________________
૩/દ્વીપ૦/૨૦૫,૨૦૬
૬૧
આ બધાંના સાĚશ્યાદિ આવાસ પર્વતને ગોસ્તૂપ કહે છે. અનાદિકાળ પ્રવૃત્ત આ વ્યવહાર છે. - x +
અહીં ભુજગેન્દ્ર ભુજગરાજ ગોસ્તૂપ મહદ્ધિક, મહાધુતિક આદિ દેવ છે. તે ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્યાદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ગોસ્તૂપા રાજધાની, બીજા પણ ત્યાંના દેવદેવીઓનું આધિપત્ય કરતા વિચરે છે. તેથી ગોસ્તૂપદેવ સ્વામીત્વથી ગોસ્તૂપ નામ છે. હવે ગોસ્તૂપ રાજધાની પૂછે છે ભદંત ! નાગેન્દ્ર-નાગરાજ ગોસ્તૂપની ગોસ્તૂપા રાજધાની ક્યાં છે ? ગૌતમ ! ગોસ્તૂપ આવાસ પર્વતની પૂર્વ દિશામાં તિર્કી અસંખ્યાત દ્વીપસમુદ્ર ગયા પછી લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન ગયા પછી, તે અંતરમાં ગોસ્તૂપ નાગેન્દ્ર નાગરાજની ગોસ્તૂપા રાજધાની છે, વિજયા રાજધાની સર્દેશ તે કહેવી. આ પ્રમાણે ગોસ્તૂપ કહ્યો, હવે દકાભાસને કહે છે –
-
–
શિવક – જંબુદ્વીપદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણથી લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી નાગરાજ શિવકનો દકાભાસ નામે આવાસ પર્વત છે. તે ગોસ્તૂપવત્ કહેવો યાવત્ સિંહાસન. હવે નામ નિમિત પૂછે છે – ગૌતમ ! દકાભાસ આવાસપર્વત લવણ સમુદ્રમાં બધી દિશામાં સ્વ સીમાથી આઠ યોજન પ્રમાણ ક્ષેત્રમાં જે ઉદક છે, તે સમસ્તપણે અતિ વિશુદ્ધ અંકરત્નમય સ્વપ્રભાથી અવભાસે છે. તેને ત્રણ પર્યાયથી કહે છે – ચંદ્રની જેમ ઉધોત કરે છે, સૂર્યની જેમ તપે છે, ગ્રહાદિવત્ પ્રભાસે છે. તેથી દક-પાણીને આભાસે છે. બધી દિશામાં અવભાસે છે તેથી દકાભાસ શિવક નામે આ પર્વત ઉપર નાગરાજ, મહદ્ધિક ચાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકોનું આધિપત્ય કરતો આદિ પૂર્વવત્. અહીં શિવકા રાજધાની કહેવી. તે આવાસ પર્વત દક મધ્યે શોભે છે માટે કાભાસ. દકાભાસની શિવકા રાજધાની વિજયા રાજધાનીવત્ કહેવી.
હવે શંખ આવાસ પર્વત વક્તવ્યતા – નાગેન્દ્ર નાગરાજ શંખનો શંખઆવાસ પર્વત ક્યાં છે ? ગૌતમ ! જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન થઈને ત્યાં નાગરાજ નાગેન્દ્ર શંખનો શંખ આવાસ પર્વત છે. તે ગોસ્તૂપવત્ કહેવો. - x - તેના નામનું કારણ શંખ આવાસ પર્વતમાં નાની-નાની વાવડી ચાવત્ બિલપંક્તિમાં ઘણાં ઉત્પલ યાવત્ શતસહસ્રપત્રો શંખાકાર, શંખવર્ણ, શંખવર્ણ સદેશ વર્ણવાળા છે. ભુજગેન્દ્ર ભુજગરાજ શંખ મહર્દિક દેવ અહીં વસે છે. - X - માત્ર અહીં શંખા રાજધાની કહેવી. વળી તેમાં રહેલ ઉત્પલાદિ, શંખાકાર, શંખદેવ સ્વામી આદિ કારણે શંખ. તેથી ઉક્ત નામ રાખ્યું. શંખા રાજધાની, શંખાવાસ પર્વતની પશ્ચિમ દિશામાં તિર્છા અસંખ્યાત દ્વીપ સમુદ્ર ગયા પછી લવણ સમુદ્રમાં છે. તેની વક્તવ્યતા વિજયા રાજધાનીવત્ છે.
-
હવે દકસીમા પર્વત વક્તવ્યતા - ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી, આ અવકાશમાં મનઃશિલક ભુજગેન્દ્ર ભુજગરાજનો દકસીમ નામે આવાસ પર્વત કહ્યો છે. તે ગોસ્તૂપ
૬૨
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પર્વતવત કહેવો.
હવે તેના નામનું નિમિત્ત – ગૌતમ ! દકસીમ આવાસ પર્વતે શીતા-શીતોદા મહાનદીનો જળપ્રવાહ પ્રતિહત થાય છે, તેથી ઉદકના સીમાકારીપણાથી તેને દકસીમ કહે છે - x - બીજું મનઃશિલ ભુજગેન્દ્ર ભુજગરાજ મહર્ષિક યાવત્ પલ્યોપમ સ્થિતિક દેવ વસે છે. તે ૪૦૦૦ સામાનિકોનું આદિ પૂર્વવત્. માત્ર મનઃશિલા એ રાજધાની કહેવી. મનઃશિલ દેવની લવણ જળ મધ્યે સીમા છે - X - તેથી ‘દકીમા’ નામ છે. મનઃશિલા રાજધાની વિજયાવત્ કહેવી.
આ રીતે ચાર વેલંધર આવાસ પર્વતો કહ્યા, હવે મૂળદલમાં વિશેષથી જણાવવા કહે છે – ગોસ્તૂપાદિના આવાસો ગોરૂપ આદિ ચારે પર્વતો યથાક્રમે કનક, અંક, રજત, સ્ફટિકમય છે. - x - તથા મોટાં વેલંધરાના આદેશને પ્રતિપણે અનુયાયી વેલંધર, તે અનુવેલંધર. તે અનુવેલંધરરાજના પર્વત રત્નમય છે.
• સૂત્ર-૨૦૭ :
ભગવન્ ! અનુવેલંધર નાગરાજ કેટલા છે? ગૌતમ ! ચાર. તે આ – કર્કોટક, કર્દમક, કૈલાશ, અરુણપ્રભ. - - ભગવન્ ! આ ચાર અનુવેલંધર નાગરાજના કેટલા આવાસ પર્વતો કહ્યા છે? ગૌતમ ! ચાર. તે આ − કર્કોટક
યાવત્ અરુણભ
ભગવન્ ! કર્કોટક અનુ વેલંધર નાગરાજનો કર્કોટક આવાસ પતિ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઈશાનમાં લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી આ કર્કોટક નાગરાજનો કર્કોટક નામે આવારા પર્વત છે. તે ૧૭૨૧
-
યોજન ઉંચો છે, તે બધું પ્રમાણ ગોસ્તૂપવત્ કહેવું. વિશેષ એ કે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ સંપૂર્ણ કહેવું યાવત્ સપરિવાર સિંહાસન સુધી કહેવું. અર્થ – ઘણાં ઉત્પલો કર્કોટક આકારના છે આદિ પૂર્વવત્ વિશેષ આ કર્કોટક પર્વતની ઈશાને રાજધાની છે આદિ બધું પૂર્વવત્. કર્દમ આવાસ પર્વત પણ તેમજ કહેવો. માત્ર અગ્નિ ખૂણામાં આવાસ, વિદ્યુત્પ્રભા રાજધાની પણ અગ્નિખૂણામાં કહેવી. કૈલાશ પણ તેમજ છે. માત્ર નૈઋત્ય ખૂણામાં, કૈલાશ રાજધાની પણ તેમજ છે. અરુણપભ પણ તેમજ છે. તે વાયવ્ય
ખૂણામાં છે. રાજધાની પણ તેમજ છે.
ચારે પર્વત એક પ્રમાણના, સર્વ રત્નમય છે. • વિવેચન-૨૦૭ :
---
ભગવન્ ! અનુવેલંધર રાજ કેટલા છે? ગૌતમ ! ચાર. કર્કોટક આદિ. ભગવન્ ! ચાર અનુવેલંધરરાજના કેટલાં આવાસપર્વતો છે ? ગૌતમ એડ્રેકના એકૈક ભાવથી ચાર, અનુવેલંધ-રાજના આવાસ પર્વતો કહ્યા છે – કર્કોટક ઈત્યાદિ ચાર.
–
ગૌતમ ! જંબુદ્વીપ દ્વીપના મેરુ પર્વતની ઉત્તરપૂર્વમાં લવણસમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન ગયા પછી કર્કોટક ભુજગેન્દ્ર ભુજગરાજનો કર્કોટક નામે આવાસપર્વત છે. તેના પ્રમાણાદિ માટે ગોસ્તૂપ આવાસ પર્વતની વક્તવ્યતા અહીં અહીંનાતિક્તિ