________________
૧૮/-/૪/૪૩૫
૧૮૩
અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકૃત્વ સાગરોપમ.
પૃથ્વીકાયિકની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી ક્ષેત્રથી અસંખ્યાતલોક. એ પ્રમાણે , તેજ, વાયુ પણ જાણવા. વનસ્પતિકાયની પૃચ્છા - જાન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અનંતકાળ-કાળથી અનંતી ઉત્સર્પિણી-અવસર્પિમા, ફોનથી અનંતલોક, સંખ્યાતક પુલ પરાવત અને તે આવલિકાનો અ% ભાગ જાણવો.
| પૃવીકાયિક પ્રયતાની પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી સંખ્યાના હજાર વર્ષો. એ પ્રમાણે કાયિક પણ જાણવા. તેઉકાયિક વિશે પૃચ્છા - જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સંખ્યાતા દિવસો. વાયુકાયિક પયપ્તિાની પૃચ્છા - જાન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટી સંખ્યાતા હજાર વર્ષ. કસકાયિકની પૃચ્છા - જઘન્યથી અંતર મુહd, ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમશત પૃથફd.
• વિવેચન-૪૫ -
કાય વડે સહિત તે સકાય, સકાયિક. જય - શરીર, તેના ઔદારિક, વૈક્રિય આહાક, તૈજસ, કામણ એ પાંચ ભેદો છે. તેમાં અહીં તૈજસ અને કાર્પણ સમજવું. કેમકે તે સંસાર પર્યન્ત નિરંતર હોય, જો એમ ન માનો તો વિગ્રહગતિમાં વર્તતા અને શરીર પર્યાપ્તિ વડે અપર્યાપ્તા બાકીના શરીરનો સંભવ હોવાથી તે અકાયિક કહેવાય. જો એમ થાય તો ઉક્ત બે ભેદ ન ઘટે.
સકાયિક બે ભેદે - જે સંસારનો પાર ન પામે, તે અનાદિ અનંત, કેમકે તેના બે શરીરના વવચ્છેદનો અસંભવ છે. જે મોક્ષને પામે તે અનાદિ સાંત. કેમકે મોક્ષાવસ્થામાં શરીરનો સર્વથા ત્યાગ થશે. પૃથ્વી આદિ પાંચે સૂત્રો સુગમ છે. કેમકે તે પ્રસિદ્ધ છે.
પ્રિો જો વનસ્પતિની કાયસ્થિતિ અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત છે, તો સિદ્ધાંતમાં મરુદેવાનો જીવ જીવનકાળ પર્યન્ત વનસ્પતિરૂપે હતો તે કેમ માનવું? અથવા વનસ્પતિનું અનાદિવ શી રીતે હોઈ શકે? કેમકે વનસ્પતિનો કાળ પ્રતિનિયત પ્રમાણ હોવાથી અનાદિપણા સાથે તેનો વિરોધ છે. અસંખ્યાતા પુદ્ગલપરાવત તેમની કાયસ્થિતિ છે. એટલા કાળ પછી અવશ્ય બધાં વનસ્પતિ જીવો પોતાનું કાય પરાવર્તન કરે. - X - આ વાત ‘વિશેષણવતી’ ગ્રંથની ગાથા-૪૬ થી ૪૮માં પણ કહી છે. વળી વનસ્પતિનું તદ્દન ખાલી થવું આગમમાં નિષેધેલ છે. તેનો પણ પ્રસંગ થશે.
અહીં વનસ્પતિથી પ્રતિસમય અસંખ્યાતા જીવો ઉદ્વર્તે છે અને વનસ્પતિનું કાયસ્થિતિ પરિમાણ અસંખ્યાતા પુદ્ગલ પાવર્તી છે, તેથી અસંખ્યાત પુદ્ગલપરાવર્તા જેટલા સમયો થાય તે વડે એક સમયે નીકળેલા જીવોને ગુણતાં જે થાય, તેટલું પરિમાણ વનસ્પતિ જીવોનું છે, તેથી તેઓનું પ્રતિનિયત પરિમાણ હોવાથી તેનું તદ્દન ખાલી થવું સિદ્ધ થાય છે. વળી પ્રતિનિયત પરિમાણ હોવાથી જતા કાળે બધાં
૧૮૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ભવોની સિદ્ધિનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેમ છતાં મોક્ષમાર્ગ બંધ પડવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. કેમકે બધાં ભવ્ય જીવો સિદ્ધ થયા પછી બીજાનું સિદ્ધિગમન નહીં થાય. આ જ વાતનો ઉલ્લેખ વિશેષણવતીની ગાથા - ૪૯,૫૦માં પણ છે.
સિમાધાનો જીવો બે પ્રકારના છે - સાંવ્યવહારિક, અસાંવ્યવહારિક. તેમાં જેઓ નિગોદાવાચી નીકળી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, તે લોકોમાં દૃષ્ટિ પગમાં આવેલા પૃવીકાયિકાદિ વ્યવહારને પ્રાપ્ત થાય, તેથી તેઓ સાંવ્યવહારિક કહેવાય છે, જો કે તેઓ ફરીથી પણ નિગોદાવસ્થાને પ્રાપ્ત થાય છે, તો પણ વ્યવહારમાં પડેલા હોવાથી સાંવ્યવહારિક જ કહેવાય છે. જેઓ અનાદિ કાળથી નિગોદમાં છે, વ્યવહારમાં નથી, તે અસાંવ્યવહારિક.
સાંવ્યવહારિક અને અસાંવ્યવહારિક કઈ રીતે જાણી શકાય? યુક્તિથી. કેમકે પ્રત્યુત્પન્ન વનસ્પતિજીવોનું ખાલી થવું આગમમાં નિષેધેલ છે. તો પછી બધી વનસ્પતિના નિર્લેપની તો વાત જ ક્યાં રહી? તેમ બધાં ભવ્યો પણ નિર્લેપ ન થાય. જો અસાંવ્યવહારિક રાશિમાં અત્યંત - અનાદિ વનસ્પતિ જીવો ન હોય તો તે કેમ ઘટી શકે? તેથી જાણી શકાય કે અસાંવ્યવહારિક રાશિ પણ છે, જેમાં રહેલ વનસ્પતિ જીવો અનાદિ છે. સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે કે- અનંતા જીવો છે, જેણે ત્રસાદિવ પ્રાપ્ત કર્યું નથી, તે પણ અનંતાનંત જીવો નિગોદાવાસમાં રહે છે. તેથી પણ અસાંવ્યવહારિક શશિ સિદ્ધ છે. તે વાત વિશેષણવતીમાં પણ કહી છે. એ પ્રમાણે વનસ્પતિકાયનું અસ્તિત્વ સિદ્ધ છે. • x - x- આ 4મતિ કલ્પિત નથી. કેમકે જિનભદ્રગણિ ક્ષમા શ્રમણે પણ કહ્યું છે કે – કાયસ્થિતિનો કાળ આદિ વિશેષ જીવોને આશ્રીને કહ્યો. પરંતુ સાંવ્યવહારિક બહારના અનાદિ વનસ્પતિને આશ્રીને કહ્યું નથી.
ત્રસકાયમૂત્ર સ્પષ્ટ છે. હવે એ ત્રસકાયિકાદિનો પતિ-અપર્યાપ્ત વિશેષણ સહિત વિચાર કરે છે. •x• તેમાં તેઉકાય સૂત્રમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતા સમિદિવસ હોય, કેમકે તેઉકાયની ઉત્કૃષ્ટથી ભવસ્થિતિ ત્રણ પત્રિ-દિનની છે. તેથી નિરંતર કેટલાંક પMિાના ભવના કાળની ગણના કરવા છતાં પણ સંખ્યાના દિવસો જ થાય છે, સેંકડો વર્ષો નહીં.
હવે કાયદ્વારમાં સમાવેશ થતો હોવાથી સૂમકાયિક આદિ જીવોનું નિરૂપણ કરવા માટે સૂત્રકાર કહે છે
• સૂગ-૪૩૬ -
ભગવદ્ / જૂમકાયિક સૂમરૂપે કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જાન્યથી અંતમુહd, ઉcકૃષ્ટથી અસંખ્યાતકાળ કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી, ક્ષેત્રથી સંખ્યાત લોક હોય. સૂમ પૃવીકાયિકથી સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જદઈન્સથી અંતમુહુર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ હોય છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્યld લોક પ્રમાણ હોય.