________________
સૂત્ર-૨૮
કાન-મનને સુખકર શબ્દો વડે તે પ્રદેશને ચોતરફથી આપૂરિત કરતા કરતા શ્રી વડે અતી ઉપશોભિત થઈ રહે છે. આ બધાંની પૂર્વે યાનવિમાન વર્ણનમાં વ્યાખ્યા કરેલ છે. તે નાગદંતોમાં પ્રત્યેની ઉપર બીજી સોળ-સોળ નાગદંત પંક્તિઓ કહી છે. અહીં નાગદંતોનું પૂર્વોક્ત વર્ણન જાણી લેવું. તે નાગદંતકમાં ઘણાં રજતમય સિક્કાઓ કહ્યા છે - તે શ્રેષ્ઠ રજતમય સિક્કામાં ઘણી વૈસૂર્યરત્નમય ધૂપઘટિકાઓ છે. જેમાં કાળા અગરુ આદિની ધૂપથી મધમધતા ઈત્યાદિ પૂર્વવત્. ધ્રાણ-મનને સુખકર.
તે પ્રત્યેક દ્વારના બંને પડખે બે પ્રકારની નૈપેધિકીમાં સોળ-સોળ શાલભંજિકાની પંક્તિઓ કહી છે. તે પુતળીઓ લીલા કરતી રહેલી છે. સુમનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. અતિશય રમણીયપણે અલંકૃત્ છે. વિવિધ રંગના તેના વસ્ત્રો છે. તથા વિવિધ રૂપ પુષ્પો [પુષ્પમાળા] પહેરાવેલી છે. દર્શનથી સુખકારી છે.
(તે પુતળીઓનો) મુઠ્ઠીમાં ગ્રાહ્ય, શોભન મધ્ય ભાગ છે આમેનાવિ૰ - પીનપુષ્ટ, રચિત સંસ્થિત-સંસ્થાન જેમનું છે, તે. આમેલક-શિખર. તેના સમશ્રેણિક જે યુગલ, તેની જેમ બદ્ધ સ્વભાવથી ઉપચિત કઠિન અને અશ્રુન્નત એવા પયોધરવાળી.
રક્તોપાંગ-આંખનો અંત ભાગ લાલ છે તેવી. અસિત-કાળા વાળ વાળી. આને જ
૩૫
વિશેષથી કહે છે – કોમળ, નિર્મળ, શોભન અસ્ફૂટિત અગ્રત્વાદિ લક્ષણથી યુક્ત, જેમાં સંવૃત્ત અગ્ર કેશ જેના છે તેવી. કંઈક શ્રેષ્ઠ અશોકવૃક્ષને આશ્રિત, અશોક વૃક્ષની શાખા જેણીએ ડાબા હાથે ગ્રહણ કરેલ છે તેવી.
જેની આંખ કંઈક તિર્કી-કટાક્ષ રૂપે રહેલ છે, તે ચેષ્ટા વડે સુરજનોના મનને આકર્ષનારી, પરસ્પર રચક્ષુ વડે અવલોકનથી જે સંશ્લેષ, તેના વડે ખેદ પામતી એવી અર્થાત્ એ પ્રમાણે તિતિ વલિતાક્ષિ કટાક્ષ વડે પરસ્પર અવલોકન કરતી રહેલી છે. જેમકે પરસ્પર સૌભાગ્યને ન સહન કરતી, કટાક્ષ વડે પરસ્પર ખેદ પામે છે.
પૃથ્વી પરિણામ રૂપ અને વિમાનની જેમ શાશ્વત ભાવને પામેલ, ચંદ્ર સમાન મુખવાળી, ચંદ્રવત્ મનોહર વિલાસ કરવાના સ્વભાવવાળી, આઠમના ચંદ્ર સમાન લલાટવાળી, ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિયુક્ત આકાર જેણીનો છે, તેવી તથા ઉલ્કા સમાન ઉધોત્ કરતી, વિધુત્ જે ઘન-અત્યધિક કિરણો, જે સૂર્યના દીપ્તતેજથી અધિકતર પ્રકાશવાળી. શ્રૃંગારાગાર-ચારુવેસ આદિ પૂર્વવત્.
• સૂત્ર-૨૯ ૭
તે દ્વારના બંને પડખે નિષિધિકાઓમાં સોળ-સોળ જાળ-કટકની પંક્તિ છે. તે જાલકટક સર્વરત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે દ્વારોના બંને પડખે નિષિધિકાઓમાં સોળ-સોળ ઘંટાની પંક્તિઓ કહી છે. તે ઘંટાનું વર્ણન આ પ્રમાણે છે જાંબુનદમયી ઘંટા, વજ્રમય લોલક, વિવિધ મણિમય ઘંટાપાસા, તપનીયમય સાંકળો, રજતમય દોડાઓ છે. તે ઘંટાઓ ઓઘવરા, મેઘવરા, સીંહવરા, દુંદુભિવરા, કૌંચવા, નંદિવરા, નંદિઘોષા, મંજૂરવરા, મંજુઘોષા, સુસ્વરા, સુરનિવાળી, ઉદાર-મનો-મનહર-કર્ણ, મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશને ચોતરફથી આપૂરિત કરતા રહે છે.
-
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
તે દ્વારોની બંને પડખે નિશીધિકામાં સોળ-સોળ વનમાળા પંક્તિઓ કહી છે. તે વનમાળાઓ વિવિધ મણીમય દ્રુમલતા કિશલય પલ્લવથી સમાકુલ, ભ્રમરો દ્વારા પરિભોગિત થતા શોભે છે, સીક અને પ્રાસાદીયાદિ છે.
- તે દ્વારોની બંને પડખે નિષીધિકામાં સોળ-સોળ પકંઠક કહેલ છે. તે પ્રકંઠકો ૨૫૦ યોજન લંબાઈ-પહોળાઈથી, ૧૨૫-યોજન જાડાઈથી, સર્વ વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
તે પકંઠકોની ઉપર પ્રત્યેકમાં પાસાદાવતંસક કહ્યા છે. તે પ્રાસાદાવતંરાક ૨૫૦ યોજન ઉર્ધ્વ ઉચ્ચત્વથી છે, ૧૨૫-યોજન વિખુંભથી છે. ચારે દિશામાં વ્યાપ્ત પોતાની પ્રભાથી હરાતા એવા લાગે છે. વિવિધ પ્રકારના મણિરત્નોથી
તેમાં ચિત્ર-વિચિત્ર રચનાઓ બની હતી. વાયુથી ફસ્કી, વિજય સૂચિત કરનારી વૈજયંતી પતાકા અને છાતિછત્રથી અલંકૃત્ છે. અત્યંત ઉંચી હોવાથી તેના શિખર આકાશતલ ઉલ્લંઘા જણાય છે. વિશિષ્ટ શોભા માટે જાળી-ઝરોખામાં રત્નો જડેલા હતા. તે રત્નો તત્કાળ પટારામાંથી નીકળેલા હોય તેવા ચમકતા હતા. મણિ અને સુવર્ણથી તેની રૂપિકા નિર્મિત છે. વિકસિત શતપત્ર પુંડરીક, તિલક રત્નોથી રચિત અર્ધચંદ્ર, વિવિધ મણિમાળાથી અલંકૃત્ હતા. અંદરબહારથી લક્ષ્ણ, સુવર્ણની રેતીના પ્રસ્તટ, સુખપર્શવાળા, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય યવત્ માળાથી શોભિત પકંઠક-ધ્વજા-છાતિછત્ર ઉપર છે.
૩૬
તે દ્વારની બંને પડખે સોળ-સોળ તોરણો કહ્યા છે. તે વિવિધ મણિમય, વિવિધ મણીઓના નિર્મિત સ્તંભોની ઉપર સારી રીતે બાંધેલ હતા યાવત્ પાના ગુચ્છોથી શોભિત છે. તે તોરણો આગળ બબ્બે શાલભંજિકા કહી છે. તેનું વર્ણન પૂર્વવત્. તે તોરણો આગળ નાગવંતો કહ્યા છે, તેનું વર્ણન પૂર્વવત્ યાવત્ મુકાદમ પર્યન્ત કહેવું. તે તોરણો આગળ બબ્બે અશ્વ, હાથી, મનુષ્ય, કિંનર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ અને વૃષભ યુગલ છે. આ બધાં રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. આ પ્રમાણે વીંથી પંક્તિ અને યુગલો સ્થિત છે.
- -
તે તોરણોની આગળ બબ્બે પાલતા યાવત્ શ્યામલતા, નિત્ય કુસુમિત, સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે અક્ષત દિશા-સૌવસ્તિક કહ્યા છે. તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે ચંદન કળશો કહ્યા છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળ ઉપર પ્રતિષ્ઠિત હતા.
તે તોરણોની આગળ બબ્બે શૃંગાર કહ્યા છે. તે શૃંગારો શ્રેષ્ઠ કમળ ઉપર પ્રતિષ્ઠિત યાવત્ હે આયુષ્યમાન શ્રમણો ! મોટા ઉન્મત્ત ગજરાજની મુખાકૃતિ સમાન વિશાળ આકારવાળા છે. તે તોરણોથી આગળ બબ્બે દર્પણો કહ્યા છે. તે દર્પણોનું આવું વર્ણન કહ્યું છે સુવર્ણમય, પકંઠક, ધૈર્યમય ચોકઠા, વજ્રમય પાછળનો ભાગ, વિવિધ મણિમય મંડલ, ઘસેલા ન હોવા છતાં પોતાની નિર્મળ પ્રભાથી યુક્ત, ચંદ્રમંડલવત્ નિર્મળ, કાયર્ક સમાન મોટા હતા.
-