________________
૧૦/-/-/૩૬૧
પદ-૧૦-‘ચરમાચરમ' છે
— * - * — * — * —
૪૧
૦ નવમાં ૫દની વ્યાખ્યા કરી, હવે દશમું કહે છે – તેનો સંબંધ આ છે - પદ નવમાં જીવોની યોનિ કહી. અહીં પ્રાણીઓનું ઉપપાતક્ષેત્ર રત્નપ્રભાદિ છે, તે ચરમ, અચરમ વિભાગથી કહે છે –
• સૂત્ર૩૬૧ :
ભગવન્ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! આઠ- રત્નપભા, શકરાભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપભા, તમ:પ્રભા, તમતમપ્રભા, ઈષપાભારા. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શું ચરમ, અચરમ, ચરમો, અયરમો, ચરમાંતપદેશરૂપ, અચરમાંતપદેશરૂપ છે ? ગૌતમ ! તે ચરમ, અચરમ, ચરમો, અચરમો, ચરમાંપદેશ, અચરમાંતપદેશ નથી. નિયમા અચરમ, ચરમોરૂપ, પરમાંત પ્રદેશરૂપ, અચરમાંત
પ્રદેશરૂપ છે. એ પ્રમાણે અધઃ સપ્તમી પૃથ્વી સુધી જાણવું. સૌધર્મથી અનુત્તર સુધી, તથા ઈપત્પાત્મારામાં, તથા લોક અને અલોક સંબંધે એમ જ સમજવું. • વિવેચન-૩૬૧ :
સૂત્ર સુગમ છે. પરંતુ ઈશ્વત્ પ્રાભારા ૪૫-લાખ યોજન લાંબી, પહોળી શુદ્ધ સ્ફટિકના જેવી સિદ્ધશિલા પૃથ્વી છે. રમ - પર્યન્ત વર્તી, તે ચરમપણું આપેક્ષિક છે. જેમ પૂર્વશરીર અપેક્ષાથી ચરમ શરીર કહેવાય છે. અામ - અપ્રાંત કે મધ્યવર્તી. તે પણ ચરમની અપેક્ષાએ હોવાથી સાપેક્ષ છે. જેમકે તથાવિધ અન્ય શરીરની અપેક્ષાએ મધ્ય શરીર તે અચરમ શરીર છે. આ રીતે ચરમ, અચરમ સંબંધી એક વચનાંતની જેમ બહુવચનાંત પ્રશ્ન કરવો. ચરમો, અચરમો. આ ચાર પ્રશ્નસૂત્રો તથાવિધ એકત્વપરિણામી દ્રવ્ય સંબંધે કર્યા. હવે પ્રદેશોને આશ્રીને બે પ્રશ્ન - ચરમરૂપ અને અંતે રહેલ હોવાથી અન્તવર્તી ખંડો ચરમાંતો કહે છે, તેના પ્રદેશો તે ચરમાંત પ્રદેશો. અંતે ન હોય તે અચરમ-મધ્યવર્તી ખંડ તે અચરમાંત, તેમાંના પ્રદેશો તે અચરમાંત પ્રદેશો. એ પ્રમાણે છ પ્રશ્નો કર્યા, હવે ભગવંત તેનો ઉત્તર આપે છે– ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વી ચરમ નથી, કેમકે ચરમપણું બીજી વસ્તુની અપેક્ષાથી છે. આ જ કારણથી અચરમ પણ નથી કેમકે અચરમપણું પણ અન્ય વસ્તુની અપેક્ષાથી છે. અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી ચરમ નથી. તેમ મધ્યવર્તી પણ નથી, કેમકે ચરમ-અચરમત્વ બંને અન્ય વસ્તુની અપેક્ષાએ છે. - ૪ - આ કારણથી ઘરમાળ - બહુવચનાંત ચરમો પણ નથી કેમકે અપેક્ષા યોગ્ય વસ્તુના અભાવે તેવો વ્યવહાર જ અસંભવ છે. - ૪ - એ પ્રમાણે બહુવચનાંત અચરમ ભંગનો પણ નિષેધ કરવો - ૪ - તેમજ ચરમાંત પ્રદેશ અને અચરમાંત પ્રદેશ પણ નથી. કેમકે પૂર્વોક્ત યુક્તિથી ચરમત્વ-અચરમત્વનો અસંભવ હોવાથી તેના પ્રદેશોની કલ્પના પણ અસંભવ છે. તો પછી રત્નપ્રભા કેવી છે ?
તે અવશ્ય એકવચનાંત અચરમ અને બહુવચનાંત ચરમરૂપ છે. અર્થાત્ જો
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ રત્નપભાને અખંડરૂપે વિવક્ષા કરીને પૂછીએ તો પૂર્વોક્ત ભંગોમાંથી એક પણ ભંગરૂપે વ્યવહાર થતો નથી. પણ જો તે અસંખ્યાતપ્રદેશાવગાઢ હોવાથી અનેક અવયવોના વિભાગરૂપે વિવક્ષા કરીએ તો પૂર્વોક્ત ઉત્તરનો વિષય થાય છે. તે આ રીતે – રત્નપ્રભા પૃથ્વી આ પ્રકારે રહેલી છે, તેના પ્રાંત ભાગે રહેલ લોકાંતનિષ્કુટરૂપ ખંડો છે તે પ્રોક તથાવિધ વિશિષ્ટ એકરૂપ પરિણામ વડે પરિણત છે, માટે બહુવચનચરમોરૂપ છે, પ્રાંત ભાગના ખંડો સિવાયના મધ્યભાગમાં રત્નપ્રભાનો મોટો ખંડ છે, તે તથાવિધ એકરૂપ પરિણામી હોવાથી તેની એકરૂપે વિવક્ષા કરી છે, માટે અચરમરૂપ છે.
આ રત્નપ્રભાના મધ્યવર્તી ખંડ અને પ્રાંત ભાગના ખંડો ઉભયના સમુદાયરૂપ છે, એમ ન હોય તો રત્નપ્રભાના અભાવનો પ્રસંગ આવે. એ પ્રમાણે અવયવ અને અવયવીરૂપ વિચારતા અચરમ અને ચરમોરૂપ એમ અખંડ એક ઉતના વિષયરૂપે રત્નપ્રભાને કહી. હવે પ્રદેશરૂપે વિચારીએ તો - ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશો રૂપ છે. તે આ રીતે - બહારના ખંડોમાં રહેલા પ્રદેશો, તે ચરમાંત પ્રદેશો, મધ્ય એક ખંડમાં રહેલા પ્રદેશો તે અચરમાંત પ્રદેશો છે.
૪૨
અન્ય આચાર્યો કહે છે – તથાવિધ પ્રવિષ્ટ ઈતરપ્રાંત એક પ્રાદેશિક શ્રેણિપટલરૂપ, મધ્યભાગ તે અચરમ. તો પણ યોગ્ય છે. થોક્ત સ્વરૂપ પ્રાંત ભાગની એક શ્રેણિના સમુદાયમાં રહેલ પ્રદેશો, ચરમાંત પ્રદેશો અને મધ્ય ભાગમાં રહેલા અચરમાંપ્રદેશો કહેવાય છે. - X - x - આ પ્રમાણે સાતમી નસ્ક પૃથ્વી સુધી જાણવું. રત્નપ્રભા પૃથ્વી માફક સૌધર્માદિ અનુત્તર વિમાન પર્યન્ત વિમાનો, ઈષત્ પ્રાગ્ભારા, અને લોક સંબંધે જાણવું. સૂત્રપાઠ સુગમ છે તે વિચારી લેવો - X - X - હવે રત્નપ્રભાદિમાં પ્રત્યેક ચરમાચરમાદિનું અલ્પબહુત્વ
• સૂત્ર-૩૬૨,૩૬૩
[૩૬] ભગવન્ ! આ રત્નપ્રભાના અરમ, ચરમ, ચરમાંત પ્રદેશો અને અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યર્થિ, પ્રદેશાર્થ અને દ્રવ્યા/પદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડો આ રત્નપ્રભા પૃથ્વીનો દ્રવ્યાપણે એક ચરમ છે, તેથી ચરમો અસંખ્યાતગણાં છે. અચરમ અને ચરમો બંને વિશેષાધિક છે. પ્રદેશાથથી સૌથી થોડાં આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાંત પ્રદેશો છે. ચરમાંત પ્રદેશો અસંખ્યાતગણાં છે, ચરમાંત અને અચરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. દ્રવ્યાપદેશાર્થપણે સૌથી થોડાં આ રત્નપ્રભાપૃથ્વીનો દ્રવ્યાપણે એક અચરમ છે, ચરમો અસંખ્યાતગણાં છે, ચરમ અને ચરમો બંને વિશેષાધિક છે, ચરમાંતપદેશો અસંખ્યાતગણાં, અચરમાંતપદેશો અસંખ્યાતગણાં, ચરમાંત અને અયરમાંત પ્રદેશો બંને વિશેષાધિક છે. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી, સૌધર્મ યાવત્ લોકમાં પણ એમજ છે.
ભગવન્ ! અલોકના અચરમ, ચરમ, યરમાંતપદેશ અને અચરમાંત પ્રદેશોમાં દ્રવ્યાર્થરૂપે, પ્રદેશાર્થરૂપે, દ્રા-પ્રદેશાર્થરૂપે કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી