________________
૫/-/-/૩૧૬ થી ૩૨૧
અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાનનો અસંભવ છે. માટે બે જ્ઞાન બે અજ્ઞાન હોય છે. તથા અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાનનો અસંભવ છે. માટે બે જ્ઞાન બે અજ્ઞાન હોય છે તથા મધ્યમ અવગાહનાવાળો સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુક પણ હોય. અસંખ્યાત વર્ષાયુષ્યની પણ બે ગાઉ ઉંચાઈ હોય, માટે અવગાહના વડે ચતુઃસ્થાનપતિત સમજવો. સ્થિતિ વડે પણ ચતુઃસ્થાન પતિત જાણવો. આદિના ચાર જ્ઞાનથી છ સ્થાન પતિત છે. - ૪ - ૪ - સર્વ આવરણના ક્ષયોપશમથી કેવળમાં ભેદ ન હોય.
૧૯૭
જઘન્યસ્થિતિક મનુષ્ય સૂત્રમાં તેમને બે અજ્ઞાનથી છ સ્થાનકો કહ્યા. કેમકે જઘન્યસ્થિતિક મનુષ્યો સંમૂર્ત્તિમ હોય છે અને તે અવશ્ય મિથ્યાદૃષ્ટિ હોય છે. માટે તેમને અજ્ઞાન જ હોય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિક મનુષ્ય સૂત્રમાં બે જ્ઞાન - બે અજ્ઞાન કહ્યા. અવધિ, વિભંગ અસંખ્યાતા વર્ષાયુષ્કને હોતાં નથી. મધ્યમ સ્થિતિક મનુષ્ય સંબંધી સૂત્ર, મધ્યમ અવગાહનાવાળા મનુષ્ય સૂત્ર માફ્ક જાણવું.
જઘન્ય આભિનિબોધિક જ્ઞાનવાળા મનુષ્ય સૂત્રમાં બે જ્ઞાન, બે દર્શનો કહેવા. કેમકે આવો મનુષ્ય અવશ્ય અવધિ અને મનઃપર્યવજ્ઞાન રહિત હોય. કેમકે તેને
પ્રબળ જ્ઞાનાવરણોદય હોય છે. તેથી બાકીના જ્ઞાનદર્શનનો અસંભવ હોવાથી
આભિપર્યાયથી તુલ્ય છે.
ઉત્કૃષ્ટ આભિનિબોધિક સૂત્રમાં સ્થિતિ વડે ત્રિસ્થાન પતિત છે. કેમકે તે અવશ્ય સંખ્યાતા વર્ષાયુષ્ક હોય છે. કેમકે અસંખ્યાત વર્ષાયુષ્કને તથાભવ્યત્વથી ઉત્કૃષ્ટ આભિનિબોધિજ્ઞાન ન થાય.
જઘન્યઅવધિ અને ઉત્કૃષ્ટ અવધિ સૂત્રમાં અવગાહના વડે ત્રિસ્થાનપતિત કહેવો. કેમકે ઉક્ત સ્વરૂપ સૌથી જઘન્ય અવધિ જ્ઞાન મનુષ્યને પરભવથી આવેલ ન હોય. તે તદ્ભવિક અને પર્યાપ્તાવસ્થામાં જ થાય. ઉત્કૃષ્ટ અવધિ ભાવચાસ્ત્રિીને હોય. તેથી બંને અવધિ વાળા અવગાહનાથી ત્રિસ્થાનપતિત હોય. મધ્યમ અવધિ પરભવથી પણ આવેલ હોય. તેથી અપર્યાપ્તાવસ્થામાં પણ સંભવે માટે અવગાહના વડે
ચતુઃસ્થાન પતિત છે. ત્રણે અવધિવાળા સ્થિતિથી ત્રિસ્થાન પતિત હોય - ૪ - ૪ -
ત્રણે મનઃપર્યવજ્ઞાની સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. કેમકે ચાસ્ત્રિવાળાને જ તે જ્ઞાન સંભવે. કેવળજ્ઞાનસૂત્રમાં કેવલી સમુદ્ઘાતને આશ્રીને અવગાહનાથી ચતુઃસ્થાનપતિત છે. - X - પણ શેષ કેવળજ્ઞાની ત્રિસ્થાનપતિત હોય છે. સ્થિતિ પણ
તેમજ છે.
વ્યંતર, જ્યોતિષ્ઠાદિ પૂર્વવત્. એમ જીવ પર્યાયો કહ્યા. • સૂત્ર-૩૨૨ થી ૩૨૫ ઃ
[૩રર] ભગવન્ ! અજીવ પર્યાયો કેટલા ભેટે છે? બે ભેદ. રૂપી અને અરૂપી અજીવપાય, ભગવન્ ! અરૂપી અજીવ પર્યાયો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેટ ધર્માસ્તિકાય, ધર્માના દેશ, ધર્માનીપદેશ, અધમસ્તિકાય,
-
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧ ધર્માના દેશ, અધર્માના પ્રદેશ, આકાશાસ્તિકાય, આકાનાદેશ, કાનાપદેશ, અદ્ધા સમય.
[૨૩] ભગવન્ ! રૂપી અજીવપર્યાયો કેટલા ભેટે છે ? ગૌતમ ! ચાર ભેદે સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપદેશ, પરમાણુ યુદ્ગલો. ભગવન્ ! તે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? ગૌતમ ! અનંતા છે. ભગવન્ ! અનંતા કેમ કહ્યા ? ગૌતમ ! અનંતા પરમાણુ પુદ્ગલો, અનંતા દ્વીપદેશિક સ્કંધ યાવત્ અનંતા દશપદેશી સ્કંધ, અનંતા સંખ્યાતપદેશી - અસંખ્યાતપદેશી - અનંત પ્રદેશી સ્કંધ છે, માટે કહ્યું.
૧૯૮
[૨૪] ભગવન્ ! પરમાણુ પુદ્ગલના કેટલા પર્યાયો છે ? ગૌતમ ! અનંત. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! પરમાણુ એક પુદ્ગલ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય-પ્રદેશ-અવગાહનારૂપે તુલ્ય છે. સ્થિતિથી કદાચ હીન, તુલ્ય કે અધિક છે. જો હીન હોય તો અસંખ્યાત ભાગ હીન કે સંખ્યાતભાગ કે સંખ્યાતગુણ કે અસંખ્યાત ગુણ હીન હોય. જો અધિક હોય તો અસંખ્યાતભાગ યાવત્ અસંખ્યાતગુણ અધિક હોય. કાળા વર્ણ પર્યાયથી કદાચ હીન, તુલ્ય કે અધિક હોય. જો હીન હોય તો અનંતભાગ-અસંખ્યાાભાગ-સંખ્યાતભાગ-સંખ્યાતગુણઅસંખ્યાતગુણ-અનંતગુણહીન હોય. જો અધિક હોય તો અનંતભાગ યાવત્ અનંતગુણ અધિક હોય.
એ પ્રમાણે બાકીના વર્ણો, ગંધ-સ-સ્પર્શ પર્યાયથી છ સ્થાનાતિત છે. સ્પર્શમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ પર્યાય વડે પણ છે સ્થાન પતિત છે. માટે ગૌતમ ! તેના અનંત પર્યાયો કહ્યા.
દ્વિપદેશિક સ્કંધોનો પ્રશ્ન. ગૌતમ ! અનંતા પર્યાયો છે. એમ કેમ કહ્યું ? એક દ્વિદેશી સ્કંધ, બીજાની અપેક્ષાથી દ્રવ્ય અને પ્રદેશ રૂપે તુલ્ય છે. અવગાહનાથી કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશન્યૂન અને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિ હોય.
વર્ણાદિ અને ઉક્ત ચાર પશથી છ સ્થાનપતિત હોય.
એ પ્રમાણે ત્રિપદેશી સ્કંધ છે. પણ અવગાહના વડે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. ન્યૂન હોય તો એક કે બે પ્રદેશ ન્યૂન અને અધિક હોય તો એક કે બે પ્રદેશ અધિક હોય. એ પ્રમાણે દશ પ્રદેશી સ્કંધ સુધી કહેવું. પણ અવગાહનામાં પ્રદેશની વૃદ્ધિ દશ પદેશ સુધી કરવી. અવગાહના નવપદેશ ન્યૂન
જાણવી.
સંખ્યાતપદેશી સંધનો પ્ર! - ગૌતમ ! અનંતાપય છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? એક સંખ્યાતાપદેશી સ્કંધ, બીજાથી દ્રવ્યાથથી તુલ્ય છે, પ્રદેશરૂપે કદાચ ન્યૂન, તુલ્ય કે અધિક હોય. જો ન્યૂન હોય તો સંખ્યાત ભાગ કે સંખ્યાતગુણ ન્યૂન હોય. અધિક હોય તો એમ જ હોય. અવગાહનાથી