________________
૧/-/-/૨
હોવાથી પક્ષપાતનો અસંભવ છે, માટે ઉક્ત વાત ન ઘટે. [સમાધાન] સમ્યક્ વસ્તુના અપરિજ્ઞાનથી આ શંકા છે, સૂર્ય માફક ભગવંત પણ ભેદભાવ વિના પ્રવચનોપદેશ કરે છે. પણ જેમ ઘુવડને સૂર્યપ્રકાશ નકામો છે તેમ અભવ્યને ઉપદેશ ઉપકારક થતો
નથી. - ૪ - ૪ - તેથી ભવ્યોને જ ભગવંત વચનથી ઉપકાર થાય છે.
૨૧
ભગવંતે શું કર્યુ ? સમીપપણે જેમ શ્રોતાને જલ્દી યથાવસ્થિત તત્ત્વનો બોધ થાય તે રીતે સ્પષ્ટ વચનો વડે ઉપદેશ કર્યો છે. કોનો ? પ્રજ્ઞાપનાનો. જે શબ્દ સમૂહ વડે જીવાદિ ભાવની પ્રરૂપણા કરાય તે પ્રજ્ઞાપના. તે પ્રજ્ઞાપના શ્રુત રત્ન નિધાન છે. આ રત્નો બે ભેદ – દ્રવ્યરત્ન, ભાવરત્ન. દ્રવ્યરત્ન-વૈડૂર્ય મસ્કત ઈન્દ્રનીલાદિ, ભાવરત્ન-શ્રુતવ્રતાદિ. તેમાં અહીં ભાવરત્નનો અધિકાર છે. “શ્રુતરૂપ રત્નો'' સમાસ છે. - ૪ - ૪ - શ્રુતરત્નોના નિધાન જેવી પ્રજ્ઞાપના તે શ્રુતરત્નનિધાન.
કોની પ્રજ્ઞાપના ? સર્વભાવોની – જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ. આ પ્રજ્ઞાપનામાં ૩૬-૫દો છે. તેમાં પ્રજ્ઞાપના, બહુવક્તવ્યતા, વિશેષ, ચરમ, પરિણામ પદમાં જીવ અને અજીવની પ્રજ્ઞાપના છે, ઈત્યાદિ. - ૪ - ૪ - અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ સર્વ ભાવોની પ્રજ્ઞાપના છે. બીજી કોઈ પ્રજ્ઞાપના નથી. પ્રજ્ઞાપના પદમાં જીવ-અજીવ દ્રવ્યની, સ્થાનપદમાં જીવના આધારભૂત ક્ષેત્રની, સ્થિતિ પદથી કાળની, બાકીમાં ભાવોની છે.
• સૂત્ર-૩,૪ :
વાચક શ્રેષ્ઠ વંશમાં ત્રેવીશમાં, ધીરપુરુષ દુર્જર-ધર પૂર્વશ્રુત સમૃદ્ધ બુદ્ધિ એવા મુનિ વડે... શ્રુતસાગરથી વીણીને પ્રધાન શ્રુતરત્ન શિષ્યગણને આપ્યું, તે આર્યશ્યામને નમસ્કાર.
• વિવેચન-૩,૪ :
વાવ - પૂર્વ'ના જ્ઞાતા, વાચકવર-વાચક પ્રધાન, વંશ-પ્રવાહ. - ૪ - ૪ - ગ્રેવીશમાં અર્થાત્ સુધર્માસ્વામીથી લઈને ભગવત્ આર્યશ્મ ત્રેવીશમાં જ છે. કેવા ? ધીરપુરુષ - બુદ્ધિ વડે શોભે છે, તે ધીર. દુર્જાર - પ્રાણાતિપાતાદિ વિરતિ લક્ષણ પાંચ મહાવ્રતને ધારણ કરે છે તે. જગતની ત્રિકાળ અવસ્થાનું મનન કરે તે મુનિ. વળી પૂર્વના જ્ઞાન વડે બુદ્ધિ સમૃદ્ધ થઈ છે તેવા.
શંકા - વાચક વંશજો અવશ્ય પૂર્વશ્રુત સમૃદ્ધિક હોય, તો આ વિશેષણનું શું પ્રયોજન ? એ સત્ય છે, પણ પૂર્વવિદો પણ છ સ્થાન પતિત હોય છે, ચૌદ પૂર્વીમાં પણ મતિને આશ્રીને છ સ્થાનને કહેશે, તેથી આધિક્ય પ્રદર્શનાર્થે આ વિશેષણ છે. માટે દોષ નથી. - ૪ - ૪ - અપાશ્રુત અને જ્ઞાનાદિ રત્નયુક્ત હોવાથી સાગર જેવું છે - ૪ - ૪ - તેથી સામ્પ્રતકાળના પુરુષને યોગ્ય વીણીને પ્રજ્ઞાપના રૂપ ઉત્તમ શ્રુતરત્ન શિષ્યોને આપેલ છે. અહીં પ્રાધાન્ય બાકીના શ્રુત-રત્નોની અપેક્ષાએ નથી. પણ સ્વરૂપથી છે. भगवत्
- જ્ઞાન, ઐશ્વર્ય ધર્માદિવાળા, સર્વ હેયધર્મોથી દૂર ગયેલા અને ગુણો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
વડે સમીપ ગયેલા, તે આર્ય શ્યામને નમસ્કાર થાઓ. હવે ઉક્ત સંબંધથી જ આ ગાથા કહે છે –
૨૨
• સૂત્ર-૫ ઃ
આ પ્રજ્ઞાપના અધ્યયન વિચિત્ર શ્રુતરરૂપ, દૃષ્ટિવાદના બિંદુ સમાન છે. જેમ ભગવંતે તેને વર્ણવી, તેમ હું વર્ણવીશ. • વિવેચન-૫ ઃ
આ પ્રજ્ઞાપના નામે અધ્યયન છે. જો આ અધ્યયન છે, તો તેનો અનુયોગાદિ દ્વાર ઉપન્યાસ કેમ કરતા નથી? એવો નિયમ નથી કે અઘ્યયનાદિમાં અવશ્ય ઉપક્રમાદિ કરવા જોઈએ. નિયમ નથી એમ કેમ જાણ્યું ? નંદિ અધ્યયનાદિમાં દેખાતો નથી. વળી વિચિત્ર અર્થાધિકારથી ‘ચિત્રમ્’ દ્વાદશાંગના સારરૂપ દૃષ્ટિવાદ-જેમ ભગવંત મહાવીર વર્લ્ડમાન સ્વામીએ ઇન્દ્રભૂતિ આદિ આગળ અધ્યયનનો અર્થ કહ્યો તેમ હું પણ વર્ણન કરીશ.
પ્રશ્ન - છાસ્થની વર્ણન શક્તિ તીર્થંકર સમાન કઈ રીતે હોય ? સામાન્ય
અભિધેય પદાર્થ વર્ણન માત્રને આશ્રીને આમ કહ્યું છે વળી હું તેને અનુસરીને વર્ણન કરીશ, સ્વમતિથી નહીં.
આ પ્રજ્ઞાપનામાં ૩૬ પદો છે. પદ, પ્રકરણ, અર્થાધિકાર આ પર્યાય શબ્દો છે
તે પદો આ છે –
• સૂત્ર-૬ થી ૯ઃ
૧-પ્રજ્ઞાપના, ર-સ્થાન, ૩-બહુવકતવ્ય, ૪-સ્થિતિ, ૫- વિશેષ, ૬- વ્યુત્ક્રાંતિ, ૭- ઉચ્છવાસ, ૮- સંજ્ઞા, ૯- યોનિ, ૧૦- ચરમ, ૧૧- ભાષા, ૧૨- શરીર, ૧૩- પરિણામ, ૧૪- કષાય, ૧૫- ઈન્દ્રિય, ૧૬- પ્રયોગ, ૧૭- વેશ્યા, ૧૮- કાયસ્થિતિ, ૧૯- સમ્યકત્વ, ૨૦- અંતક્રિયા, ૨૧- અગગાહન સંસ્થાન, ૨૨- ક્રિયા, ૨૩- કર્મ, ૨૪- કર્મબંધક, ૨૫- કમવૈદક, ૨૬- વેદબંધક, ૨૭- વેદવેદક, ૨૮- આહાર, ૨૯- ઉપયોગ, ૩૦- પશ્યતા, ૩૧- સંજ્ઞા, ૩૨- સંયમ, ૩૩- અવધિ, ૩૪- પ્રતિચારણા, ૩૫- વેદના, ૩૬- સમુદ્દાત.
• વિવેચન-૬ થી ૯ -
૧- તેમાં પહેલું પદ પ્રજ્ઞાપનાવિષયક પ્રશ્નને આશ્રીને પ્રવૃત્ત હોવાથી પ્રજ્ઞાપના, ૨- સ્થાન, ૩- બહુવક્તવ્ય ઈત્યાદિ ૩૬-પદો સૂત્રાર્થ મુજબ જાણવા. વિશેષ એ કે – છઠ્ઠું વ્યુત્ક્રાંતિ લક્ષણ અધિકાર યુક્ત હોવાથી વ્યુત્ક્રાંતિ છે. દશમું ‘ચરમ'ના પ્રશ્નને આશ્રીને પ્રવૃત્ત હોવાથી ચરમ. ચોવીશમું કર્મબંધક - જે રીતે જીવ કર્મનો બંધક થાય તે રીતે પ્રરૂપવાથી છે. છવ્વીસમું - વેદ બંધક - અનુભવાય તે વેદ, તેનો બંધક, અર્થાત્ કેટલી પ્રકૃતિ વેદતા કેટલી પ્રકૃતિનો બંધ થાય છે તેનું નિરૂપણ, સત્તાવીશમું વેદવેદક - કઈ પ્રકૃતિ વેદતા કેટલી પ્રકૃતિ વેદે તે વેદ વેદક. અઠ્ઠાવીશ આહારના પ્રતિપાદકથી આહાર. આ રીતે પદોનો ઉપન્યાસ કરેલ છે.