________________
૧/-/૧૪/૧૫૪ થી ૧૫૬
આવ્યો. કનકધ્વજ રાજા તૈતલિપુત્રનો આદર કરે છે, યાવત્ ભોગની વૃદ્ધિ કરે છે. તેથી તેતલિ, વારંવાર બોધ કરવા છતાં ધર્મમાં બોધ પામતો નથી, તો ઉચિત છે કે કનકધ્વજને તેતલિપુત્રથી વિમુખ કરું.
ત્યારપછી તેતલિપુત્ર બીજે દિવસે સ્નાન કરી યાવત્ પ્રાયશ્ચિત્ત કરી ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઇ, ઘણાં પુરુષોથી પરિવરીને પોતાના ઘેરથી નીકળ્યો. પછી કનકધ્વજ રાજા પાસે જવા નીકળ્યો. ત્યારે તેતલિપુત્ર અમાત્યને જે-જે ઘણાં રાજા, ઈશ્વર, તલવર આદિ જોતા, તેઓ તેમજ તેનો આદર કરતા, જાણતા, ઉભા થતા, હાથ જોડતા, ઈષ્ટ-કાંત યાવત્ વાણીનો આલાપ"સંલાપ કરતા, આગળ-પાછલ-આજુ-બાજુ અનુસરતા હતા.
ત્યારપછી તે તેતલિપુત્ર કનકધ્વજ પાસે આવ્યો. ત્યારે કનકધ્વજ, તેતલિપુત્રને આવતો જોઈને, આદર ન કર્યો - જાણ્યો નહીં - ઉભો ન થયો, આદર ન કરતો યાવત્ પરાંગમુખ થઈને રહ્યો. ત્યારે તેતલિપુત્રે કનકધ્વજ રાજાને અંજલિ કરી, ત્યારે કનકધ્વજ રાજા આદર ન કરતો મૌન થઈ પરાંગમુખ થઈને રહ્યો. ત્યારે તેતલિપુત્ર, કનકધ્વજને વિપરીત થયો જાણીને ડરીને યાવત્ સંજાત ભય થયો. બોલ્યો કે કનકધ્વજ રાજા મારાથી રૂઠેલ છે, મારા પરત્વે હીન થયેલ છે, મારું ખરાબ વિચારે છે. કોણ જાણે મને કેવા મોતે મારશે. એમ વિચારી ભયભીત થઈ, ત્રસ્ત થઈ યાવત્ ધીમે-ધીમે પાછો સો, તે જ અશ્વ સ્કંધે બેસીને, તેતલિપુરની વચ્ચોવચ્ચ થઈ પોતાના ઘેર જવાને માટે રવાના થયો. ત્યારે તેતલિપુત્રને જે ઈશ્વર આદિ યાવતા જોતા, તે તેમનો આદર કરતા ન હતા, જાણતા ન હતા, ઉભા થઈ - અંજલિ ન કરતા, ઈષ્ટ યાવત્ બોલતા ન હતા, આગળ-પાછળ જતાં ન હતા.
-
-
૨૦૫
ત્યારે તેતલિપુત્ર પોતાના ઘેર આવ્યો, જે તેની બાહ્ય પર્યાદા હતી, જેમકે દાસપેક્ષ્ય-ભાગીદાર, તેઓ પણ આદર કરતા ન હતા. જે તેની અત્યંતર પર્યાદા હતી, જેમકે – પિતા, માતા યાવત્ પુત્રવધુ, તે પણ આદર કરતા ન હતા. ત્યારે àતલિપુત્ર વાસગૃહમાં પોતાના શય્યા પાસે આવ્યો, શય્યામાં બેઠો, આ પ્રમાણે કહ્યું – હું પોતાના ઘેરથી નીકળ્યો આદિ પૂર્વવત્ યાવત્ અત્યંતર પર્ષદા આદર કરતા નથી, જાણતા નથી, ઉભા થતા નથી, તો મારે ઉચિત છે કે – હું મને જીવિત રહિત કરી દઉં એમ વિચાર્યું.
પછી તેણે તાલપુટ વિષ મુખમાં નાંખ્યુ. તેનું સંક્રમણ ન થયું. પછી તેતલિપુત્રે નીલોત્પલ સમાન યાવત્ તલવારનો પ્રહાર કર્યો, તેની પણ ધાર કુંઠિત થઈ ગઈ. પછી તેતલિપુત્ર, અશોકવાટિકામાં ગયો, જઈને ગળામાં દોરડું બાંધ્યું, વૃક્ષે ચઢીને પાશને વૃક્ષો બાંધ્યુ, પોતાને લટકાવ્યો. ત્યારે તે દોરડું ટૂટી ગયું. પછી તેતલિપુત્રે ઘણી મોટી શિલા ગળે બાંધી, પછી અથાહ, અૌષ પાણીમાં પોતે પડતું મૂક્યું. પણ પાણી છીછરું થઈ ગયું. પછી તેતલીએ સુકા વારસાના ઢગલામાં અગ્નિકાય ફેંક્યુ, પોતે તેમાં પડતું મૂક્યું, ત્યારે તે અગ્નિ બુઝાઈ ગયો. પછી તેતલિપુત્ર બોલ્યો -
-
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
શ્રમણ, બ્રાહ્મણ, શ્રમણ-બ્રાહ્મણ શ્રદ્ધેય વચન બોલે છે. હું એક જ અશ્રદ્ધેય વચન બોલું છું. હું પુત્રો સહિત હોવા છતાં, અપુત્ર છું, તે વાતની શ્રદ્ધા કોણ કરશે ? મિત્રો સહિત છતાં અમિત્ર છું, તેની શ્રદ્ધા કોણ કરશે ? એ રીતે ધન-પુત્ર-દાસ-પરિજન સાથે કહેવું. એ પ્રમાણે તેતલિપુત્ર, કનકધ્વજ રાજાથી અપધ્યાન કરાયો પછી “તાલપુટ વિષ મુખમાં નાંખ્યુ, તે પણ ન સંક્રમ્સ “તે કોણ માનશે ?' નીલોલ ગાવત્ તલવાર ચલાવી, તેની ધાર પણ બુકી થઈ ગઈ “તે કોણ માનશે ?' ગળામાં દોરડું બાંધીને લટક્યો, દોરડુ તુટી ગયું “- કોણ માનશે ?” મોટી શીલા બાંધીને અથાહ પાણીમાં પડ્યો, તે છીછરું થઈ ગયું “કોણ માનશે ?” સુકા ઘાસમાં અગ્નિ સળગાવ્યો, તે બુઝાઈ ગયો “— કોણ માનશે ? તે અપહત મનોસંકલ્પ થયો યાવત્ ચિંતામગ્ન થયો. ત્યારે પોહિલ દેવે પ્રોફિલાનું રૂપ વિકર્યું.
૨૦૬
તેણે તેતલિપુત્ર સમીપે રહીને કહ્યું – ઓ તેતલિપુત્ર ! આગળ ખાઈ અને પાછળ હાથીનો ભય, બંને બાજુ ન દેખાય તેવો અંધકાર, મધ્યે બાણોની વર્ષા, ગામમાં આગ અને વન સળગતું હોય, વનમાં આગ અને ગામ સળગતું હોય, હૈ તેતલિપુત્ર ! તો ક્યાં જઈશું ? ત્યારે તેતલિયુગે, પોટ્ટિલને કહ્યું – ભયભીતને પદ્મયા શરણ છે, ઉત્કંઠિતને સ્વદેશ ગમન, ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણી, બીમારને ઔષધ, માયાવીને ગુપ્તતા, અભિયુક્તને વિશ્વાસ, માર્ગે પશ્રિતને વાહન થકી ગમન, તરવાને ઈચ્છુકને વહાણ, શત્રુ પરાભવતનિ સહાયકત્ય છે. માંત-દાંત-જિતેન્દ્રિયને આમાંથી કોઈ ભય હોતો નથી. ત્યારે પોર્રલદેવે, તેતલિપુત્ર અમાત્યને કહ્યું – તેતલિપુત્ર ! તેં ઠીક કહ્યું આ અર્થને સારી રીતે જાણ. એમ કહી બીજી વખત આમ કહ્યું, પછી જ્યાંથી આવેલ, ત્યાં પાછો ગયો.
[૧૫૫] ત્યારપછી તેતલિપુત્રને શુભ પરિણામથી જાતિ સ્મરણ ઉત્પન્ન થયું. ત્યારે તેતલિપુત્રને આવો વિચાર ઉપજ્યો કે – હું આ જ જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુકલાવી વિજયમાં પુંડરીકિણી રાજધાનીમાં મહાપા નામે રાજા હતો. ત્યારે મેં સ્થવિરો પાસે મુંડ થઈને યાવત્ ચૌદ પૂર્વ ભણી, ઘણાં વર્ષ શ્રામણ્ય પર્યાય પાળી, માસિકી સંલેખના કરીને, મહાશુક્ર કલ્પે દેવ થયો. પછી તે દેવલોકથી આયુક્ષય થતાં, આ તેતલિપુરમાં તેતલિ અમાત્યની ભદ્રા નામે પત્નીના પુત્રરૂપે ઉપજ્યો. તો મારે ઉચિત છે કે પૂર્વે સ્વીકૃત્ મહાવ્રત સ્વયં જ સ્વીકારીને વિચરું, એમ વિચારી, સ્વયં જ મહવત સ્વીકાર્યા. પ્રમદ વન ઉધાને આવ્યા, ઉત્તમ અશોકવૃક્ષ નીચે, પૃથ્વીશિલાપકે સુખે બેસી, ચિંતવના કરતા, પૂર્વે અધીત સામાયિક આદિ ચૌદ પૂર્વ સ્વયં જ સ્મરણમાં આવી ગયા. પછી તેતલિપુત્ર અણગારને શુભ પરિણામથી યાવત્ તદાવરણીય કર્મના ક્ષયોપશમથી, કમરજના નાશક પૂર્વકરણમાં પ્રવેશી કેવલ ઉપજ્યું.
[૧૫૬] ત્યારે તેતલિપુર નગરમાં નીકટ રહેલ વ્યંતર દેવ-દેવીએ દેવદુંદુભી વગાડી. પંચવર્તી પુષ્પોની વર્ષા કરી, દિવ્ય ગીત-ગંધર્વનો નિનાદ કર્યો. ત્યારે કનકધ્વજ રાજા આ વૃત્તાંત જાણી બોલ્યો - નિશ્ચે તેતલિનું મેં અપમાન કરતાં,