________________
સવજીવ-૧/૩૩૦
૧૮૧
અનિન્દ્રિય-સિદ્ધ. ઉપધિ ભેદથી અલગ લીધાં. એ પ્રમાણે સકાયાદિમાં પણ કહેવા. તેમાં સેન્દ્રિયની કાયસ્થિતિ અને અંતર અસિદ્ધવતવ્યતા મુજબ કહેવા. અતિન્દ્રિયને સિદ્ધવ કહેવા. તેનો પાઠ સૂત્રાર્થમાં છે. •X - X - અલ બહd સૂત્ર પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે કાયસ્થિતિ, અંતર, અલાબહત્વ સૂત્રો સકાયિક-અકાયિક, સયોગીઅયોગીમાં પણ કહેવા.
અથવા બધાં જીવો બે ભેદે છે - સકાયિક, અકાયિક એ રીતે સયોગીઅયોગી, સલેશ્ય-અલેશ્ય, સશરી-અશરીર. તેમની સંચિટ્ટણી, અંતર, અલાબહુવને સકાયિક માફક કહેવું.
બીજા પ્રકારે સૈવિધ્ય-સવેદક, અવેદક. સવેદમની કાયસ્થિતિનો પ્રશ્ન સુગમ છે, સવેદક ત્રણ પ્રકારે કહ્યાં. તેમાં અનાદિ અપર્યવસિત અભવ્ય કે તવાવિધા સામગ્રીના અભાવે મોક્ષમાં ન જાય તેવા ભવ્ય છે. અનાદિ સપર્યવસિત ભવ્ય મુક્તિગામી, પૂર્વે ઉપશમ શ્રેણીને ન પામેલ. સાદિ પર્યવસિત-પૂર્વ પ્રતિપત્ર ઉપશમ શ્રેણી. આ ઉપશમ શ્રેણી પામીને વેદોપશમના ઉત્તકાળે અવેદકવને અનુભવી શ્રેણી સમાપ્તિ થતાં ભવાયથી અપાંતરાલમાં મરણ થતાં કે ઉપશમ શ્રેણીચી પડવાથી ફરી વેદોદય થતાં સવેદક થયેલ સાદિ સપર્યવસિત સવેદક છે, તેની કાયસ્થિતિ જઘન્યથી અંતમુહૂર્ત છે. • X - X - X - X -
અવેદક બે ભેદે છે - સાદિ અપર્યવસિત ક્ષીણવેદ અને સાદિ-સપર્યવસિત ઉપશાંતવેદ, સાદિ સપર્યવસિત અdદકની સંચિટ્ટણા જઘન્ય એક સમય * * * *
અંત-અનાદિ અપર્યવસિત સવેદકનું અંતર નથી, કેમકે અપર્યવસિતતાથી તે ભાવ કદી ન છૂટે. અનાદિ સપર્યવસિત સવેદકને અંતર હોતું નથી, કેમકે તે અપાંતરાલમાં ઉપશમ શ્રેણી ન કરીને ભાવિ ક્ષીણવેદી હોય છે. ક્ષીણવેદીને પુનઃ સવેદક થવાની સંભાવના નથી, કેમકે તેમાં પ્રતિપાત ન થાય. તેમનું અંતર જઘન્ય એક સમય છે - x - ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત.
અવેદક સૂત્રમાં સાદિ-અપર્યવસિત અવેદકનું અંતર નથી, કેમકે ક્ષીણdદવાળો જીવ ફરી સવેદક ન થાય, સાદિ સપર્યવસિત અવેદકનું અંતર જઘન્યની અંતર્મુહૂd. * * * * * ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ છે. - x• x - કેમકે એક વખત ઉપશમ શ્રેણી પામી, ત્યાં અવેદક થઈ શ્રેણી સમાપ્તિ થતાં પુનઃ સવેદક થવાની સ્થિતિમાં આટલું અંતર થાય જ. - X -
અથવા બધાં જીવો બે ભેદે - સકષાયી, અકષાયી. કષાય સહિત સકષાયી. કપાયરહિત તે અકષાયી, હવે કાયસ્થિતિ કહે છે - સકષાયીના સંચિટ્ટણા, કાયસ્થિતિ, અંતર સવેદનની માફક કહેવા. અકષાયની કાયસ્થિતિ આદિ અવેદક માર્ક છે X - X - X - X - X - [વૃત્તિમાં આખો સૂત્ર પાઠ છે, તે અમે છોડી દીધેલ છે.] - - - હવે બીજા પ્રકારે વૈવિધ્ય કહે છે –
• સૂત્ર-39૧ - જ્ઞાની અને અજ્ઞાની. ભગવના જ્ઞાની, જ્ઞાનીરૂપે કેટલો કાળ રહે ?
૧૮૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ જ્ઞાની બે પ્રકારે છે - સાદિ પર્યવસિત, સાદિ સંપર્યવસિત. તેમાં જે સાદિ સાવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ. અજ્ઞાની સવેદકવતું.
જ્ઞાનીનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ • દેશોન અહ૮ પુદગલ પરાવર્ત. આદિના બે અજ્ઞાનીને અંતર નથી. સાદિ સપર્યજસિતને જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાતિરેક ૬૬-સાગરોપમ • • • આલબહુત - સૌથી થોડાં જ્ઞાની, અજ્ઞાની અનંતગણાં છે. • • • અથવા સર્વે જીવો બે ભેદે કહા છે • સાકારોપયુકત અને આનાકારોપયુક્ત સંચિયા અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત. અલબહુત - અનાકારોપયોગ થોડાં છે, તેથી સાકારોપયોગ સંખ્યાતગણમાં છે.
• વિવેચન-39૧ :
અથવા સર્વે જીવો બે ભેદે છે – જ્ઞાની, અજ્ઞાની. જેને જ્ઞાન છે, તે જ્ઞાની. જ્ઞાની નથી તે અજ્ઞાની અર્થાત્ મિથ્યાજ્ઞાની. જ્ઞાનીની કાયસ્થિતિ કહે છે. જ્ઞાની બે ભેદે (૧) સાદિ અપર્યવસિત, તે કેવલી છે કેમકે કેવળજ્ઞાન સાદિ અપર્યવસિત છે. (૨) સાદિ સપર્યવસિત • મતિજ્ઞાનાદિવાળો. તેમને કદાચ્છતાથી સાદિ સંપર્યવસિતતા છે તેમાં જે સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત છે • x • ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ છે. આ બંને કાળ સમ્યક્ત્વ આશ્રિત છે કેમકે સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ કાળ ૬૬-સાગરોપમથી કંઈક વધારે છે. - X - X -
અજ્ઞાની ત્રણ બેદે છે - અનાદિ અપર્યવસિત, અનાદિ સંપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં અનાદિ અપર્યવસિત કદી સિદ્ધિ જતા નથી. અનાદિ સપર્યવસિત જે અનાદિ મિથ્યાષ્ટિ સમ્યકત્વ પામીને અને પતિત થયા વિના ક્ષપક શ્રેણિ પામે છે. સાદિ સપર્યવસિત- સમ્યગુષ્ટિ થઈને મિથ્યાદેષ્ટિ થાય. તે જઘન્યથી અંતમુહર્તમાં સમ્યકવયી પડીને ફરી અંતર્મુહર્તમાં સમ્યગદર્શન પામે ઉત્કૃષ્ટમી અનંતકાળ -
હવે આંતર-ભદંત! જ્ઞાનીનું અંતર કાળથી કેટલો કાળ હોય ? સાદિ અપર્યવસિતને અંતર ન હોય કેમકે તેમને કદી તે ભાવનો ત્યાગ નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂર્ત • x - ઉત્કૃષ્ટથી અનંતકાળ. * * * * *
અજ્ઞાનીના પ્રશ્ન સુગમ છે. અનાદિ અપર્યવસિતને અંતર નથી. અનાદિ સપર્યવસિતને પણ અંતર નથી. કેમકે કેવળજ્ઞાન પામ્યા પછી પડવાનો સંભવ નથી. સાદિ સપર્યવસિતને જઘન્યથી અંતર્મુહૂર્ત. ઉકૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ.
બીજા પ્રકારે વૈવિધ્ય કહે છે – સર્વે જીવો બે ભેદે છે - સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત. હવે કાયસ્થિતિ કહે છે - અહીં છવાસ્થ જ સર્વ જીવો કહ્યા છે, કેવળી નહીં. સર વૈવિધ્ય ગતિથી બંનેની કાયસ્થિતિ અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. અન્યથા કેવલીનો ઉપયોગ સાકાર અને અનાકાર એક સામયિક છે.