________________
૧૦/-|-|૩૬૪ થી ૩૭૧
પરિણત થયેલ હોવાથી અને એક-એક વર્ણાદિથી એકપણાનો વ્યવહાર થાય છે, તેથી ‘ચરમ’ કહેવાય છે. વચ્ચેના બે પરમાણુ એકત્વ પરિણામ વડે પરિણત હોવાથી અચરમ કહેવાય છે.
૫૧
આઠમો ભંગ-ચરમ અને બે અચરમ હોય. તેમાં જ્યારે તે જ છપ્રદેશી સંધ એક આકાશપ્રદેશને ચોતરફ વીંટીને રહેલ અને એક અધિક એમ છ આકાશ પ્રદેશમાં રહે છે, ત્યારે અંતે ચોતરફ વીંટીને રહેલા ચાર પરમાણુ પૂર્વોક્ત યુક્તિથી - x - ૪ - એક ચરમ અને વચ્ચેના બે પરમાણુ બે અચરમરૂપ છે, અન્ય આચાર્યો કહે છે પર્યન્તવર્તી ચાર પરમાણુ, બીજા આકાશપ્રદેશોનું અંતર હોવાથી તેમાં એકપણાનો પરિણામ થતો નથી. તેના અભાવે આ આઠમો ભંગ ઘટી ન શકે, તેથી સૂત્રમાં નિષેધ
કરેલ છે.
જો તં નો અર્થ TM અને અટ્ઠ બે પદ પ્રાકૃત શૈલીથી ગણાય છે. તેનાથી છો અને આઠમો બે ભંગો છોડીને બીજા ભાંગા જાણવા. જો આવો ભંગ હોય તો આ રીતે જાણવો - એક પરમાણુને વીંટીને રહેલા નિરંતર જે ચાર પરમાણુઓ છે, તેવા પ્રકારના એકત્વ પરિણામથી પરિણત થયેલ હોવાથી ચરમ છે. - ૪ - વળી જે અધિકના મધ્યમાં રહેલ છે, તે મધ્યવર્તી અને અનેક પરિણામી હોવાથી વસ્તુતઃ અચરમ છતાં પૂર્વોક્ત હેતુથી બે અચરમ હોય એવો ભંગ થાય છે, માટે કંઈ વિરોધ નથી. તત્ત્વ કેવલી ગમ્ય.
નવમો ભંગ - બે ચરમ અને એક અચરમ હોય. જ્યારે તે જ છ પ્રદેશી ધ સમશ્રેણિથી રહેલ ત્રણ આકાશપ્રદેશમાં આ રીતે રહે કે – એકૈક આકાશપ્રદેશમાં બબ્બે પરમાણુ હોય, આદિ અને અંતના પરમાણુથી એક-એક એમ બે ચરમ થાય,
મધ્યવર્તી તે અચરમ.
દશમો ભંગ - બે ચરમ, બે અચરમ. તે આ રીતે – જ્યારે તે છપ્રદેશી કંધ સમશ્રેણીથી ચાર આકાશપ્રદેશમાં બે-બે-એક-એક એ પ્રમાણે હોય, તેમાં પહેલો અને છેલ્લો પરમાણુ એમ બે ચરમ છે, બીજા પ્રદેશમાં એક અચરમ, ત્રીજામાં એક અચરમ એમ બે અચરમો થાય. - - - અગિયારમો ભંગ-ચરમ અને અવક્તવ્ય. તે આ રીતે – તે જ છ પ્રદેશી સ્કંધ સમશ્રેણિ અને વિશ્રેણિએ રહેલ ત્રણ આકાશ પ્રદેશમાં આ રીતે હોય - પહેલા પ્રદેશમાં બે, સમશ્રેણીમાં બે, વિશ્રેણીમાં બે. ત્યારે દ્વિપ્રદેશી માફક એક ચરમ, વિશ્રેણીવાળો એક અવક્તવ્ય.
બારમો ભંગ - એક ચરમ અને બે અવક્તવ્ય હોય. છ પ્રદેશી સ્કંધમાં બબ્બે સમશ્રેણીમાં, એક-એક વિશ્રેણીમાં હોય છે. ત્યારે પૂર્વવત્ એક ચરમ અને બે અવક્તવ્ય થાય. - - - - તેરમો ભંગ - બે ચરમ અને એક અવક્તવ્ય હોય. તે જ છપ્રદેશી અંધ સમશ્રેણીએ રહેલા બે આકાશપ્રદેશમાં બે પરમાણુ, તેની નીચે સમ શ્રેણીથી બે પરમાણુ, બે શ્રેણીના મધ્ય ભાગે અલગ પણ સમશ્રેણીથી રહેલ બે પરમાણુ હોય ત્યારે - ૪ - ૪ - ઉપર-નીચે એકૈક એમ બે ચરમો અને એકપ્રદેશમાં
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
અવગાઢમાં - ૪ - એક અવક્તવ્યરૂપ છે.
ચૌદમો ભંગ - બે ચરમ અને બે અવક્તવ્યરૂપ હોય. તેમાં જ્યારે તે છપ્રદેશીસ્કંધ - ૪ - ઉપર સમશ્રેણીએ રહેલ બે, નીચે સમશ્રેણીએ રહેલ બે, વિશ્રેણીએ એકૈક હોય ત્યારે ઉપર-નીચેનો એક-એક એમ બે ચરમ અને બે અવક્તવ્ય છે.
૫૨
ઓગણીશમો ભંગ ચરમ, અચરમ, અવક્તવ્ય છ પ્રદેશી કંધમાં મધ્યે એક, ચોતરફ એક, વિશ્રેણીમાં એક હોય ત્યારે પૂર્વોક્ત યુક્તિથી આ ભંગ થાય. વીશમો ભંગ ચરમ, અચરમ અને બે અવક્તવ્યરૂપ છે, તે સપ્તપ્રદેશીને જ ઘટે છે, છ પ્રદેશીને ઘટતો નથી. - એકવીશમો ભંગ – ચરમ, બે અચરમ, અવક્તવ્ય રૂપ છે. આ ભંગ પણ સપ્તપ્રદેશીને જ ઘટે છે. - - - બાવીશમો ભંગ - ચરમ, બે અયમ, બે અવક્તવ્યરૂપ છે, તે અષ્ટપ્રદેશી કંધને જ ઘટે છે. તેથી આ ત્રણેનો નિષેધ કર્યો.
---
-
તેવીશમો ભંગ – બે ચરમ, એક અચરમ, એક અવક્તવ્યરૂપ છે, તે આ રીતે – જ્યારે છ પ્રદેશી કંધમાં બબ્બે પરમાણુ બે આકાશપ્રદેશમાં, એક તેમની સમશ્રેણીમાં ત્રીજા આકાશપ્રદેશમાં, એક વિશ્રેણીસ્થિત આકાશપ્રદેશમાં હોય, ત્યારે - ૪ - બે પરમાણુ ચરમ, ત્રીજા પ્રદેશમાં અવગાઢ તે અચરમ, વિશ્રેણીવાળો અવક્તવ્ય હોય.
ચોવીશમો ભંગ – બે ચરમ, એક અચરમ, બે અવક્તવ્ય. જ્યારે છ પ્રદેશી સ્કંધમાં પાંચ આકાશપ્રદેશમાં એક-એક-બે સમશ્રેણીથી અને બે વિશ્રેણીથી રહેલ હોય ત્યારે બે ચરમ, મધ્યમાં રહેલ એક અચરમ અને વિશ્રેણીના બે અવક્તવ્ય હોયજ છે.
પચીશમો ભંગ – બે ચરમ, બે અચરમ, એક અવક્તવ્ય તે આ રીતે છ પ્રદેશી સ્કંધ - પાંચ આકાશપ્રદેશમાં હોય, તેમાં એક-એક-એક-બે સમશ્રેણીથી અને એક વિશ્રેણીથી હોય ત્યારે પહેલો-છેલ્લો એક-એક ચરમ, મધ્યના બે અચરમ, વિશ્રેણીનો એક અવક્તવ્ય છે.
છવીશમો ભંગ – ચરમ, બે અચરમ, બે અવક્તવ્ય. છ પ્રદેશી કંધમાં એકએક-એક-એક એમ ચાર સમશ્રેણીમાં અને બે વિશ્રેણીમાં હોય, ત્યારે પેલ્લો-છેલ્લો એક-એક એમ બે ચરમ છે, મધ્યના બે અચરમ છે, વિશ્રેણીના બે અવક્તવ્ય છે. સપ્તપ્રદેશી સ્કંધ - ૪ - ૪ - અહીં બીજો, ચોથો, પાંચમો, છટ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવશમો એ નવ ભંગો ત્યાજ્ય છે, બાકીના ગ્રાહ્ય છે. તે આગળ પણ કહેવાશે. - ૪ -
તેમાં બાવીશમો ભંગ છે, તે આઠ પ્રદેશી કંધ વિશે જ ઘટે છે, સપ્તપ્રદેશીમાં
નહીં. તેથી તેનો પ્રતિષેધ છે, બાકીમાં પૂર્વવત્. અહીં પહેલાંથી છવીશ સુધીના ૧૭ભંગો છ પ્રદેશી કંધવત્ જાણવા. માત્ર શિષ્યના અનુગ્રહાર્થે તેની સ્થાપના અહીં દેખાડેલ છે. - ૪ - ૪ - [જો કે અમે આરંભે લખ્યા મુજબ તેને અહીં કહેલ નથી.