________________
૨૩/૧/૫/૫૩૯
૬૯
આદિના અમનોજ્ઞ રૂપ, કર્કશાદિ સ્પર્શો, મન-વચન-કાયાનું દુઃખ, જે કંટકાદિ પુદ્ગલ વેદે, તેવા ઘણાં પુદ્ગલો વેદે, અપથ્ય આહારાદિ પુદ્ગલ પરિણામને વેદે, અકાળે અનિષ્ટ શીતોષ્ણાદિ સ્વભાવિક પુદ્ગલ પરિણામને વેદે, તેને વડે મનને અસમાધિ થવાથી અસાતા વેદનીય કર્મ અનુભવે. આ પરને આશ્રીને ઉદય કહ્યો. સ્વને આશ્રીને અસાતા વેદનીય કર્મ પુદ્ગલોના ઉદયથી અસાતાને વેદે તે.
મોહનીય કર્મનો વિપાક - પાંચ પ્રકારે છે, સમ્યકત્વ રૂપે વેદવા લાયક તે સમ્યકત્વ વેદનીય, ઈત્યાદિ. જે વેદતા પ્રશમાદિ પરિણામ ઉત્પન્ન કરે તે સમ્યકત્વ વેદનીય, દેવાદિમાં દેવાદિની બુદ્ધિ તે મિથ્યાત્વ વેદનીય, મિશ્ર પરિણામનું કારણ તે મિશ્રવેદનીય, ક્રોધાદિ પરિણામનું કારણ તે કષાયવેદનીય, હાસ્યાદિ પરિણામનું કારણ તે નોકષાયવેદનીય. જે પુદ્ગલના વિષયરૂપ પ્રતિમાદિને વેદે, તેવા ઘણાંને વેદે,
તેવા આહાર પરિણામાદિને વેદે. જેમકે બ્રાહ્મી ઔષધિ આહાર પરિણામથી જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય. - ૪ - ૪ - x - એટલા વડે પને આશ્રીને ઉદય કહ્યો. હવે સ્વતઃ ઉદય કહે છે - પ્રશમાદિને વેદે છે. તે આ મોહનીય કર્મ છે.
સમ્યક્ત્વ વેદનીયાદિ કર્મ પુદ્ગલોના ઉદય વડે
આયુષુ કર્મનો વિષાક ચાર પ્રકારે છે, નૈરચિકાયુષુ આદિ સુગમ છે. આયુકર્મનું અપવર્તન કરવાને સમર્થ જે શસ્ત્રાદિ પુદ્ગલને વેદે, ઘણાં શસ્ત્રાદિ વેદે, વિષમિશ્રિત અન્નાદિના પરિણામ રૂપ પુદ્ગલ પરિણામને વેદે, સ્વભાવથી આયુના અપવર્તનમાં સમર્થ શીતાદિ પુદ્ગલ પરિણામને વેદે, તે વડે વર્તમાન ભવાયુ અપવર્તન પામતાં નાકાદિ આયુ કર્મને વેદે છે. સ્વતઃ વેદનમાં તે-તે ભવાયુના પુદ્ગલોથી તેનુંતેનું આયુ વેદે છે.
નામકર્મ બે ભેદે – શુભ અને અશુભ. શુભનામકર્મમાં ૧૪-પ્રકારે વિપાક છે - ઈષ્ટ શબ્દાદિ. આ શબ્દાદિ પોતાના જ લેવા, ઈષ્ટગતિ-હસ્તિ આદિ જેવી ગતિ, ઈષ્ટ સ્થિતિ - સહજ સ્થિતિ, ઈષ્ટ લાવણ્ય - કાંતિ વિશેષ, ઈષ્ટ યશોકીર્તિ-યશ વડે યુક્ત કીર્તિ, તેની વિશેષતા - દાન અને પુણ્યથી થાય તે કીર્તિ, પરાક્રમથી થાય તે યશ. ઈષ્ટ ઉત્થાનાદિ - તેમાં ઉત્થાન - શરીરની ચેષ્ટા વિશેષ, ર્મ - જુદા કરવું, વત્ત - શરીર સામર્થ્ય, વીર્ય - જીવથી ઉત્પન્ન થયેલ, પુરુષાર - અભિમાન વિશેષ, તે સ્વ વિશે હોય તો પરાક્રમ કહેવાય. ઈષ્ટસ્વર - બીજા ઘણાંની અપેક્ષાએ છે, કાંતવર - મનોહર, ઈચ્છવા યોગ્ય સ્વર, પ્રિયસ્વર - વારંવાર અભિલાષ યોગ્ય સ્વર, મનોજ્ઞ સ્વર - પ્રેમ ન હોવા છતાં પોતાના વિશે પ્રીતિ ઉત્પન્ન કનરાર સ્વર. જે વીણા, વિલેપન,
ગંધ, તાંબુલ, શિબિકા, કુંકુમ, દાન, ઈત્યાદિ પુદ્ગલને વેદે છે, કેમકે વીણાદિના સંબંધથી ઈષ્ટ શબ્દાદિ થાય છે. તેનો માર્ગને વિશે પ્રસન્ન કરનારી, સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવો. જે વેણુ આદિ ઘણાં પુદ્ગલોને વેદે છે, બ્રાહ્મી આદિ આહારના પરિણામ રૂપ પુદ્ગલ પરિણામને વેદે છે, સ્વભાવિક શુભ મેઘાદિ પુદ્ગલોના પરિણામને વેદે છે. ઈત્યાદિથી શુભ નામકર્મને વેદે છે. - x - આ પરને આશ્રીને વિષાક કહ્યો,
90
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
સ્વને આશ્રીને-શુભ નામ કર્મના ઉદયથી ઈષ્ટ શબ્દાદિનું વેદન છે. અશુભ નામકર્મ, શુભ નામકર્મથી વિપરીત જાણવું,
ગોત્ર કર્મ - ગોત્ર બે ભેદે છે, ઉચ્ચ ગૌત્ર, નીચ ગોત્ર. તેમાં ઉચ્ચ ગોત્રના આઠ પ્રકારનો વિપાક કહે છે – જાત્યાદિ પ્રસિદ્ધ છે. જ્ઞાતિ અને ધુન જન્મ વડે વિશિષ્ટપણું, જે બાહ્યાદિ લક્ષમ પુદ્ગલને વેદે છે. જેમકે દ્રવ્યના સંબંધથી કે રાજા વગેરે વિશિષ્ટ પુરુષના સ્વીકારથી નીચ જાતિના કુળમાં ઉત્પન્ન થવા છતાં જાત્યાદિ
સંપન્ન હોય તેમ લોકમાન્ય થાય. વત્ત - મલ્લની માફક લાઠી આદિ ભમાવે. રૂપ - ઉત્તમ વસ્ત્રાલંકારાદિથી. તપ - આતાપનાદિ લેનારને. શ્રુત - સ્વાધ્યાયાદિ કરનારને, નામ - ઉત્તમ રત્નાદિ યોગથી, પેશ્ર્વર્ય ધન, કનકાદિના સંબંધથી. જે એવા પ્રકારના પુદ્ગલો વેદે છે. જે દિવ્ય ફળાદિ આહારના પરિણામરૂપ પુદ્ગલ પરિણામને વેદે છે. સ્વાભાવિક પુદ્ગલ પરિણઆમને અનુભવે. એ રીતે ઉચ્ચ ગોત્રને વેદે. આ બધું પરને આશ્રીને કહ્યું. સ્વતઃ ઉદય - ઉચ્ચ ગોત્ર કર્મના ઉદય વડે જાતિ વિશિષ્ટતાદિ થાય
છે. - ૪ -
નીચ ગોત્રનો વિપાક - આઠ પ્રકારનો વિપાક જાતિ વિહિનતા આદિ છે. જે
નીચ કર્મ કરવા રૂપ કે નીચ પુરુષના સંબંધ રૂપ પુદ્ગલને વેદે છે. જેમકે નીચકર્મથી આજીવિકા કરે, ચાંડાલી સાથે મૈથુન સેવે, ચાંડાલાદિ માફક મનુષ્યોને નિંદવા લાયક થાય. તે જાતિ અને કુળહીનતા. બળહીનતા - સુખશય્યાદિ સંબંધથી, રૂપવિહિનતા - ખરાબ વસ્ત્રના સંબંધથી, તપોવિહિનતા - પાસસ્થાદિના સંસર્ગથી, શ્રુતવિહિનતા - વિકથામાં તત્પર સાધુ જેવા લાગતાના સંસર્ગથી, લાભવિહિનતા - દેશ કાળને અયોગ્ય ખરાબ કરીયાણાના સંબંધથી. ઐશ્વર્યવિહિનતા - ખરાબ ગ્રહ, ખરાબ સ્ત્રીના સંસર્ગથી. એવા પ્રકારના ઘણાં પુદ્ગલોને વેદે છે. રીંગણાદિ આહાર પરિણામરૂપ પુદ્ગલ પરિણામને વેદે છે. તેનાથી ખરજ ઉત્પન્ન થતાં રૂપહીનતા કરે છે. સ્વાભાવિક તેવા પરિણામને વેદે, તેના પ્રભાવે નીચગોત્ર કર્મ વેદે છે. એ રીતે પરને આશ્રીને ઉદય કહ્યો. સ્વતઃ ઉદય-નીચ ગોત્ર કર્મના ઉદય વડે જાત્યાદિથી હીનપણાને અનુભવે.
અંતરાય કર્મનો વિપાક - પાંચ પ્રકારે છે. અંતરાય - વિઘ્નરૂપ કર્મ. દાનાંતરાયાદિ કર્મના ફળો છે. જે તેવા પ્રકારના વિશિષ્ટ પુદ્ગલને વેદે છે. જેમકે રત્નાદિના સંબંધથી તેના વિષયે દાનાંતરાયનો ઉદય થાય, રત્નાદિના પડને છેદનારા ઉપકરણના સંબંધથી લાભાંતરાયનો ઉદય થાય, ઉત્તમ આહારના સંબંધથી તેના વિષયે દાનાંતરાયનો ઉદય થાય, રત્નાદિના પડને છેદનારા ઉપકરણના સંબંધથી લાભાંતરાયનો ઉદય થાય, ઉત્તમ આહારના સંબંધથી ભોગાંતરાયનો ઉદય થાય એ રીતે પાંચે અંતરાય વિચારવા. જે તેવા પ્રકારના ઘણાં પુદ્ગલોને વેદે છે ઈત્યાદિ પૂર્વવત્. - ૪ - મંત્ર વડે સંસ્કારિત વાસક્ષેપાદિ સુગંધી પુદ્ગલના પરિણામથી સુબંધુ નામક પ્રધાન માફક ભોગાંતરાયાદિ થાય છે. સ્વાભાવિક શીતાદિ પુદ્ગલ પરિણામને વેદે - × » X - ઈત્યાદિ - ૪ - ૪ -