________________
૧૫/૧/-/૪૨૨
૧૦૩
ગુણો કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ચક્ષુઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો છે, શ્રોત્રોન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો અનંતગણાં છે, ધાણેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં છે, જિલેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતમાં છે. સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરુગુણે અનંતગુણા છે.
મૃદુ લઘુ ગુણોનું અબહુત્વ - સૌથી થોડાં સ્પર્શન-ઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો છે, તેનાથી જિલેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગણા, ધાણેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગમાં, શ્રોપ્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગણાં, ચક્ષુઈન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગુણા,
કર્કશગુરુ ગુણો અને મૃદુ લઘુ ગુણોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં ચક્ષુ ઈન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, શ્રોત્રેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંત ગણાં, ધાણેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં, જિદ્ધેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં, સ્પર્શનેન્દ્રિયના કર્કશ ગુરુ ગુણો અનંતગણાં છે. તેના જ મૃદુ-લ ગુણો અનંતગણા, જિલ્લેન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગુણ, ધાણેન્દ્રિયના મૃદુલઘુ ગુણો અનંતગુણ, શ્રોત્રેન્દ્રિયના મૃદુ લઘુ ગુણો અનંતગુણ, ચક્ષુઈન્દ્રિયના મૃદુ-લઘુ ગુણો અનંતગણાં છે.
• વિવેચન-૪૨૨ :
સૂત્ર પાઠ સિદ્ધ છે. હવે અલ્પબહુત્વદ્વાર છે સૌથી થોડી ચક્ષુઈન્દ્રિય અવગાહનાર્થરૂપ છે. તેનાથી શ્રોત્રેન્દ્રિય અવગાહનાર્થરૂપે સંખ્યાતગુણ છે, કેમકે અતિ ઘણાં પ્રદેશની અવગાહના છે, તેનાથી ધ્રાણેન્દ્રિય અવગાહનારૂપે સંખ્યાતગુણ છે - x - તેનાથી જિલેન્દ્રિય અવગાહનારૂપે અસંખ્યાતગુણ છે, કેમકે તેના વિસ્તાર ગુલ પૃથકત્વ છે. ક્યાંક સંખ્યાતગુણ પાઠ છે, તે અશુદ્ધ છે. - ૪ - તેનાથી સ્પર્શનન્દ્રિય સંખ્યાતગુણ છે. કેમકે જિહેન્દ્રિય બે થી નવ ગુલ પૃથકત્વ છે, જ્યારે સ્પર્શનેન્દ્રિય શરીર પ્રમાણ છે. અહીં ઘણે સ્થાને અસંખ્યાતગુણ પાઠ મળે છે, તે અશુદ્ધ છે - ૪ - આ ક્રમથી પ્રદેશાર્થરૂપે સૂત્ર પણ વિચારવું.
કર્કશ ગુરુ ગુણ આદિ સૂત્રો પાઠ સિદ્ધ છે. પશ્ચાનુ પૂર્વીક્રમે પૂર્વ પૂર્વના મૃદુલઘુ ગુણો અનંતગુણ જાણવા. કેમકે ઉત્તરોત્તર કર્કશરૂપે અને પૂર્વપૂર્વ અતિકોમળરૂપે જણાય છે. બંનેના અલ્પબહુત્વમાં સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણ કરતાં તેના જ મૃદુ-લઘુ ગુણ અનંત ગુણ છે, કેમકે શરીરમાં ઉપર રહેલા પ્રદેશો શીત, તાપાદિના સંબંધથી કર્કશ હોય, તે સિાય બીજા શરીરમાં રહેલા ઘણાં મૃદુ હોય છે. આ સંસ્થાનાદિ અલ્પબહુત્વ સુધીના દ્વારો નૈરયિકમાં –
-
• સૂત્ર-૪૨૩ :
ભગવન્ ! નૈરયિકોની કેટલી ઈન્દ્રિયો છે? ગૌતમ ! પાંચ-શ્રોત્ર યાવત્ સ્પર્શન. ભગવન્ ! શ્રોપ્રેન્દ્રિય કેવા આકારે છે ? કદંબ પુષ્પના આકારે છે. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયોની વતવ્યતા માફક નૈરયિકોની અલ્પબહુત્વ સુધી
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
કહેવી. પણ વિશેષ એ કે નૈરયિકોની સ્પર્શનેન્દ્રિય કેવા આકારે છે ? ગૌતમ ! સ્પર્શનેન્દ્રિય બે ભેટે ભવધારણીય, ઉત્તરવૈક્રિય. ભવધારણીય સ્પર્શનેન્દ્રિય હુંડકાકાર, ઉત્તર વૈક્રિય પણ તેમજ છે.
ભગવન્ ! અસુરકુમારને કેટલી ઈન્દ્રિયો છે ? - પાંચ. એ પ્રમાણે સામાન્ય ઈન્દ્રિયો માફક બંને પ્રકારે અલ્પબહુત્વ કહેવું. પણ તેઓને સ્પર્શનન્દ્રિય બે પ્રકારે છે – ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં ભવધારણીય સમચતુસ આકારે છે, ઉત્તર વૈક્રિય વિવિધાકારે છે. બાકી બધું પૂર્વવત્ જાણવું, આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી સમજવું.
૧૦૪
-
ભગવન્ ! પૃથ્વીકાયિકને કેટલી ઈન્દ્રિયો છે ? સ્પર્શનન્દ્રિય એક. ભગવન્ ! તે કયા આકારે રહેલી છે ? મયુર ચંદ્ર સંસ્થાને છે. ભગવન્ ! તેનું બાહત્ય કેટલું છે ? ગૌતમ ! ગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. ભગવન્ ! તેનો વિસ્તાર કેટલો છે? શરીરપ્રમાણ માત્ર. ભગવન્ ! તે કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ ! અનંત પ્રદેશી છે. ભગવન્ ! તે કેટલા પ્રદેશોની અવગાહનાવાળી છે ? ગૌતમ ! અસંખ્યાત પ્રદેશોની. ભગવન્ ! તે પૃથ્વીકાયિકોની સ્પર્શનેન્દ્રિય અવગાહના, પ્રદેશ અને અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પા, બહુ, તુલ્ય કે વિશેષ છે ?
ગૌતમ ! સૌથી થોડી પૃથ્વી સ્પર્શનેન્દ્રિય અવગાહના રૂપે છે, તે જ પ્રદેશાર્થરૂપે અનંતગુણ, [અવગાહના-પ્રદેશ સૂત્રમાં નોંધ્યા નથી] ભગવન્ ! પૃથ્વી સ્પર્શનેન્દ્રિયના કેટલા કર્કશ-ગુરુ ગુણો છે? ગૌતમ ! અનંતા. એ રીતે મૃદુલઘુ ગુણો પણ જાણવા. ભગવન્ ! એ પૃથ્વી સ્પર્શનેન્દ્રિયના કર્કશ-ગુરુ ગુણો, મૃદુ-લઘુ ગુણોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? તેમાં સૌથી થોડાં કર્કશ-ગુરુ ગુણો છે, મૃદુ-લઘુ ગુણો અનંતા છે.
એ પ્રમાણે કાયિક ચાવર્તી વનસ્પતિકાયિકો જાણતા. પણ સંસ્થાનમાં આટલું વિશેષ - અકાયિકની સ્તિબુક આકૃતિ છે, તેઉકાયિકની સોયના જત્થા જેવી, વાયુકાયિકોની ધ્વજા જેવી, વનસ્પતિ કાયિકોની અનેક પ્રકારના આકારવાળી સ્પર્શનેન્દ્રિય જાણવી.
ભગવન્ ! બેઈન્દ્રિયોને કેટલી ઈન્દ્રિયો હોય છે ? ગૌતમ ! બે ઈન્દ્રિયો જિહેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. બંનેનું સંસ્થાન, જાડાઈ, વિસ્તાર, પ્રદેશો અને અવગાહના, સામાન્ય ઈન્દ્રિયો માફક કહેવી. પણ સ્પર્શનેન્દ્રિય હુંડક સંસ્થાનની આકૃતિ જેવી છે. ભગવન્ ! બેઈન્દ્રિયોની જિલેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયમાં અવગાહનારૂપે, પ્રદેશરૂપે, અવગાહના-પ્રદેશરૂપે કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! બેઈન્દ્રિયોની જિલેન્દ્રિય અવગાહનારૂપે સૌથી અલ્પ છે, અવગાહનારૂપે સંખ્યાતગુણ છે, પ્રદેશાર્થરૂપે-બેઈન્દ્રિયોની જિલેન્દ્રિય પ્રદેશરૂપે સૌથી અલા છે, પ્રદેશરૂપે સંખ્યાતગુણ છે, અવગાહના-પ્રદેશાર્થરૂપે બેઇન્દ્રિયોની
-