________________
૧/-/૮/૧૦૯
૧૬૯
બે વર્ષના કેવલી પર્યાયમાં કોઈક જીવે સંસારનો અંત કર્યો. ક્યાંક બે માસ પર્યાય અને ક્યાંક ચાર માસ પર્યાય અંત કર્યો, તેવો પાઠ પણ મળે છે.
વÜારિપાણી-લટકતી ભૂજા. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિમાં ભઋષભના નિર્વાણ મહિમાવત્ મલ્લિજિનનો પણ કહેવો. તે આવું કંઈક - મલ્લિ અર્હત્ નિર્વાણ પામ્યા ત્યારે શકનું આસન ચલિત થયું, અવધિજ્ઞાનથી તે જાણી, પરિવાર સહિત સમ્મેતશૈલ શિખરે આવ્યો. વિમનસ્ક, નિરાનંદ, આંસુ સાથે જિનશરીરને ત્રણ પ્રદક્ષિણા કરી, સમીપે રહી નમન-પર્યુપાસના કરી. આ રીતે બધાં વૈમાનિકાદિ દેવેન્દ્રો આવ્યા. પછી શક્રના દેવો નંદન વનથી ગોશીર્ષ ચંદનાદિ લાવ્યા, ક્ષીર સમુદ્રના જળથી જિનદેહને નવડાવ્યો, ચંદનનો લેપ કર્યો, શ્વેત સાડી પહેરાવી, સવાલંકારથી વિભૂષા કરી. ગણધરના શરીરને પણ તેમ કર્યુ. ત્રણ શિબિકા કરાવી, અરિહંત-ગણધર-સાધુને શિબિકામાં સ્થાપી, ચિતામાં સ્થાપ્યા.
અગ્નિકુમાર દેવોએ અગ્નિ વિકર્યો, વાયુકુમારે વાયુ વિકર્યો, બાકીના દેવોએ ધૂપ-ઘી આદિ નાંખ્યા. બળી જતાં મેઘકુમાર દેવે ક્ષીરોદકથી ચિતાને ઠારી. શકે જમણી બાજુની ઉપરની દાઢા લીધી. ઈશાને ડાબી બાજુની, ચમર નીચેની જમણી, બલીએ ડાબી બાજુની અને બાકીના દેવોએ યથાયોગ્ય અંગોપાંગ ગ્રહણ કર્યા.
પછી તીર્થંકરાદિની રાખાદિ ઉપર મહાસ્તૂપ કર્યો અને પરિનિર્વાણ મહિમા કર્યો. પછી શકે નંદીશ્વરે જઈને અંજનક પર્વત જિનાયતન મહિમા કર્યો. ચારે લોકપાલે દધિ મુખ પર્વત સિદ્ધાયતને મહિમા કર્યો. એ રીતે ઈશાનાદિના - ૪ - લોકપાલ પણ જાણવા. શકે પોતાના વિમાને જઈ સુધર્મા સભામાં માણવક સ્તંભમાં સમુદ્ગકમાં દાઢા પધરાવી, સિંહાસને બેસી, મલ્લિજિનના સકિય પૂજ્યા.
અહીં દૃષ્ટાંતનો નિષ્કર્ષ બતાવ્યો નથી. પણ માયા ન કરવી.
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન-૮-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૦
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
અધ્યયન-૯-“માકંદી'
— — — — —
હવે નવમાંની વ્યાખ્યા કહે છે. તેનો સંબંધ આ છે – પૂર્વમાં માયાવાળાનો અનર્થ કહ્યો, અહીં ભોગથી અવિતનો અનર્થ છે - સૂત્ર-૧૧૦ થી ૧૧૨ :
[૧૧૦] ભગવન્ ! જો શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે આઠમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવન્ ! શ્રમણ ભગવંતે નવમાં અધ્યયનનો
શો અર્થ કહ્યો છે ?
હૈ જંબૂ ! તે કાળે, તે સમયે ચંપાનગરી હતી. પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં માર્કદી નામે સાવાહ રહેતો હતો. તે ઋદ્ધિમાન્ હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તે ભદ્રાને બે સાર્થવાહ પુત્રો હતો. તે આ - જિનપાલિત અને જિનરક્ષિત. તે બંને માર્કેદિક પુત્રો, અન્ય કોઈ દિવસે એકઠા થયા, તેઓમાં પરસ્પર આવો વાર્તાલાપ થયો
આપણે પોત વહનથી લવણસમુદ્રને અગિયાર વખત અવગાહ્યો, હંમેશા આપણે ધન પ્રાપ્ત કર્યો, કાર્ય સંપન્ન કર્યા, વિના વિઘ્ને પોતાને ઘેર શીઘ્ર પાછા આવ્યા. તો હે દેવાનુપ્રિય ! આપણે ઉચિત છે કે આપણે બારમી વખત લવણસમુદ્રને પોતવહનથી અવગાહીએ. એમ કહીને એકબીજાની આ વાતનો સ્વીકાર કર્યો.
પછી માતાપિતા પાસે આવીને કહ્યું – હે માતાપિતા ! અમે અગિયાર વખત આદિ પૂર્વવત્ યાવત્ પોતાને ઘેર પાછા આવ્યા. અમે આપની અનુજ્ઞા પામીને બારમી વખત પોત-વહનથી લવણસમુદ્ર અવગાહવા ઈચ્છીએ છીએ. ત્યારે માતાપિતાએ તેમને કહ્યું .
-
હે પુત્રો ! બાપદાદાથી પ્રાપ્ત યાવત્ ભાગ પાડવા માટે પાપ્તિ સંપત્તિ છે. તો હે પુત્રો ! વિપુલ માનુષી ઋદ્ધિ-સત્કાર સમુદય ભોગોને ભોગવો. વિઘ્નવાળા, નિરાલંબન લવણસમુદ્ર ઉતરવાથી તમને શો લાભ છે ? વળી બારમી યાત્રા સોપસર્ગ થાય છે. માટે હે પુત્રો ! તમે બારમી વખત લવણસમુદ્રને ન અવગાહો, જેથી તમારા શરીરને કોઈ આપત્તિ ન થાય. ત્યારે તે પુત્રોએ બીજી-ત્રીજી વખત આમ કહ્યું –
હે માતાપિતા ! અમે અગિયાર વખત યાવત્ લવણ સમુદ્ર અવગાહીઓ. ત્યારે તે માર્કદી પુત્રોને જ્યારે ઘણાં સામાન્ય કે વિશેષ કથનથી કહેવા - સમજાવવામાં, તેઓ સમર્થ ન થયા ત્યારે ઈચ્છારહિતપણે જ આ વાતની અનુજ્ઞા આપી, ત્યારે તે માદિક પુત્રોએ માતા-પિતાની અનુજ્ઞા પામીને ગણિમ-ધરિમમેય-પરિચ્છેધ ભરીને, અહકની માફક યાવત્ લવણસમુદ્રમાં અનેક યોજન ગયા.
[૧૧૧] ત્યારે તે માદિક પુત્રો અનેક શત યોજન અવગાહન કર્યા પછી અનેક શત ઉત્પાદરે ઉત્પન્ન થયા. જેમકે - અકાળે ગર્જના યાવત્ ગંભીર મેઘગર્જના, પ્રતિકૂળ, તેજ હવા ચાલવા લાગી.
ત્યારે તે નાવ તે પ્રતિકૂળ વાયુથી વારંવાર અથડાતી-ઉછળતી-ક્ષોભિત