________________
૨૨-૨-/૨૦૫ થી ૨૧૬
અપર્યાપ્તા સુવર્ણકુમારોના સ્થાનો કહ્યા છે. ઉપાત આદિ ત્રણે લોકના અસંખ્યાત ભાગમાં છે. અહીં ઘણાં સુવર્ણકુમાર દેવો વસે છે. અહીં સુવર્ણીન્દ્ર સુવર્ણકુમાર વેણુદેવ વસે છે. બાકી બધું નાગકુમારવત્ કહેવું.
ભગવન્ ! ઉત્તરના પતિા-અપ્તિા સુવર્ણ કુમાર દેવોના સ્થાનો ક્યાં છે ? ભગવન્ ! ઉત્તરના સુવર્ણકુમાર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપભામાં યાવત્ ઉત્તરના સુવર્ણકુમારોના ૩૪ લાખ ભવનો કહ્યા છે. તે ભવનો યાવત્ અહીં ઘણાં ઉત્તરના સુવર્ણકુમાર દેવો વસે છે. જે મહદ્ધિક છે. યાવત્ વિચરે છે. સુવર્ણકુમારેન્દ્ર સુવર્ણકુમારરાજા વેણુદાલી અહીં વસે છે. જે મહદ્ધિક છે. બાકી નાગકુમારવત્ જાણવું.
એ પ્રમાણે જેમ સુવણકુમારની વક્તવ્યતા કહી તેમજ બાકીના ચૌદ ઈન્દ્રોની કહેવી. વિશેષ એ કે ભવનો, ઈન્દ્ર, વર્ણ અને પરિધાનમાં ભેદ જાણવો. તે માટે આ ગાથાઓ છે
=
૧૦૩
[૨૬] અસુરોના ૬૪, નાગોના ૮૪, સુવર્ણના કર, વાયુકુમારની-૯૬... [૨૦]...દ્વીય-દિશા-ઉદધિ-વિદ્યુત-સ્તનિત-અગ્નિકુમાર એ છ એના ૭૬-૭૬ લાખ ભવનાવાસો છે... [૨૦૮]...૩૪,૪૪,૩૮,૫૦ અને શેષ છ ના ૪૦-૪૦ લાખ ભવનો દક્ષિણના જાણવા... [૨૯]...૩૦,૪૦,૩૪,૪૬ અને બાકીના છ ના ૩૬-૩૬ લાખ ભવનો જાણવા.
[૨૧૦] દક્ષિણ સુરેન્દ્રના ૬૪-લાખ, ઉત્તર અસુરેન્દ્રના ૬૦-લાખ, તે સિવાય બાકીના બધાં દક્ષિણના અને ઉત્તરના દરેકના છ-છ હજાર સામાનિક
દેવો છે. આત્મરક્ષક તેથી ચોગુણા છે.
[૨૧૧] ચામર, ધરણ, વેણુદેવ, હરિકાંત, અગ્નિશીખ, પૂર્ણ, જલકાંત, અમિત, વિલંબ અને ઘોસ દક્ષિણના ઈન્દ્રો છે.
[૧૨] બલિ, ભૂતાનંદ, વેણુદાલી, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલથ, અમિતવાહન, પ્રભંજન, મહાઘોષ એમ ઉત્તરદિશાના ઈન્દ્રો યાવત્ વિચરે છે.
[૨૧૩-૨૧૪] અસુરકુમારો કાળા, નાગ અને ઉદધિકુમારો શ્વેત, સુવર્ણકુમારો કંઈક લાલ-પીળા, દિક્ અને સ્તનિતકુમારો કનક વર્ણના, વિદ્યુતઅગ્નિ દ્વીપકુમારો શ્યામ અને વાયુકુમારો પ્રિયંગુવૃક્ષના જેવા વર્ણના, જાણવા.
[૨૧૫-૨૧૬] અસુરકુમારના લાલ, નાગ અને ઉદધિ કુમારના લીલા, સુવર્ણ-દિક્તનિતકુમારના અશ્વના મુખના ફીણ જેવા ધોળા, વિદ્યુત-અગ્નિદ્વીપકુમારોના લીલા અને વાયુ કુમારોના સંધ્યાના રંગ જેવા વસ્ત્રો જાણવા. • વિવેચન-૨૦૫ (ચાલુ)થી ૨૧૬ :
તિસુનિ - ઉપપાત, સમુદ્દાત અને સ્વસ્થાન. જે ગાથાઓ છે તે સુગમ છે. બે ગાથા ભવનસંખ્યા જણાવે છે, બે ગાથા દક્ષિણ-ઉત્તરની ભવનસંખ્યા જણાવે છે.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ જેમકે દક્ષિણમાં અસુકુમારના ભવનો ૩૪-લાખ છે, ઈત્યાદિ ક્રમથી દશે ભવનવાસીના જાણવા. એ રીતે ઉત્તરમાં પણ કહેવું. જેમકે અસુકુમારના ૩૦-લાખ ઈત્યાદિ ક્રમે જાણવું.
૧૦૪
હવે સામાનિક અને આત્મરક્ષક દેવોની સંખ્યા જણાવતી ગાથા કહે છે. જેમકે
અસુરકુમારેન્દ્રમાં દક્ષિણના ૬૪,૦૦૦ અને ઉત્તના ૬૦,૦૦૦ સામાનિકો છે. એ પ્રમાણે અનુક્રમે સંખ્યા જાણવી. આત્મરક્ષક દેવો પ્રત્યેકના ચાર-ચારગણાં કહેવા. પછીની ગાથામાં દક્ષિણ અને ઉત્તરના અસુકુમારાદિ ઈન્દ્રોના નામો અનુક્રમે
કહેલ છે. જેમકે-ચમર આદિ દક્ષિણના અને બલિ આદિ ઉત્તરના ઈન્દ્રો જાણવા.
પછી વર્ણની સંગ્રહાર્થ ગાથા બતાવે છે - જેમકે - અસુકુમારનો વર્ણ કાળો છે ઈત્યાદિ ગાચાર્ય મુજબ જાણવું. તેમાં કાળો-કૃષ્ણ વર્ણ, પાંડુર-શ્વેતવર્ણ, કપટ્ટકરેખાગૌર ઉત્તપ્ત વર્ણ-કંઈક લાલ વર્ણ, પ્રિયંગુ-શ્યામ વર્ણ.
હવે વસ્ત્રગત વર્ણની પ્રતિપાદના કરતી બે ગાથા કહી છે. જેમકે અસુકુમારના લાલ વર્ણ છે. ઈત્યાદિ. તેમાં શિલિંઘપુષ્પપ્રભા-નીલવર્ણ. બાહુલ્યથી શ્વેત વસ્ત્રધર, • સૂત્ર-૨૧૭ :
ભગવન્ ! વ્યંતરોમાં પતિ-અપર્યાપ્તતા દેવોના સ્થાનો કયાં કહેલા છે ? ભગવન્ ! વ્યંતર દેવો ક્યાં વસે છે ? ગૌતમ ! આ રત્નપભા પૃથ્વીના ૧૦૦૦ યોજન પ્રમાણ જાડા રત્નમય કાંડના ઉપર-નીચેના ૧૦૦ યોજન છોડીને વચ્ચેના ૮૦૦ યોજનમાં અહીં વ્યંતર દેવોના તીંછાં ભૂમિ સંબંધી અસંખ્યાતા લાખો નગરો છે એમ કહેલ છે. તે ભૌમેય નગરો બહારથી ગોળ, અંદરના ભાગે ચોરસ, નીચે પુષ્કર કર્ણિકાના આકારે છે. ચોતરફ વિપુલ-ગંભીર ખાત-પરિખાથી ઘેરાયેલ છે, પ્રાકાર-અટ્ટાલક-કમાડ-તોરણ-પ્રતિદેશ દ્વાર ભાગે છે [ઇત્યાદિ સૂત્રકૃત્ વર્ણન ભવનવાસીના ઔધિક સૂત્ર મુજબ છે માટે ફરી અનુવાદ કરેલ નથી. યાવત્ તે પાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
અહીં પતિ-પતિા વ્યંતર દેવોના સ્થાનો કા છે. ઉપપાતાદિ ત્રણે લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં જંતર દેવો વસે છે. તે આ પ્રમાણે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ભુજગપતિ-મહાકાય અને નિપુણ ગંધર્વોના ગીતની પ્રીતિવાળા ગંધર્વગણો. (તથા) અણપત્રિક, પણપત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, કૅદિત, મહામંદિત, કુદંડ અને પતંગદેવો છે.
તે બધાં સંચળ, અતિ ચપળ ચિત્તવાળા, ક્રીડા અને હાસ્યપ્રિય, ગંભીરહાસ્ય-ગીત-નૃત્યમાં પ્રીતિવાળા, વનમાલા મય શેખર, મુગટ, કુંડલ તથા સ્વચ્છંદપણે વિકુર્વેલા આભરણ વડે સુંદર શોભાને ધારણ કરનારા, સર્વત્રઋતુક સુગંધી પુષ્પો વડે સારી રીતે રચેલી લાંબી લટકતી શોભતી પ્રિય વિકસિત અને અનેક પ્રકારની વિચિત્ર વનમાળા વક્ષસ્થળમાં પહેરેલ એવા, કામકામા, કામરૂપ દેહધારી, વિકુર્વેલા અનેક રૂપવાળા દેહધારી, અનેક વર્ણ-રૂપ-રંગવાળા, પ્રધાન,