________________
૨૩/૨/-/૫૪૦
ઉ૮
જેના ઉદયથી શરીરને વિશે અનુણ છતાં ઉણ પ્રકાશરૂપ આતપ કરે તે તપનામ. તેનો વિપાક સૂર્યમંડળમાં પૃથ્વીકાયિકોને જ હોય છે, અનિને હોતો નથી. કેમકે સિદ્ધાંતમાં તેનો નિષેધ છે. અગ્નિમાં ઉણપણું ઉણસ્પર્શનામ કર્મના ઉદયે અને ઉત્કટ ક્તવર્ણનામના ઉદયથી પ્રકાશકપણું છે.
જેના ઉદયથી પ્રાણીના શરીરે, દેવના ઉત્તર વૈક્રિય શરીર તથા ચંદ્ર-નક્ષત્રતારા વિમાનો, રત્ન, ઔષધિ માફક અનુષ્ણ પ્રકાશરૂપ ઉધોત કરે તે ઉધોતનામ.
વિહાયોગતિ- આકાશમાં ગમન કરવું તે. [પ્રશ્ન આકાશ સર્વ વ્યાપી હોવાથી આકાશથી બીજે ગતિ સંભવ નથી, તો શા માટે ‘વિહાય” વિશેષણ કહ્યું ? શંકા બરાબર છે. પરંતુ જે ગતિ મણ કહેવામાં આવે તો નામકર્મની પહેલી પ્રકૃતિ પણ ગતિનામ છે, તેનો નિષેધ કરવા ‘વિહાય” વિશેષણ કહ્યું. પણ નારકાદિ પર્યાયના પરિણામરૂ૫ ગતિ તે વિહાયોગતિ. તે બે ભેદે - પ્રશસ્ત, અપશd. હંસ, હાથી આદિને પ્રશસ્ત ગતિ છે. ગઘેડા, ઉંટ આદિની અપશસ્ત ગતિ છે. તે વિપાકથી વેધ વિહાયોગતિ નામ કર્મ કહ્યું.
1ણ - ગરમી આદિથી પીડિત થયેલ વિવક્ષિત કોઈ એક સ્થાનકે ઉદ્વેગ પામી, છાયાદિનો આશ્રય કQા બીજે સ્થાને જાય તે બસ-બેઈન્દ્રિયાદિ જીવો. તે પયયના પરિણામથી વેધ નામકર્મ તે બસનામ. જેના ઉદયે ઉકત કરતાં વિપરીત સ્થિતિ હોય તે સ્થાવરનામ. તે એકેન્દ્રિય (સ્થાવર)ને હોય છે.
જેના ઉદયથી જીવો નાદર થાય તે બાદર નામ. તે બાદપણું જીવનો પરિણામ વિશેષ છે. જેના ઉદયે પૃથ્વી આદિ એકૈક જીવનું શરીર ચક્ષુગ્રાહ્ય ન હોવા છતાં ઘણાં જીવોનો સમુદાય ચક્ષુથી ગ્રહણ થાય. તેનાથી વિપરીત તે સૂમનામ છે. તેના ઉદયે ઘણાં મળેલા જીવોનું શરીર પણ ચક્ષુગ્રાહ્ય થતું નથી. સૂક્ષ્મ • અતીન્દ્રિય.
પતિક નામ - જેના ઉદયે પોતાને યોગ્ય પર્યાપ્તિને પૂર્ણ કરવામાં સમર્થ થાય તે, પયક્તિ એટલે આહારાદિ પુદ્ગલોને ગ્રહણ કરવા અને તેનું પરિણમના કરવામાં હેતુ આત્માની શક્તિ વિશેષ. તેથી વિપરીત અપર્યાપ્ત નામ છે. જેના ઉદયે એકૈક જીવનું ભિન્ન ભિન્ન શરીર હોય તે પ્રત્યેક નામ. જેના ઉદયે અનંત જીવોનું એક શરીર હોય તે સાધારણનામ. જેના ઉદયથી શરીરના અવયવ - શિર, અસ્થિ અને દાંતની સ્થિરતા હોય તે સ્થિરનામિ તેથી વિપરીત તે અસ્થિરનામ. જેના ઉદયથી નાભિની ઉપરના મસ્તકાદિ અવયવો શુભ-પ્રશસ્ત હોય તે શુભનામ. જેના ઉદયથી નાભિની નીચેના પગ વગેરે અવયવો અશુભ હોય તે અશુભનામ. જેમકે મસ્તક વડે જેનો સ્પર્શ કરવામાં આવે તો ખુશ થાય, પણ વડે સ્પર્શ કરાય તો તે ગુસ્સે થાય.
[પ્રશ્નો સ્ત્રીના સ્પર્શથી સ્પર્શિત મનુષ્ય ખુશ થાય છે, તેનું શું ? [ઉત્તર) તેનું કારણ મોહનીય કર્મ છે.
જેના ઉદયથી ઉપકાર ન કરવા છતાં પણ સર્વના મનને પ્રિય થાય તે સુભગ નામ. તેથી વિપરીત દુર્ભાગનામ - જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પિય થાય.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ3 જો કે સુગમાં પણ કોઈકને અપ્રિય પણ લાગે. જેમ - અભવ્યોને તીર્થકર અપ્રિય લાગે છે.
જેના ઉદયથી જીવનો સ્વર સાંભળનારને પ્રીતિ થાય તે સુસ્વર નામ. તેથી વિપરીત તે દુ:સ્વરનામ. જેના ઉદયથી જે કરે અથવા બોલે તે સર્વલોક માન્ય કરે. જોવા માત્રથી લોક તેનો અભ્યત્યાનાદિ સત્કાર કરે તે આદેય નામ. તેથી વિપરીત અનાદેયનામ. જેના ઉદયથી યુક્તિયુક્ત બોલવા છતાં લોકમાન્ય વચન ન થાય ઈત્યાદિ - x • તપ, શૌર્ય, ત્યાગાદિથી ઉપાર્જિત યશ વડે સ્તુતિ થાય તે અશોકીર્તિ અથવા યશ એટલે સામાન્ય ખ્યાતિ. કીર્તિ-ગુણની સ્તુતિ-પ્રશંસા. અથવા સર્વ દિશા વ્યાપીર તે યશ, એક દિશા વ્યાપી તે કીર્તિ. તે જેના ઉદયથી થાય તે ચશોકીર્તિ નામ. જેના ઉદયથી મધ્યસ્થ મનુષ્યને પ્રશંસા કરવા યોગ્ય ન હોય તે અયશોકીતિનામ.
જેના ઉદયથી પ્રાણીઓને શરીરને વિશે પોતપોતાની જાતિ અનુસાર ચાંગો, પ્રત્યંગો પ્રતિનિયત સ્થાને હોય તે નિમણનામ, તેના ઉદયે-અભાવે મૃત્યવત્ અંગોપાંગાદિ નામ આદિ થાય છે.
- જેના ઉદયથી અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ૩૪ અતિશય પ્રગટ થાય છે, તે તીર્થકર નામ. એ પ્રમાણે ૪ર-ભેદો થયા. હવે ગત્યાદિના અવાંતર ભેદો બતાવવા સૂનકાર કહે છે – તે પાઠ સિદ્ધ છે.
જેના ઉદયથી ઉત્તમ જાતિ, કુલ, બલ, તપ, રૂપ, ઐશ્વર્ય, શ્રત, સકાર, અનુસ્થાન, આસન પ્રદાન આદિ સંભવે તે ઉચ્ચગોમ. જેના ઉદયે જ્ઞાનાદિયુક્ત છતાં પણ નિંદા પ્રાપ્ત કરે, હીન જાત્યાદિમાં ઉત્પન્ન થાય, તે નીચગોગ.
- * શેષ સુગમ છે.
હવે અંતરાયના ભેદો કહે છે - જેના ઉદય શક્તિ છતાં, ગુણવાનું પગનો યોગ છતાં, દાન મહાફળવાળું છે એમ જાણવા છતાં આપવાનો ઉત્સાહ ન થાય, તે દાનાંતરાય, જેના ઉદયે દાનગુણ પ્રસિદ્ધ દાતા પાસેથી આપવા લાયક વસ્તુ તેને ત્યાં વિધમાન છતાં ચાયના કુશળ અને ગુણવાનું છતાં યાચકન મેળવી શકે તે લાભાંતરાય. જેના ઉદયે ઉત્તમ આહાયદિ છતાં, પ્રત્યાખ્યાનના પરિણામ કે વૈરાગ્ય ન હોવા છતાં કેવળ કૃપણતાથી ભોગવી ન શકે તો ભોળાંતરાય, એમ ઉપભોગાંતરાય કર્મ પણ જાણવું. તેમાં એકવાર ભોગવાય તે ભોગ, વારંવાર ભોગવી શકાય તે ઉપભોગ. જો ઉદયે નીરોગ શરીર છતાં, યુવાવસ્થા છતાં અા બળવાળો હોય કે બળવાન હોવા છતાં સાધવા યોગ્ય કાર્ય છતાં, હીન સત્વતાથી પ્રવૃત્તિ ન કરે તે વીર્યાન્તરાય.
હવે કર્મની સ્થિતિનું પ્રતિપાદન કરે છે.• સૂત્ર-પ૪૧ -
જ્ઞાનાવરણીય કમની કેટલા કાળની સ્થિતિ છે ગીતમાં જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ૩૦ કોડાકોડી સાગરોપમ, બાધા કાળ 30 વર્ષ, આભાધાકાળ હીન કર્મની સ્થિતિ તે કર્મનિષેક છે.