________________
સૂત્ર-૨૭
પરિહિંડમાણે-ભ્રમણ કરતાં, પરિઘોલેમાણે-ગમનાગમન કરતા.
• સૂત્ર-૨૮,૨૯ ઃ
[૨૮] ત્યારે તે પ્રવૃત્તિ નિવેદકે આ વૃત્તાંત જાણતાં હટતુષ્ટ યાવત્ હૃદયી થઈ, સ્નાન કરી યાવત્ અલ્પ-મહાર્ધ આભરમથી અલંકૃત શરીરી થઈ, પોતાના ઘેરથી નીકળ્યો, પોતાના ઘેરથી નીકળીને ચંપાનગરીની વચ્ચોવચથી જે બાહ્ય ઉપસ્થાન શાળાએ આવ્યો, બધી જ વકતવ્યતા પૂર્વવત્ યાવત્ નીકળે છે, નીકળીને તે પ્રવૃત્તિ નિવેદકને સાડાબાર લાખનું પ્રીતિદાન આપે છે, આપીને સત્કાર, સન્માન કરે છે, સત્કારી-સન્માનીને વિદાય કરે છે.
૧૪૩
[૨] ત્યારે તે ભંભસારપુત્ર કૂણિક રાજાએ બલવ્યાવૃત્તને આમંત્ર્યો, આમંત્રીને એમ કહ્યું – ઓ દેવાનુપ્રિય ! જલ્દીથી આભિષેક્સ હસ્તિનને સુસજ્જ કરાવો, ઘોડા-હાથી-થ-પ્રવર યોદ્ધાયુક્ત ચાતુરંગિણી સેનાને તૈયાર કરો. સુભદ્રા આદિ રાણીઓને બાહ્ય ઉપસ્થાનશાળામાં પ્રત્યેક-પ્રત્યેકને માટે યાભિમુખ જોતેલ યાનો ઉપસ્થાપિત કરો. પછી ચંપાનગરીને અંદર અને બહારથી પાણીથી સીંચાવો, સિંચાની સાફ કરાવો, લીંધાવો, નગરીના અંદરના માર્ગો-ગલીઓની સફાઈ કરાવો. પંચાતિમંચ યુક્ત કરાવો, વિવિધ રંગોની ઉંચી ધ્વજા-પતાકાથી મંડિત કરાવો. નગરીની દીવાલોને લિપખવો-પોતાવો. ગોશીસરસ-લાલ-ચંદન ચાવત્ ગંધવર્ણીભૂત કરો-કરાવો, કરી-કરાવીને આ આજ્ઞા પાછી સોંપો. [પછી] હું શ્રમણ ભગવત્ મહાવીરના વંદનાર્થે જઈશ.
• વિવેચન-૨૯ ૭
બલવાઉય-સૈન્ય વ્યાપાર પરાયણ, આભિસેક્ક-અભિષેક માટે યોગ્ય તે આભિષેક્સ, હસ્તિરત્ન-પ્રધાન હાથી, પડિકોહિ-સજ્જ કરો. પાડેક્ક-પ્રત્યેક, એકએક. જતાભિમુહ-ગમન અભિમુખ, જુતાú-બળદો વડે યુક્ત. ક્વચિત્ ‘યુગ્ધ' પાઠ છે, તે જંપાનવિશેષ છે. ગાળાડું - ગાડાં, સભિતરબાહિરિય - નગરનો મધ્ય ભાગ અને નગરનો બાહ્ય ભાગ. - x - આસિક્ત-જળ છંટકાવીને, સંમાર્જિત-કચરો શોધીને, ઉપલિપ્ત-છાણ આદિથી કોને ? શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ઠાદિને.
આ બે વાક્ય ક્યાંક જોવા મળતા નથી
આસિક્ત-કંઈક જળ છંટકાવ,
સિક્ત-તે સિવાય, તેથી જ શુચિ-પવિત્ર, સંદૃષ્ટ-કચરો દૂર કરાવીને. રચ્યાંતરાણિગલી મધ્યે, આપણવીયય-હાટ માર્ગ. મંચ-માળા, પ્રેક્ષણદૃષ્ટા લોકોના બેસવાના નિમિત્તે, અતિમંચ-તેના ઉપર જે મંચ વડે ચુક્ત. વિવિધ રાગ વડે ઉચ્છિત-ઊર્વીકૃત, ધ્વજ-ચક્ર, સિંહાદિ લાંછન યુક્ત, પતાકા-તે સિવાયની અતિપતાકા વડે અર્થાત્ પતાકાની ઉપરિવર્તી પતાકાથી મંડિત. બાકીનું નગરી વર્ણન, ચૈત્યના વર્ણન માફક જાણવું. આણત્તિનું પચ્ચપિણાહિ-આજ્ઞા પાળી મને કહો.
-
• સૂત્ર-૩૦ (અધુરુ) -
ત્યારે તે બળવ્યાવૃત, કોણિક રાજાએ આમ કહેતા. હષ્ટ-તુષ્ટ ચાવત્ હૃદયી થઈ, બે હાથ જોડીને, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આમ કહ્યું
ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
હે સ્વામી ! એ પ્રમાણે વિનયથી આજ્ઞાવાનને સ્વીકારે છે. સ્વીકારીને હસ્તિવ્યામૃતને આમંત્રે છે, આમંત્રીને કહ્યું – ઓ દેવાનુપિય ! જલ્દીથી ભંભસારપુત્ર કોણિક રાજાના આભિષેક્સ હસ્તિરત્નને સજાવો. ઘોડા-હાથી-થ-પવર યોદ્ધાયુક્ત ચાતુરંગિણી સેનાને સજાવો, સજાવીને આ આજ્ઞા પાલન થયાનું નિવેદન કરો. ત્યારપછી તે હસ્તિવ્યાપૃર્ત બલવ્યામૃતના આ અર્થને સાંભળીને, વિનયપૂર્વક તેમના આજ્ઞા વચનને સ્વીકારે છે, સ્વીકારીને, કુશળ આચાર્યના ઉપદેશથી ઉત્પન્ન મતિ વિકલ્પના વિકલ્પથી સુનિપુણ બુદ્ધિ વડે ઉલ વસ્ત્ર-વેશભૂષા દ્વારા શીઘ્ર સજાવ્યો. તેનો ધાર્મિક ઉત્સવ અનુરૂપ શ્રૃંગાર કર્યો, કવચ લગાવ્યુ, કક્ષાને તેના વક્ષ:સ્થળથી કસીને બાંધ્યુ, ગળામાં હાર અને ઉત્તમ આભૂષણ
પહેરાવી શોભાવ્યો.
૧૪૪
-
તે હાથી અધિક તેજ યુક્ત થયો. સલલિત શ્રેષ્ઠ કપૂરથી શોભિત થયો. લટકતા લાંબા સ્કૂલ અને ભમરાથી અંધકાર સĒશ લાગતો, ઝુલ ઉપર વેલ-ખૂંટા ભરેલ પછદ વસ્ત્ર નાંખ્યુ. શસ્ત્ર તથા કવચ યુક્ત તે હાથી યુદ્ધાર્થ સજ્જિત જેવો હતો. છત્ર-ધ્વજ-ઘંટ-પતાકા યુક્ત, પાંચ કલગી સહ પરિમંડિત, સુંદર લાગતો હતો. બંને તરફ બે ઘંટ લટકાવ્યા. તે હાથી વિજળી સહિત કાળા વાદળ સમાન લાગતો હતો. ત્પાતિક પર્વત વત્ ચાલતો હતો, ઉન્મત્ત અને ગુલગુવંત કરતો, મન અને પવનનો જય કરતા વેગવાળો, ભીમ, સંગ્રામિક યોગ્ય, આભિષેક્ષ્ય હસ્તિ રત્નને સજાવ્યો, સજાવીને ઘોડા-હાથી-થ-પ્રવર યોદ્ધાયુક્ત ચાતુરંગિણી સેના સજ્જ કરી, રાજ્ય કરીને જ્યાં બલવ્યાવૃત્ત હતો ત્યાં આવ્યો, આવીને આ આજ્ઞાપિત કાર્ય પૂર્ણ થયાનું નિવેદન કર્યું.
ત્યારપછી તે બલવ્યાવૃત્તે યાનશાલિકને બોલાવ્યો, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! જલ્દી સુભદ્રા આદિ રાણીને માટે બાહ્ય ઉપસ્થાન શાળામાં પ્રત્યેક-પ્રત્યેક માટે યાત્રાભિમુખ જોડેલા વાહનો ઉપસ્થાપિત કરો, કરીને મારી આ આજ્ઞા પાછી સોંપો.
• વિવેચન-૩૦ (અધુરુ)
હસ્તિવ્યાધૃત-મહાવત, અહીં પ્રદેશમાં ક્યાંક “આભિષેક્સ હસ્તિરત્ન'' દેખાય છે, તે અપપાઠ છે. કેમકે આગળ આ પ્રમાણે કહેવાયું છે – નિપુણ એવા આચાર્યશિલ્પોપદેશ દાતા, તેના ઉપદેશથી જે બુદ્ધિ તેની જે કલ્પના-વિકલ્પો, કેવા પ્રકારના ? સુનિપુણ અથવા નિપુણ નર વડે, ઉજ્વલનેપથ્યથી-નિર્મળવેષથી, હાંતિ-શીઘ્ર પરિપક્ષિત-પરિંગૃહીત તે, પાઠાંતરથી ઉજ્વલ નેપથ્ય વડે, સુસજ્-સારી રીતે પ્રગુણ, ધર્મમાં નિયુક્ત તે ધાર્મિક, તેના વડે સજ઼દ્ધ-સન્નાહ, સજ્જ કરાયેલ તે ધાર્મિક સન્નદ્ધ, બદ્ધ કવચ-સન્નાહ વિશેષ, તે જ બદ્ધવચિક, અથવા ધર્મિતાદિ શબ્દો એકાર્થક અને સન્નદ્ધતાના પ્રકર્ષને જણાવવાને માટે છે. ભેદપણું રૂઢિથી જાણવું. ઉત્પીડિત-ગાઢ કરાયેલ, કક્ષા-રજ્જુ, દોરડું, વક્ષસિછાતી ઉપર, બદ્ધ દૈવેયકડોકનું આભરણ, ઉત્તમ આભુષણોથી શોભતો, તેથી ત્રૈવેયબદ્ધભૂષણ વિરાજિત -