________________
૧૦૬
અનુત્તરોપપાતિકદશાંગસૂત્ર-સટીક અનુવાદ
(૯) અનુત્તરોપપાતિકદશા
અંગસૂત્ર
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન o હવે અનુત્તરોપપાતિકદશામાં કંઈક વ્યાખ્યાયિત કરે છે. અનુત્તર-સર્વોત્તમ, વિમાનવિશેષમાં ઉપપાત-જન્મ, તે જેમાં છે તે, અનુત્તરોપપાતિક, તેની પ્રતિપાદિકા દશા-દિશ અધ્યયન પ્રતિબંધ પ્રથમ વર્ગના યોગથી દશા. - x - તેની વ્યાખ્યા જ્ઞાતાધર્મકથાના પ્રથમ અધ્યયન મુજબ જાણવી.
$ વર્ગ-૧-અધ્યયન-૧-“જાલી” છે
- X - X - X - X — • સૂત્ર-૧ -
તે કાળે, તે સમયે રાજગૃહનગરે આર્ય સુધર્મા પધાર્યા, પર્ષદા નીકળી ચાવત જંબૂ રવામી પપાસના કરતા કહે છે – ભંતે શ્રમણ ચાવત સિદ્ધિ પ્રાપ્ત ભoમહાવીરે આઠમાં અંગસૂત્ર અંતકૃદશાનો આ અર્થ કહ્યો છે, તો નવમા અંગસૂત્ર અનુરોપપાતિકદશાનો ચાવતું સિદ્ધિપ્રાપ્ત [ભoમહાવીરે શો અર્થ કહ્યો છે?
ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું – હે જંબૂ! ભગવંત મહાવીરે અનુત્તરોપપાતિકદશાના ત્રણ વર્ગો કહ્યા છે.
ભંતે! - x - અનુત્તરોપાતિકદશાંગના ત્રણ વર્ગો કહ્યા છે, તો ભંતે! અનુત્તરો ના પહેલા વર્ગના કેટલા અધ્યયન કલ્યા?
જંબૂ! - X - પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે. તે આ – જાતિ, મયાલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિપેણ, દીર્ધદંત, લખદંત, વેહલ્લ, હાયસ, અભયકુમાર. - - અંતે! જે - X - પહેલા વર્ગના દશ અધ્યયનો કહ્યા, તો પહેલા અધ્યયનનો - x - શો અર્થ કહ્યો?
હે જંબૂ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે કદ્ધિવાળું, નિર્ભય, સમૃદ્ધ નગર હતું, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ, ધારિણી રાણી, સીંહનું સ્વપ્ન, જાવિકુમાર, મેઘકુમારની જેમ બધું કહેવું, આઠ કન્યા સાથે લગ્ન, આઠઆઠનો દાયો, યાવત ઉપરના પ્રાસાદમાં વિચરે છે.
સ્વામી પધાર્યા, શ્રેણિક નીકળ્યો, મેઘકુમારની જેમ જાલિકુમાર પણ નીકળ્યો, તે રીતે જ દીક્ષા લીધી, ૧૧-અંગ ભયો, ગુણરત્ન તપ કર્યું છે પ્રમાણે સ્કંદક વક્તવ્યતા મુજબ જાણતું. તેવી જ વિચારણા, ભગવંતને પૂછવું વિરો સાથે વિપુલ પર્વત ચડવું. વિશેષ આ – ૧૬-વર્ષનો શ્રમણ્ય પર્યાય