________________
૨૩/૧/૧,૨/૫૩૫,૫૩૬
જે પદ-૨૩-“કર્મપ્રકૃતિ” છે
— x — x — x -
૦ બાવીશમું પદ કહ્યું, હવે તેવીશમાંનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે - ૫દ-૨૨માં નારકાદિ ગતિપરિણામથી પરિણત જીવોની પ્રાણાતિપાતાદિ ક્રિયા વિચારી. હવે તેના કર્મબંધાદિ પરિણામ વિશેષ –
૬૧
• સૂત્ર-૫૩૪ ૭
કેટલી કર્મપ્રકૃતિ, કેવી રીતે બાંધે ?, કેટલા સ્થાને બાંધે ? કેટલી પ્રકૃતિ વેદે ? કેનો કેટલા ભેદે અનુભાવ ? આટલા દ્વારો અહીં કહેશે.
• વિવેચન-૫૩૪ :
અધિકાર – (૧) કેટલી પ્રકૃતિઓ છે ? (૨) કયા પ્રકારે તે પ્રકૃતિ બાંધે છે ? (૩) કેટલા સ્થાનોએ બાંધે છે ? (૪) કેટલી પ્રકૃતિ વેદે છે ? (૫) કયા કર્મનો કેટલા પ્રકારે અનુભાવ છે ? તેમાં પ્રથમ અધિકાર નિરૂપે છે –
૪ પદ-૨૩, ઉદ્દેશો-૧
— * - * — —
- સૂત્ર-૫૩૫,૫૩૬ ઃ
[૫૩૫] ભગવન્ ! કેટલી કર્મપ્રકૃતિ છે? આઠ છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય. નૈરયિકોને કેટલી કર્મપ્રકૃતિ છે? આઠ. એમ વૈમાનિકો સુધી કહેવું.
[૫૩૬] ભગવન્ ! જીવ આઠ કર્મપ્રકૃતિ કેવી રીતે બાંધે છે ? જ્ઞાનાવરણીય
કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે. દર્શના કર્મના ઉદયી દર્શન મોહનીયનો ઉદય થાય છે. દર્શનમોના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય, મિથ્યાત્વના ઉદયથી ગૌતમ ! એ પ્રમાણે ખરેખર જીવ આઠ પ્રકૃતિ બાંધે. નૈરયિક કઈ રીતે આઠ કર્મ પ્રકૃતિ બાંધે ? ગૌતમ ! એમ જ જાણવું. એ રીતે વૈમાનિક સુધી કહેવું. જીવો આઠ કર્મ પ્રકૃતિ કઈ રીતે બાંધે ? એમ જ. એ રીતે વૈમાનિકો સુધી જાણવું.
• વિવેચન-૫૩૫,૫૩૬ -
“ક્રિયા” નામક પદમાં કેટલી કર્મપ્રકૃતિ છે. તે કહેલું છે, તો અહીં શા માટે ફરી પ્રશ્ન કર્યો ? વિશેષતા જણાવવા માટે. તે આ છે – પૂર્વે જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધતો કેટલી ક્રિયા વડે જોડાય છે, તે કહ્યું ક્રિયા પ્રાણાતિપાતનું કારણ છે. પ્રાણાતિપાત જ્ઞાનાવરણીયાદિ કર્મ-બંધનું બાહ્ય કારણ છે, અને કર્મબંધ કાર્ય છે. અહીં તો જ્ઞાનાવરણીય કર્મ જ કર્મબંધનું આંતર કારણ છે - તે પ્રતિપાદન કરવાનું છે. ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિ કહી છે, તેને જ્ઞાનાવરણીયાદિ નામથી જણાવે છે. (૧) જે વસ્તુ જણાય-પરિચ્છેદ કરાય તે જ્ઞાન અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક વસ્તુમાં વિશેષને ગ્રહણ કરવારૂપ બોધ. જેના વડે આચ્છાદન કરાય તે આવરણ. જ્ઞાનનું
-
૬૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
આવરણ તે જ્ઞાનાવરણીય. (૨) જે વડે દેખાય તે દર્શન. સામાન્ય-વિશેષાત્મક વસ્તુમાં સામાન્યને ગ્રહણ કરવારૂપ બોધ. પદાર્થના આકાર સિવાય, અર્થ વિશેષતા ગ્રહણ કર્યા સિવાય સામાન્યનું ગ્રહણ તે દર્શન, તેનું આવરણ તે દર્શનાવરણ.
(૩) જે સુખાદિ સ્વરૂપે વેદાય-અનુભવાય તે વેદનીય. જો કે બધાં કર્મો વેદાય
છે, તો પણ રૂઢિથી સાતા-અસાતા રૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. (૪) આત્માને સત્-અસા વિવેકથી રહિત કરે તે મોહનીય. (૫) પોતે કરેલ કર્મ વડે બાંધેલ નકાદિ દુર્ગતિથી નીકળવાની ઈચ્છાવાળા પ્રાણીને પ્રતિબંધક બને તે આયુક્ અથવા એકથી બીજા ભવમાં ગમન કરતાં વિપાકોદયને પ્રાપ્ત થાય તે આયુપ્.
(૬) ગત્યાદિ પર્યાયનો અનુભવવામાં જીવને નમાવે, તત્પર કરે તે નામકર્મ. (૩) અનેક પ્રકારના ઉચ્ચ-નીચ શબ્દ વડે બોલાવાય તે ગોત્ર, ઉચ્ચ-નીચ કુળમાં
ઉત્પન્ન થવારૂપ પર્યાય, તે વિપાક વડે વેધ કર્મ પણ કાર્યમાં કારણના ઉપચારથી ગોત્ર કહેવાય. અથવા જે કર્મના ઉદયથી ઉચ્ચ-નીચ શબ્દ વડે આત્માને બોલાવાય તે ગોત્ર. (૮) જીવ અને દાનાદિનું અંતર પાડવા માટે પ્રાપ્ત થાય તે અંતરાય. દાનાદિ માટે તત્પર જીવને પ્રતિબંધક છે.
(પ્રશ્ન) આમ ક્રમપૂર્વક જ્ઞાનાવરણીયાદિના કથનમાં કંઈ પ્રયોજન છે ? [ઉત્તર] છે. અહીં જ્ઞાન અને દર્શન જીવનું સ્વરૂપ છે. કેમકે તેના અભાવમાં જીવત્વનો અસંભવ છે. ચેતના જીવનું લક્ષણ છે. તે જ્ઞાન-દર્શનના અભાવે કેમ હોય ? જ્ઞાનદર્શનમાં જ્ઞાન પ્રધાન છે. કેમકે તેનાથી જ સર્વ શાસ્ત્રાદિના વિચારની પરંપરા પ્રવર્તે છે. વળી સાર્વ લબ્ધિ પણ સાકારોપયોગી જીવને ઉપજે છે. દર્શનોપયોગીને નહીં. વળી જે સમયે જીવ સર્વ કર્મોથી મુક્ત થાય છે. તે સમયે જ્ઞાનોપયોગી હોય, દર્શનોપયોગી નહીં. તેથી જ્ઞાન મુખ્ય છે. માટે તેનું આચ્છાદક જ્ઞાનાવરણીય કર્મ પહેલાં કહ્યું. પછી દર્શનાવરણીય કર્મ કહ્યું. કેમકે જ્ઞાનોપગરણથી પડી જીવ દર્શનોપયોગમાં આવે છે. આ બંને કર્મ પોતાના વિપાક દેખાડતાં અવશ્ય સુખ-દુઃખરૂપ વેદનીયકર્મના વિપાકનું નિમિત્ત થાય છે - અતિ ઉપચિત જ્ઞાનાવરણકર્મનો વિપાકથી અનુભવતા સૂક્ષ્મતર વસ્તુને વિચાવામાં પોતાને અસમર્થ માનતા ઘણાં માણસો ખેદ પામે છે અને જ્ઞાનાવરણના ક્ષયોપશમથી ઉત્પન્ન બુદ્ધિની પટુતાથી સૂક્ષ્મતર વસ્તુને જાણતાં, પોતાને શ્રેષ્ઠ માની સુખ વેદે છે. અતિ ગાઢ દર્શનાવરણના વિપાકોદયથી જન્માંધ૫ણું આદિ ઘણું દુઃખ અનુભવે છે. દર્શનાવરણના ક્ષયોપશમજન્ય પટુતાયુક્ત પ્રાણી સ્પષ્ટ ચક્ષુ આદિ ઈન્દ્રિયો સહિત યથાર્થપણે વસ્તુને જોતો આનંદ અનુભવે છે. તેથી દર્શનાવરણીય પછી વેદનીયને લીધું.
વેદનીય કર્મ ઈષ્ટ - અનિષ્ટ વિષયથી સુખ-દુઃખ ઉત્પન્ન કરે છે. તેથી ઈષ્ટ
અનિષ્ટ વિષયથી સંસારીને અવશ્ય રાગદ્વેષ થાય છે. તે મોહનિમિત્તક છે. તે જણાવવા
વેદનીય પછી મોહનીય કર્મનું ગ્રહણ કર્યુ. મોહનીય કર્મથી મૂઢ બનેલ પ્રાણી બહુઆરંભપરિગ્રહાદિમાં આસક્ત થઈ નસ્કાદિ આયુ બાંધે છે, તેથી મોહનીય પછી આયુ કર્મનું