________________
૧૧-//૫ થી ૮
૨૬
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
પ્રદક્ષિણા - x • વર્ત - વાણી વડે સ્તુતિ કરે છે, નત્તિ - કાયા વડે નમે છે. અતિ નીકટ નહીં-અતિ દૂર નહીં, તેવા ઉચિત દેશમાં. સાંભળવાને ઈચ્છતા, નમન કરતાં, અંજલિ કરીને, વિનય વડે નમે છે. પર્યાપાસના કરતા કહ્યું. જે કહેલું, તે બતાવે છે.
નર્જી આદિ પ્રગટ છે. વિશેષ એ કે- જો ભગવંતે પાંચમાં અંગનો આ અર્થ બતાવ્યો, તો છઠ્ઠા સંગનો શો અર્થ છે? આ પ્રશ્ન વાક્ય છે ઉત્તરદાનાર્થે કહે છે. - હે જંબા આ રીતે આમંત્રણ વયનથી આમંત્રીને સધમસ્વિામીએ જંબસ્વામીને કહ્યું. ગતિ - ઉદાહરણ, તે પ્રથમ શ્રુતસ્કંધ છે અને ધર્મપ્રધાન કથા તે ધર્મકથા એ બીજુ છે.
ઉક્લિપ્તાદિ અઢી શ્લોક છે. તેમાં - (૧) મેઘકુમારના જીવે, હાથીના ભવમાં જે પણ ઉંચો કર્યો, તે ઉદ્વિતને ઉપલક્ષીને મેઘકમાર ચરિત્ર ઉક્તિ કહેવાય છે. તે • x • ઉક્ષિપ્ત જ્ઞાત છે. આની જ્ઞાતતા આ રીતે વિચારવી - દયાદિ ગુણવાળા દેહકષ્ટને સહે છે, ઈત્યાદિ - ૪ -
(૨) સંઘાટક - શ્રેષ્ઠી અને યોને એકબંધન બદ્ધવથી આ પણ ઈષ્ટાચ જ્ઞાપકવણી જ્ઞાત જ છે. આ રીતે બધે જ જ્ઞાત શબ્દ જોડવો.
(3) અંડ-મયુરી અંડ... (૪) કૂર્મ-કાચબો... (૫) શૈલક રાજર્ષિ.. (૬) તુંબતુંબડ... (3) રોહિણી-શ્રેષ્ઠીવર્ધ... (૮) મલ્લી-૧લ્માં જિનને સ્થાને ઉત્પત્ત તીર્થકરી... (૯) માર્કદી-વણિકૂપુત્ર... (૧૦) ચંદ્ર.
(૧૧) દાવદ્રવ-સમુદ્ર કિનારે વૃક્ષ વિશેષ... (૧૨) ઉદક-નગરની ખાઈનું જળ... (૧૩) મંડૂકનંદ મણિયાર શ્રેષ્ઠીનો જીવ. (૧૪) તેલી-તેતલિપુત્ર નામે અમાત્ય.. (૧૫) નંદીફળ-નંદી વૃક્ષ નામે તરુ ફળ... (૧૬) અપરકંકા-ધાતકીખંડના ભરતોનની રાજધાની... (૧૭) કીર્ણ-સમુદ્રમધ્યવર્તી અશ્વ... (૧૮) સુંસમા-શ્રેષ્ઠી પુત્રી... (૧૯) પુંડરીક જ્ઞાત.
છે અધ્યયન-૧-ઉક્ષિપ્ત છે
- X - X - X – • સૂત્ર-૯,૧૦ :
[6] ભગવાન ! જે શ્રમણ ચાવત સંપાતે જ્ઞાતિના ૧૯-અધ્યયનો કહ્યા છે • ઉદ્દિાત ભાવતુ પુંડરીક. (તો) ભગવદ્ ! પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબુ તે કાળે, તે સમયે આ જંબુદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણદ્ધિ ભારતમાં રાજગૃહ નામે નગર હતું . વક, ચૈત્ય વર્ણન. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજ હતો, તે મહાહિમવંત વર્ણન. તે શ્રેણિક રાજાને નંદા નામે રાણી હતી, સુકુમાલ હાથપગ વર્ણન.
[૧] તે શ્રેણિકનો પુત્ર અને નંદા દેવીનો આત્મજ અભય નામે કુમાર હતો. જે અહીન યાવત સુરપ હતો, શામ-દંડ-ભેદ તથા ઉપદાન નીતિમાં નિણાત તથા વિધિજ્ઞ હતો. ઈહાપોહ-માગણ-ગવેષણા-અર્થશાસ્ત્રમાં વિશારદ હતો, ઔત્પાતિકી, વૈનચિકી, કાર્મિક, પારિણામિકી એ ચાર ભેદ બુદ્ધિયુક્ત હતો. શ્રેણિક રાજાને ઘણાં કાર્યોમાં, કુટુંબમાં, મંગોમાં, ગુહ્ય કાર્યમાં, રહસ્યમાં,
નિશ્ચયમાં, આપૃચ્છા-પ્રતિકૃચ્છમાં મેઢી સમાન, આધારરૂષ, આલંબનરૂપ, ચણભૂત, સર્વ કાયમાં-સર્વભૂમિકામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત વિસ્તીર્ણ વિચાર, રાયધુરા ચિંતક હતો. શ્રેણિક રાજાના રાજ્ય, સ, કોશ, કોઠાગાર, બલ, વહન, પુર, તપુરની દેખભાળ કરતો હતો.
• વિવેચન-૯, ૧૦ :
જો પહેલા શ્રુતસ્કંધના આટલા અધ્યયનો ભગવંતે કહ્યા છે, તો પહેલા અધ્યયનનો ભગવતે શો અર્થ કહ્યો છે, તે શાસ્ત્રાર્થ પ્રસ્તાવના છે. આમ પૂછતાં જંબૂસ્વામી પ્રત્યે સુધમસ્વિામી શ્રુતના અર્થને કહે છે. તે સુગમ છે. • x • આ જ જંબુદ્વીપ, બીજો નહીં. ભારત ક્ષેત્રના દક્ષિણાદ્ધ ભરતમાં, ઉત્તરાદ્ધ ભરતમાં નહીં. એવી - રાજાની પત્ની. - x - અહીન યાવત્ સુરૂપ.
અહીં ચાવતું શબ્દથી આ પ્રમાણે જાણવું –
લક્ષણ અને સ્વરૂપથી અન્યૂન, પાંચે ઈન્દ્રિયો જેને છે, તેવા શરીરવાળો. લક્ષણ-સ્વસ્તિક, ચકાદિ. વ્યંજન-મેષ, તિલકાદિ, તેમાં જે ગુણ-પ્રશસ્તતા, તેનાથી યુક્ત - x • માન-જલદ્રોણ પ્રમાણતા, કઈ રીતે ? જળથી અતિ ભરેલ કુંડમાં પુરુષ પ્રવેશે, ત્યારે જે જળ નીકળે, તે જો દ્રોણ-માન હોય ત્યારે તે પુરુષ માન પ્રાપ્ત કહેવાય. ઉન્માન-અર્ધ ભાર પ્રમાણતા. પ્રમાણ - સ્વ અંગુલ વડે ૧૦૮ અંગુલ ઉંચાઈથી. તે માનોન્માન પ્રમાણથી પ્રતિપૂર્ણ, સુનિપજ્ઞ સર્વે અંગો જેના છે, તથાવિધ સુંદર શરીરવાળો. ચંદ્ર સમાન સૌમ્યાકાર, કમનીય, તેથી જ પ્રિય દર્શન-રૂપ જેનું છે. તે. તથા સામ-દંડ-ભેદ-ઉપપ્રદાનરૂપ જે રાજનીતિ, તેને સારી રીતે પ્રયુક્ત.
નય-નૈગમાદિ ઉક્ત લક્ષણ નીતિ, જે પ્રકારે છે, તેને જાણે છે, તે તથા. સTE તેમાં પરસ્પર ઉપકાર પ્રદર્શન ગુણ કીર્તનાદિ વડે શગુનું આભ વશીકરણ તે શામ. તથાવિધ પરિકલેશમાં ધનહરણાદિ તે દંડ. શત્રુ પરિવર્ગને જીતીને સ્વામી આદિના સ્નેહ અપનયનાદિ તે ભેદ, ગૃહીત ધન પ્રતિદાનાદિ ઉપપદાન. જયવિધિ તે સાત નૈગમાદિ નય. પ્રત્યેકના સો ભેદ, નીતિ ભેદ - સામનીતિના પાંચ, દંડના ત્રણ, ભેદ અને ઉપપ્રદાનના પાંચ-કામંદકાદિ પ્રસિદ્ધ.
ઈહા-આ ઠંડ્યું છે કે પુરષ, તે અર્થની આલોચના અભિમુખ મતિયેટા. ચાપોહઆ કંઠ જ છે, તેવો નિશાય. માર્ગણા-આ વલિ ઉત્તપણાદિ સ્થાણુ ધર્મ પ્રાયઃ ઘટે છે, ઇત્યાદિ અન્વય ધમલોચનારૂપ. ગવેષણ - આ શરીર કંડૂચનાદિ પુરુષ ધર્મ પ્રાયઃ ઘટતા નથી, તે વ્યતિરેક ધર્મ આલોચનારૂપ ઈહાદિ, તેના વડે અર્થશાસ્ત્રમાં જે મતિબોધપણાથી વિશારદ. તથા ઔત્પાતિકી આદિ બુદ્ધિ વડે યુક્ત. તેમાં -
ત્પાતિકી - અદેખ, અશ્રુત, અનનુભૂત અર્થ વિષય આકસ્મિકી પૈનચિકીગુરના વિનયથી પ્રાપ્ત શાસ્ત્રાર્થ સંસ્કારજન્યા. કમજા-કૃષિવાણિજ્યાદિ કમાસ જન્ય. પારિણામિકી-પ્રાયઃ વયવિપાર્જન્યા.
તથા શ્રેણિક રાજાના ઘણાં કાર્યો-ભક્ત, સેવક, રાજ્યાદિ દાન લક્ષણ કૃત્ય વિષયભૂત તથા કુટુંબમાં સ્વકીય પકીય વિષયરૂપ જે મંત્રથી નિશ્ચય સુધી પૂછવા યોગ્ય. તેમાં મંત્ર-મંત્રણા, ગુહ્ય-લજ્જનીય વ્યવહાર, રહસ્ય-એકાંત યોગ્ય આ બધાંના