________________
૨૨/-/૧/૫૩૦ થી ૫૩૩
એમ એક પહેલો ભાંગો અને એક એકના સંયોગે બીજા છ ભંગો મળી કુલ સાત ભંગો થાય છે.
ЧЕ
હવે દ્વિકસંયોગી ભંગો – તેમાં સપ્તવિધ બંધક અને એકવિધ બંધક અવસ્થિત છે, કેમકે બંને હંમેશાં ઘણાં છે. તેથી પ્રત્યેક અષ્ટવિધ બંધક અને પદ્ધિધ બંધક પદમાં એકવચનરૂપ પહેલો ભંગ. અષ્ટવિધ એકવચનમાં, પવિધ બહુવચનમાં બીજો ભંગ, બે ભંગો તેના બહુવચનથી, એમ ચાર ભંગ. એમ જ ચાર ભંગો અષ્ટવિધબંધ અને અબંધકથી થાય. ચાર ભંગ પવિધબંધક અને અબંધક વડે. બધાં મળી દ્વિકસંયોગી બાર ભંગો થાય.
અષ્ટવિધ બંધક, પવિધબંધક, અબંધકરૂપ ત્રણના સંયોગે પ્રત્યેકના એકવચન અને બહુવચન વડે આઠ ભંગો થયા.
(શંકા) વિરતિવાળાને કેમ બંધ થાય ? - X - વિરતિ બંધનો હેતુ નથી, પણ વિરતિવાળાને કષાય અને યોગો છે, તે બંધનું કારણ છે. સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિમાં પણ જે ઉદય પ્રાપ્ત સંજ્વલન કષાય અને યોગ છે, તેથી વિરતિર્વતને પણ બંધ થાય છે. પ્રાણાતિપાત વિતને જેમ ૨૭-ભંગો કહ્યા તેમ મૃષાવાદ વિરત યાવત્ માયામૃષાવાદ વિસ્તને પણ જાણવા. મિથ્યાદર્શન શલ્ય વિતનું સૂત્ર સુગમ છે. પણ તે સાત, આઠ, છ, એકવિધ બંધક કે અબંધક હોય. મિથ્યાદર્શન શલ્ય વિરતિ ચાથી ચૌદ ગુણઠાણા સુધી હોય. ચોવીશ દંડકમાં મનુષ્ય સિવાય બધાં સ્થાનો સપ્તવિધ કે અષ્ટવિધ બંધક હોય. પણ પદ્વિધબંધકાદિ ન હોય. જીવની જેમ મનુષ્યોમાં કહેવું કેમકે તેમને સર્વ ભાવો સંભવે છે.
બહુવચનમાં મિથ્યાદર્શનશલ્ય વિત જીવો વિશે પૂર્વોક્ત ૨૭-ભંગો જાણવા. વૈરયિકપદમાં ત્રણ ભંગ હોય – (૧) સપ્તવિધ બંધકો, (૨) સપ્તવિધ બંધકો અને અષ્ટવિધ બંધક, (૩) સપ્તવિધ અને અષ્ટવિધ બંધકો. એમ વૈમાનિક સુધી ત્રણ ભંગો કહેવા. - ૪ -
હવે આરંભિકી આદિ ક્રિયામાં પ્રાણાતિપાત વિતને કઈ ક્રિયા છે તે કહે છે – આરંભિકી ક્રિયા પ્રમત્ત સંયતને હોય, બીજાને નહીં, પરિગ્રહથી નિવૃત્ત હોવાથી પારિગ્રહિકી ક્રિયા નથી. માયાપ્રત્યયા ક્રિયા અપ્રમત્તને કદાચ પ્રવચનની મલિનતાના રક્ષણ માટે હોય અપ્રત્યાખ્યાન અને મિથ્યાદર્શન પ્રત્યયા સર્વથા ન હોય.
પ્રાણાતિપાતવિસ્તના બે પદ છે – જીવ અને મનુષ્ય. જીવની જેમ મનુષ્યને કહેવા. - ૪ - તેમ માયામૃષાવાદ વિરત સુધીના જીવ અને મનુષ્ય કહેવા. મિથ્યાદર્શન શલ્ય વિત જીવમાં - x - પ્રમત્ત સંયત સુધી જ આરંભિકી હોય, પારિંગ્રહિકી દેશવિરતિ સુધી જ હોય, માયાપ્રત્યયા અનિવૃત્તિ બદાર સંપરાય સુધી જ હોય, અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધી જ હોય. તેથી કદાચ હોય - કદાચ ન હોય કહ્યું છે. મિથ્યાદર્શન વિતિવાળાને ન સંભવે.
ચોવીશ દંડકમાં સ્તનિતકુમાર સુધી ચાર ક્રિયા કહેવી. પંચે તિર્યંચને પહેલી
૬૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ત્રણ અવશ્ય કહેવી. અપ્રત્યાખ્યાન ભજનાએ જાણવી કેમકે દેશવિરતને ન હોય. ઈત્યાદિ - ૪ -
આરંભિકી આદિનું અલ્પબહુત્વ - મિથ્યાદર્શનપ્રત્યયા સૌથી થોડી છે, કેમકે મિથ્યાર્દષ્ટિને જ હોય. અપ્રત્યાખ્યાન વિશેષ છે, કેમકે અવિરતિ સમ્યક્દષ્ટિ અને મિથ્યાર્દષ્ટિને હોય, પારિંગ્રહિકી વિશેષ છે, કેમકે દેશવિતને પણ હોય, આરંભિકી પ્રમત્તસંયતને પણ અને માયાપ્રત્યયા અપ્રમત્તને પણ હોય માટે વિશેષ કહી.
મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૨૨-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ