________________
૨૯૪-|-|૫૭૨
પૃથ્વી મતિ-શ્રુત જ્ઞાન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ સાકારોપયોગી છે. જે હેતુથી પૃથ્વી અચસુદર્સન ઉપયોગવાળા છે, તે હેતુથી તેઓ અનાકારોપયોગી છે, માટે ગૌતમ ! એમ કહ્યું. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી જાણવું.
૧૩૧
ભગવન્ ! બેઈન્દ્રિયની પૃચ્છા - બે ઉપયોગ છે, સાકારોપયોગ, અનાકારોપયોગ. ભગવન્ ! બેઈન્દ્રિયોનો સાકારોપયોગ કેટલા ભેટે છે? ચાર ભેદે - મતિ-શ્રુતજ્ઞાન, મતિ-શ્રુત અજ્ઞાન. તેમનો નાકારોપયોગ કેટલા ભેટે છે ? એક અચક્ષુદર્શન નાકારોપયોગ, તેઈન્દ્રિયો એમ જ છે. ચરિન્દ્રિયો પણ એમ જ છે, પરંતુ અનાકારોપયોગ બે ભેટે છે – ચક્ષુ અને અચતુદર્શનાવરણ
અનાકારોપયોગ.
પંચેન્દ્રિય તિર્યંચ, નૈરયિકવત્ જાણવા. મનુષ્યોને ઔધિક ઉપયોગવત્ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિક, નૈરયિકવત્.
ભગવન્ ! જીવો સાકારોપયોગી કે અનાકારોપયોગી ? બંને છે. કઈ રીતે ? જેથી જીવો પાંચ જ્ઞાન - ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. જેથી જીવો ચાર દર્શનથી ઉપયોગી છે, તેથી અનાકારોપયોગી છે. તેથી કહ્યું બંને ઉપયોગી છે.
=
નૈયિકો, સાકારોપયોગી કે અનાકારોપયોગી? બંને છે. એમ કેમ કહ્યું ? જેથી નૈરયિકો આભિનિબૌધિકાદિ ત્રણ જ્ઞાન, મત્યાદિ ત્રણ અજ્ઞાનથી ઉપયુક્ત છે, તેથી સાકારોપયોગી છે. ચક્ષુ આદિ ત્રણ દર્શન ઉપયુક્ત છે, તેથી અનાકારોપયોગી છે. માટે તેમ કહ્યું. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું.
પૃથ્વીકાયિકોની પૃચ્છા પૂર્વવત્ બંને ઉપયોગ કહેવા. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી કહેવું. બેઈન્દ્રિયોની અર્થ સહિત તેમજ પૃચ્છા કરવી . બેઈન્દ્રિય એકવચનવત્ કહેવું. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી કહેવું. વિશેષમાં ચક્ષુદર્શન અધિક કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ નૈરયિકોવત્ જાણવા, મનુષ્યો જીવની માફક અને વ્યંતર, જ્યોતિક, વૈમાનિકો નૈરયિકોની માફક જાણવા.
• વિવેચન-૫૭૨ :
ભદંત-પરમકલ્યાણયુક્ત. ઉપભોજન તે ઉપયોગ, જે વડે જીવ વસ્તુનું જ્ઞાન કરવામાં પ્રવૃત્ત થાય તે ઉપયોગ, જીવનો બોધરૂપ તાત્વિક વ્યાપાર. તે કેટલા ભેદે
છે ? આાર - પ્રતિનિયત અર્થને ગ્રહણ કરવાનો પરિણામ. - ૪ - આકાર સહિત તે સાર, એવો ઉપયોગ, તે સાકારોપયોગ. અર્થાત્ સચેતન કે અચેતન વસ્તુમાં ઉપયોગ કરતો આત્મા જ્યારે પર્યાય સહિત વસ્તુ જાણે, ત્યારે તે ઉપયોગ સાકાર કહેવાય. તે ઉપયોગ કાળથી છાસ્થને અંતર્મુહૂર્ત અને કેવળીને એક સમયનો હોય છે. ઉક્ત સ્વરૂપનો આકાર જેમાં નથી તે અનાકારોપયોગ. - ૪ - તે છદ્મસ્થને અંતર્મુહૂર્તનો છે. પણ અનાકારોપયોગના કાળથી સાકારોપયોગ કાળ સંખ્યાતગણો જાણવો. કેમકે તે પર્યાયનો બોધ કરતો હોવાથી તેમાં ઘણો કાળ લાગે છે. પણ
E:\Maharaj Saheib\Adhayan-40\Book-40B (PROOF-1) (66)
૧૩૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
કેવળીને અનાકારોપયોગ એક સમયનો છે. ૬ - સ્વગત ભસૂચક.
-
સકારોપયોગના ભેદો કહે છે – ત્રિ - અભિમુખ, નિ - પ્રતિનિયત સ્વરૂપવાળો, નિશ્ચિત બોધ તે આભિનિબોધિક. જેનાથી કે જેને વિશે બોધ થાય તે આભિનિબોધ - તેના આવરણ કર્મનો ક્ષયોપશમ. એવું જ્ઞાન તે આભિનિબોધિક જ્ઞાન. તે ઈન્દ્રિય અને મનને નિમિત્તે થયેલ યોગ્ય દેશમાં રહેલ વસ્તુનો સ્પષ્ટ બોધ. એવા પ્રકારનો સાકારોપયોગ તે આભિનિબોધિક સાકારોપયોગ.
શ્રુત-વાચ્ય વાચક ભાવથી શબ્દ સાથે સંબંધિત અર્થનું ગ્રહણ કરવામાં કારણભૂત બોધ વિશેષ. - ૪ - શબ્દ અને અર્થનું પર્યાલોચન કરનાર ઈન્દ્રિય અને મનોનિમિત્ત બોધ વિશેષ તે શ્રુતજ્ઞાન. 'વ' શબ્દનો અર્થ ‘નીચે' થાય છે. જેના વડે નીચે વિસ્તારવાળી વસ્તુનો બોધ થાય તે અધ અથવા મર્યાદા, રૂપી જ દ્રવ્યો જાણવા પણે પ્રવૃત્તિ રૂપ મર્યાદા સહિત જે જ્ઞાન તે અવધિજ્ઞાન. પર - સર્વથા અવ
- ગમન કરવું. મન વિશે કે મન સંબંધી સર્વથા જાણવું તે મનઃપર્યવજ્ઞાન છે. આ જ્ઞાનનો વિષય અઢીદ્વીપ અને સમુદ્રોમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત દ્રવ્યો છે. વન - એક, કેમકે મત્યાદિ જ્ઞાન નિરપેક્ષ છે. કેમકે છાાસ્થિક જ્ઞાન નષ્ટ થાય છે, ત્યારે કેવળજ્ઞાન ઉપજે છે. અથવા વન - શુદ્ધ. કેમકે તેના આવરણરૂપ કર્મ મેલ દૂર થયા છે. અથવા કેવળ-સંપૂર્ણ. અથવા કેવળ-અસાધારણ, કેમકે તેના જ્ઞાનનો વિષય અનંત છે. એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન તથા મતિ, શ્રુત, અવધિ જ્યારે મિથ્યાત્વથી મલિન થાય ત્યારે અનુક્રમે મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગ જ્ઞાન રૂપે તેમનો વ્યવહાર કરાય છે, બધે સાકારોપયોગ સાથે જોડવું.
-
અનાકાર ઉપયોગના ભેદો • (૧) ચક્ષુઈન્દ્રિય વડે દર્શનરૂપ સામાન્યનું ગ્રહણ તે ચક્ષુદર્શન. (૨) અચક્ષુ-ચક્ષુ સિવાયની બીજી ઈન્દ્રિયો અને મન વડે સ્વસ્વ વિષયનું સામાન્ય જ્ઞાન તે અચક્ષુદર્શન. અવધિ-મર્યાદિત, માત્ર રૂપી દ્રવ્ય વિષયક દર્શન તે અવધિ દર્શન. કેવળ-સંપૂર્ણ જગતમાં રહેલી સર્વ વસ્તુનું સામાન્ય જ્ઞાન રૂપ દર્શન તે કેવળ દર્શન. આ બધાં સાથે ‘અનાકારોપયોગ' જોડવું. (પ્રશ્ન) મનઃપર્યવજ્ઞાનનું દર્શન કેમ નહીં? મનના પર્યાય સંબંધે જે જ્ઞાન થાય તે મનના પર્યાયને જ વિશેષરૂપે ગ્રહણ કરતું ઉત્પન્ન થાય છે. પર્યાય-વિશેષ, વિશેષ વિષયક જ્ઞાન જ કહેવાય પણ દર્શન કહેવાતું નથી, માટે મનઃપર્યવ દર્શનનો અભાવ છે.
એ પ્રમાણે જીવોને કહેવું. સામાન્ય ઉપયોગવત્ જીવોનો ઉપયોગ પણ બે પ્રકારનો જાણવો. તેમાં પણ સાકારઉપયોગ આઠ પ્રકારે અને અનાકાર ઉપયોગ ચાર
પ્રકારે છે. અર્થાત્ જેમ પૂર્વે જીવપદ રહિત ઉપયોગ સૂત્ર સામાન્યથી કહ્યું, તેમ જીવપદસહિત કહેવું. જેમકે જીવોનો ઉપયોગ કેટલા પ્રકારે છે, ઈત્યાદિ - ૪ - x +
ચોવીશ દંડકના ક્રમે વૈરયિકાદિનો ઉપયોગ કહે છે – નૈરયિકોનો ઉપયોગ કેટલા પ્રકારે ? નૈરયિક બે પ્રકારે – સમ્યગ્દષ્ટિ, મિથ્યાદૃષ્ટિ. અવધિજ્ઞાન પણ ભવ નિમિતક અવશ્ય થાય - ૪ - સમ્યગ્દષ્ટિને મત્યાદિ જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિને તે ત્રણ