરક પૃથ્વીમાં પૂર્વ-ઉત્તર-પશ્ચિમ દિશાના નૈરયિકોથી દક્ષિણના નૈરયિકો અસંખ્યાતણાં છે. તેથી તમપ્રભા પૃથ્વીના પૂર્વ-ઉત્તર-પશ્ચિમના અસંખ્યાતગણાં, કેમકે અહીં સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સંજ્ઞી પંચેન્દ્રિયો સાતમી નક્કે ઉપજે છે. હીન, અધિક હીન આદિ છઠ્ઠી વગેરે નરકમૃથ્વીમાં ઉપજે છે. સર્વોત્કાટ પાપકર્તા સૌથી થોડાં અને ક્રમશઃ હીન, હીનતરાદિ પાપકતાં ઘણાં છે. તેથી સાતમીથી છઠ્ઠીમાં વધુ એ રીતે ઉત્તરોત્તર ક્રમથી વધુ-વધુ કહ્યા છે. * * * * *
તિર્યંચ પંચેન્દ્રિય સૂત્ર અકાયિક માફક જાણવું.
સૌથી થોડાં મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશામાં છે. કેમકે પાંચ ભરત-પાંચ ૌવત ક્ષેત્રો નાના છે. તેવી પૂર્વમાં સંખ્યા ગણાં કેમકે તે ક્ષેત્ર સંખ્યાતગણું છે. તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે. કેમકે અધોલૌકિક ગ્રામ વિશે મનુષ્ય સંખ્યા ઘણી છે.
દિશાની અપેક્ષાએ સૌથી થોડાં ભવનવાસી પૂર્વ અને પશ્ચિમમાં છે. કેમકે ત્યાં ભવનો થોડાં છે. તેથી ઉત્તરમાં સંખ્યાતપણાં છે. કેમકે ભવનવાસી દેવોનું પોતાનું સ્થાન છે. તેથી દક્ષિણમાં સંખ્યાલગણાં છે કેમકે ત્યાં ભવનો ઘણાં વધારે છે. પ્રત્યેક નિકાયે ચાર-ચાર લાખ ભવનો અધિક છે. ત્યાં કૃષ્ણ પાક્ષિકો ઘણાં ઉત્પન્ન થાય છે, માટે તે અસંખ્યાતપણાં છે.
વ્યંતર સત્ર - જયાં પોલાણ ભાગ છે, ત્યાં વ્યંતરો ચાલે છે. જ્યાં ઘન ભાગ છે, ત્યાં ચાલતા નથી. પૂર્વમાં ઘન ભાગ હોવાથી વ્યંતરો થોડાં છે. પશ્ચિમમાં વિશેષાધિક છે, કેમકે અધોલૌકિક ગામમાં પોલાણનો સંભવ છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે કેમકે ત્યાં સ્વસ્થાન હોવાથી વ્યંતરોના નગરાવાયો છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. કારણ કે ત્યાં ઘમાં નગરો છે.
સૌથી થોડાં જ્યોતિક પૂર્વ-પશ્ચિમમાં છે. કેમકે ચંદ્ર-સૂર્યના દ્વીપોમાં થોડાં જ જ્યોતિકો હોય છે. તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. કેમકે ત્યાં ઘણાં વિમાનો છે અને કણપાક્ષિકો દક્ષિણમાં ઉત્પન્ન થાય છે. તેથી ઉત્તરમાં વિશેષાધિક છે. કેમકે માનસ સરોવરમાં ક્રિડા કરવામાં પ્રવૃત્ત ઘણાં જ્યોતિકો રહે છે. વળી માનસરોવરમાં જે મસ્યાદિ જલચરો છે, તે નજીકમાં રહેલ વિમાનોના દર્શનથી તેને જાતિસ્મરણ થાય છે. કંઈક વ્રત અંગીકાર કરી, અનશનાદિથી નિયાણુ કરી જ્યોતિકમાં ઉપજે છે.
સૌધર્મકલામાં સૌથી થોડાં પૂર્વ-પશ્ચિમમાં દેવો છે. કેમકે આવલિકા પ્રવિષ્ટ વિમાનો ચારે દિશામાં સરખાં છે. જે પુષ્પાવકીર્ણ વિમાનો છે, તેમાં ઘણાં અસંખ્યાતા યોજન વિસ્તારવાળાં છે અને તે દક્ષિણ-ઉત્તરમાં છે. પૂર્વ-પશ્ચિમથી ઉત્તરમાં અસંખ્યાતગણા છે. કેમકે ત્યાં પાવકીર્ણ વિમાનો ઘણાં છે. દક્ષિણમાં વિશેષાધિક છે, કેમકે કૃષ્ણપાક્ષિકો ત્યાં ઉત્પન્ન થાય છે. એ રીતે ઈશાનાદિ.
- બ્રહ્મલોક કલ્પે સૌથી થોડાં પૂર્વ-ઉત્તર-પશ્ચિમના દેવો છે. કેમકે કુણપાક્ષિક તિર્યંચો દક્ષિણમાં ઉત્પન્ન થાય છે. તે જ કારણે દક્ષિણમાં અસંખ્યાતપણાં છે. એ
• સૂત્ર-૨૬૧ -
ભગવાન ! આ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ અને સિદ્ધોમાં પાંચ ગતિના સંક્ષેપથી કોણ કોનાથી અભ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં મનુષ્યો છે, નૈરયિકો અસંખ્યાતગણી, દેવો અસંખ્યાતગણા, સિહદ્રો અનંતગણા, તેનાથી તિર્યંચો અનંતગણ છે.
ભગવાન ! આ ગૈરયિક, તિચિયોનિક, તિર્યંચયોનિક રુપી, મનુષ્ય, માનુષી, દેવો, દેવી, સિદ્ધો એ આઠ ગતિના સંક્ષેપથી કોણ કોનાથી અશ, બહુ, તુરા, વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી થોડાં માનુષીઓ છે, મનુષ્યો અસંખ્યાતપણાં છે, નૈરયિકો અસંખ્યાતગણા, તિચિયોનિકીઓ અસંખ્યાતગણી, દેવો અસંખ્યાત ગણા, દેવીઓ સંખ્યાતગણી, સિદ્ધો અનંતગણા, તિર્યંચીણી અનંતગુણી છે.
• વિવેચન-૨૬૧ -
સૌથી થોડાં મનુષ્યો છે, કેમકે છgવાર છેદ કરવા વડે જે રાશિનો છેદ થાય એટલે જે રાશિનો અદ્ધદ્ધિ છેદ કરતાં છબ્રુવાર છેદ થાય, છબ્રુવાર બમણાં કરતાં જે સંખ્યા થાય તેટલા મનુષ્યો છે. મનુષ્યોથી નૈરયિકો અસંખ્યાતપણાં છે. * * * x - તેથી દેવો અસંખ્યાતગણાં છે • x x • તેથી સિદ્ધો અનંતગણાં છે. કેમકે તે અભવ્યોથી અનંતગણાં છે, તેથી તિર્યંચો અનંતગણાં છે, કેમકે સિદ્ધોથી વનસ્પતિકાયિકો અનંતગણાં છે. એ પ્રમાણે નૈરયિક, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધોનું અલાબદુત્વ કહ્યું.
હવે નૈરયિક, તિર્યચ, તિર્યચી આદિ આઠેનું અલાબહત્વ કહે છે - સૌથી થોડી મનુષ્યબીઓ છે, કેમકે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ છે. તેથી મનુષ્યો અસંખ્યાતપણાં છે. અહીં સંમૂર્ણિમ મનુષ્યો પણ લેવા. કેમકે વેદની વિવેક્ષા નથી. તે સંમૂર્ણિમો વમનથી આરંભી નગરની ખાળ આદિમાં ઉપજતા અસંખ્યાતા હોય છે. મનુષ્યોથી નૈરયિકો અસંખ્યાતપણાં છે. -x-x• તેથી તિર્યંચશ્રીઓ અસંખ્યાતગણી