________________
૨૩/૨/૫૪૦
એ રીતે બાકીના શરીરનામકર્મ વિચારવા.
શરીરના મસ્તકાદિ આઠ અંગો છે - મસ્તક, છાતી, ઉદર, પીઠ, બે હાથ, બે સાથળ. આંગળી આદિ અવયવો ઉપાંગ છે. તેનું કારણ શરીરંગોપાંગ નામ છે તે ત્રણ ભેદે - ઔદાર્કિંગો પાંગ, વૈક્રિસંગોપાંગ, આહાકાંગોપાંગ નામ કર્મ. જેના ઉદયથી ઔદારિક શરીરરૂપે પરિણત થયેલા પુદ્ગલોનો ગોપાંગ વિભાગરૂપે પરિણામ થાય છે. એ રીતે વૈક્રિય અને આહાક પણ કહેવા. તૈજસ અને કાર્પણ શરીર જીવપ્રદેશના સંસ્થાનને અનુસરતું હોવાથી તેને અંગોપાંગ સંભવ નથી. • • • જે વડે બંધાય તે બંધન, જે પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા ઔદારિક પુદ્ગલોનો પરસ્પર અને તૈજસાદિ પુદ્ગલો સાથે સંબંધ કરનાર તે બંધન નામ. • x • તે પાંચ પ્રકારે છે : ઔદારિક બંધન નામ, વૈક્રિય બંધન નામ ઈત્યાદિ • x •. તેમાં જેના ઉદયથી પૂર્વે ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા ઔદારિક પગલોનો પરસ્પર તથા તૈજસાદિ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે દારિક બંધન નામ, એ રીતે વૈકિય, આહારક, તૈજસ, કામણબંધનનામ કહેવા.
જેના વડે ઔદાકિાદિ પદગલો પિંડરૂપે એકઠા કરાય તે સંઘાત નામ, તે પાંચ પ્રકારે – દાસ્કિ સંઘાતનામ, વૈક્રિય સંઘાતનામ, આહારક સંઘાતનામ, જસ સંઘાતનામ, કામણ સંઘાતનામ. તેમાં જેના ઉદયથી ઔદાકિ શરીર સ્વના અનુસાર પિંડW થાય તે ઔદારિક સંઘાત નામ. એ પ્રમાણે વેકિયાદિ શરીર સંઘાતનામ વિશે જાણવું. સંઘયણ - અસ્થિની યના વિશેષ. મૂળ ટીકાકારે પણ કહ્યું છે. જ્યy. એકેન્દ્રિયોને જ સેવાર્ય સંઘયણ કહ્યું છે તે ઉપચારથી જાણવું તેમ ટીકાકાર કહે છે, પણ શક્તિ વિશેષ નથી - X - આ અસ્થિ ચના દારિક શરીરને વિશેષ જ હોય છે. બીજા શરીરો અસ્થિરહિત છે. તે સંઘયણ છ પ્રકારે છે. વજsષભનારાય ઈત્યાદિ.
વૈ3 - ખીલી, પE - વટવાનો પાટો, નારાā - મર્કટ બંધ. તેથી બે અસ્થિ મર્કટબંધથી બંધાયેલ હોય અને તેના ઉપર પાટાની આકૃતિવાળું બીજું અસ્થિ વીંટાયેલું હોય અને ત્રણ અસ્થિને ભેદનાર ખીલી નામે અસ્થિ જેમાં હોય તે વજાપમનારાય. જે કલિકારહિત હોય તે ઋષભનારાય, જ્યાં અસ્થિઓનો મર્કટ બંધ માત્ર જ હોય તે નારાય. જ્યાં કેવળ એક તરફ મર્કટ બંધ હોય અને બીજી બાજુ કાલિકા હોય તે અર્ધનારાય. જ્યાં અસ્થિ કેવળ કીલિકા વડે બંધાયેલ હોય તે કીલિકા સંઘયણ. માત્ર એકબીજા સ્પર્શીને રહી હોય અથવા તૈલાદિ સ્નેહના મર્દનાદિરૂપ સેવાની અપેક્ષા રાખે તે સેવાd સંહની. તેનું કારણભૂત સંઘયણ નામકર્મ પણ છ પ્રકારે હોય છે - વજAષભનારાય સંઘયણનામકમદિ.
સંસ્થાન-આકાર વિશેષ, ગ્રહણ કરેલ - જOારૂપ કરેલ-જત્યારૂપ કરેલ અને બાંધેલા તે ઔદારિકાદિ પુદ્ગલોને વિશે જે કર્મના ઉદયથી આકાર વિશેષ થાય તે સંસ્થાન, આ સંસ્થાનનામ છ પ્રકારે છે – સમચતુરસ સંસ્થાન ઈત્યાદિ. તેમાં જે કર્મના ઉદયથી ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન થાય તે જગોધપરિમંડલ સંસ્થાના નામ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ કર્મ, એ પ્રમાણે બધાં સંસ્થાન જાણવા.
જે વડે શરીર સુશોભિત થાય તે વર્ણ. તેના પાંચ ભેદ છે – શ્વેત, પીળો, લાલ, લીલો, કાળો. તેનું કારણ નામકર્મ પણ પાંચ ભેદે છે - શ્વેતવર્ણનામકર્મ ઈત્યાદિ. તેમાં જેના ઉદયથી પ્રાણીના શરીરને વિશે બગલાની માફક શેતવર્ણ થાય તે શ્વેતવર્ણનામ. એ રીતે બાકીના વર્ણનામો જાણી લેવા.
જે સુંઘાય તે ગંધ. તેના બે ભેદ સુરભિ, દુરભિ. તેનું કારણ ગંધનામ પણ બે ભેદે છે. જેમકે - સુરભિગંધ નામ કમદિ. જેના ઉદયે પ્રાણીના શરીરમાં કમળાદિ પેઠે સુગંધ ઉપજે છે તે. જેના ઉદયે પ્રાણીના શરીરમાં લસણાદિની જેમ દુર્ગા ઉપજે તે દુરભિગંધ નામ.
જેનો આસ્વાદ કરાય તે રસ. તીખો, કડવો, તુરો, ખાટો, મધુર એમ પાંચ ભેદે છે, તેનું કારણ સનામ પણ પાંચ ભેદે છે – જેમકે તિક્તનામ, કટુનામ ઈત્યાદિ. જેના ઉદયે પ્રાણીના શરીરમાં મરી આદિ માફક તીખો રસ હોય તે તિત રસનામ ઈત્યાદિ.
જે સ્પર્શેન્દ્રિયનો વિષય હોય તે સ્પર્શ. તે કર્કશ, મૃદુ, લઘુ, ગુ, સ્નિગ્ધ, સૂક્ષ, શીત, ઉણના ભેદે આઠ પ્રકારે છે. તેનું કારણ સ્પર્શનામ પણ આઠ પ્રકારે છે. જેના ઉદયથી પ્રાણીના શરીર વિશે પત્થરની જેમ કર્કશ સ્પર્શ હોય તે કર્કશ સ્પર્શનામ. એમ બાકીના સ્પર્શનામ પણ જાણી લેવા.
જેના ઉદયથી પ્રાણીઓના શરીર ગુરુ-ભારે નહીં તેમ લઘુ-હલકાં પણ નહીં પરંતુ અગુરુલઘુ પરિણામવાળા હોય છે તે અગુરુ લઘુનામ. • • • જેના ઉદયથી શરીરમાં વધતા પડજીભ, ગાલવૃંદ, લંબક, ચોર દાંત વગેરે શરીરના અવયવો વડે પોતે જ હણાય કે સ્વયં ગળે ફાંસો ખાવો વગેરેથી આત્મઘાત કરે તે ઉપઘાત નામ. જેના ઉદયે પ્રતાપી મનુષ્ય પોતાના દર્શન માત્રથી કે વાકપટુતાથી મહાતૃપની સભામાં પણ જઈને સભ્યોને ક્ષોભ ઉત્પન્ન કરે અને પ્રતિવાદીની પ્રતિભાનો નાશ કરે તે પરાઘાતનામ.
કોણી, હળ અને ગોમણિકાના આકારે અનુક્રમે બે, ત્રણ, ચાર સમય પ્રમાણ વિગ્રહગતિથી બીજા ભવમાં ઉત્પત્તિસ્થાને જતાં જીવની આકાશપ્રદેશની શ્રેણિ અનસાર નિયત નમનનો ક્રમ તે આનુપૂર્વી. તે વિપાક વડે વેધ નામકર્મ તે આનુપૂર્વીનામ. તે ચાર પ્રકારે છે . નૈરયિકાનુપૂર્વીનામ ચાવત્ દેવાનુપૂર્વીનામ.
જેના ઉદયથી આત્માને ઉચ્છવાસ અને નિઃશ્વાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસનામ. [પ્રશ્ન જો એમ છે તો ઉપવાસ પર્યાપ્તિ નામ કર્મનો ઉપયોગ ક્યાં છે ? (ઉત્તર) ઉપવાસ નામ કર્મના ઉદયથી ઉચ્છવાસ અને નિઃશ્વાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા અને મૂકવા સંબંધી લબ્ધિ ઉત્પન્ન થાય છે. તે લબ્ધિ ઉગ્લાસ પર્યાપ્તિ સિવાયનું કાર્ય કરતી નથી. બાણને ફેંકવાની શક્તિવાળો છતાં ધનુને લીધાં સિવાય બાણ ફેંકી ન શકે તેમ ઉચ્છવાસ પર્યાપ્તિ ઉત્પન્ન કરવા તેના નામ કર્મનો ઉપયોગ છે એ પ્રમાણે બીજી પ્રકૃતિનો પણ યથા સંભવ વિચાર કરવો.