________________
૨૩/૧/૫/૫૪૦
૧
પદ-૨૩, ઉદ્દેશો-૨
૦ ઉદ્દેશા-૧-ની વ્યાખ્યા કરી, હવે બીજાની કરે છે. તેનો સંબંધ આ છે - ઉદ્દેશા-૧-માં જ્ઞાનાવરણીયકર્મ વિપાક કહ્યો, અહીં જ્ઞાનાવરણીયાદિની ઉત્તર પ્રકૃત્તિ કહેવા ફરી મૂળ પ્રકૃતિ કહે છે –
- સૂત્ર-૫૪૦ ઃ
ભગવન્ ! કેટલી કર્મ પ્રકૃતિઓ છે ? ગૌતમ ! આઠ છે - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. જ્ઞાનાવરણીય કર્મ કેટલા ભેદે છે? પાંચ - આભિનિબોધિક જ્ઞાનાવરણીય યાવત્ કેવળજ્ઞાનાવરણીય.
ભગવન્! દર્શનાવરણીય કર્મ કેટલા ભેટે છે? બે ભેદે – નિદ્રા પંચક, દર્શન ચતુષ્ક. નિદ્રાપંચક કેટલા ભેદે છે ? પાંચ - નિદ્રા યાવત્ સ્થાનદ્ધિ. દર્શન ચતુષ્ક કેટલા ભેદે છે? ચાર ભેદે - ચક્ષુદર્શનાવરણીય યાવત્ કેવળદર્શનાવરણીય.
ભગવન્ ! વેદનીય કર્મ કેટલા ભેટે છે? બે ભેદે - સાતાવેદનીય, અસાતા વેદનીય. સાતા વેદનીય કેટલા ભેટે છે ? આઠ ભેદે - મનોજ્ઞ શબ્દો યાવત્ કાય સુખ, સાતાવેદનીય કર્મ કેટલા ભેટે છે ? આઠ ભેદે . અમનોજ્ઞ શબ્દો યાવત્ કાય દુઃખ.
મોહનીયકર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - દર્શનમોહનીય, ચાસ્ત્રિ મોહનીય. દર્શન મોહનીય કેટલા ભેદે છે ? ત્રણ ભેટે સમ્યકત્વ વેદનીય, મિથ્યાત્વ વેદનીય, મિશ્ર વેદનીય. ચાસ્ત્રિ મોહનીય કર્મ કેટલા ભેટે છે? બે ભેદે - કપાયવેદનીય, નોકષાયવેદનીય. કપાય વેદનીય કર્મ કેટલા ભેટે છે ? સોળ ભેદે . અનંતાનુબંધી એવા ક્રોધ, માન, માયા, લોભ. અપત્યાખ્યાન ક્રોધાદિ, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધાદિ સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાયવેદનીય કર્મ કેટલા ભેદે છે ? નવ ભેદે - સ્ત્રીવેદ, પુરુષ વેદ, નપુંસકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા,
ભગવન્ ! આયુષ્યકર્મ કેટલા ભેદે છે ? ચાર, નૈરયિકાયુ યાવત્ દેવાયુ. નામકર્મ કેટલા ભેદે છે ? ૪૨-ભેદે છે. ગતિ, જાતિ, શરીર, શરીરંગોપાંગ, શરીર બંધન, શરીરસંઘયણ, સંઘાતન, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આનુપૂર્વી, ઉચ્છવાસ, તપ, ઉધોત, વિહાયોગતિ, ત્રસ, સ્થાવર બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપચપ્તિ, સાધારણ, પ્રત્યેક શરીર, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, સુભગ, દુર્ભાગ, સુસ્વર, દુઃસ્વર, આદેય, અનાદેય, યશોકીર્તિ, અયશોકીર્તિ, નિર્માણ, તીર્થંકર નામ કર્મ.
ગતિનામ કર્મ કેટલા ભેટે છે ? ચાર - નૈરયિકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, જાતિનામકર્મ કેટલા ભેદે છે ? એકેન્દ્રિય જાતિનામ યાવત્
.
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પંચેન્દ્રિય જાતિનામ. શરીર નામકર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદાકિ શરીર યાવત્ કાર્પણશરીરનામ. શરીરંગોપાંગ નામ કર્મ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે – ઔદારિક શરીર અંગોપાંગ, વૈક્રિય શરીરંગો પાંગ, આહારક શરીરંગોપાંગ. શરીરબંધ નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે ઔઔદારિક શરીર બંધન નામ યાવત્ કાર્પણ શરીર બંધન નામ. શરીર સંઘાત નામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - ઔદા િવત્ કાર્પણશરીર સંઘાત નામ. સંઘયણ નામકર્મ કેટલા ભેટે
છે ? છ ભેદે - વઋષભનારા, ઋષભનારા, નારા, અર્ધનારા, કીલિકા અને સેવાર્તા સંઘયણ નામ. સંસ્થાન નામકર્મ કેટલા ભેદે છે ? છ ભેદે – સમાતુર, ન્યગ્રોધ પરિમંડલ, સાદિ, વામન, કુબ્જ અને હુડક સંસ્થાન નામ. વર્ણનામ કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - કૃષ્ણ વર્ણનામ યાવત્ શુકલ વર્ણ નામ. ગંધનામકર્મ કેટલા ભેદ છે ? બે ભેદે - સુરભિગંધ નામ, દુરભિગંધ નામ. રસનામ કર્મ? પાંચ ભેદે - સુરભિગંધનામ યાવત્ મધુરસનામ સ્પર્શનામ કર્કશ સ્પર્શ નામ યાવત્ લઘુ સ્પર્શનામ.
કર્મ? આઠ ભેદે અગુરુલઘુનામ એક પ્રકારે છે. ઉપઘાતનામ એક પ્રકારે છે, પરાઘાતનામ એક પ્રકારે છે, આનુપૂર્વી નામ ચાર ભેદે છે - નૈરકિાનુપૂર્વી યાવત્ દેવાનુપૂર્વીનામ, ઉચ્છવાસનામ એક પ્રકારે છે, બાકીના સર્વ પ્રકૃતિ તીર્થંકરનામ પર્યન્ત એક પ્રકારે છે. પણ વિહાયોગતિ બે ભેટે છે - પ્રશસ્ત વિહાયોગતિ નામ અને પ્રશસ્ત વિહાયોગતિ નામ.
૩૨
-
—
ભગવન્ ! ગોત્ર કર્મ કેટલા ભેદે છે ? બે ભેદે - ઉગોત્ર, નીય ગોત્ર. ઉચ્ચ ગોત્ર કેટલા ભેદે છે ? આઠ ભેદે - જાતિવિશિષ્ટતા યાવત્ ઐશ્વવિશિષ્ટતા. એ પ્રમાણે નીચગોત્ર પણ જાણવું. પરંતુ જાતિ વિહિનતા યાવત્ ઐશ્વર્ય વિહિનતા જાણવું.
ભગવન્ ! અંતરાય કર્મ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - દાનાંતરાય યાવત્ વીયતિરાય.
• વિવેચન-૫૪૦ :
- x - ઉદ્દેશના ક્રમે નિર્દેશ થાય છે. વસ્તુનું નામ માત્ર થકી કથન કરવું તે ઉદ્દેશ, વિસ્તારથી કહેવું તે નિર્દેશ, તે ન્યાયે પહેલા જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિનું સૂત્ર - અહીં આભિનિબોધિકાદિ શબ્દનો અર્થ ઉપયોગપદમાં કહેશે. વિગ્રહ આ રીતે - આભિનિબોધિક જ્ઞાનનું આવરણ કરનાર કર્મ તે આભિનિબોધિક
જ્ઞાનાવરણીય.
દર્શનાવરણીયની ઉત્તપ્રકૃતિઓ કહે છે – તેમાં નિદ્રા દ્રા ધાતુ નિંદાના અર્થમાં છે, જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણાંને પામે તે નિદ્રા. અથવા ૐ ધાતુ સુવાના અર્થમાં છે, જે અવસ્થામાં ચપટી વગાડવા માત્રથી પ્રાણી જાગૃત થાય એવી ઉંઘ તે નિદ્રા, તે વિપાકથી વેધ કર્મ પ્રકૃતિ પણ નિદ્રા કહેહવાય. નિદ્રાથી અધિક