________________
૧૩૧
૩વિમા૰૧/૩૨૪
ભગવન્ ! સૌધર્મદેવોના વિમાનો ક્યાં કહ્યાં છે ? સૌધર્મ દેવો ક્યાં વસે છે ? જંબુદ્વીપના મેરુની દક્ષિણે આ જ રત્નપ્રભાના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર-સૂર્યાદિ ઉપર ઘણાં-ઘણાં યોજનો ગયા પછી આ સૌધર્મકલ્પ છે. તે. પૂર્વ-પશ્ચિમ લાંબો, ઉત્તર-દક્ષિણ પહોળો, અદ્ધે ચંદ્ર સંસ્થાન સંસ્થિત મેરુની દક્ષિણથી છે. સર્વતઃ કિરણમાલા પવૃિત્ત છે. આ જ ઉપમાને દૃઢ કરે છે - ઇંગાલરાશિ વર્ણ વડે, પ્રભા વડે, પારાગાદિ સંબંધી જાજ્વલ્યમાનપણે, દેદીપ્યમાન અંગાર રાશિવભિપ્રભાવાળા, અત્યંત ઉત્કટતાથી સાક્ષાત્ અંગાર રાશિ સમાન લાગે છે. અસંખ્ય યોજન કોટાકોટી પરિક્ષેપથી સર્વાત્મના, રત્નમય, સ્વચ્છ, શ્લણ ઈત્યાદિ જાણવા.
સૌધર્મકલ્પમાં બત્રીશ લાખ વિમાનો છે - એમ મેં અને બાકીના તીર્થંકરોએ કહેલ છે. તે વિમાનો સર્વાત્મના રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે વિમાનોના બહુમધ્યે વિમાનાવતંસક કહ્યા છે. તે આ – પૂર્વ દિશામાં અશોકાવાંસક, દક્ષિણમાં સપ્તપર્ણાવતંસક, પશ્ચિમમાં ચંપકાવતંક, ઉત્તરમાં ચૂતાવતંસક, તેની મધ્યે સૌધર્માવલંસક છે. તે પાંચે અવહંસકો સર્વથા રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. -
X + X -
આ બત્રીશ લાખ વિમાનોમાં ઘણાં સૌધર્મ દેવો વસે છે. તેઓ મહર્ષિક યાવત્ દશે દિશાને ઉધોતીત કરનારા છે. - x - તેઓ ત્યાં પોત-પોતાના વિમાનોનું - x - ચાવત્ વિચરે છે. આ સૌધર્મકલ્પમાં શક્ર દેવેન્દ્ર દેવરા વસે છે. તે કેવો છે ?
વજ્રપાણિ-જેના હાથમાં વજ્ર છે, પુરંદર - અસુરોના નગરને વિદારનાર, શતકતુશ્રમણોપાસકની પાંચમી પ્રતિમારૂપ અભિગ્રહને ૧૦૦ વખત કરનાર, સહસાક્ષ-૫૦૦ મંત્રીની ૧૦૦૦ આંખે જોનાર, મઘવ-મહામેઘ જેને વશ છે તે, પાકશાસન-પાક નામે શત્રુને દૂર કરનાર, દક્ષિણાર્વલોકાધિપતિ, બત્રીશ લાખ વિમાન અધિપતિ, ઐરાવણ વાહન - ઐરાવણ હાથી તેનો વાહન છે, સુરેન્દ્ર-સૌધર્મવાસી દેવોનો સ્વામી, જોરહિત સ્વચ્છ વસ્ત્રને ધારણ કર્તા, માળા-મુગટ ધારણ કરનાર, નવા હેમ વડે - ચારુ ચિત્રો વડે, ચંચલ કુંડલ વડે વિલેખિત ગંડવાળા. મહદ્ધિક યાવત્ દશ દિશાઓને ઉધોતીત, પ્રભાસિત કરે છે.
સૌધર્મકલ્પમાં સૌધર્માવતંસક વિમાનમાં સુધર્મા સભામાં શક્ર સિંહાસને બત્રીશ લાખ વિમાન, ૮૪,૦૦૦ સામાનિક, ૩૩-ત્રાયશ્રિંશક આદિનું આધિપત્ય કરતા યાવત્
વિયરે છે.
• સૂત્ર-૩૨૫ -
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શકની કેટલી પર્યાદા છે ? ગૌતમ ! ત્રણ પર્ષદા છે – સમિતા, ચંડા, જાતા. આાંતકિા-સમિતા, મધ્યમિકા-ચંડા, બાહ્યા-જાતા. ભગવન્ ! શક્રેન્દ્રની અત્યંતર પર્યાદામાં કેટલા હજાર દેવો છે? મધ્યમિકાના? તે રીતે બાહ્યાની પૃચ્છા. ગૌતમ ! શક્રેન્દ્રની અત્યંતર પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો છે, મધ્યામિકા ૫ર્યાદામાં ૧૪,૦૦૦ દેવો અને બાહ્ય પર્યાદામાં ૧૬,૦૦૦ દેવો છે. અત્યંતર પર્યાદામાં ૭૦૦ દેવી, મધ્યમામાં ૬૦૦, બાહ્યામાં ૫૦૦ દેવીઓ છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ શક્રની અત્યંતર પદાના દેવોની કેટલા કાળ સ્થિતિ છે ? મધ્યમાની ? બાહ્યાની સ્થિતિ? ગૌતમ ! શક્રેન્દ્રની અત્યંતર પર્ષદાની પાંચ પલ્યોપમની સ્થિતિ, મધ્યમા પર્યાદાની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્ય પદાના દેવોની ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. દેવીની સ્થિતિ – અત્યંતર પર્યાદાની ત્રણ પલ્યોપમ, મધ્યમાની બે પલ્યોપમ, બાહ્ય પર્યાદાની એક પલ્યોપમ સ્થિતિ કહી છે. પર્યાદાનો અર્થ ભવનવાસી મુજબ કહેવતો.
ભગવન્ ! ઈશાનક દેવોના વિમાનો ક્યાં છે? બધું કથન સૌધર્મવત્ યાવત્ ઈશાન અહીં દેવેન્દ્ર યાવત્ વિચરે છે.
ભગવન્ ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની કેટલી પર્યાદાઓ કહી છે ? ગૌતમ ! ત્રણ પદા-સમિતા, ચંડા, જાતા બધું પૂર્વવત્ વિશેષ એ કે – અત્યંતર પર્યાદામાં ૧૦,૦૦૦ દેવો, મધ્યમ પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો, બાહ્ય પર્યાદામાં ૧૪,૦૦૦ દેવો કહેલા છે. દેવીની પૃચ્છા-અત્યંતર પર્યાદામાં ૯૦૦ દેવી, મધ્યમા પર્યાદામાં ૮૦૦ દેવી અને બાહ્ય પર્યાદામાં ૭૦૦ દેવીઓ કહેલા છે.
સ્થિતિ - અત્યંતર પર્યાદાના દેવોની સ્થિતિ સાત પલ્યોપમ કહી છે.
૧૩૨
મધ્યમાની છ પલ્યોપમ, બાહ્યાની પાંચ પલયોપમ સ્થિતિ છે. દેવીની પૃચ્છાઅત્યંતરની સાતિરેક પાંચ પલ્યોપમ, મધ્યમા પર્યાદાની ચાર પલ્યોપમ સ્થિતિ, બાહ્યા પર્યાદાની ત્રણ પલ્યોપમ સ્થિતિ કહેલી છે. અર્થ આદિ પૂર્વવત્ કહેવા. સનકુમારનો પ્રાં પૂર્વવત્, સ્થાનપદ આલાવા મુજબ સાવત્ સનકુમારની ત્રણે પદા સમિતાદિ પૂર્વવત્ વિશેષ એ કે - અત્યંતર પર્યાદામાં ૮૦૦૦ દેવો કહ્યા છે. મધ્યમા પર્યાદામાં ૧૦,૦૦૦ દેવો કહ્યા છે. બાહ્ય પર્યાદામાં ૧૨,૦૦૦ દેવો કહ્યા છે. અત્યંતર પદાની દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમા પર્યાદામાં સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્ય પર્ષદાની સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમ સ્થિતિ કહી છે. પદિાનો અર્થ પૂર્વવત્.
એ પ્રમાણે માહેન્દ્રની ત્રણ પદા છે. વિશેષ એ – અત્યંતર પદિામાં ૬૦૦૦ દેવો, મધ્યમા પર્યાદામાં ૮૦૦૦ દેવો અને બાહ્ય પદામાં ૧૦,૦૦૦ દેવો કહ્યા છે. સ્થિતિ અત્યંતર પર્યાદાના દેવોની સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપમ, મધ્યમા પદાની પાંચ [સાડાચાર ?] સાગરોપમ અને છ પલ્યોપમ, બાહ્ય પર્યાદાની સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમ સ્થિતિ છે.
-
આ પ્રમાણે સ્થાનપદાનુસાર પહેલા બધાં ઈન્દ્રોના વિમાનોનું કથન અને પછી પ્રત્યેકની પર્ષદાઓનું કથન કરવું.
'બ્રહ્મની પણ ત્રણ પર્ષિદા કહી છે. અત્યંતરમાં ૪૦૦૦ દેવો, મધ્યમામાં ૬૦૦૦ દેવો, બાામાં ૮૦૦૦ દેવો કહ્યા છે. દેવોની સ્થિતિ અત્યંતર પદાની સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમ, મધ્યમાની સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમ, બાહ્યાની સાડા આઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમ