________________
૧/-I-/૧૫૪
હવે નૈરયિકનું કથન કરે છે – • સૂત્ર-૧૫૫ -
નૈરયિકો કેટલા ભેદ છે ? સાત ભેદે કહ્યું છે. તે આ - રતનપભાપૃથ્વી નૈરયિક, શકરપ્રભા, વાલુકાપભા, પંકપભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, તમતમતભા પૃથ્વી નૈરયિક તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - યતિક, અપયતિક. તે આ નૈરયિક કહા.
• વિવેચન-૧૫૫ -
ગૈરયિકો પૃથ્વીના ભેદથી સાત પ્રકારે છે. અન્યથા તેના ઘણાં ભેદો થઈ શકે. તેથી પૃથ્વી ભેદવથી સસ્તવિધત્વ કહ્યું. રત્ન - વજ, વૈડૂર્યાદિ. પ્રHT - શબ્દ અહીં બધે સ્વભાવવાચી છે. રત્નો જેનું સ્વરૂપ છે, તે રત્નપ્રભા - રત્નમયી. તેવી જે પૃથ્વી, તેના નૈરયિકો તે રતાપભાપૃથ્વી નૈરયિકો. એ રીતે શર્કર પ્રભાદિ કહેવા.
હવે ઉદ્દેશક ક્રમ પ્રામાયથી તિર્યચપંચેન્દ્રિય કથન• સૂઝ-૧૫૬ -
પંચેન્દ્રિય તિચિયોનિકો કેટલા ભેટે છે ? ત્રણ ભેદ કહ્યા છે - જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક, થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ખેચર પંચેન્દ્રિય તિયોનિક.
• વિવેચન-૧૫૬ :
પંચેન્દ્રિય તિર્યંચયોનિકો ત્રણ ભેદે કહેલા છે. જલચર-જળમાં ફરે છે. સ્થલચરસ્થળમાં ફરે છે. ખેચર-આકાશમાં ફરે છે. એવા પંચેન્દ્રિય તિર્યાયોનિકો.
• સૂઝ-૧૫૩ થી ૧૬૦ :
[૧૫] જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહા છે – મત્સ્ય, કચ્છપ, ગાહા, મગર, શિશુમાર,
મસ્યો કેટલા ભેદે છે? અનેકવિધ કહ્યા છે – ઋણ મચ્યો, ખવલ્લ મસ્યો, જંગ મચ્યો, વિઝડિય મત્સ્યો, હલિ મન્સ, મરી મસ્ય, રોહિત મસ્ય, હલીસાગર, ગાગર, વડ, વડર, ગબભય, ઉસગર, તિમિતિર્મિંગલ, નક, તદુલ મત્સ્ય, કર્ણિકા મત્ય, સાતિ, સથિય મત્સ્ય, લંભનમસ્ય, પતાકા, પતાકાતિપતાકા, આવા પ્રકારના બીજા પણ જો કોઈ હોય તે. મત્સ્ય કહn.
[૧૫૮] કચ્છમો કેટલા ભેદે છે? બે ભેદે કહ્યા છે – અસ્થિ છુપ, માંસ કચ્છ૫. તે ચ્છપ કહ્યા.
[૧૫] ગાહા કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહ્યા છે – દિલી, વેસ્ટક, મૂર્ધજ પુલક, સીમાકર. તે ગાહા કહ્યા.
[૧૬] મગર કેટલા ભેદે છે ? બે ભેદે – સોંs મગર, મ મગર મગર કા. - - - શિશુમાર કેટલા ભેદે છે? એક પ્રકારે છે. તે શિશુમાર કા. તે સિવાય તે પ્રકારના અન્ય પણ કહેવા. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે – સંમર્હિમ,
૫૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ગભવ્યકાંતિક. તેમાં જે સંમૂર્ણિમ છે, તે બધાં નપુંસક છે. તેમાં જે ગર્ભભુતકાંતિક છે, તે ત્રણ ભેદ છે - સ્ત્રી, પુરણ, નપુંસક. એ પ્રમાણે પર્યાપ્તિા, અપયક્તિા જલચર તિર્યંચયોનિકોના સાડા બાર કરોડ જાતિ કુલ યોનિ પ્રમુખો હોય છે તેમ કહેલ છે. જલચર પચન્દ્રિય તિચિયૌનિક કહા.
વિવેચન-૧૫ થી ૧૬૦ :
જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પાંચ ભેદે છે - આ પંચવિધત્વ બતાવે છે • મત્સ્ય આદિ પાંચ. મસ્યાદિના પરસ્પર ભેદ લોકથી જાણી લેવા. પણ કયછપના ભેદોમાં અસ્થિ કચ્છપ અને માંસ કચ્છપ એ બે ભેદ છે. તેમાં ઘણાં અસ્થિવાળા કાચબા તે અસ્થિ કચ્છપ અને ઘણા માંસવાળા કાચબા તે માંસ કચ્છપ.
તે જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંક્ષેપથી બે ભેદે કહ્યા છે - સંમૂર્હિમ, ગર્ભવ્યુત્ક્રાંતિક. - x• ગર્ભ, ઉપપાત જન્મ સિવાય એમ જ પ્રાણીઓની ઉત્પત્તિ થવી, તે વડે ઉત્પન્ન થયેલ તે સંમૂર્ણિમ કહેવાય છે. ગર્ભવ્યુત્ક્રાંતિક - ગર્ભમાં જેની ઉત્પત્તિ છે તે. અથવા ગર્ભવાસથી નિરક્રમણ અર્થાત્ ગર્ભજ. તે ત્રણ પ્રકારે છે – પ્રી, પુરુષ, નપુંસક.
ગર્ભજ અને સંમુર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચોના જે શરીર-અવગાહનાદિ દ્વારની વિચારણા અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્ય, સ્ત્રી, પુરુષ, નપુંસકોના અબદુત્વને
જીવાભિગમ ટીકાથી જાણવું. એ પ્રમાણે ચાવતું સાડાબાર લાખ કોડ જાતિ કુળો છે, તેમ ભગવત્ તીર્થકરોએ કહેલ છે. હવે સ્થળચર પંચે તિર્યંચ કથન
• સૂત્ર-૧૬૧ -
સ્થલચર પંચેન્દ્રિય તિચિ યોનિકના કેટલા ભેદ છે? બે ભેદે છે – ચતપદ સ્થલચર પંચેન્દ્રિય. તિર્યંચ યોનિક અને પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિક.
ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના કેટલા ભેદ છે ? ચાર ભેદ છે – એક ખુરા, બે ખુરા, ગંડીપદ, સનખપદ. એક ખુરા કેટલા ભેદે છે ? અનેક ભેદે – અશ, અશ્વતર [ખચ્ચર) ઘોડા, ગધેડા, ગોરક્ષર, કંદલણ, શ્રીકંદલગ, આવર્તક, તે સિવાયના જે આવા પ્રકારના છે છે. તે એક ખુરા કહા.
તે બે ખુરાવળના કેટલા ભેદ છે ? અનેક ભેદો છે – ઊંટ, ગાય, ગવય, રોઝ, પસવ, મહિષ, મૃગ, સંવર, વરાહ, બકરા, ઘેટા, રુ, શરમ, ચમર, કુરંગ, ગોકસદિ, તે સિવાયના બીજ તેના જેવા પ્રકારના હોય છે. એમ બેખુરાવાળા કહn.
ચંડીપદો કેટલો ભેદે કહા? અનેક ભેદે છે - હસ્તી, હસ્તપૂયણગ, મકુણ હસ્તી, બગી, ગંડ, કેવા પ્રકારના બીજા પણ હોય છે. એમ ગડીપદ કહ્યા.
સનપદ • નખસહિત પગવાળા કેટલા ભેદે છે ? અનેક ભેદે છે - સિંહ, વાઘ, દ્વીપી, રીંછ, તરક્ષ, પરાસર, મૃગાલ, બિડાલ, શનક, કલશનક, કોકંતિકા શશક, ચિત્રક, ચિલ્લલમ, તે સિવાયના બીજા તેવા પ્રકારના જે હોય તે.