________________
૬/-/૫/૩૩૪ થી ૩૪૪
[૩૩] ભગવન્ ! અણુકુમાર કયાંથી આવીને ઉપજે ? નારક કે દેવથી ન ઉપજે, મનુષ્ય કે તિર્યંચથી આવીને ઉપજે. એ રીતે નૈરયિક માફક અસુરકુમારનો પણ ઉપપાત કહેવો. વિશેષ એ - અસંખ્યાત વષયક, અકર્મભૂમિજ, અંતર્નીપજ મનુષ્ય અને તિર્યંચથી આવીને પણ ઉપજે.
એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
[૩૩૮] ભગવન્ ! પૃથ્વીકાયિકો ક્યાંથી આવીને ઉપજે છે, નૈરયિકોથી યાવત્ દેવોથી ? ગૌતમ ! નૈરયિકોથી આવીને ન ઉપજે. તિર્યંચ, મનુષ્ય કે દેવોથી આવીને ઉપજે છે. તો તિર્યંચોથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિયોથી યાવત્ પંચેન્દ્રિયોથી આવીને ઉપજે ? ગૌતમ ! તે પાંચેથી આવીને ઉપજે. જો એકેન્દ્રિયતિથી ઉપજે જો શું પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિકથી ઉપજે ? ગૌતમ ! પૃથ્વીકાયિકાદિ પાંસેથી આવીને ઉપજે, જો પૃથ્વી ઉપજે તો શું સૂક્ષ્મ કે બાદર પૃથ્વીથી ઉપજે ? ગૌતમ ! બંનેથી ઉપજે. જો સૂક્ષ્મપૃથ્વી ઉપજે, તો શું પર્યાપ્તા પૃથ્વી ઉપજે કે પર્યાપ્તતાથી ? ગૌતમ ! બંનેથી. જો બાદર પૃથ્વી ઉપજે, તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તતાથી ઉપજે ? ગૌતમ ! બંનેથી ઉપજે. એ રીતે વનસ્પતિકાયિક સુધી ચાર ભેદો વડે ઉપપાત કહેવો.
જો બેઈન્દ્રિય તિર્યંચયોનિકથી ઉપજે તો શું પર્યાપ્તાથી ઉપજે કે અપચાથી ? ગૌતમ ! બંનેથી ઉપજે. એ રીતે તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયથી પણ કહેવું. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું જલચર પંચે તિર્યંચથી ઉપજે, એ પ્રમાણે નૈરયિકના ઉપપાત કહ્યો, તે અહીં પણ કહેવો. પણ પર્યાપ્તતા-અપચપ્તિતાથી ઉપજે.
૨૫
જો મનુષ્યોથી ઉપજે તો શું સંમૂર્ત્તિમ મનુષ્યથી ઉપજે કે ગર્ભજ મનુષ્યથી ? ગૌતમ ! બંનેથી. જો ગર્ભજ મનુષ્યથી ઉપજે તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે ઈત્યાદિ નૈરયિકવત્ કહેવું. વિશેષ એ કે – અપર્યાપ્તતાથી પણ ઉપજે.
જો દેવથી ઉપજે, તો શું ભવનવાસી-વ્યંતર-જ્યોતિક કે વૈમાનિકથી ઉપજે ? ચારેથી આવીને ઉપજે. જો ભવનવાસીથી ઉપજે તો શું સુકુમાથી યાવત્ ાનિતકુમારથી આવીને ઉપજે ? ગૌતમ ! તે બધાંથી ઉપજે.
જો વ્યંતરદેવથી ઉપજે તો શું પિશાચથી યાવત્ ગંધર્વથી ઉપજે ? ગૌતમ ! તે બધાંથી આવીને ઉપજે.
જો જ્યોતિદેવથી આવીને ઉપજે તો ચંદ્રવિમાનથી યાવત્ તારાવિમાનથી ઉપ? ગૌતમ ! તે પાંચેથી આવીને ઉપજે,
જો વૈમાનિક દેવથી ઉપજે, તો શું કોપથી કે કપાતીતથી આવીને ઉપજે ? ગૌતમ ! કોપપન્નથી ઉપજે, કલ્પાતીતથી નહીં. જો કોપપન્ન વૈમાનિક દેવથી ઉપજે તો શું સૌધર્મથી યાવત્ અચ્યુતથી ઉપજે ? ગૌતમ ! સૌધર્મ-ઈશાનથી આવીને ઉપજે છે. સનકુમાર ચાવત્ અચ્યુતથી ન ઉપજે. એ
૨૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
રીતે કાયિક પણ કહેવા. તેઉ વાયુથી પણ તેમ છે. પરંતુ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય. વનસ્પતિ પૃથ્વીવત્ જાણવા.
[૩૩] બે, ત્રણ, ચાર ઈન્દ્રિયો તેઉં વાયુવત્ જાણવા.
[૩૪૦] પંચે તિર્યંચ કયાંથી આવીને ઉપજે ? નૈરયિકથી ાવત્ દેવોથી ? ગૌતમ ! તે ચારેથી આવીને ઉપજે. જો નૈરયિકથી આવીને ઉપજે, તો શું રત્નપભાપૃથ્વી નૈરયિકથી યાવત્ અધઃસપ્તમી પૃથ્વીનેરયિકથી ઉપજે ? ગૌતમ ! તે સાતે પૃથ્વી નૈરયિકથી ઉપજે. જો તિર્યંચયોનિકથી આવીને ઉપજે તો શું એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયથી ઉપજે ? ગૌતમ ! પાંચેથી. - ૪ - એ રીતે પૃથ્વીકાયમાં ઉપપાત કહ્યો તેમ આમનો પણ કહેવો. વિશેષ આ - સહસ્રાર સુધીના દેવોથી ઉપજે.
[૩૪] ભગવન્ ! મનુષ્યો ક્યાંથી ઉપજે ? નૈરયિકથી યાવત્ દેવોથી ? ગૌતમ ! ચારેથી ઉપજે. જો નૈરયિકથી ઉપજે તો શું રત્નપભાપૃથ્વી નૈરયિકથી યાવત્ અધસપ્તમીથી ? રત્નપ્રભા યાવત્ તમ પ્રભાપૃથ્વી નૈરયિકથી ઉપજે, પણ અધઃ સપ્તમી નૈરયિકથી નહીં.
જો તિર્યંચયોનિકથી ઉપજે, તો શું એકેન્દ્રિય ઉપજે એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપ્પાત કહ્યો. તેમ મનુષ્યોનો પણ કહેવો. પરંતુ અધઃસપ્તમી નૈરયિક અને તેઉ વાયુથી આવીને ન ઉપજે. તથા સર્વ દેવોથી યાવત્ સર્વાર્થસિદ્ધથી
ઉપપાત કહેવો.
[૩૪૨] ભગવન્ ! વ્યંતર દેવો, કયાંથી આવીને ઉપજે છે ? નૈરયિક યાવત્ દેવથી ? અસુકુમારવત્ કહેવું.
[૩૪૩] ભગવન્ ! જ્યોતિષ્ક દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? વ્યંતરવત્ જાણવા. પરંતુ સંમૂર્ત્તિમ, અસંખ્યાત વર્ષાયુદ્ધ ખેચર પંચે૰તિર્યંચથી વર્જીને, અંતર્તીપજ મનુષ્યોને વર્જીને બીજાથી ઉપજે.
[૩૪૪] ભગવન્ ! વૈમાનિકો ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકોથી યાવત્ દેવોથી ? ગૌતમ ! નૈરયિક કે દેવોથી ન ઉપજે. પણ પંચેન્દ્રિય તિર્યંચથી, મનુષ્યોથી આવીને ઉપજે છે. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો કહેવા. સનકુમારદેવો પણ એમ જ કહેવો. પરંતુ અસંખ્યાત વચુક અકર્મભૂમિજને વર્ઝને ઉપજે છે. એ પ્રમાણે સહસારદેવો સુધી કહેવું. આનત દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? નૈયિક યાવત્ દેવથી? ગૌતમ ! માત્ર મનુષ્યોથી આવીને ઉપજે છે. જો મનુષ્યથી ઉપજે, તો શું સંમૂર્ત્તિમ મનુષ્યથી ઉપજે કે ગર્ભજથી ? ગૌતમ ! ગર્ભજ મનુષ્યોથી ઉપજે, સંમૂર્ણિમથી નહીં. જો ગર્ભજ મનુષ્યથી ઉપજે તો શું કર્મભૂમિજ-કર્મભૂમિજ કે અંતર્તીપજથી ? ગૌતમ ! કેવળ કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યથી ઉપજે. જો કર્મભૂમિજથી ઉપજે તો શું સંખ્યાતવર્ષાયુકથી કે અસંખ્યાત વર્ષાયુકથી ઉપજે ? ગૌતમ ! સંખ્યાત વર્ષાયુકથી ઉપજે. જો સંખ્યાત