________________
૧/-/-/૧૬૬
૬૫
એ રીતે ચારે દ્વીપો હિમવંત પર્વતની ચારે વિદિશામાં તુલ્ય પ્રમાણવાળા છે. - ૪ - ૪ - એકોરુક આદિ ચારે દ્વીપની આગળ અનુક્રમે ઈશાનાદિ વિદિશામાં ૪૦૦૪૦૦ યોજન ઓળંગીને જઈએ ત્યારે ૪૦૦ યોજન લાંબા-પહોળા તથા કંઈક ન્યૂન ૧૨૬૫ યોજન પરિધિવાળા ઈત્યાદિ - ૪ - ૪ - હચકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શકુલીકર્ણ નામે ચાર દ્વીપો છે. તે આ પ્રમાણે – એકોરુની પછી હયકર્ણ, આભાસિક પછી ગજકર્ણ, વૈષાણિક પછી ગોકર્ણ, નાંગોલિક પછી શકુલીકર્ણ છે.
હયકર્ણાદિ ચારે દ્વીપથી આગળ ઈશાનાદિ વિદિશામાં પ્રત્યેક દ્વીપથી ૫૦૦૫૦૦ યોજન જતાં ૫૦૦ યોજન લાંબા-પહોળા, ૧૫૮૧ યોજન પરિધિવાળા ઈત્યાદિ
- ૪ - આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ અને ગોમુખ નામે ચાર દ્વીપો છે. તે આ રીતે – હયકર્ણ પછી આદર્શમુખ, ગજકર્ણ પછી મેંઢમુખ, ગોકર્ણની પછી અયોમુખ અને શકુલીકણું પછી ગોમુખ છે.
આદર્શ મુખાદિ ચારે દ્વીપોથી આગળ અનુક્રમે ઈશાન આદિ પ્રત્યેક વિદિશામાં, પ્રત્યેક દ્વીપથી ૬૦૦-૬૦૦ યોજન જતાં ૬૦૦ યોજન લાંબા-પહોળા, ૧૮૯૭ યોજન પરિધિવાળા ઈત્યાદિ - ૪ - અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, વ્યાઘ્રમુખ ચાર દ્વીપો છે. અશ્વમુખાદિ ચારે દ્વીપથી આગળ ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી
૭૦૦ યોજન જતાં ૩૦૦ યોજન લાંબા-પહોળા ૨૨૧૩ યોજન પરિધિવાળા ઈત્યાદિ - x - અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણ અને કર્ણપાવરણ નામે ચાર દ્વીપો છે.
અશ્વકર્ણાદિ ચારે દ્વીપો પછી ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી ૮૦૦-૮૦૦ યોજન અતિક્રમ્યા પછી ૮૦૦ યોજન લાંબા-પહોળા ૨૫૧૯ યોજન
પરિધિવાળા ઈત્યાદિ - x - ઉલ્કામુખ, મેઘમુખ, વિધુર્મુખ, વિધુદ્દા નામે ચાર દ્વીપ છે.
ઉલ્કામુખાદિ ચારે દ્વીપોથી આગળ ઈશાનાદિ પ્રત્યેક વિદિશામાં પ્રત્યેક દ્વીપથી ૯૦૦-૯૦૦ યોજન જતાં ૯૦૦ યોજન લાંબા અને પહોળા, ૨૮૪૫ યોજન પરિધિવાળા ઈત્યાદિ - ૪ - ધનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત નામે ચાર દ્વીપો છે.
એ રીતે આ દ્વીપો હિમવંત પર્વત ઉપર ચારે વિદિશામાં રહેલા છે અને બધાં મળીને ૨૮-અંતર્દીપો થાય છે.
એ પ્રમાણે હિમવંત પર્વતના સમાનવર્ણ અને પ્રમાણવાળા, પદ્મદ્રહ સમાન લાંબા-પહોળા-ઉંડા પુંડરીક દ્રથી સુશોભિત શિખરી પર્વતને વિશે લવણસમુદ્રમાં ઉપરોક્ત અંતરવાળા ચારે વિદિશામાં રહેલ એકોરુકાદિ દ્વીપોના સમાન નામવાળા આદિ ૨૮-અંતર્લીપો છે. તેથી કુલ ૫૬-દ્વીપો થયા. તેમાં રહેલા મનુષ્યો ઉપચારથી એ જ નામવાળા કહેવાય છે. - ૪ - ૪ - તે મનુષ્યો કેવા છે ? તે કહે છે –
તે મનુષ્યો વજ્રઋષભનારાય સંઘયણી, કંકપક્ષી જેવા પરિણામી, અનુકૂળ વાયુના વેગવાળા, સમચતુરાસંસ્થાનવાળા હોય છે. સુપ્રતિષ્ઠિત અને કૂર્મના જેવા સુંદર ચરવાવાળા, સુકુમાર, થોડા-રોમવાળી-કુરુવિંદ સરખી ગોળ, બે જાંઘવાળા,
20/5
૬૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
ગુપ્ત અને સુબદ્ધ સંધિવાળા ઢીંચણયુક્ત, હાથીની સૂંઢ જેવા ગોળ સાથળવાળા, સિંહ જેવી કેડવાળા, દક્ષિણાવર્ત નાભિમંડળ યુક્ત, શ્રીવત્સના ચિહ્નવાળી છાતી યુક્ત, નગર દરવાજાની ભોગળ જેવા લાંબા હાયવાળા, રાતા કમળ જેવા હાયપગના તલવાળા, શરદના ચંદ્ર જેવા મુખવાળા, છત્રાકાર મતવાળા, સુવાળા કેશયુક્ત તથા કમંડલ, કળશ, ધૂપાદિ બત્રીશ લક્ષણવાળા છે.
સ્ત્રીઓ પણ ઉત્તમ સર્વાંગ સુંદર, સર્વ પ્રકારના સ્ત્રીઓના ગુણોથી યુક્ત હોય છે. પરસ્પર મળેલી આંગળીવાળા પદ્મની પાંખડી જેવા કોમળ તેમજ કૂર્મના જેવા મનોહર ચરણયુક્ત, પ્રશસ્ત લક્ષણવાળી અને રોમરહિત જંઘાવાળી, ગુપ્ત-પુષ્ટ ઢીંચણ વાળી, કેળના સ્તંભ જેવા સંહત, સુકુમાર, પુષ્ટ સાથળવાળી, મુખની લંબાઈથી ત્રણગુણા, પુષ્ટ, વિશાળ જઘનવાળી, સ્નિગ્ધ કાંતિવાળી, નરમ રોમરાજીવાળી, દક્ષિણાવર્ત નાભિવાળી, જેના સ્તનો સુવર્ણના કળશ જેવા સંહત, અતિ ઉંચા, ગોળ આકૃતિવાળા અને પુષ્ટ છે તેવી, સુકુમાર બાહુવાળી, શંખ-ચક્રાદિ યુક્ત હસ્તતલ, પાદતલવાળી, પુષ્ટ અને શંખના જેવી ડોકવાળી, દાડમના ફૂલ જેવા અધરોષ્ઠવાળી, ક્ત કમળ જેવા તાલુ અને જીભ વાળી, કુમુદની પાંખડી જેવા લોચનવાળી, ચડાવેલા ધનુષ જેવી ભ્રકુટીવાળી, પ્રમાણયુક્ત લલાટવાળી, સ્નિગ્ધ-સુંવાળા કેશવાળી, પુરુષથી કંઈક ન્યૂન ઉંચાઈવાળી, સ્વભાવથી જ ઉદાર શૃંગાર અને સુંદર વેશવાળી છે. વિલાસમાં અત્યંત નિપુણ છે.
પુરુષો-સ્ત્રીઓ સ્વભાવથી જ સુગંધી વદનવાળા, અલ્પકષાયી, સંતોષી, ઔસુયરહિત, સરળ, મમત્વના આગ્રહ રહિત, સર્વથા વૈરાનુબંધ રહિત, હાથી
ઘોડાદિ હોવા છતાં ઉપભોગની ઈચ્છારહિત, પગે ચાલનારા, રોગ-ઉપદ્રવ રહિત હોય છે. પરસ્પર સ્વ સ્વામીભાવથી રહિત હોવાથી અહમિન્દ્ર વત્ છે. તેમને ૬૪-પાંસળી, એકાંતર આહાર ગ્રહણ કરનાર, તે આહાર પણ પૃથ્વીની માટી, કલ્પવૃક્ષના પુષ્પ અને ફળો હોય છે. ક્ષેત્રમાં શાલિ-ઘઉં આદિ છે, પણ મનુષ્યોના ઉપયોગમાં નથી. ત્યાંની પૃથ્વી સાકર કરતાં અનંતગુણ મધુર, કલ્પવૃક્ષના ફળોનો સ્વાદ છે તે ચક્રવર્તીના ભોજનથી પણ અધિક ગુણવાળો છે - ૪ - ૪ - તેથી પૃથ્વી અને કલ્પવૃક્ષના ફળપુષ્પોનો આહાર કરે છે.
આવો આહાર કરી પ્રાસાદાદિ આકૃતિવાળા ઘરના આકાર જેવા કલ્પવૃક્ષોમાં સુખપૂર્વક રહે છે. ત્યાં શરીરને ઉપદ્રવ કરનારા ડાંસ, મચ્છર, જૂ, માંકણ આદિ નથી. સર્પાદિ છે પણ મનુષ્યોને બાધા કરતાં નથી. પરસ્પર હિંસ્ય-હિંસક ભાવમાં વર્તતા નથી. રૌદ્ર પરિણામથી રહિત છે કેમકે તેવો ક્ષેત્રનો પ્રભાવ છે.
આ મનુષ્ય યુગલો છેવટે એક યુગલને જન્મ આપે છે. ૭૯ દિવસ સુધી યુગલનું પાલન કરે છે, ઉંચાઈ ૮૦૦ ધનુપ્ છે. સદા પ્રસન્ન, પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુવાળા છે. - x - ૪ - મરીને સ્વર્ગે જાય છે. મરણ માત્ર બગાસા, ખાંસી કે છીંકથી થાય છે, શરીર પીડા રહિત હોય છે.