________________
૨૮/૨/૮ થી ૨૩/૫૬૬ થી ૫૭૧
વિગ્રહગતિ ન પામે ત્યાં સુધી બધા આહાસ્કો હોય એ ભંગ હોય છે. એક વિગ્રહગતિને પ્રાપ્ત હોય ત્યારે બીજો ભંગ બધા આહારક, એક અનાહારક ઈત્યાદિ જાણવું - x - જીવપદ વિશે એ અપેક્ષાએ ત્રણ ભંગો જાણવા. નારક, દેવ અને મનુષ્યમાં પ્રત્યેકને છ ભંગો હોય, તે પૂર્વે કહેલા છે.
-
હવે ભવ્યપદથી આરંભી પ્રાયઃ બંને વચનથી જુદા સૂત્રો કહ્યા નથી. તેથી તે સંબંધે સાદસ્યને જણાવતું સૂત્ર કહે છે એ જીવાદિ દંડકો કહેવા. શું બધે સામાન્યપમે કહેવા ? નહીં. જેને જે હોય તેને તે કહેવું. ક્યાં સુધી કહેવું? ચરમ દંડકના કથન સુધી કહેવું. - ૪ - ચાવત્ ભાષામનોપર્યાપ્તિ વડે અપર્યાપ્તા નાક, દેવ, મનુષ્ય વિશે કહેવું. અહીં પ્રસ્તુત અર્થ વિચારવા પૂર્વાચાર્યોક્ત આ ગાથાઓ છે–
આ ૧૧-ગાથાનો અર્થ આ પ્રમાણે છે
–
22/9
૧૨૯
જીવાદિ દંડકના ક્રમે બધે બંને વચનથી
સિદ્ધ અને એકેન્દ્રિય સહિત જ્યાં જીવો છે, ત્યાં બીજો ભાંગો નથી, તેઓ
સિવાયના જીવોમાં ત્રણ ભંગો છે. અસંજ્ઞી, દેવ, નાક, મનુષ્યોમાં છ ભંગો છે. પૃથ્વીઅદ્-વનસ્પતિમાં તેજોલેશ્યાથી છ ભંગો છે. સર્વે દેવોમાં ક્રોધ-માન-માયાના છ ભંગો. નાકોના માન-માયા-લોભમાં છ ભંગો. મતિ-શ્રુત-સમ્યકત્વના છ ભંગો અવશ્ય વિકલેન્દ્રિયને વિશે થાય છે. ઉપરની ચાર અપર્યાપ્તિમાં નાક, દેવ, મનુષ્યોને છ ભંગો. સંજ્ઞી, શુદ્ધલેશ્યા, સંયત, નીચલા ત્રણ જ્ઞાન, સ્ત્રી-પુરુષવેદમાં છ ભંગો. અવેદીને ત્રણ ભંગો. મિશ્રદૃષ્ટિ, મન-વચનયોગી, ચોથું જ્ઞાન, દેશવિરતિ, વૈક્રિયલબ્ધિધર, આહાસ્ક શરીરમાં અવશ્ય આહારક હોય. અવધિ અને વિભંગ જ્ઞાનમાં અવશ્ય આહારક જાણવા, પંચે તિર્યંચો-મનુષ્યો વિભંગજ્ઞાનમાં હોય. ઔદારિક શરીરમાં પાંચે પપ્તિમાં જીવ અને મનુષ્યો વિશે ત્રણ ભંગો હોય. બાકીના બધાં આહારક હોય. નોભવ્યનોઅભવ્ય, અલેશ્તી, અયોગી, અશરીરી તથા પહેલી અપર્યાપ્તિમાં વર્તતા જીવો અનાહારક હોય. સંજ્ઞા-અસંજ્ઞા રહિત, અવેદી, અકષાયી, કેવળીને ત્રણ ભંગો છે –
આ બધી ગાથા પૂર્વોક્ત અર્થને જણાવનારી હોવાથી તેનો ફરી વિચાર કરતાં નથી. એકવચનથી સિદ્ધો બધે અનાહાક છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૮નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
E:\Maharaj Sahejb\Adhayan-40\Book-40B (PROOF-1) (65)
૧૩૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પદ-૨૯-‘ઉપયોગ'' છે
-
— * — * - * —
૦ એ પ્રમાણે આહાર નામે ૨૮-મું પદ કહ્યું. હવે ૨૯માં ૫દનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે – પદ-૨૮માં ગતિ પરિણામ વિશેષ આહાર પરિણામ કહ્યા. અહીં જ્ઞાનપરિણામ વિશેષ ઉપયોગ–
• સૂત્ર-૫૭૨ :
ભગવન્ ! ઉપયોગ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સકાર ઉપયોગ, અનાકાર ઉપયોગ. સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? આઠ ભેદે – આભિનિબોધિક જ્ઞાન સાકારોપયોગ યાવત્ કેવળજ્ઞાન સાકારોપયોગ, મતિ અજ્ઞાન સા યાવત્ વિભંગજ્ઞાન સાકારોપયોગ
અનાકારોપયોગ કેટલા ભેદે છે ? ચાર ભેદે – ચતુદર્શન અનાકારોપયોગ, અચક્ષુ અવધિ કેવળ દર્શન અનાકારોપયોગ.
એ પ્રમાણે જીવોને કહેવું. નૈરયિકોને કેટલા ભેદે ઉપયોગ છે ? ગૌતમ ! બે ભેદે – સકાર અને અનાકાર, નૈરયિકોનો સાકાર ઉપયોગ કેટલા ભેદે છે ? છ ભેદે મતિ શ્રુત અવધિજ્ઞાન સાકાર ઉપયોગ તથા મતિ-શ્રુત અજ્ઞાન, વિભંગજ્ઞાન સાકારોપયોગ.
વૈરયિકોને અનાકારોપયોગ કેટલા પ્રકારે છે ? ત્રણ ભેદે – સસુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અનાકારોપયોગ. એમ સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકોની પૃચ્છા-બે ભેદે છે. ચતુદર્શન અને અચક્ષુદર્શન અનાકારોપયોગ. પંચેન્દ્રિય તિર્યંચો નૈરયિવત્ કહેવા. સામાન્ય ઉપયોગવત્ મનુષ્યોને કહેવા.
ભગવન્ ! અંતર, જ્યોતિક, વૈમાનિકોને કેટલા ભેદે ઉપયોગ છે ? નૈરયિકોવત્ છે.
ભગવન્ ! જીવો સાકારોપયોગી છે, કે નિરાકારોપયોગી છે? ગૌતમ ! બંને છે. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જે હેતુથી જીવો આભિનિબોધિક - શ્રુત - અવધિ મન:પર્યંત-કેવળજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિભંગજ્ઞાનના ઉપયોગવાળા છે, તે હેતુથી જીવો સાકારોપયોગી છે. જે હેતુથી જીવો ચક્ષુદર્શનાદિ ચારે દર્શનોપયોગી છે, તે હેતુથી જીવો અનાકારોપયોગી છે, માટે એમ કહ્યું.
ભગવન્ ! નૈરયિકો સાકારોપયોગી છે કે નિરાકારોપયોગી ? ગૌતમ ! તે બંને છે. ભગવન્ ! એમ કેમ કહો છો? ગૌતમ! જે હેતુથી નૈરયિકો આભિનિબોધિક-શ્રુત-અવધિજ્ઞાન અને મતિજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિભંગાનના ઉપયોગવાળા છે, તે હેતુથી સાકારોપયોગી હોય છે. જે હેતુથી નૈરયિકો ચતુ આદિ ત્રણે દર્શનવાળા છે, તે હેતુથી નૈરયિકો નાકારોપયોગી છે. માટે ગૌતમ ! એમ કહ્યું. • x + એ પ્રમાણે ાનિતકુમારો સુધી જાણવું.
પૃથ્વીકાયિકો વિશે પૃચ્છા ગૌતમ ! તેમજ કહેવું યાવત્ જે હેતુથી