SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧/૬ પાલન-પોષણ કરો છો, તેને જોવા આવ્યો છું. ત્યારે તે મૃગાદેવીએ ગૌતમસ્વામીને પૂછ્યું – હે ગૌતમ! તે કોણ એવા તથારૂપ જ્ઞાની કે તપવી છે? જેણે આપને મારા આ રહત્યિક અર્થને શીઘ્રપણે કહ્યો, જેથી તમે આ અર્થને જાણો છો? ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપિય! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવંત મહાવીર છે, જેનાથી હું આ વૃત્તાંત જાણું છું. મૃગાદેવી, ગૌતમસ્વામી સાથે આ વાત કરતી હતી તેટલામાં મૃગાપુત્ર બાળકની ભોજનવેળા થઈ ગઈ. ત્યારે મૃગાદેવીએ ગૌતમસ્વામીને કહ્યું ભંત! આપ અહીં જ ઉભા રહો. જેથી હું તમને મૃગાપુત્ર બાળક બતાવું. એમ કહી ભોજનપાન ગૃહે ગઈ, જઈને વસ્ત્ર પરાવર્તન કર્યાં, કરીને કાષ્ઠની ગાડી ગ્રહણ કરી, કરીને વિપુલ અશન-પાન-ખાદિમ-વાદિમ ભર્યા. ભરીને તે કાષ્ઠની ગાડીને ખેંચતી ખેચતી ગૌતમસ્વામી પાસે આવી, પછી ગૌતમસ્વામીને કહ્યું તમે આવો, મારી પાછળ ચાલો, હું તમને મૃગાપુત્ર બાળક બતાવું. - ૨૩ ત્યારપછી ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ ચાલ્યા. ત્યારે તે મૃગાદેવી કાષ્ઠની ગાડીને ખેંચતા ખેંચતા ભૂમિગૃહે આવ્યા, આવીને ચતુષ્ટપટ વસ્ત્ર વડે મુખ બાંધ્યુ, મુખ બાંધતા ગૌતમસ્વામીને કહ્યું, તમે પણ ભગવન્ ! મુહપતિ વડે મુખને બાંધો ત્યારે ગૌતમ સ્વામીએ પણ મુખને બાંધ્યુ. પછી મૃગાદેવીએ અવળુ મુખ રાખી ભૂમિગૃહના દ્વાર ઉઘાડ્યા. તેમાંથી જે ગંધ નીકળી, તે સર્પનું મૃતક, સર્પનું ક્લેવર યાવત્ તેનાથી પણ અનિષ્ટતર એવા પ્રકારે ગંધ હતી. ત્યારે તે મૃગાપુત્ર બાળક તે વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમની ગંધથી અભિભૂત થઈને તે વિપુલ અશન, પાન આદિમાં મૂર્છિત થઈ તે વિપુલ અશનાદિને, તેમાં બેસીને આહાર કર્યો, આહાર કરીને જલ્દીથી તે આહાર વિધ્વંસ થયો, પછી તે પરુ-લોહીપણે પરીણમ્યો, તે પરુ-લોહીનો આહાર કર્યો. ત્યારપછી ગૌતમસ્વામી, તે મૃગાપુત્ર બાળકને જોઈને આવા પ્રકારે સંકલ્પ ઉત્પન્ન થયો અહો! આ બાળક પુરાણા-દુષ્ટ રીતે આચરેલા, દુપ્પતિકાંત અશુભ પાપકૃત્ કર્મોના પાપક ફળ-વૃત્તિ વિશેષને અનુભવતો રહ્યો છે. મેં નરક કે નારકીને પ્રત્યક્ષ જોયા નથી પણ આ પુરુષ નક પ્રતિરૂપ વેદના વેઠે છે. એમ વિચારી મૃગાદેવીને પૂછીને મૃગાદેવીના ઘેરથી નીકળે છે, નીકળીને મૃગા ગ્રામ નગરની મધ્યેથી નીકળીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરીને પૂછ્યું - હું આપની આજ્ઞા પામીને મૃગગ્રામ નગરની મધ્યેથી પ્રવેશીને મૃગાદેવીના ઘેર ગયો ત્યાં તે મૃગાદેવી મને આવતો જોયો, જોઈને હર્ષિત થઈ ઈત્યાદિ બધું યાવત્ પરુ-લોહીને આહારે છે સુધી કહેવું. ત્યારપછી મને આવો મનોગત સંકલ્પ થયો કે અહો ! આ બાળક તેના જૂના કર્મોને વશ યાવત્ રહેલો છે. - - વિષાક અંગસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન-૬ : ઋતુવિ - મનની સ્થિરતાથી અન્વરિત. ચાવત્ શબ્દથી આ પ્રમાણે - અચપળ, અસંભાંત, યુગપ્રમાણ અંતને પ્રલોકતી દૃષ્ટિને આગળ રાખી ચાલે છે. અચપળ - કાયાની ચપળતાના અભાવે, અસંભ્રાંત-ભ્રમરહિત, યુગ-ચૂપ પ્રમાણ ભૂમિભાગ. ચિં - ઈર્યા, ગમન - તેનો માર્ગ. ૬૦ - હર્ષિત, સંતુષ્ટ, આનંદિત. આ શબ્દો એકાર્યક છે. હવ-જલ્દીથી. જાયા ચાવિ હોત્થા - થયા. વત્યપરિયટ્ટ - વસ્ત્ર પરિવર્તન. મે નાનામÇ - તે આ પ્રમાણે. મિત્તે આદિ - ગાયનું કે શ્વાનનું મૃતક. - x - અનિષ્ટત-અતિ અનિષ્ટ ગંધ, યાવત્ શબ્દથી અકાંતતર, અપિયતર, અમનોજ્ઞતર, અમણામતર. આ શબ્દો એકાર્થક છે. મુર્છિત આદિ - ગ્રથિત, વૃદ્ધ, અધ્યુપન્ન, આ પણ એકાર્થક શબ્દો છે. અાસ્થિત્૰ આ ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ. એકાર્યક છે. ૨૪ પુરાપોરાળાís - જરઠ, કર્કશરૂપ, પૂર્વકાળે, પ્રાણાતિપાતાદિ દુશ્રુતિ હેતુ, દુષ્પડિક્કત - દુઃશબ્દ અભાવ અર્થમાં છે, તેનાથી પ્રાયશ્ચિત્ત સ્વીકાર આદિ વડે વિપાકોને દૂર ન કર્યા. અશુભ-અસુખ હેતુ, પાવાણાં-પાપ, દુષ્ટ સ્વભાવ. કમ્માણું - જ્ઞાનાવરણ આદિ. • સૂત્રક : ભગવન્ ! તે પુરુષ પૂર્વભવે કોણ હતો ? તેનું નામ કે ગોત્ર શું હતા ? કયા ગામ કે નગરમાં, શું આપીને કે ભોગવીને, શું આચરીને ? પૂર્વના કેવા કર્મોથી યાવત્ વિચરે છે ? . હે ગૌતમ ! એમ સંબોધીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતમાં શતદ્વાર નામે નગર હતું. જે ઋદ્ધ-સ્તિમિત હતું. તે શતદ્વાર નગરમાં ધનપતિ નામે રાજા હતો. તે શતદ્વાર નગરની કંઈક સમીપે દક્ષિણ-પશ્ચિમ દિશા ભાગમાં વિજયવર્ધમાન નામે ખેટક હતું, તે ઋદ્ધ-તિમિતાદિ હતું. તે વિજય વર્ધમાન ખેટકની પાછળ બીજા ૫૦૦ ગામો હતા. વિજયવર્ધમાન ખેટકમાં ઇક્કઈ નામે રાષ્ટ્રકૂટ હતો. તે ધાર્મિક યાવત્ દુષાનંદ હતો. ૫૦૦ ગામનો અધિપતિ થઈ યાવત્ પાલન કરતો રહેતો હતો. તે વિજયવર્ધમાન એટકના ૫૦૦ ગામોને ઘણાં કર, ભાર, વૃદ્ધિ, ઉત્કોટ, પરાભવ, દેય, ભેધ, કુંત, વંછપોષ, આદીપન, પંથકોટ્ટ વડે પીડા કરતો, ધર્મરહિત કરતો તર્જના-તાડના-નિર્ધન કરતો • કરતો રહેતો હતો. ત્યારપછી તે ઈક્કાઈ રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન ખેટકના ઘણાં રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સાર્થવાહોને તથા બીજા પણ ઘણાં ગ્રામ્યપુરુષોને ઘણાં કાર્યો - કારણોમાં, રહસ્ય-નિશ્ચય-વ્યવહારોમાં સાંભળવા છતાં “ન સાંભળ્યું” કહેતો, ન સાંભળ્યા છતાં “સાંભળ્યુ” એમ કહેતો એ પ્રમાણે જોવામાં - બોલવામાં - લેવામાં - જાણવામાં કરતો હતો. ત્યારે તે ઈક્કાઈ
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy