________________
૧૦|--/૩૬૪ થી ૩૭૧
૫૩
૫૪
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર
• હવે અટપ્રદેશી ઢંધ - પ્રગ્નસૂત્ર પૂર્વવતુ જાણવું. ઉત્તર સૂર-આઠ પ્રદેશી સ્કંધ કદાચ ચરમ હોય ઈત્યાદિ. અહીં બીજો, ચોથો, પાંચમો, છઠો, પંદરમો, સોળમો, સતરમો અને અઢારમો એ આઠ ભંગો ત્યાગ કરવા અને બાકીના ગ્રહણ કરવા. એ સંબંધે આગળ પણ સંગ્રહણી ગાથામાં કહેવામાં આવશે. બાકીના ભંગો સપ્તપદેશી ઢંધ થકી બીજા અષ્ટપ્રદેશી વગેરે બધાં સ્કંધોમાં જાણવા. બીજા આચાર્યો એ ગાથાનો ઉત્તરાદ્ધ આ પ્રમાણે કહે છે – એ ભાંગાને વર્જીને, તેથી આગળના બાકીના ભાંગા અવસ્થિત જાણવા.
પહેલાથી છવીશ સુધીના અઢાર ભાંગાઓ વિચારણાથી અને સ્થાપનાથી પૂર્વની માફક વિચારવા. પણ એક ચરમ, બે અચરમ અને બે અવકતવ્ય - એ પ્રકારનો બાવીશમો ભંગ સ્થાપના વડે આ પ્રમાણે છે - આઠ આકાશપ્રદેશમાં આઠ ઈત્યાદિ.
(પ્રન) દ્વિપદેશી ઢંધમાં બે અવાવરૂપ છઠ્ઠા ભંગનો નિષેધ કેમ કરો છો ? કેમકે તે યુક્તિથી સંભવે છે. તે આ પ્રમાણે - જ્યારે એક પરમાણુ એક આકાશપ્રદેશમાં અને બીજો વિશ્રેણીમાં રહેલા બીજા આકાશપ્રદેશમાં હોય ત્યારે એક અવકતવ્ય અને બીજો પણ અવક્તવ્ય એમ બે અવકતવ્યરૂપ છઠ્ઠો ભંગ સંભવે છે. Suદેશી અંદાના વિચારમાં એક પ્રદેશમાં એક પરમાણુ અને વિશ્રેણીમાં રહેલા બીજા પ્રદેશમાં બે, એમ ચતુઃપ્રદેશી ઢંધના વિચારમાં પ્રત્યેકમાં બબ્બે પરમાણુઓ હોય.
(સમાધાન) તમારી શંકા બરોબર છે, પણ જગતમાં એવા પ્રકારના પુદ્ગલ દ્રવ્યો નથી. એમ આ ભંગોના પ્રતિષેધથી જણાય છે.
જેમ અટપ્રદેશી ભાંગાના પ્રતિષેધ કર્યો અને તેઓનું વિધાન કર્યું તેમ પ્રત્યેક સંખ્યાતપદેશી, અસંખ્યાત પ્રદેશી ઢંધના ભંગો કહેવા. તે આ રીતે- સખ્યાતપદેશી આદિ, પાઠ સિદ્ધ છે. પણ દરેક સ્થળે આ વિચાર જાણવો - એકાદિ આકાશપદેશમાં અષ્ટપ્રદેશી વગેરે સ્કંધો રહી શકે છે. માટે ઉપરોક્ત બધાં ભાંગા ઘટે છે.
(પ્રશ્ન) ભગવન્! અસંખ્યાતપ્રદેશી અને અનંતપદેશી ઢંધો એક આકાશપ્રદેશમાં કેમ રહી શકે ? (સમાધાન] તેવા પ્રકારની શક્તિથી રહી શકે. તે આ રીતે - અનંતાનંત દ્વિપદેશી ઢંધો ચાવતુ અનંતાનંત સંખ્યાતપદેશી ઢંધો, અનંતાનંત અસંખ્યાતપ્રદેશી ઢંધો, અનંતાનંત અનંતપદેશી ઢંધો છે. લોક બધો મળીને પણ અસંખ્યપદેશાત્મક છે. તે બધાં સ્કંધો લોકમાં જ રહેલા છે, તેથી નિશ્ચય થાય છે કે એક આકાશપ્રદેશમાં ઘણાં પરમાણુઓ, ઘણાં દ્વિપદેશી યાવતુ અનંતપદેશી સ્કંધો રહેલા છે.
અહીં પૂર્વાચાર્યો દીવાનું દટાંત કહે છે, જે વૃત્તિકારે નોંધેલ છે. • x • x - હવે પરમાણ આદિમાં જે ભંગો ગ્રાહ્ય છે, તેને સંગ્રહ કરનાર સંગ્રહણી ગાથા કહે છે, તે પાઠસિદ્ધ છે.
અહીં સ્કંધોની ચરમાગરમાદિ વક્તવ્યતા કહી, સ્કંધો યથાયોગ્ય પરિમંડલાદિ
સંસ્થાનવાળા હોય છે, તેથી સંસ્થાન કથન
• સૂત્ર-૩ર :
ભગવન સંસ્થાનો કેટલો છે ? પાંચ – પરિમંડલ, વૃત્ત, યસ, ચતુર, આયત... ભગવન્! પરિમંડલ સંસ્થાનો સંપ્રખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? સંખ્યાતા, અસંખ્યાતા નથી, અનંતા છે. એ પ્રમાણે આયત સંસ્થાનો સુધી જાણવું... ભગવન / પરિમંડલ સંસ્થાન સંખ્યાતપદેશી છે, અસંખ્યાતપદેશી છે કે અનંતપદેશી ? કદાચ સંખ્યાત પ્રદેશી, કદાચ અસંખ્યાત પ્રદેશી, કદાચ અનંતપદેશ. આ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવન સંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાન શું સંખ્યાત પ્રદેશમાં, અસંખ્યાત-પ્રદેશમાં, અનંતપદેશમાં અવગાઢ હોય ? સંખ્યાત પ્રદેશમાં અવગાઢ હોય, અસંખ્યાત કે અનંતપદેશમાં નહીં. ભગવન્! અસંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાના સંખ્યાતe અસંખ્યાત કે અનંતપદેશમાં રહેલ હોય ? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાત પ્રદેશમાં હોય, પણ અનંતપદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવન અનંતપદેશી પરિમંડલ સંસ્થાન સંખ્યાત, અસંખ્યાત કે અનંતપદેશમાં રહેલ હોય? કદાચ સંખ્યાત કે કદાચ અસંખ્યાતપદેશમાં રહેલ હોય, પણ અનંતપદેશમાં રહેલ ન હોય. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવના સંખ્યાતપ્રદેશમાં રહેલ અને સંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચમ, આચમ, ચરમો, અચરમો, ચરમાંત પ્રદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ ! તે ચરમ ચાવતુ અચરમાંત પ્રદેશરૂપ એકે નથી. પણ અવશ્ય આચમ, ચરમો, ચમત અને આચરમાં પ્રદેશરૂપ છે. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી neg.
ભગવાન ! સંખ્યાના પ્રદેશાવગાઢ, અસંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચમ છે ? અાદિ પૃચ્છા - તે સંખ્યાતપદેશી માફક જાણવું. એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવન ! અસંખ્યાતા પ્રદેશાવગાઢ, અસંખ્યાતપદેશી પરિમંડલ સંસ્થાના શું ચમ છે ઈત્યાદિ પૃચ્છા - તે સંખ્યાતાપદેશ વગાઢની માફક જાણવું, એ રીતે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવા સંખ્યાત દેશમાં રહેલ અનંતપદેશી પરિમંડલ સંસ્થાન શું ચરમ છે, ઈત્યાદિ પ્રવન - ઉપર કહ્યા મુજબ છે, આયત સંસ્થાન સુધી આ જાણવું. અસંખ્યાતપદેશમાં રહેલ અનંત પ્રદેશ પરિમંડલ સંસ્થાન, સંખ્યાતા પ્રદેશ સ્થિત અિંડલ સંસ્થાન માફક જાણવું એ પ્રમાણે આયત સંસ્થાન સુધી જાણવું.
ભગવદ્ ! સંખ્યાતપદેશી, સંખ્યાતપદેશાવગાઢ પરિમંડલ સંસ્થાનના