________________
૨|-|-|૨૩૫ થી ૨૫૬
ન
કરીએ, તેને અનંત વર્ગમૂળોથી ઘટાડતા - ૪ - સિદ્ધપણાના પ્રથમ સમયાભાવી સુખ માત્ર રહે, તે પણ સર્વ આકાશમાં ન સમાય. - ૪ - અહીં ભાવાર્થ આ છે - વિશિષ્ટ આનંદરૂપ સુખ ગ્રહણ કરવું કે જ્યાંથી આરંભી શિષ્ટ પુરુષો સુખ શબ્દનો પ્રયોગ કરે છે. - ૪ - તે સુખથી માંડીને એક એક ગુણની વૃદ્ધિના તારતમ્યથી સુખને અનંતગુણ પર્યન્ત વધારવું. જેનાથી બીજું કોઈ ચડીયાતું ન હોય એવું છેવટનું સુખ એવું અત્યંત ઉપમારહિત, એકાંત ઉત્સુકતાની નિવૃત્તિરૂપ અત્યંત સ્થિરતારૂપ છેલ્લી કોટીનું સુખ તે સર્વદા સિદ્ધોને હોય તે સુખથી માંડીને પ્રથમના સુખથી ઉપર વચ્ચે રહેલ તારતમ્યથી સુખના વિશેષરૂપ અંશો, સર્વાકાશના પ્રદેશોથી ઘણાં વધારે છે, માટે કહ્યું સર્વાકાશમાં
ન સમાય. - ૪ -
૧૧૯
હવે સિદ્ધના સુખોની નિરૂપમતા બતાવે છે – જેમ કોઈ મ્લેચ્છ ગૃહનિવાસાદિ બહુ પ્રકારના નગરના ગુણો જાણવા છતાં અરણ્યમાં જઈ અન્ય મ્લેચ્છોને કહેવા
સમર્થ નથી. કેમકે તેની પાસે ઉપમાનો અભાવ છે. આનો ભાવાર્થ કથાનકી જાણવો, તે આ છે – એક મહા અરણ્યવાસી મ્લેચ્છ અરણ્યમાં રહે છે. એક સમયે અશ્વથી હરણ કરાયેલ એક રાજા અટવીમાં આવ્યો. તે તેણે જોયો સત્કારીને રાજાને પોતાને ગામે લઈ ગયો. રાજા પણ તેને નગરમાં લઈ ગયો. તેને ઉપકારી સમજી અત્યંત સન્માન કર્યુ. રાજાની જેમ રહેવા લાગ્યો. કેટલાંક કાળે અરણ્યમાં પાછો આવ્યો. અરણ્યવાસીઓએ પૂછ્યું – નગર કેવું લાગ્યું ? તે જાણવા છતાં મ્લેચ્છ ઉપમાના અભાવે કંઈ કહી ન શક્યો.
એ પ્રમાણે સિદ્ધોનું સુખ અનુપમ છે. કેમકે ઉપમા નથી. તો પણ બાળજનોને સમજાવવા કંઈક સરખાપણું કહે છે - ૪ - જેમ કોઈ પુરુષ સર્વ કામના ગુણયુક્ત, સર્વ પ્રકારના સૌંદર્ય વડે સંસ્કારવાળું ભોજન ખાઈને ક્ષુધા-તૃષાથી રહિત થયેલો અમૃતથી તૃપ્ત થયેલ હોય તેમ રહે છે. તેમ નિર્વાણપ્રાપ્ત સિદ્ધો આદિ-અનંતકાળ તૃપ્ત-સર્વ પ્રકારની ઉત્સુકતાની નિવૃત્તિ થવાથી પરમ સંતોષને પ્રાપ્ત થયેલા, ઉપમા અભાવે અનન્ય સર્દેશ, પડવાનો અભાવ હોવાથી શાશ્વત, - ૪ - અવ્યાબાધ સુખને પ્રાપ્ત રહે છે.
એનો વિશેષ વિચાર કરે છે – સિત - બાંધેલ આઠ પ્રકારના કર્મ જેઓએ માત - ભસ્મીભૂત કર્યા છે, અનેક ભવના કર્મરૂપ ઈંધણ બાળી નાંખેલ છે. એવા સિદ્ધો છે. સામાન્યથી કર્માદિ સિદ્ધો પણ કહેવાય છે. - ૪ - તેથી તેનો નિષેધ કરવા કહે છે. યુદ્ધ - અજ્ઞાન નિદ્રામાં સુતેલ જગમાં પર-ઉપદેશ વિના જીવાદિરૂપ તત્ત્વને જાણેલ છે એવા. સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવરૂપ બોધવાળા. વળી “સંસાર અને નિર્વાણમાં રહેલ નથી, પણ વિશ્વ કલ્યાણાર્થે રહેલ છે “એવાનો નિષેધ કરતાં કહ્યું – પારંગત - જેઓ સંસાર કે પ્રયોજનના અંતને પામેલા છે તે. તથા ભવ્યત્વ વડે સૂચિત સકલ પ્રયોજન સમાપ્તિ વડે સમગ્ર કર્તવ્યશક્તિ રહિત.
કેટલાંક યĚચ્છવાદીઓ ક્રમ સિવાય સિદ્ધપણું જણાવે છે - x - તેનો નિષેધ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
કરવા “પરંપરાગત” વિશેષણ મૂક્યું. જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિરૂપ પંરપરાથી અથવા મિથ્યાર્દષ્ટિ, સાસ્વાદન, સમ્યગ્ મિથ્યાર્દષ્ટિ આદિ ચૌદ ગુણસ્થાનકોની પરંપરાથી મુક્તિને પામેલા છે. કેટલાક વાદીઓ – “કર્મ કવચથી નહીં મુકાયેલા માને છે”
- x - “તીર્થને માટે ફરી સંસારમાં અવતાર ધારણ કરવો' એ વાત માને છે. તેમના મતનો નિષેધ કરવા કહે છે – કર્મરૂપ વચ રહિત, પ્રબળપણે - ફરી સંસારમાં અવતાર ન ધારણ કરવારૂપે જેણે કર્મરૂપ કવચનો ત્યાગ કર્યો છે એવા. તેથી જ - શરીના અભાવે જરારહિત, મરણરહિત - કેમકે શરીર રહિત હોવાથી તેને પ્રાણના ત્યાગરૂપ મરણનો અસંભવ છે. - x - ૪ - વળી તેઓ સંગરહિત છે, કેમકે બાહ્ય અત્યંતર પરિગ્રહ રહિત છે.
૧૨૦
સર્વ દુઃખને તરી ગયેલા, જન્મ-જરા-મરણ અને તેના બધાંના કારણભૂત કર્મોનો સમગ્રપણે નાશ થયેલ હોવાથી વિશેષથી મુકાયેલા, તેથી સર્વ દુઃખને તરી ગયેલ - કેમકે દુઃખના કારણોનો અભાવ છે, તેથી જ સિદ્ધો અવ્યાબાધ શાશ્વત સુખને અનુભવે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ