________________
9/-/1-193
જે સંસ્થાનથી પરિમંડલ સંસ્થાન પરિણત છે, તે કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધ પણિત પણ હોય, રસથી તિકતાદિ પાંચે રા પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશાદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય. [૨૦ ભેદ જે સંસ્થાનથી વૃત્ત સંસ્થાન પરિણત હોય, તે વર્ણથી કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધ પણિત પણ હોય રસથી તિક્તાદિ પાંચે રસ પરિણત પણ હોય સ્પર્શથી કર્કશાદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય.
જે સંસ્થાનથી ત્ર્યમ્ર સંસ્થાન પરિણત હોય તે વર્ણથી કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધ પરિણત પણ હોય, રસથી તિકતાદિ પાંચે રસ પરિણત પણ હોય. સ્પર્શથી કર્કશાદિ આદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય.
જે સંસ્થાનથી ચતુરસ સંસ્થાન પરિણત હોય તે વર્ણથી કાળા આદિ પાંચે વર્ણ પરિણત પણ હોય, બંને ગંધથી પરિણત પણ હોય, રસથી તિકતાદિ પાંચે રા પરિણત પણ હોય, સ્પર્શથી કર્કશાદિ આઠે સ્પર્શ પરિણત પણ હોય.
જે સંસ્થાનથી આયત સંસ્થાન પતિ હોય તે વર્ણથી કાળા-નીલોલોહિત-હાલિદ્ર-શુક્લ વર્ણ પરિણત પણ હોય, ગંધથી સુરભિ-દુરભિ ગંધ પણિત પણ હોય, રસથી તિક્ત-કટુક-કપાય-બિલ-મધુર રસ પરિણત પણ હોય. સ્પર્શથી કર્કશ-મૃદુ-ગુરુ-લઘુ-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-ઋક્ષ સ્પર્ધા પરિણત પણ હોય. [સંસ્થાનથી આ ૧૦૦ ભેદ થયા.]
૩૧
તે આ રૂપી અજીવ પ્રજ્ઞાપના, અજીવ પ્રજ્ઞાપના કહ્યા.
• વિવેચન-૧૩ :- (ચાલુ)
જે કંધાદિ વર્ણને આશ્રીને કાળા વર્ણ પરિણત પણ હોય છે, તે ગંધને આશ્રીને સુરભિગંધ પરિણત પણ હોય અને દુરભિગંધ પરિણત પણ હોય અર્થાત્ ગંધને આશ્રીને કેટલાંક સુરભિગંધ પરિણત પણ હોય, કેટલાંક દુરભિગંધ પરિણત પણ હોય, પણ અમુક એક જ ગંધપણે પરિણત હોતા નથી. એ પ્રમાણે રસ, સ્પર્શ
અને સંસ્થાને આશ્રીને ભંગો કહેવા. તેમાં બે ગંધ, પાંચ રસો, આઠ સ્પર્શ, પાંચ સંસ્થાન મળીને વીશ ભંગો કાળા વર્ણપણે પરિણમેલ સ્કંધોના થાય. એ રીતે નીલાદિના પણ જાણવા.
ગંધને આશ્રીને - સુરભિગંધ પરિણામ પરિણત પણ વર્ણથી-૫, રસથી-૫, સ્પર્શથી-૫, સંસ્થાનથી-૫, કુલ-૨૩, એ પ્રમાણે દુરભિગંધ પરિણત પણ ૨૩, તેથી ગંધી ૪૬-ભેદ.
રસને આશ્રીને તિક્તરસ પરિણત
વર્ણથી-૫, ગંધથી-૨, સ્પર્શથી-૮,
સંસ્થાનથી-૫, કુલ-૨૦ એ રીતે કુલ-૧૦૦. સ્પર્શને આશ્રીને કર્કશ સ્પર્શ પરિણત છે, તે વર્ણથી-૫, ગંધથી-૨, રસથી-૫, સ્પર્શથી-૬, કેમકે સ્પર્શના આઠ ભેદમાં પ્રતિપક્ષ સ્પર્શ યોગના અભાવથી બે સ્પર્શ નીકળી જતાં છ સ્પર્શ રહે છે, સંસ્થાનથી-૫- બધાં મળીને-૨૩, એ રીતે કુલ ૧૮૪ ભેદો.
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ સંસ્થાનને આશ્રીને પરિમંડલ સંસ્થાન પરિણત હોય, તે વર્ણથી-૫, ગંધથી૨, રસથી-૫, સ્પર્શથી-૮, આ બધાં એકઠા થઈને ૨૦ ભેદ, પાંચે સંસ્થાન થઈ ૧૦૦ભેદો થશે.
૩૨
વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાનના કુલ ૫૩૦-ભેદો છે.
અહીં જો કે બાદર સ્કંધોમાં પાંચે વર્ણો, બંને ગંધો, પાંચે રસો હોય છે. તેથી અપેક્ષિત વર્ણાદિ સિવાય, બાકીના વર્ણાદિ વડે પણ ભાંગા સંભવે છે. તો પણ તે જ બાદર સ્કંધમાં વ્યવહારથી જે કૃષ્ણ વર્ણાદિ યુક્ત અવાંતર પેટા સ્કંધો છે, જેમકે દેહસંધમાં લોચન સ્કંધ કૃષ્ણ છે, તેની અંતર્ગત્ કોઈ સ્કંધ લાલ છે વગેરે તેની અહીં વિવક્ષા છે, તેઓને બીજા વર્ણો સંભવતા નથી.
સ્પર્શ વિચારણામાં અધિકૃત સ્પર્શના પ્રતિપક્ષ સ્પર્શ સિવાય બીજા સ્પર્શો લોકમાં પણ અવિરોધિ જણાય છે. તેથી યચોક્ત જ ભંગ સંખ્યા થાય. - ૪ - ૪ - આ વર્ણાદિ પરિણામોની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કર્ષ અસંખ્યાતો કાળ જાણવો. હવે જીવ પ્રજ્ઞાપનાને આશ્રીને પ્રશ્નસૂત્ર કહે છે – - સૂત્ર-૧૪ :
તે જીવ પાપના કેટલા ભેટે છે ? બે ભેદ પ્રજ્ઞાપના, અસંસારસમાપક જીવ પ્રજ્ઞાપના.
-
સંસાર સમાપક જીવ
• વિવેચન-૧૪ :
તે જીવ પ્રજ્ઞાપના શું છે ? બે ભેદે છે – સંસારી અને અસંસારી જીવ પ્રજ્ઞાપના. સંસરણ એ સંસાર – નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ ભવના અનુભવ રૂપ, તે એકી ભાવથી પ્રાપ્ત તે સંસાર સમાપન્ન અર્થાત્ સંસારવર્તી, તે જીવોની પ્રજ્ઞાપના. અસંસાર એટલે મોક્ષ, તેને પ્રાપ્ત તે અસંસાર સમાપન્ન અર્થાત્ મુક્ત, તેવા જીવો, તેની પ્રજ્ઞાપના, તે અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના.
અલ્પવક્તવ્યતાથી પહેલાં અસંસારી જીવ પ્રજ્ઞાપના કહે છે—
• સૂત્ર-૧૫,૧૬ :
[૧૫] અસંસાર સમાપન્ન જીવ પાપના કેટલા ભેદે છે ? અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના બે ભેદે કહેલ છે – અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના અને પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીત પ્રજ્ઞાપના.
[૧૬] અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? પંદર ભેટે છે - તિર્થસિદ્ધ, અતિસિદ્ધ, તિર્થંકરસિદ્ધ, અતિર્થંકરસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, બુદ્ધ બોધિત સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગસિદ્ધ, સલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, ગૃહલિંગસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ.
•
વિવેચન-૧૫,૧૬ :
અસંસાર સમાપન્ન જીવ પ્રજ્ઞાપના કેટલા ભેદે છે ? બે ભેદે – અનંતરસિદ્ધ,