________________
3/દ્વીપ /૧૯૧ થી ૧૯૪
સુદર્શનાનું અને અનાતા રાજધાનીનું આધિપત્ય કરતાં યાવત્ વિચરે છે. ભગવન્ ! અનાધૃતદેહની [અનાદતા રાજધાની ક્યાં છે? રાજધાનીની સમસ્ત વક્તવ્યતા પૂર્વવત્, ચાવત્ મહર્ષિક તે અનાદંત દેવ રહે છે. અથવા હે ગૌતમ ! જંબુદ્વીપના તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં જંબૂવૃક્ષો, જંબૂવન, જંબુવનખંડ નિત્ય કુસુમિત યાવત્ શ્રી વડે અતીવ ઉપશોભિત રહે છે. તે કારણથી હે ગૌતમ ! જંબુદ્વીપ, જંબુદ્વીપ કહેવાય છે. અથવા હે ગૌતમ ! બુદ્વીપ શાશ્વત નામધેય કહેલ છે. જે કદી ન હતું તેમ નહીં યાવત્ નિત્ય છે.
• વિવેચન-૧૯૧ થી ૧૯૪ :
*ક
જંબુ/સુદર્શનાની ચારે દિશામાં એકૈક દિશામાં એકૈક શાખા છે, એ રીતે ચાર શાખા કહી છે – એક પૂર્વમાં, એક પશ્ચિમમાં આદિ. તેમાં જે પૂર્વ-શાખા છે, તેના બહુ મધ્યદેશભાગમાં એક મોટું ભવન કહેલ છે. એક કોશ લાંબુ, અદ્ધ કોશ પહોળું, દેશોન કોશ ઉંચુ. તેનું વર્ણન, દ્વારાદિ વક્તવ્યતા પૂર્વોક્ત મહાપદ્માવત્
છે. - ૪ -
તેમાં જે દક્ષિણી શાખા છે, તેના બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પ્રાસાદાવતંસક છે. તે પણ એક કોશ ઉંચુ આદિ છે. તે ઘણું ઉંચુ છે આદિ વર્ણન, ઉલ્લોચ, ભૂમિભાગ, મણિપીઠિકા, સિંહાસન આ વર્ણનો પૂર્વવત્. વિશેષ એ કે – મણિપીઠિકા ૫૦૦ ધનુષુ લાંબી-પહોળી, ૨૫૦ ધનુમ્ જાડી, સપરિવાર સીંહાસનાદિ કહેવા.
તે પ્રાસાદાવતંસક ઉપર ઘણાં આઠ-આઠ સ્વસ્તિક આદિ મંગલો છે. તે હાથમાં ઘણાં સહસત્ર સુધી કહેવું.
જેમ દક્ષિણની શાખામાં પ્રાસાદાવતંસક કહ્યું છે તેમ પશ્ચિમ અને ઉત્તરનું પણ પ્રત્યેકનું કહેવું. જંબુ(સુદર્શનાની ઉપરની વિડિમાના બહુમરાદેશ ભાગમાં સિદ્ધાયાન છે. તે પૂર્વના ભવનની જેમ મણિપીઠિકાના વર્ણન સુધી કહેવું. - ૪ -
તે મણિપીઠિકાની ઉપર એક મોટો દેવછંદક કહ્યો છે, ૫૦૦ ધનુષુ લાંબો પહોળો, આતિરેક ૫૦૦ ધનુર્ ઉંચો, સર્વથા રત્નમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્. ત્યાં ૧૦૮ જિનપ્રતિમા છે. ઈત્યાદિ બધું પૂર્વવત્ ૧૦૮ ધૂપ કડછા રહેલ છે - સુધી કહેવું. સિદ્ધાયતનની ઉપર અષ્ટમંગલો ઈત્યાદિ પૂર્વવત્ સહસ્રપત્ર-હાથમાં રાખેલ છે સુધી કહેવું. બધાંની વ્યાખ્યા પૂર્વવત્.
જંબુ/સુદર્શના બાર પાવરવેદિકા વડે બધી દિશામાં સામાથી ઘેરાયેલ છે. વેદિકાવર્ણન પૂર્વવત્. જંબૂવૃક્ષ, બીજા-તેનાથી અદ્ધે ઉચ્ચત્વ પ્રમાણવાળા ૧૦૮ જંબૂવૃક્ષોથી બધી દિશામાં સામસ્ત્યથી પરિવરેલ છે. તેનું આ પ્રમાણ કહે છે – પ્રત્યેક ૧૦૮ જંબૂઓ ચાર યોજન ઉંચા, જમીનમાં એક કોશ ઉંડા, એક યોજન સ્કંધવાળા, બાહલ્યથી એક કોશ સ્કંધ. ત્રણ યોજનની વિડિમા, બહુમધ્યદેશ ભાગે ચાર યોજન લાંબા-પહોળા, ઉર્ધ્વ-અધોરૂપે સાતિરેક ચાર યોજન છે. - ૪ - ૪ -
જંબ/સુદર્શનાના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં એ ત્રણ દિશામાં અનાદત દેવના ૪૦૦૦ સામાનિકોને યોગ્ય ૪૦૦૦ જંબૂ કહ્યા છે. પૂર્વમાં ચાર અગ્રમહિષીને યોગ્ય
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
ચાર મહાજંબૂઓ છે. દક્ષિણ-પૂર્વમાં અત્યંતર ૫ર્યાદાના ૮૦૦૦ દેવોને યોગ્ય ૮૦૦૦ જંબૂ, દક્ષિણમાં મધ્યમ ૫ર્યાદાના ૧૦,૦૦૦ દેવોના ૧૦,૦૦૦ જંબૂ, દક્ષિણ-પશ્ચિમમાં બાહ્યપર્ષદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,૦૦૦ જંબૂ, પશ્ચિમમાં સાત સેનાપતિના સાત મહાજંબૂ અને ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષકોના ૧૬,૦૦૦ જંબૂઓ છે.
તે જંબુ/સુદર્શના ૧૦૦ યોજન પ્રમાણ વનખંડોથી બધી દિશામાં સામસ્ત્યથી પરિવૃત્ત છે. તે આ રીતે – અત્યંતર, મધ્ય અને બાહ્ય. જંબૂની પૂર્વ દિશામાં પહેલું વનખંડ ૫૦ યોજન ગયા પછી એક મોટું ભવન છે. તે પૂર્વદિવર્તી ભવનવત્ વક્તવ્યતા કહેવી. જંબૂની દક્ષિણમાં પહેલું વનખંડ ૫૦-યોજન જતાં એક મોટું ભવન છે. તે રીતે પશ્ચિમ અને ઉત્તરમાં પણ પ્રથમ વનખંડમાં ૫૭-યોજન જતાં ભવન છે.
જંબૂના ઈશાનમાં પ્રથમ વનખંડ ૫૦-યોજન ગયા પછી મોટી ચાર નંદાપુષ્કરિણી છે. પૂર્વમાં પદ્મા, દક્ષિણમાં પદ્મપ્રભા, પશ્ચિમમાં કુમુદા, ઉત્તરમાં કુમુદપ્રભા, તે નંદાપુષ્કરિણી પ્રત્યેક એક કોશ લાંબી, અર્હુકોશ પહોળી ઈત્યાદિ જાણવું. તે વર્ણન - એક પાવર વેદિકા, વનખંડથી ઘેરાયેલ છે સુધી કરવું.
તે પુષ્કરિણીની ચારે દિશામાં અકૈક દિશામાં એકૈક એવા ચાર ત્રિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તેનું વર્ણન પૂર્વવત્. તોરણો તે રીતે જ. તે પુષ્કરિણીના બહુમધ્ય દેશ ભાગે એક મોટું પ્રાસાદાવાંસક છે. તે જંબૂવૃક્ષની દક્ષિણ-પશ્ચિમ શાખામાં રહેલ પ્રાસાદાવત્ જાણવું . ૪ - સર્વત્ર સીહાસન સપરિવાર છે.
એ પ્રમાણે દક્ષિણપૂર્વમાં, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ પ્રત્યેકને કહેવા. વિશેષ એ કે – નંદાપુષ્કરિણીના નામમાં ભેદ છે, તે આ રીતે – દક્ષિણ પૂર્વમાં પૂર્વાદિ ક્રમથી - ઉત્પલગુલ્મ, નલિન, ઉત્પલ, ઉત્પલોજ્વલ. દક્ષિણ પૂર્વમાં - ભૂંગા, ભૃગનિભા, અંજના, કજ્જલપ્રભા, ઉત્તરપશ્ચિમમાં શ્રીકાંતા ઈત્યાદિ.
જંબુ/સુદર્શનામાં પૂર્વ દિશાના ભવનની ઉત્તરથી, ઉત્તરપૂર્વ દિશાના પ્રાસાદાવતંસકની દક્ષિણથી એક મોટો કૂટ છે. તે આઠ યોજન ઉંચો છે. મૂળમાં આઠ, મધ્ય-છ, ઉપર-ચાર યોજન પહોળો છે ઈત્યાદિ વર્ણન સૂત્રાર્થવત્ જાણવું. - x - આ કૂટ એક પાવર વેદિકા અને એક વનખંડથી ચોતરફથી પરિક્ષિપ્ત છે. વેદિકા-વનખંડ વર્ણન પૂર્વવત્ છે.
તે કૂટની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. - ૪ - ૪ - તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે અહીં એક મોટું સિદ્ધાયતન છે. તે જંબૂવૃક્ષની ઉપરની વિડિમાના સિદ્ધાયતન સદેશ કહેવું. ચાવત્ ૧૦૮ ધૂપ કડછાં છે.
જંબૂવૃક્ષના પૂર્વના ભવનની દક્ષિણથી, દક્ષિણ-પશ્ચિમના પ્રાસાદાવાંસકની ઉત્તરે તથા દક્ષિણના ભવનની પૂર્વથી, દક્ષિણપૂર્વના પ્રાસાદાવાંસકની પશ્ચિમ દિશામાં તથા દક્ષિણના ભવનની આગળ અને દક્ષિણપશ્ચિમના પ્રાસાદાવાંસકની પૂર્વથી તથા પાશ્ચાત્ય ભવનની પૂર્વથી, દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતંસકની ઉત્તરથી - ૪ - ૪ - ઈત્યાદિ બધામાં એકૈક ફૂટ છે, કૂટનું પ્રમાણ પૂર્વવત્ કહેવું. તે કૂટોની ઉપર પ્રત્યેકમાં એકૈક સિદ્ધાયતન છે. તે સિદ્ધાયતન પૂર્વવત્ કહેવા. કહ્યું છે – આઠ ઋષભકૂટ