________________
૧૫-૮/૯૬ થી ૧૦૮
૧૬૫
વસ્ત્રો પહેરીને, બે હાથ જોડીતેવી ઈટ વાણીથી કહ્યું - હે લોકનાથા બોધ પામો. જીવોને હિત-સુખ-નિઃશ્રેયસકર થનાર ધર્મ તીથને પ્રવતવિો. એમ કહીને બીજી-ત્રીજી વખત પણ આમ કહ્યું. કહીને મલ્લિ અરહંતને વાંદી, નમીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા.
ત્યારપછી અરહંત મલ્લી, તે લોકાંતિક દેવોથી સંબોધિત થઈને માતાપિતાની પાસે આવ્યા. આવીને બે હાથ જોડી બોલ્યા - હે માતા-પિતા ! હું આપની અનુજ્ઞા પામીને મુંડ થઈને ચાવતુ પતજિત થવા ઈચ્છું છું. • • હે દેવાનુપિયો ! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે કુંભરાજાએ કૌટુંબિકપુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું -
જલ્દીથી ૧૦૦૮ સુવર્ણ કળશ યાવતું માટીના કળશ, બીજ પણ મહાઈ વાવ તિક્રિરાભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો. ચાવત કિૌટુંબિક યુરો સામગ્રી] ઉપસ્થિત કરી.
તે કાળે, તે સમયે સુરેન્દ્ર અમર યાવત અષ્ણુતકભ સુધીના બધાં ઈન્દ્રો આવ્યા. પછી શક્રેન્દ્રએ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું - જલ્દીથી ૧૦૦૮ સુવર્ણ કળશો યાવતુ અભિષેક યોગ્ય બીજી સામગ્રી ઉપસ્થિત કરો વાવ ઉપસ્થાપિત કરી, તે દૈવી કળશો, તે માનુષી કળશોમાં સમાઈ ગયા.
ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શકે, કુંભરાજાએ, અરહંત મલીને સીહાસનમાં પૂર્વાભિમુખ બેસાડ્યા, પછી સુવર્ણ આદિના ૧૦૦૮ પૂર્વોક્ત કળશોથી યાવતું અભિષેક કર્યો. ત્યારે ભગવતી મલ્લીનો અભિષેક ચાલતો હતો ત્યારે કેટલાંક દેવોએ મિથિલાની અંદર અને બહાર યાવત સર્વે દિશ-વિદિશામાં દોડવા લા.
ત્યારે કુંભ રાજાએ બીજી વખત ઉત્તરદિશામાં સીંહાસન રખાવ્યું યાવત્ મલ્લીને સવલિંકાર વિભૂષિત કર્યા કરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલ્દીથી “મનોરમા” શિબિકા લાવો - લાવ્યા.
ત્યારે શકેન્દ્રએ આભિયોગિક દેવને કહ્યું - જલ્દીથી અનેક સંભવાળી ચાવતું મનોરમા શિબિકા ઉપસ્થિત કરો. ચાવત તેિમણે કરી તે શિબિકા પણ મિનુષ્યની] શિબિકામાં સમાઈ ગઈ.
ત્યારપછી અરહંત મલ્લી સીંહાસનથી ઉભા થઈને મનોરમા શિબિકા પાસે આવ્યા, આવીને તે શિબિકાને અનુપદક્ષિણા કરીને સિબિકામાં આરૂઢ થયા. થઈને ઉત્તમ સહાસને પૂર્વાભિમુખ બેઠા. • • ત્યારપછી કુંભકે ૧૮-શ્રેણિ પ્રશ્રેણિજનોને બોલાવ્યા અને કહ્યું - હે દેવાનુપિઓ તમે સ્નાન યાવતુ સવલિંકાર વિભૂષા કરી મલ્લિની શિબિકાનું વહન કરો યાવતું વહન કરે છે.
ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે મનોરમા શિબિકાની દક્ષિણા ભાણા વહન કરી, ઈશાનેન્દ્રએ ઉત્તરી ઉપરી બાહા વહન કરી, ચમરે દક્ષિણી નીરોની અને ઉતરી નીચેની બાહા વહન કરી અને શેષ દેવોએ : યથાયોગ્ય મનોરમાં શિબિકાનું વહન કર્યું.
[૧૦] મનુષ્યોએ સર્વ પ્રથમ શિબિકા વહન કરી, હર્ષથી તેમના રોમકૂપ
૧૬૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વિકસ્વર થયા, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્રોએ શિબિકાને વહન કરી.
[૧૫] ચલ-ચપલ-કુંડલ ધાક, સ્વચ્છેદ-વિકુર્વિત-આભરણધારી દેવેન્દ્ર, દાનવેન્દ્રોએ જિનેન્દ્રની શિબિકા વહન કરી.
[૧૬] ત્યારપછી અરહંત મલ્લિ મનોરમા શિબિકામાં આરૂઢ થયા ત્યારે આ આઠ-આઠ મંગલ અનુક્રમે આગળ ચાલ્યા. એ પ્રમાણે જમાલિની જેમ નિમિન કહેતું. • • ત્યારપછી અરહંત મલ્લિ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે કેટલાંક દેવોએ મિથિલાને પાણીથી સીંચી અત્યંત-મ્બહાર વિધિ કરીને યાવતુ ચોતરફ દોડ્યા.
ત્યારપછી અરહંત મલ્લી સહમ્રામવન ઉધાનમાં ઉત્તમ અશોકવૃક્ષે આવ્યા, આવીને શિબિકાથી નીચે ઉતય આભરણ-અલંકાર પ્રભાવતીએ ગ્રહણ કર્યાં. પછી અરહંત મલ્લીએ સ્વયમેવ પંચમષ્ટિક લોચ કર્યો. ત્યારે શક્રેન્દ્રએ મલ્લિના વાળ ગ્રહણ કર્યા અને ક્ષીરોદક સમુદ્રમાં પધરાવ્યા.
ત્યારપછી અરહંત મલીએ “સિદ્ધોને નમસ્કાર” એમ કહીને સામાયિક ચાગ્નિ સ્વીકાર્યું, જે સમયે અરહંત મલ્લિએ ચાસ્ત્રિ સ્વીકાર્યું. તે સમયે દેવો અને મનુષ્યો મનુષ્યોનો નિર્દોષ, વાધોનો નાદ, ગીતાગાનનો નિઘોષ શકના વચન સંદેશથી પૂર્ણ બંધ થયા.
જે સમયે રહા મલ્લીએ સામાયિક ચાસ્ત્રિ સ્વીકાર્યું. તે સમયે અરહંત મલ્લિને મનુષ્ય ધર્મથી ઉપરનું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. અરહંત મલીએ જે આ હેમંતનો બીજો માસ, ચોથો પક્ષ, પોષ સુદ-૧૧-ના બનવામાં માગસર સુદ૧૧ પ્રસિદ્ધ છે, તેને મતભેદ જાણવો. આવશ્યક નિયુક્તિ મુજબ મા. સુ.૧૦ બંધ બેસે છે.] પૂવણિ કાળ સમયમાં નિર્જળ અમ ભક્ત તપ પૂરક, અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થતાં, અભ્યતર પર્ષદાની રૂoo સ્ત્રીઓ અને બાહ્ય પદિાના 3oo, પુરુષો સાથે મુંડ થઈ, દીક્ષા લીધી. અરહંત મલ્લીને અનુસરીને આઠ રાજકુમારે દીક્ષા લીધી.
[૧૦] તે આ - નંદ, નંદિમિત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને મસેન.
[૧૮] ત્યારપછી તે ભવનપતિ આદિ ચારેએ અરહંત મલ્લિનો નિક્રમણ મહિમા કર્યો, કરીને નંદીશ્વરદ્વીપે, અષ્ટાબ્લિકા મહોત્સવ કર્યો ચાવતુ પાછા ગયા. ત્યારપછી અરહંતમલીએ જે દિવસે દીક્ષા લીધી, તે જ દિવસે, દિવસના અંતિમ ભાગે ઉત્તમ અશોક વૃક્ષની નીચે પૃવીશિલાપક ઉપર ઉત્તમ સુખાસને બેસીને શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયથી, પ્રશસ્ત અને વિશુદ્ધ વેશ્યાથી તદtવક કર્મ-રજને દૂર કરનાર અપૂર્વકરણમાં અનુપવેશીને અનંત ચાવતું કેવળજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા.
• વિવેચન-૯૬ થી ૧૦૮ :
પ્રાતરાશ-પ્રભાતિક ભોજનકાળ અર્થાતુ બે પ્રહર સુધી. સનાથ-સ્વામી સહિત, અનાથ-રંક, પંચિય-રોજ માર્ગે જનાર, પહિય-પથિક, ક્વચિત્ માર્ગે જનાર, કરોટિકાકપાલ વડે ચરનાર, કાયકોડિક-ભારને વહેનાર, તેની કોટી, તેના વડે ચરનાર,