________________
૧/૧/૧
પાળીને કાળમારો કાળ કરી ઉપર, ચંદ્રાદિ વિમાન, સૌધર્મ-ઈશાન, યાવત્ આરણઅચ્યુત કલ્પ, નવ ચૈવેયક વિમાન પ્રસ્તટથી પણ ઉપર દૂર જઈને વિજય નામક અનુત્તર વિમાને દેવપણે ઉત્પન્ન થયો.
ત્યારે તે સ્થવિરોએ જાતિ અણગારને કાલગત જાણી પરિનિતણિ નિમિત્તે
કાયોત્સર્ગ કરીને, પાત્ર-વસ્ત્ર ગ્રહણ કર્યા, તે જ પ્રમાણે નીચે ઉતર્યા યાવત્ આ તેમના ઉપકરણો.
ગૌતમસ્વામીએ પૂછ્યું – ભગવન્ ! આપના શિષ્ય જાલિ અણગાર, પ્રકૃતિ ભદ્રક હતા તે કાળ કરીને કયા ગયા? કયા ઉપજ્યા ? હે ગૌતમ ! મારા શિષ્ય, સ્કંદકમુનિની માફક કાળ કરીને ચંદ્રાદિ વિમાનોથી ઉંચે યાવત્ વિજયવિમાને દેવપણે ઉપજ્યા.
ભગવન્ ! જાલિ દેવની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! ૩૨-સાગરોપમ. ભંતે ! તે દેવલોકથી આયુ આદિ ક્ષયથી ક્યાં જશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ પામશે. - હે જંબૂ ! શ્રમણ ભગવંતે અનુત્તરો પહેલા વર્ગના પહેલા અધ્યયનનો આ અર્થ કહ્યો.
વર્ગ-૧-અધ્યયન-૨ થી ૮ સ
— * — * - * — * -
૧૦૭
• સૂત્ર-૨ :
એ જ પ્રમાણે બાકીના આઠે [નવે ?] અધ્યયનો કહેવા. વિશેષ આ - [દશ કુમારોમાં] સાત ધારિણીના પુત્રો હતા, વેહલ્લ-વેહાસ, સેલણાના પુત્રો હતા, પહેલાં પાંચનો પર્યાય-૧૬ વર્ષ, પછીના ત્રણનો બાર વર્ષનો, છેલ્લા બેનો પાંચ વર્ષ છે. પહેલા પાંચની ઉત્પત્તિ અનુક્રમે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિદ્ધમાં, દીતિની સર્થિ સિદ્ધમાં બાકીના ારની ઉલટાક્રમથી જાણવી. બાકી બધું પહેલા અધ્યયન માફક કહેવું, રાજગૃહે શ્રેણિક રાજા અને નંદારાણીનો પુત્ર અભયકુમાર હતો, તેટલું વિશેષ. બાકી પૂર્વવત્ હૈ જંબૂ ! ભગવંતે પહેલા
વર્ગનો અર્થ આ પ્રમાણે કહેલો છે.
• વિવેચન-૧,૨ :
બંને સૂત્રોમાં વૃત્તિકારે કોઈ વૃત્તિ રચી નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ
વર્ગ-૧-નો અનુવાદ પૂર્ણ [વૃત્તિ છે જ નહીં]
Ø વર્ગ-૨, અધ્યયન-૧ થી ૧૩
— x — * — — —
• સૂત્ર-૩ થી ૫ ઃ
[૩] ભંતે! જો શ્રમણ યાવત્ સિદ્ધિપ્રાપ્ત ભ૰ મહાવીરે પહેલા વર્ગનો આ
અનુત્તરોપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
અર્થ કહ્યો છે, તો અનુત્તરોષપાતિક દશાના બીજા વર્ગનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? હૈ જંબૂ ! - ૪ - બીજા વર્ગના ૧૩-અધ્યયનો ભગવંતે કહ્યા છે. તે આ – [૪] દીસિન, મહારોન, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્લ, ક્રમ, દ્રુમોન, મહાક્રમસેન, - - [૫] સીહ, સીહસેન, મહાસીહોન, પુણ્યોન. આ તેર અધ્યયનો કહ્યા છે.
-
૧૦૮
• સૂત્ર-૬ :
ભંતે ! શ્રમણ યાવત્ સિદ્ધિ પ્રાપ્ત ભમહાવીરે અનુત્તરો બીજા વર્ગના ૧૩-અધ્યયનો કહ્યા છે, તો બીજા વર્ગના પહેલા અધ્યયનનો યાવત્ શો અર્થ કહ્યો છે? હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહનગર, ગુણશીલચૈત્ય, શ્રેણિક રાજા, ધારિણીદેવી, સીંહનું સ્વપ્ન, જાલિકુમારની માફક જન્મ, બાલ્યાવસ્થામાં કળા શીખી. વિશેષ એ કે - તેનું નામ દીર્ધસેનકુમાર રાખ્યું - બાકી બધી વક્તવ્યતા જાલિકુમાર કહેવી યાવત્ અંત કરશે.
આ જ પ્રમાણે તેરે કુમારોના અધ્યયનો કહેવા. બધાંમાં શ્રેણિક પિતા, ધારિણીમાતા અને તેરેનો ૧૬-વર્ષનો પર્યાય કહેવો. અનુક્રમે બે વિજય વિમાને, બે વૈજયંત વિમાને, બે જયંત વિમાને, બે અપરાજિતે અને બાકીના મહાદ્રુમોન આદિ પાંચ સથિસિદ્ધે ઉત્પન્ન થયા.
હે જંબૂ ! નિશ્ચે શ્રમણ ભમહાવીરે અનુત્તરોપાતિદશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે. બંને વર્ગમાં માસિકી સંલેખના જાણવી. • વિવેચન-૩ થી ૬ ઃ
વૃત્તિકાર મહર્ષિએ કોઈ વૃત્તિ સેલ નથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૨-નો અનુવાદ પૂર્ણ [વૃત્તિ છે જ નહીં]
— x — * - * — * -
•સૂત્ર-૭ થી ૯ઃ
વર્ગ-૩ F
.
[9] ભંતે! જો શ્રમણ ભગવંત મહાવીરે અનુત્તરોષપાતિક દશાના બીજા વર્ગનો આ અર્થ કહ્યો, તો ત્રીજા વર્ગનો - x - શો અર્થ કહ્યો છે ? હે જંબુ ! ભગવંતે - x - ત્રીજા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે – [૮] ધન્ય, સુનક્ષત્ર, ઋષિદાસ, પેલ્લક, રામપુત્ર, ચંદ્ર, પૃષ્ઠ • [૯] પેઢાલપુત્ર-અણગાર, પોહિલ,
વેહલ્લ. આ દશ ધ્યયનો કા છે.