________________
3/દ્વીપ॰/૧૭૫
અને પરિવાર પૂર્વવત્ કહેવા. તે પ્રેક્ષાગૃહમંડપની ઉપર આઠ-આઠ સ્વસ્તિકાિ મંગલ કહેલા છે. કૃષ્ણચામર ધ્વજા આદિ બધું પૂર્વવત્ કહેવું.
તે પ્રેક્ષાગૃહ મંડપની આગળ એકૈક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા પ્રત્યેક બબ્બે યોજન લાંબી-પહોળી, એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણીમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. તે મણિપીઠિકા ઉપર એક એક ચૈત્યસ્તૂપ કહેલ છે. તે ચૈત્યસ્તૂપ સાતિરેક બે યોજન ઉંચા, બબ્બે યોજન લાંબા-પહોળા છે. શંખાદિવત્ શ્વેત, સર્વથા રત્નમય, સ્વચ્છ, શ્લણ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે ચૈત્યસ્તૂપ ઉપર આઠઆઠ મંગલ, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજાદિ પૂર્વવત્.
તે ચૈત્યસ્તૂપોની પ્રત્યેકે પ્રત્યેકમાં ચારે દિશામાં એકૈક દિશામાં એકૈક મણિપીઠિકા ભાવથી ચાર મણીપીઠિકા છે. તે મણીપીઠિકા એકૈક યોજન લાંબીપહોળી, અદ્ધ યોજન બાહલ્સથી સર્વથા મણીમચ્ચી, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણીપીઠિકા ઉપર એકૈક મણીપીઠિકાની ઉપર એકૈક પ્રતિમા એ રીતે ચાર જિનપ્રતિમા છે. ઉત્કર્ષથી ૫૦૦ ધનુપ્, જઘન્યથી સાત હાથ જિનોત્સેધ હોય, પણ અહીં ૫૦૦ ધનુષ સંભવે છે. તે પર્યંકાસને રહેલી અને સ્તૂપની સામે રહેલ છે. તે આ - ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિસ્પેણ,
૧૮૫
તે ચૈત્ય સ્તૂપોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા બબ્બે યોજન લંબાઈ-પહોળાઈથી અને એક યોજન બાહલ્યથી છે. સંપૂર્ણ મણિમચ્ય, સ્વચ્છ આદિ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃક્ષ કહેલ છે. તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉંચું છે, અડધો યોજન ઉત્સેધ-ઉંડુ છે. બે યોજન ઉચ્ચ સ્કંધ, તે અર્ધ યોજન વિખંભથી યાવત્ બહુમધ્ય દેશભાગમાં ઉર્ધ્વ નીકળેલ શાખા
તે વિડિમા છ યોજન ઉર્ધ્વ છે. તે પણ અર્દ્ર યોજન વિધ્યુંભથી છે. સાતિરેક આઠ યોજન છે.
તે ચૈત્યવૃક્ષોનું આવું વર્ણન છે. તે આ રીતે – વજ્રરત્નમય મૂલ, રજતમયી સુપ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્ય દેશભાગ, ઉર્ધ્વ વિનિર્ગત શાખા, ષ્ઠિ રત્નમય કંયુક્ત, ધૈર્યરત્નમય રુચિર સ્કંધયુક્ત. સુજ્ઞાત - મૂલ દ્રવ્ય શુદ્ધ, વર - પ્રધાન, પ્રથમવા - મૂળભૂત, વિશાળ શાખા જેમાં છે તે. વિવિધ મણિ રત્નોની વિવિધા શાખા અને પ્રશાખા જેમાં છે તે. વૈડૂર્યમય પત્રો યુક્ત, તપનીયમય પત્રવૃંતવાળા. જાંબૂનદ નામક સુવર્ણ વિશેષમય, ક્તવર્ણી-મનોજ્ઞ-સુકુમાર સ્પર્શવાળા જે પ્રવાલ-કંઇક ઉઘડેલ પત્રરૂપ, પલ્લવ-સંજાત પરિપૂર્ણ પ્રથમ પત્ર ભાવરૂપ, વરાંકુર - પહેલા ઉભેદ પામતા અંકુર, તેને ધારણ કરનાર અથવા પાઠાંતરથી જાંબૂનદ રક્ત મૃદુ-અકઠીન, સુકુમાર-અર્કશ સ્પર્શ, કોમલ-મનોજ્ઞ. - X -
વિચિત્રમણિ રત્નમય જે સુરભી કુસુમ અને ફળોના ભારથી નમેલ શાખા જેની છે તે. જેની શોભન છાયા છે. તે સચ્છાય. શોભન પ્રભા-કાંતિ જેમાં છે, તે સત્પુભા. ઉધોત સહ વર્તે છે તે મણિ રત્નોના ઉધોત્ ભાવથી સોધોત ઋષિ - અતિશય નયન
૧૮૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અને મનને સુખકર, અમૃતરસ જેવા રસવાળા ફળો જેના છે તે. પ્રાસાદીયાદિ ચાર વિશેષણ પૂર્વવત્.
તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક, લવંગ આદિ સૂત્રોક્ત વૃક્ષો વડે ચોતરફથી ઘેરાયેલ છે. તે તિલક ચાવત્ નંદિ વૃક્ષો મૂળવાળા - કંદવાળા ઈત્યાદિ વૃક્ષવર્ણન પૂર્વવત્ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અનેક શકટ, સ્થ, ચાન, શિબિકા, સ્પંદમાનિકાથી સુરમ્યા છે. તે તિલક યાવત્ નંદિવૃક્ષ બીજા ઘણી પાલતા, નાગલતા, અશોકલતા આદિ વડે ચોતરફથી ઘેરાયેલ છે. તે પાલતા યાવત્ શ્યામલતા નિત્ય કુસુમિત છે ઈત્યાદિ લતા વર્ણન પ્રતિરૂપ છે ત્યાં સુધી કહેવું. વ્યાખ્યા પૂર્વવત્ છે.
તે ચૈત્યવૃક્ષો ઉપર આઠ-આઠ મંગલકો, ઘણાં કૃષ્ણ ચામરધ્વજ ઈત્યાદિ. ઘણાં સહસત્ર હસ્તક, સર્વે રત્નમય ચાવત્ પ્રતિરૂપક છે સુધી કહેવું. તે ચૈત્યવૃક્ષોની
આગળ એકૈક મણિપીઠિકા કહી છે, તે મણિપીઠિકા એક યોજન લાંબી-પહોળી, અદ્ધ યોજન બાહલ્યથી, સંપૂર્ણ મણીમયી, સ્વચ્છાદિ પૂર્વવત્.
તે મણિપીઠિકાની ઉપર એકૈક મહેન્દ્ર ધ્વજ કહ્યો છે તે સાડા સાત યોજન ઉંચો, અર્ધ્વકોશ - હજાર ધનુપ્, પ્રમાણ ઉદ્વેધ, અર્ધ્વકોશના વિસ્તારવાળો છે. તે વજ્રરત્નમય, વર્તુળ, મનોજ્ઞ, સંસ્થાનથી સંસ્થિત, સુશ્લિષ્ટ, ઘોલી પ્રતિમા જેમ પરિદૃષ્ટ, સૃષ્ટ-સુકુમાર પાષાણ પ્રતિમાની જેમ સુપ્રતિષ્ઠિત કેમકે જરા પણ ચલિત નથી. પ્રધાન પંચવર્ણી હજારો લઘુપતાકાથી પરિમંડિત હોવાથી રમ્ય, વાયુ વડે ઉડતી વૈજયંતી પતાકા આદિ પૂર્વવત્.
તે મહેન્દ્ર ધ્વજાની ઉપર આઠ-આઠ મંગલક, ઘણાં કૃષ્ણ ચામર ધ્વજ ઈત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. - X -
તે મહેન્દ્ર ધ્વજોની આગળ એકૈક ‘નંદા’ નામની પુષ્કરિણી કહી છે. તે સાડા
બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી, દશ યોજન ઉંડી. સ્વચ્છ-શ્લણ આદિ પૂર્વવત્ જગતીની ઉપર પુષ્કરિણી સંપૂર્ણ કહેવી ચાવત્ ઉદકરસથી પ્રાસાદીયાદિ કહી છે. તે નંદા પુષ્કરિણી પ્રત્યેકે પ્રત્યેક પાવર વેદિકા અને વનખંડ વડે પરિવરેલી છે. તે નંદાપુષ્કરિણીની ત્રણ દિશામાં ત્રિસોપાન પ્રતિરૂપક કહેલ છે. તેનું અને તોરણનું વર્ણન પૂર્વવત્.
સુધર્મસભામાં ૬૦૦૦ મનોગુલિકા કહેલી છે. આ બધાનું, ફલક-નાગદંતકમાલ્યદામનું વર્ણન પૂર્વવત્. સુધર્મા સભામાં ૬૦૦૦ ગોમાનસિક-શસ્ત્રારૂપ સ્થાન વિશેષ કહેલા છે. તેનું પણ ફલકવર્ણન, નાગદંત વર્ણન, ધૂપઘટિકા વર્ણન “વિજયદ્વાર”ના વર્ણન માફક જાણવું. ભૂમિભાગ વર્ણન પૂર્વવત્.
- સૂત્ર-૧૭૬ :
તે બહુસમરમણીયભૂમિ ભાગના બહુમધ્ય દેશભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા બે યોજન લાંબી-પહોળી, એક યોજન જાડી અને સંપૂર્ણ મણિમય છે.